Monday, September 7News That Matters

Gujarat

સોમનાથ મરીન પોલીસ સ્ટેશન દ્વારા યોજાયો ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ

સોમનાથ મરીન પોલીસ સ્ટેશન દ્વારા યોજાયો ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક મયંકસિંહ ચાવડા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની રાહબરી હેઠળ તેમજ નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારના માર્ગદર્શન હેઠળ કેસ્ટરલોક જેટી ભીડિયા, વેરાવળ ખાતે ફિશરમેન અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ અવેરનેસ કાર્યક્રમમાં રાજ્યના ૧૬૪૦ કિમીના દરિયા કિનારાની રાષ્ટ્રીય સંપત્તીનું જતન કરવાની સમજ સાથે જ ફિશરમેનોને IMBL ન ઓળંગવા તથા દરિયાઇ સુરક્ષાના નિયમોનુ પાલન, ફિશરીઝ એકટનુ પાલન, રાષ્ટ્રીય સુરક્ષાના હિતોનુ પાલન કરવા સમજ કરવામા આવી હતી. ઉપરાંત ફિશીંગમા ગૃપ સાથે સંકલન રાખવા તથા દરિયામા લાઇન ફીશીંગ ન કરવા તેમજ અન્ય દ્વારા લાઇન ફિશીંગ થાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ફિશરીઝ એકટના નિયમો મુજબ જરૂરી ડોકયુમેન્ટ, સુરક્ષા એજન્સીના કોન્ટેકટ નંબરનું લિસ્ટ તથા અગ્નિશામક સાધનો,...
ગીર સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજચેકિંગ, ફટકારાયો કુલ રૂ.૪૧.૪૪ લાખનો દંડ

ગીર સોમનાથ જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વીજચેકિંગ, ફટકારાયો કુલ રૂ.૪૧.૪૪ લાખનો દંડ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        વીજચોરીના દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી થઈ રહી છે ઉપરાંત વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. વારંવાર વીજચોરી કરી આર્થિક નુકસાન કરાવતા વીજચોરો સામે તંત્રએ લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી દેખરેખ હેઠળ ઈજનેરોની સંખ્યાબંધ ટુકડીઓ દ્વારા સામૂહિક વીજચેકિંગ કરી દંડ ફટકારવામાં આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી હેઠળની વેરાવળ શહેર, સુત્રાપાડા તેમજ તાલાળા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્તારોમાં એસ.આર.પી. સ્ટાફ તથા અન્ય સ્ટાફના ચુસ્ત બંદોબસ્ત હેઠળ ઈજનેરોની કુલ ૩૩ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજ્યિક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૧૧૮૪ જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્યા...
ભાવનગરની સર ટી હોસ્પિટલમાં જાહેરમાં ધુમ્રપાન કરતા લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી : રૂ. ૫૬૭૬ નો દંડ વસુલાયો

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં જાહેરમાં ધુમ્રપાન કરતા લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી : રૂ. ૫૬૭૬ નો દંડ વસુલાયો

Gujarat
હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગરની સર ટી હોસ્પિટલમાં જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ ભાવનગર દ્રારા જાહેરમાં ધુમ્રપાન કરતા લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં તમાકું નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ હેઠળ કલમ ૪ અંતર્ગત જાહેરમાં ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ હોઈ આવું કરનારને દંડ કરીને ધુમ્રપાનથી થતાં નુકશાન અંગેની સમજ આપવામાં આવી હતી.    આજરોજ ટોબેકો કંટ્રોલ સેલ ભાવનગર, સર ટી હોસ્પિટલ ના સંયુક્ત રીતે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં જાહેરમાં ધુમ્રપાન કરનાર લોકો પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં અલગ અલગ વ્યક્તિઓ ને રેડમાં જાહેરમાં ધુમ્રપાન કરતાં પકડી પાડીને રૂ. ૫૬૭૬ નો દંડ કરવામાં આવ્યો હતો.       જેમા જિલ્લા તમાકુ નિયંત્રણ અધિકારી ભાવનગર ડો સુનીલ પટેલ, આર. એમ. ઓ. સર ટી હોસ્પિટલ ડો. લલિતાબેન, એ.એચ.એ. ગિરિરાજભાઇ તથા ટોબેકો કાઉન્સિલર હેતલ બેન દ્વારા કામગીરી કરવામા આવી હતી. ગુજરાત ...

