રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટનાં રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે રૂદ્રાક્ષ બિલ્ડીંગમા રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૪/૦૨/૨૦૨૩ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ.
આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલનું આયોજન કરવા સ્વૈચ્છીક અરજી કરશે તેમને મોકડ્રીલમા અગ્રતા આપવામાં આવશે.
ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન રૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, એરપોર્ટ સામે રાજકોટ ૦૮ થી ૧૦ લોકો રહેવાસીઓ આ મોકડ્રીલ અને તાલીમમાં જોડાયેલ. જે મોકડ્રીલ અને તાલીમમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના સ્ટેશન ...

