Saturday, September 5News That Matters

Gujarat

બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન અને મત ગણતરી અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે

બોટાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન અને મત ગણતરી અન્વયે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ કાર્યરત રહેશે

Gujarat
બોટાદ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી એપ્રિલ-૨૦૨૬ અન્વયે તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન તથા તા.૨૮/૦૪/૨૦૨૬ના રોજ મતગણતરી યોજવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની આ સંસ્થાઓની ચૂંટણી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં સંપન્ન થાય તેમજ મતદાન અને મતગણતરીના દિવસો દરમિયાન વહીવટી સંકલન જળવાઈ રહે તે હેતુથી બોટાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રીની કચેરી ખાતે ખાસ ચૂંટણી કન્ટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી સંબંધિત કોઈપણ પ્રકારની માહિતી, માર્ગદર્શન કે રજૂઆતો માટે નાગરિકો ટેલીફોન નંબર- ૦૨૮૪૯-૨૭૧૩૮૧ પર સંપર્ક કરી શકશે. જેની જિલ્લાના સર્વે મતદાર/નાગરિકોએ નોંધ લેવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેકટરશ્રી દ્વારા જણાવવામાં આવે છે. અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને નિવાસી અધિક કલેકટર પી.એલ.ઝણકાતની યાદીમાં જણાવાયું છે...

બોટાદ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા ગઢડા આઈ.ટી.આઈ.ના વિદ્યાર્થીઓને ટ્રાફિક સહિતના નિયમો અંગે વિસ્તૃત માહિતી અપાઈ

Gujarat
બોટાદ બોટાદની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (ARTO) દ્વારા ગઢડા સ્થિત આઈ.ટી.આઈ. ખાતે “માર્ગ સલામતી” અંગે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીના અધિકારીશ્રીઓ દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન, હેલ્મેટ તથા સીટબેલ્ટના ઉપયોગનું મહત્વ, ઓવર સ્પીડિંગના જોખમો તેમજ વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનના ઉપયોગથી થતા અકસ્માતો અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને જવાબદાર અને સજાગ ડ્રાઇવર બનવા પ્રેરિત કરવામાં આવ્યા હતા. આ માર્ગ સલામતી સેમિનારમાં વિવિધ પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રાયોગિક ઉદાહરણો દ્વારા માર્ગ અકસ્માતોના કારણો અને તેના નિવારણ અંગે સમજણ આપવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ માર્ગ સલામતી અંગે જાગૃત બનશે....
શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

Gujarat
ભાવનગર ભાવનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મળેલ અધિકારની રૂઈએ જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં ફરમાવ્યું છે કે, શિહોરથી ઘાંઘળી તરફ જતા રસ્તા પર રેલ્વે લાઇનના ફાટક નં.૨૦૫/B પર રેલ્વે ઓવરબ્રીજના કામે તા. ૨૧/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૫/૨૦૨૬ સુધી શિહોરથી ઘાંઘળી તરફ તેમજ ઘાંઘળીથી શિહોર શહેર તરફ આવતા વાહનો માટે નિયત કરાયેલાં ડાયવર્ઝન રૂટ પરથી વાહનો પસાર કરવાનાં રહેશે. જાહેરનામાં અનુસાર,માત્ર ટુ-વ્હીલર તથા ફોર વ્હીલર વાહનોની અવરજવર માટે (૧) શિહોરથી વાયા શિહોર GIDC થઇ ઘાંઘળી-વલ્લભીપુર તરફ જતા વાહન વ્યવહાર માટે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર શિહોર ખાતે આવેલ દાદાની વાવથી વાયા નેસડા ગામ થઇ વલ્લભીપુર તરફના ડાયવર્ઝન રસ્તા પરથી વાહનો પસાર કરવાના રહેશે. (૨) વલ્લભીપુર તરફથી વાયા ઘાંઘળી શિહોર GIDC થઇ શિહોર શહેર તરફ આવતા વાહન વ્યવહાર માટે વલ્લભીપુર-ભાવનગર હાઇવે ઉપર ઘાંઘળીથી વાયા...
સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી: ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના શરણે

સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી: ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓ વિશેષ ટ્રેન દ્વારા સોમનાથ મહાદેવના શરણે

