Monday, February 16News That Matters

Gujarat

ભાવનગરમાં બોરતળાવ, તખ્તેશ્વર મહાદેવ અને પીલગાર્ડન ખાતે ૧૪ મી જાન્યુઆરીના રોજ ૫૧ સૂર્ય નમસ્કાર કરવામાં આવશે

ભાવનગરમાં બોરતળાવ, તખ્તેશ્વર મહાદેવ અને પીલગાર્ડન ખાતે ૧૪ મી જાન્યુઆરીના રોજ ૫૧ સૂર્ય નમસ્કાર કરવામાં આવશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રમત ગમત , યુવા અને સંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા .૧૪ મી જાન્યુઆરી ને શનિવારે ઉત્તરાયણના દિવસે સવારના ૭ થી ૮ કલાક દરમ્યાન ભાવનગરમાં ત્રણ અલગ અલગ સ્થળોએ ૫૧ સૂર્ય નમસ્કાર કરવામાં આવશે. ગુજરાત ના ૭૫ જેટલા વિશેષ પ્રવાસન / ઐતિહાસિક સ્થળોએ જેમાં ભાવનગર ખાતે ત્રણ ૧.) બોરતળાવ ૨) તખ્તેશ્વર મહાદેવ 3) પીલગાર્ડન ખાતે ૧૦૦ યોગી ભાઈઓ - બહેનો ૫૧ સૂર્ય નમસ્કારથી ઉગતા સૂર્યને વંદન ઉજવણી કરશે. વધુ માહિતી માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના સંકલન કર્તા જિલ્લા કો ઓરડીનેટર શ્રી જીગ્નેશ પટેલ મો . ૯૬૬૪૯૯૩૯૦૬ , ( પીલગાર્ડન ) રિદ્ધિબેન માંડલીયા મો .૯૪૨૬૯૬૪૨૪૭ નો સંપર્ક કરવાનો રહેશે. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)...
સી.આર.પી.સી. કલમ-૮૨ મુજબ ના જાહેરનામાંથી આરોપી વ્યક્તિ મગનભાઇ જીવાભાઇ કોળી એ હાજર થવા આદેશ જારી

સી.આર.પી.સી. કલમ-૮૨ મુજબ ના જાહેરનામાંથી આરોપી વ્યક્તિ મગનભાઇ જીવાભાઇ કોળી એ હાજર થવા આદેશ જારી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મહુવાના ૫’મી એડીશનલ સેશન્સ જજ એસ.એફ.પરીખ એ તા.૧૭-૧૨-૨૦૨૨ના રોજ સી.આર.પીસ.ઈ કલમ- ૮૨ મુજબ આદેશ કરતું જાહેરનામું જારી કરી ફરમાવેલ છે કે મારી સમક્ષ એવી ફરીયાદ કરવામાં આવેલ છે કે મગનભાઇ જીવાભાઇ કોળી –રહે. સથરા, તા.મહુવા, જી.ભાવનગરવાળી વ્યક્તિએ આઇ.પી.સી. કલમ- ૩૯૪, ૩૯૭, ૧૧૪ અનુસાર સજાપાત્ર ગુનો કરેલ છે (અથવા તો એવો ગુનો કરેલ હોય એવો શક છે) અને સદરહું નામની વ્યક્તિ ઉપર કાઢવામાં આવેલ ગીરફતારી વોરંટ એવા શેરા સહિત પાછો આવેલ છે કે સદરહુ આરોપી મળી આવતો નથી અને તેને આધારે મને ખાત્રી કરાવી આપવામાં આવેલ છે કે આ નામની વ્યક્તિ ભાગી ગયેલ છે અથવા તો સદર વોરંટની બજવણી અટકાવવા માટે તેણે પોતાની જાતને છુપાવી દીધેલ છે. તેથી આરોપી મગનભાઇ જીવાભાઇ કોળી –રહે. સથરા, તા.મહુવા, જી.ભાવનગરનાએ સદર ફરીયાદનો જવાબ આપવા માટે કોર્ટ સમક્ષ અથવા તો કોર્ટના જજ એફ.એસ.પરીખ સમક્ષ આ આદેશ ઇસ્યુ કર્યા તા...
જસદણના ગઢડિયા ગામમાં જુગાર રમતા 18 જુગરી ઝડપાયા