યોગ કોર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનર્સ માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ માટે અરજીઓ મંગાવાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલ ભાવનગર જિલ્લાના યોગ કોર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત રાજ્ય યોગ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. તે અંતર્ગત અરજી કરતી વખતે વ્યક્તિ ઓછામાં ઓછા ત્રણ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઈએ અને યોગ બોર્ડનું યોગ કોચ/ યોગ ટ્રેનર તરીકેનું સર્ટીફીકેટ ધરાવતો હોવો જોઈએ. એવોર્ડ મેળવવા ઉંમરનો કોઈ બાધ નથી. એવોર્ડ માટે સતી અને અપડેટ કરેલી પ્રોફાઇલ (બાયોડેટા) પુરાવા સાથે રજૂ કરવાના રહેશે. અરજી કરતી વખતે પુરૂનામ, તાજેતરનો ફોટો, સરનામું અને સંપર્ક નંબર જેવી વિગતો અને છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા કાર્ય ફોટા સાથેના નક્કર પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનાનાં પુરાવા સાથેનો એક પેજનો બા...
આટકોટ માં શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં રોજગારલક્ષી સેમિનારનું આયોજન

આટકોટ માં શ્રી સૌરાષ્ટ્ર કોલેજમાં રોજગારલક્ષી સેમિનારનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જસદણ આટકોટની નામાંકિત સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર કોલેજ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ આટકોટમાં રોજગારલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાત રોજગાર કચેરી રાજકોટથી રાજેશભાઈ ચૌહાણ તથા અલ્તાફભાઈ ડેરેયા દ્વારા વિધાર્થીઓને રોજગારલક્ષી બાબતોથી માહિતગાર કરવામાં આવ્યા હતા ગ્રેજ્યુએશન પૂરું થયા પછી મોટાભાગના વિધાર્થીઓને મૂંઝવતો પ્રશ્ન હોય છે નોકરી. ઘણીવાર વિધાર્થીઓ પ્રતિભાશાળી હોય છે, હોશિયાર હોય છે, આવડત પણ હોય છે પરંતુ તેમ છતાં યોગ્ય માહિતીના અભાવને કારણે વિધાર્થીઓ નોકરીઓથી વંચિત રહી જતા હોય છે. વિધાર્થીઓને જરૂર હોય છે એક એવા પ્લેટફોર્મની કે જેમાં વિધાર્થીઓને તેમની લાયકાત અનુસાર યોગ્ય અને સારી નોકરી મળી રહે રાજેશભાઈ તથા અલ્તાફભાઈ દ્વારા વિધાર્થીઓને એમ્પ્લોયમેન્ટ કાર્ડ, લાયકાત અનુસાર નોકરી, પાસપોર્ટની પ્રક્રિયા તથા જોબ પ્લેસમેન્ટ જેવી અનેક બાબતો ઉપર માહિતી...
છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી રૂ.4000/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં ફરજ બજાવતો કર્મચારી રૂ.4000/- ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,  છોટા ઉદેપુર છોટા ઉદેપુર તાલુકા પંચાયત માં નરેગા વિભાગમાં ફરજ બજાવતો કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂપિયા 4000/- ની લાંચ ની માંગ જમીન સમતળ કરવા માટે કરી હતી. જે અંગે એસીબી પોલીસે છટકું ગોઠવતા છટકા માં રંગે હાથે ઝડપાઇ ગયો હતો. જે અંગે સમગ્ર કર્મચારીઓ ની છાવણી માં ચકચાર મચી ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર છોટા ઉદેપુર ગ્રામ્ય વિસ્તારના ઍક નાગરિક પાસે જમીન સમતળ કરવા કર્મચારી રમેશભાઈ અંબાલાલ ઠાકોર એ રૂ 4000/- જેવી માંગણી કરી હતી જે બાબતે જાગૃત નાગરિકે એસીબી નો સંપર્ક કર્યો હતો. જેથી નર્મદા જિલ્લા ના એસીબી પોલિસ અધિકારી ડી.ડી.વસાવા એ રૂ. 4000/- ની લાંચ લેતા રમેશભાઈ અંબાલાલ ઠાકોર ને રાણી બંગલા પાસે આવેલ તેનાં ઘરે થી રંગે હાથે ઝડપી પાડ્યો હતો. છોટા ઉદેપુર તાલુકા પંચાયત નરેગા વિભાગમાં કરાર આધારિત નોકરી કરતો કર્મચારી લાંચ લેતા રંગેહાથ ઝડપાતા સમગ્ર કર્મચારી આલમ માં ચકચાર ...