Gujarat
સોમનાથ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરના ગત ૧૦૦૦ વર્ષના વિસર્જન અને સર્જનની અદભુત શૌર્યગાથાને વર્તમાનમાં 'સોમનાથ સ્વાભિમાન પર્વ' ના રૂપે અત્યંત હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહી છે. આ પવિત્ર અવસરે ઉત્તરપ્રદેશથી ૧૦૦૦ થી વધુ શ્રદ્ધાળુઓને લઈને પ્રસ્થાન થયેલી એક વિશેષ ટ્રેન ત્રિ-દિવસીય પ્રવાસ માટે પવિત્ર સોમનાથ તીર્થ ખાતે આવી પહોંચી છે. શ્રદ્ધાળુઓનું ઉષ્માભર્યું સ્વાગત અને મહાઅભિષેક: શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ તમામ ભાવિક ભક્તોનું શ્રી સોમનાથ મંદિર પરિસરમાં ચંદન તિલક અને ઉપવસ્ત્ર અર્પણ કરીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભક્તોને સન્માનપૂર્વક દર્શન માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં પ્રત્યેક ભક્ત માટે જલાભિષેકની અલાયદી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. સોમનાથ મહાદેવના અલૌકિક દર્શન અને જળાભિષેક કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી. આરતી અને લાઇટ એન્ડ સાઉન્ડ શોનો નજારો: આટલી વિશ...

અખાત્રીજ જૈન મેળાને અનુલક્ષીને પાલીતાણા શહેરના કેટલાક રસ્તાઓને ‘એકમાર્ગીય’ રસ્તા જાહેર કરાયાં

Gujarat
ભાવનગર આગામી તા.૧૯/૦૪/૨૦૨૬ થી તા.૨૦/૦૪/૨૦૨૬ સુધી અખાત્રીજનો જૈન સમાજનો મેળો પાલીતાણા ખાતે યોજાનાર છે.જેમાં વાહનો મોટી સંખ્યામાં આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઈ ન જાય તેમજ ટ્રાફિક અવ્યવસ્થા ન સર્જાય, અકસ્માતો થતા નિવારી શકાય તે માટે ટ્રાફિક નિયમન રખાવવું જરૂરી હોય જેથી ભાવનગર જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી.ગોવાણીએ ગુજરાત પોલીસ અધિનિયમ હેઠળ મને મળેલ અધિકારની રૂઈએ પાલીતાણા શહેરમાં કેટલાંક રસ્તાઓને તા.૧૯/૦૪/૨૦૨૬ના સવારના ૦૮:૦૦ કલાક થી તા.૨૦/૦૪/૨૦૨૬ ના ૨૪:૦૦ કલાક સુધી 'એકમાર્ગીય' રસ્તા જાહેર કર્યાં છે. જાહેરનામાં અનુસાર, સોનગઢથી પાલીતાણા શહેર તરફ આવતા રસ્તાને પાલીતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા વાહનોને ભાવનગર રોડ રેલ્વે કોસીંગથી જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઈ સરદારનગર ચોકડી થઈ, ગારીયાધાર રોડ, ત્રણ રસ્તા થઈ સિંધી કેમ્પ, મહાવીર પેટ્રોલ પંપ થઈને છેલ્લા ચકલા પાલીતાણા હાઈસ્કુલ પ...
કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ બોટાદના ખેડૂતો જોગ સંદેશ

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ બોટાદના ખેડૂતો જોગ સંદેશ

Gujarat
બોટાદ હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૦૭/૦૪/૨૦૨૬થી તા.૦૮/૦૪/૨૦૨૬ દરમિયાન ગુજરાત રાજયના જિલ્લાઓ જેવા કે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આંણદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્રારકા, અમરેલી, ભાવનગર, બોટાદ અને કચ્છ જિલ્લાઓમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી થયેલ છે. આવા સમયે વાદળ છાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે,તેમ છતાં નીચે મુજબના તકેદારીનાં પગલા લેવા રાજ્યના ખેડૂતોને સંદેશ આપવામાં આવે છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દે...