જસદણના ગઢડિયા ગામમાં જુગાર રમતા 18 જુગરી ઝડપાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જસદણ         જસદણ પો.સ્ટે વિસ્તારના ગઢડિયા ગામેથી જુગારન રમતા 18 જુગારીઓને પકડી પાડતી જસદણ પોલીસ રાજકોટ રેન્જ પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠૌડ તથા નાયબ પોલીસ અધિક્ષક કે.જી.ઝાલા ગોંડલ વિભાગનાઓના માર્ગદર્શન હેઠળ જસદણ પોલીસ.ઇન્સ ટી.બી.જાની સ્ટાફ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા જે દરમ્યાન સાથેના એ.એસ.આઈ ભુરાભાઈ માલીવાડ તથા સંજયભાઇ મેટાળિયાને ને મળેલ ચોક્કસ બાતમીના આધારે જસદણ પો.સ્ટેના ગઢડિયા ગામે મહેન્દ્રભાઇ મનજીભાઇ ડેરવાળીયા પોતાની માલિકીના ગોડાઉનમાં જુગાર રમતા અઢાર ઈસમોને પકડી પાડી રોક્ડ રૂપિયા ૪૯,૫૦૦ ના કુલ મુદામાલ સાથે પકડી ધોરણસર કાર્યવાહી કરેલ છે.         જેમાં પકડાયેલ આરોપી (૧) મહેન્દ્રભાઇ ધનજીભાઇ ડેરવાળીયા જાતે કોળી ઉવ.૨૯ ધંધો ખેતી રહે ગઢડીયા(જસ) તા જસદણ (ર) જીતેશભાઇ શામજીભાઇ પરમાર જાતે કો...
ICAR-CIFT ના વેરાવળ સંશોધન કેન્દ્રે સમુદ્રમાં તરતી મૂકી વેવ રાઈડર બૉય ઓબ્ઝર્વેશન સિસ્ટમ

ICAR-CIFT ના વેરાવળ સંશોધન કેન્દ્રે સમુદ્રમાં તરતી મૂકી વેવ રાઈડર બૉય ઓબ્ઝર્વેશન સિસ્ટમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ INCOISએ હિંદ મહાસાગરમાં ૧૬ ડાયરેક્શનલ વેવ રાઇડર બોયા તૈનાત કર્યા છે. ICAR-CIFT ના વેરાવળ સંશોધન કેન્દ્રે INCOIS-હૈદરાબાદના સહયોગથી ગીર-સોમનાથ જિલ્લાના સોમનાથમાં સમુદ્ર સપાટી પર વેવ રાઇડર બોયાને તૈનાત કર્યું છે. આ બોયામાંથી એકત્રિત કરવામાં આવેલ માહિતીનો ઉપયોગ ભવિષ્યમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા માટે ચોક્કસ સમયની માહિતી સિસ્ટમ વિકસાવવા માટે કરવામાં આવશે. આ વેવ રાઇડર બોયા સમુદ્રની હવામાન પરિસ્થિતિ, સમુદ્રની ભરતીની પ્રકૃતિ અને સમુદ્રી પ્રવાહો વિશે સચોટ માહિતી આપે છે. ઉપરાંત તોફાનો અને દરિયાની સ્થિતિની આગાહી કરવામાં પણ મદદ કરે છે. દરિયાઈ ઈજનેરી, શિપિંગ અને ફિશરીઝના સંદર્ભમાં તેમજ દરિયાઈ વિજ્ઞાનના પાયાના સંશોધનો, આબોહવા પરિવર્તન તેમજ ચક્રવાતની અસરના અભ્યાસ માટે વેવ રાઈડર બોયા એ ટૂંકા ગાળા તેમજ લાંબા ગાળાના અભ્યાસ માટે ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને આ બોયા દરિ...
સુરતથી ગુમ થયા મહિલા અને પુરુષ, માહિતી આપનારને ૨૫,૦૦૦નું રોકડ ઈનામ