શહેરની હાઇરાઇઝ બિલ્ડીંગ સંસ્કાર સીટીમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ        રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૧/૦૨/૨૦૨૩ ના રોજ સંસ્કાર સીટી એ + બી + સી + ડી, મવડી બાય પાસ, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન સંસ્કાર સીટી એ + બી + સી + ડી, મવડી બાય પાસ, રાજક...

શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૫૪૭ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૦૨/૦૨/૨૦૨૩ થી તા. ૧૯/૦૨/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો મોચીનગર મેઈન રોડ, શીતલપાર્ક, ઉગતાપોરની મેલડીમાં મેઈન રોડ, અક્ષરનગર, ભારતીનગર મેઈન રોડ, ગોવીંદપાર્ક, ગાંધિગ્રામ મેઈન રોડ્ તથા આજુબાજુમાંથી ૨૭ (સત્યાવીસ) પશુઓ, રૈયાધાર સ્લમ એરિયા, શાસ્ત્રીનગર, રૈયાગામ, વિશ્વકર્મા સોસાયટી, નાણાવટી ચોક, આવાસ ક્વાર્ટર, ગોપાલ ચોક, શાંતીનગર ગેટ પાસે, વૈશાલી ચોક, ગાધીગ્રામ, એચ.કે. ચોક વિગેરે વિસ્તારમાંથી ૩૦ (ત્રીસ) પશુઓ, કૈલાશપાર્ક, સોમનાથ સોસાયટી,નટરાજનગર, RMC આવાસ, ભીડભંજન સોસાયટી, પાટીદાર ચોક, રવિરત્ન પાર્ક મેઈન રોડ, ધરમનગર મેઈન રોડ, ગાર્બેજ સ્ટેશન, દ્વારકાધીશ પંપ સામે, ભવાની ચોક, નાગેશ્વર, હરીનગર સોસાયટી, જલારામ સોસાયટી, નારાયણનગર મેઈન રોડ વિગેરે વિસ્તારમાંથી ૫૨ ...

શહેરની હાઇરાઇઝ બિલ્ડીંગ તનિષ્ક ફલેટમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે મોકડ્રીલ અને તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૦/૦૨/૨૦૨૩ ના રોજ તનિષ્ક ફલેટ એ + બી, HDFC બેન્ક સામે, જીલ્લા લાયબ્રેરી પાસે માલવીયા ચોક, યાજ્ઞિક રોડ, રાજકોટ  ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન તનિષ્ક ફલ...

વોર્ડ નં. ૧૦ની વોર્ડ ઓફિસ ખાતે વિવિધ મુદ્દાઓ અંગે રીવ્યુ મીટિંગ કરતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ શહેરને સ્વચ્છ, સુંદર અને સુવિધાપ્રદ રાખવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અવિરત કામગીરી કરવામાં આવી રહી છે. પ્રગતિમાં રહેલ વિવિધ વિકાસલક્ષી કામગીરી ઝડપી અને સમયસર પૂર્ણ થાય તે માટે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા સતત સ્થળ મુલાકાત કરવામાં આવે છે, જે અંતર્ગત મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ તા. ૨૧-૦૨-૨૦૨૩ના રોજ વોર્ડ નં. ૧૦ વોર્ડ ઓફિસ ખાતે વિવિધ કામગીરી અંગે રીવ્યુ મીટિંગ કરી હતી તેમજ મોબાઈલ ટેક્સ કલેક્શન વ્હીકલ, One Time Installment Scheme ઉપરાંત બાંધકામ, આરોગ્ય, ફરિયાદોના નિરાકરણ, આંગણવાડી, કોર્પોરેશનની શાળા, સ્વચ્છતા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, ટેક્સ સહિતની બાબતોએ રીવ્યુ મીટિંગ કરવામાં આવી. મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વોર્ડ ઓફિસ રીવ્યુ દરમ્યાન One Time Installment Scheme, વિવિધ આરોગ્ય લગત યોજનાઓનો લોકો લાભ લે, મોબાઈલ વાન વિગેરે બાબતો અંગે સંબંધિત અધિ...