જંબુસર પંથકમાં વાતાવરણમાં અચાનક પલટો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જંબુસર  જંબુસર શહેરમાંથી જળમળ વરસાદ જોવા મળ્યો  જંબુસર તાલુકાના કાવી, નહાર અને નોંધણામાં ગાજવીજ સાથે વરસાદ ભર ઉનાળે અષાઢી માહોલ: જંબુસર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે માવઠું હવામાન વિભાગની આગાહી સાચી ઠરી: જંબુસરના દરિયાકાંઠાના ગામોમાં જોરદાર વરસાદી ઝાપટું ખેડૂતોની ચિંતામાં વધારો: જંબુસર તાલુકાના કાવી અનેનોં ધણા પંથકમાં વીજળીના ગડગડાટ સાથે વરસાદનું આગમન નહાર અને આસપાસના ગામોમાં વરસાદથી રસ્તાઓ ભીંજાયા રિપોર્ટર : ઈમ્તિયાઝ દિવાન, ભરૂચ ...
આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દાહોદ દ્વારા ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ અને ‘વિશ્વ હોમિયોપેથી સપ્તાહ’ની કરાઈ ઉજવણી

આયુર્વેદ શાખા જીલ્લા પંચાયત દાહોદ દ્વારા ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે ‘વિશ્વ આરોગ્ય દિવસ’ અને ‘વિશ્વ હોમિયોપેથી સપ્તાહ’ની કરાઈ ઉજવણી

Gujarat
નિયામક આયુષ કચેરી ગાંધીનગર તથા જીલ્લા આયુર્વેદ અધિકારી દાહોદના માર્ગદર્શન હેઠળ ગવર્મેન્ટ ફિઝિયોથેરાપી કોલેજ, દાહોદ ખાતે 'વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૬' અને 'વિશ્વ હોમિયોપેથી સપ્તાહ' નિમિત્તે એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત જિલ્લા આયુર્વેદ અધિકારી ડો. સુધીર જોશીએ વિદ્યાર્થીઓને આરોગ્યના વૈશ્વિક પડકારો અને નવીન અભિગમો વિશે વિસ્તૃત માહિતી આપી હતી. વિશ્વ આરોગ્ય દિવસ ૨૦૨૬: મુખ્ય મુદ્દાઓ ડો. સુધીર જોશીએ ૨૦૨૬ના વિશ્વ આરોગ્ય દિવસની થીમ Together for health. Stand with science પર ભાર મૂકતા નીચે મુજબના ચાર મુખ્ય સ્તંભો સમજાવ્યા હતા: - પુરાવા આધારિત અભિગમ (Focus on Evidence): સ્વાસ્થ્ય નીતિઓમાં વૈજ્ઞાનિક પુરાવાઓ પર વિશ્વાસ રાખવો અત્યંત જરૂરી છે. ખાસ કરીને આબોહવા પરિવર્તનને કારણે ફેલાતા રોગો જેવા કે મેલેરિયા અને ડેન્ગ્યુ સામે લડવા માટે વિજ્ઞા...
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬

Gujarat
ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર નિયમન અંગેનું જાહેરનામું રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહુ ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા.૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે. આ સ્થાનિક સ્વરાજય ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તેમજ રાજ્ય ચૂંટણી આયોગના કાર્યાલય તરફથી ઉમેદવારી/વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાની જાળવણી અંગે સબંધીતોએ અમલમાં કરવાની આદર્શ આચારસંહિતાની જોગવાઈઓ તેમજ કોઈ અનિચ્છની...
દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પરવાનેદારોને હથિયાર જમા કરાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલનું જાહેરનામું

દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત પરવાનેદારોને હથિયાર જમા કરાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એમ. રાવલનું જાહેરનામું

Gujarat
રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર ધ્વારા રાજ્યની મહા નગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની બેઠકોની પર ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરવામાં આવેલ છે. જે મુજબ દાહોદ જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે દાહોદ જિલ્લામાં તા.૦૧/૦૪/૨૦૨૬ થી આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. સદરહું ચૂંટણીઓ અન્વયે તા.૨૬/૦૪/૨૦૨૬ ના રોજ મતદાન અને મતગણતરી તા. ૨૮/૦૪/૨૦૨૬ ના રોજ યોજનાર છે તેમજ ચૂંટણી પ્રક્રિયા તા.૩૦/૦૪/૨૦૨૬ ના રોજ પૂર્ણ થનાર છે. ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ યોગ્ય રીતે જળવાઈ રહે તથા શાંતિપુર્ણ રીતે ચૂંટણીઓ સંપનન થાય તે માટે શસ્ત્ર અધિનિયમ- ૧૯૫૯ની કલમ-રર(ખ)ની જોગવાઈઓ અન્વયે હથિયારો જમા લેવા જરૂરી જણાય છે. આ બાબતે શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ ની કલમ ર૨(ખ)ની જોગવાઈઓ અન્વયે તથા મળેલ સત્તાની રૂએ જે.એમ.રાવલ (GAS) અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, દાહોદ...