સુરતથી ગુમ થયા મહિલા અને પુરુષ, માહિતી આપનારને ૨૫,૦૦૦નું રોકડ ઈનામ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,, ગીર સોમનાથ   નાયબ પોલીસ અધિક્ષક, સુરત ઝોન, સી.આઈ.ડી. ક્રાઇમ દ્વારા જાહેર જનતા જોગ જણાવવામાં આવે છે કે સુરતથી ગુમ થયેલ ભાવનાબેન કરસનજી ઠાકોર અને  કનુભાઈ તળજાભાઇ રબારી   આ બંન્ને વ્યક્તિઓ મળી ન આવતા અરજદારએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં હેબીયસ કોપર્સ પીટીશન દાખલ કરેલ છે. તસવીરમાં જણાવેલ બન્ને ગુમ થનાર મહિલા તથા પુરૂષની માહિતી આપનાર અથવા શોધી આપનારને રૂ. 25,000/- પ્રોત્સાહન ઈનામ આપવાનું જાહેર કરવામાં આવેલ છે. વિગતો અનુસાર ભાવનાબેન કરસનજી ઠાકોર(ઉ.વ.આશરે ૨૮ થી ૩૦) નાની શરીરે મધ્યમ બાંધાની, ઘઉં વર્ણો રંગ, ગોળ ચહેરો અને ઉંચાઈ આશરે 5X2 ની છે. જેના જમણા હાથે પાનની અંદર અંગ્રેજીમાં B.K. નું છૂંદણાનું નિશાન છે અને મેલાભાઈ નાગજીભાઈના તબેલામાં રહેવાસી છે. મુળ રહે ભાથણીવાસ, ગામ - ખેરવા, તા.જી મહેસાણા, ગુજરાત - ૯૮૪૦૦૧ તથા ગામ - કલાણા, તા.જી.પાટણ, ગુજરાત (પિયર) અને શકમંદ સામાવાળા ...
Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સિહોરમાં સંકલિત આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો તાલુકા પંચાયત પ્રમુખ તૃપ્તિબેન જસાણીનાં અધ્યક્ષસ્થાને યોજાયો હતો. જેમાં મહિલા સશક્તિકરણમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે લાભ લેવા જણાવ્યું હતું. કિશોરીઓના પોષણ સાથે મહિલાઓના આરોગ્ય તેમજ વિવિધ કલ્યાણકારી યોજનાઓ સંદર્ભે આ કાર્યક્રમમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ અંગે આઈ.સી.ડી.એસ. વિભાગનાં રાજેશ્વરીબા જાડેજાએ જાણકારી આપી હતી. આ સાથે કુ. સુરભી ચૌહાણ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિધિબેન દવેએ કિશોરી પોષણ જાગૃતિ સંદર્ભે સૌને પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ સાથે વાનગી સ્પર્ધા તેમજ વિવિધ સન્માન પુરસ્કારો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મામલતદાર જોગસિંહ દરબાર, આરોગ્ય વિભાગ પુજાબા ગોહિલ, ઔધોગિક તાલીમ સંસ્થાના ભાવિન શાહ, બાળ સંભાળ કચેરીના કૃષ...
પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારી અંગે જિલ્લા કલેકટર ડી. કે. પારેખ ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

પ્રજાસત્તાક પર્વની ઉજવણીની પૂર્વતૈયારી અંગે જિલ્લા કલેકટર ડી. કે. પારેખ ની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આગામી ભાવનગર જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આઈ.ટી.આઈ. તળાજા ખાતે થનારી છે. ત્યારે આ ઉજવણીની પૂર્વ તૈયારી સંબંધિત બેઠક આયોજન હોલ કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી. જિલ્લા કલેકટર ડી. કે. પારેખના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે કાર્યક્રમની રૂપરેખા તથા વ્યવસ્થાપન મુદે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કલેકટરએ પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમ, વૃક્ષારોપણ, પાર્કિંગ વ્યવસ્થા, ટ્રાફીક નિયમન સહિતના તમામ આનુસંગિક મુદ્દે ચર્ચા કરીને સંબંધિત વિભાગોને જરૂરી સુચના આપી હતી. બેઠકમાં પોલીસ અધિક્ષક ડો. રવીન્દ્ર પટેલ,અધિક નિવાસી કલેક્ટર બી. જે. પટેલ, ડી.આર.ડી.એ. નિયામક જયશ્રીબેન જરૂ તથા અન્ય સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા....
ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી પરીસંવાદ, કૃષિ મેળો તથા કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

