સસ્તી અને ગુણવત્તાયુક્ત જેનરીક દવા લોકો માટે સંકટ સમયની સાંકળ બની છે : ડો. પ્રિન્સી સોની , નખત્રાણા – જન ઔષધી કેન્દ્ર સંચાલક
હિન્દ ન્યુઝ, ભુજ
જન ઓૈષધિ પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે દેશભરમાં ૭ માર્ચના જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૦૧૫ના પ્રધાનમંત્રી જનઔષધિ યોજના ઘોષિત કરવામાં આવી હતી. જેનો હેતુ નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાવાળી જેનરીક દવા બજાર મૂલ્યથી ઓછી કિંમત પર ઉપલબ્ધ કરાવવાનો હતો. આ હેતુને કચ્છમાં જન ઔષધિ કેન્દ્રો ચલાવતા સંચાલકો સાર્થક કરી રહયા છે. જેમાં નખત્રાણાના ડો. પ્રિન્સી સોનીએ પોતાના તાલુકામાં જેનેરીક દવાઓ અંગે વિવિધ માધ્યથી જાગૃતિ આણીને રેકોર્ડબ્રેક દવાનું વેચાણ કરીને સમગ્ર કચ્છમાં પ્રથમ ક્રમ તથા સમગ્ર ગુજરાતમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. આ ઉપલબ્ધિની બીજી બાજુ એ છે કે, જેનેરીક દવા ખરીદીને લોકો પોતાના ખિસ્સામાંથી ખર્ચાઇ જતી તગડી રકમની પણ બચત કરી શક્યા છે.
બજારમાં મળતી મોંઘીદાટ દવાની સામે જન ઔષધિ કેન્દ્રમાં ૫૦ થી ૯૦ ટકા સુધી સસ્તી દવા અને સર્જીકલ ઉપકર...