ભાવનગરમાં પ્રાકૃતિક ખેતી પરીસંવાદ, કૃષિ મેળો તથા કૃષિ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આત્મા પ્રોજેક્ટ દ્વારા ખેડૂત તાલીમ કેન્દ્ર ભાવનગર ખાતે આજરોજ પ્રાકૃતિક ખેતી પરિસંવાદ, કૃષિ મેળો તથા કૃષિ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી ભાવનગર જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાંથી અંદાજિત ૧૦૦૦ જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીનું ભવિષ્ય ખૂબ જ ઉજળું છે કેમિકલ ના લીધે પાક ખૂબ જ સારો અને ઝડપથી મળી જતો હોય છે પરંતુ તેના ગેરલાભો ઘણા જ છે. જ્યારે પ્રાકૃતિક કૃષિ ધીમે ધીમે સ્થાયી થઈ રહી છે. છેલ્લા થોડા વર્ષોમાં પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોમાં વધારો જોવા મળી રહ્યો છે તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને ખુબ જ સકારાત્મક પરિણામો મળી રહ્યા છે. વધુમાં જિલ્લા કલેકટરએ ભાવનગરમાં યોજાયેલ પ્રાકૃતિક ખેતી પરિસંવાદ જેવા કાર્યક્રમો વધુને વધુ યોજીને ખેડૂતોને લાભ લેવા અનુરોધ કર્યો હતો. પ્રાકૃતિક...
સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે કરવામાં આવી રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ સ્વામી વિવેકાનંદની જન્મજયંતીની ઉજવણી અંતર્ગત સોમનાથ ઈન્ટરનેશનલ સ્કૂલ કોડીનાર ખાતે જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય યુવા દિવસ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને વિદ્યાર્થીઓએ હુબલી-ધારવાડ (કર્ણાટક) ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ૨૬માં રાષ્ટ્રીય યુવા ઉત્સવના ઉદ્ઘાટનનું જીવંત પ્રસારણ પણ નિહાળ્યું હતું. આ તકે સ્થાનિક કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરાયા હતાં. રાષ્ટ્રીય યુવા દિવસ ઉજવણી નિમિત્તે જિલ્લા યુવા વિકાસ અધિકારી એચ.ડી મકવાણાએ યુવાઓને ઉદ્દેશી કહ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીના વિચારો આજની યુવાપેઢી માટે ખૂબ જ મહત્વના છે. તેમના વિચારો જીવનમાં ઉતારી દેશને મજબૂત અને સંકલ્પબદ્ધ બનાવવામાં યુવાઓ પોતાનો મહત્તમ ફાળો આપી શકે છે. જેથી એમનું જીવન પણ સંકલ્પબદ્ધ બનશે. આ તકે જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજીભાઈ ભાલિ...
જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ

જિલ્લા કલેકટર સુજલ મયાત્રાની અધ્યક્ષતામાં પંચમહાલ જિલ્લામાં નેશનલ રોડ સેફ્ટી સપ્તાહનો કરાયો પ્રારંભ

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર રાષ્ટ્રીય માર્ગ સલામતી સપ્તાહ ૨૦૨૩ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં તા.૧૧ જાન્યુઆરીથી તા.૧૭ જાન્યુઆરી દરમિયાન આર.ટી.ઓ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રોડ સેફ્ટી સપ્તાહ અંતર્ગત વિવિધ જન- જાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવશે જેનું આજ રોજ જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ગોધરા ખાતેથી ઉદ્દઘાટન કરાયું હતું.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય થકી કરાઈ હતી. આ પ્રસંગે પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે જિલ્લામાં ઓછામાં ઓછા માર્ગ અકસ્માત થાય તેના માટે સક્રિય પ્રયાસો આપણે સૌકોઈએ સાથે મળીને કરવાના છે. લોકોને ટ્રાફિકની સેન્સ આવે તથા રોડ સેફ્ટીના નિયમો અંગે લોકો જાગૃત થાય તેવા પ્રયાસો હાથ ધરાશે. આ પ્રસંગે આર.ટી.ઓ અધિકારી ચાવડાએ નેશનલ રોડ સેફ્ટી કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિતોને જાણકારી પૂરી પાડ...