Monday, September 7News That Matters

Gujarat

ભાવનગરમાં નાબાર્ડ દ્વારા તા. ૧૧ અને ૧૨ માર્ચના રોજ ગોહિલવાડ સખી કલા ઉત્સવ ૨૦૨૩ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં વિશ્વ મહિલા દિવસ તેમજ હોળીના પાવન પર્વ નિમિત્તે નાબાર્ડ દ્વારા આયોજિત ગોહિલવાડ સખી કલા ઉત્સવ ૨૦૨૩ નો તા ૧૧ અને ૧૨ માર્ચ ના રોજ સવારે ૧૦ થી રાત્રે ૯ કલાક દરમિયાન જવાહર મેદાન, રિલાયન્સ મોલની સામે, ભાવનગર ખાતે યોજાશે. ગોહિલવાડ સખી કલા ઉત્સવમાં ખેડૂત ઉત્પાદક, સંગઠનો, સખી મંડળો, ગ્રામ્ય કારીગરો દ્વારા ઉત્પાદિત વસ્તુઓનું પ્રદર્શન વેચાણ હાટ ઉભા કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે હસ્તકલા, ભરતકામ, મોતીકામ, માટીકામ, જ્વેલરી તેમજ ગૃહ શુંસોભનની અનેક ચીજ વસ્તુઓનું વેચાણ કરવામાં આવશે આ કલા ઉત્સવમાં પ્રવેશ નિશુલ્ક રહેશે....

ગારિયાધારના શિક્ષકની અનોખી સિદ્ધિ : નેશનલ ઇન્સ્પીરેશન એવાર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગારિયાધારની એમ ડી પટેલ હાઈસ્કૂલના શિક્ષક ડી.બી.મેર ને નેશનલ ઇન્સ્પીરેશન એવાર્ડ ૨૦૨૩ થી સન્માનિત કરવામાં આવ્યા છે. ગુજરાતમાંથી માત્ર બે શિક્ષકોની પસંદગી કરવામાં આવી એમ એમની પસંદગી થતાં ખુશીની લાગણી અનુભવી રહ્યા છે. હમારી ઉડાન આપનો કે લિયે સેવા સંસ્થાન રાજસ્થાન દ્વારા દેશના અલગ અલગ રાજ્યની ઉત્કૃષ્ટ પ્રતિભાઓને સન્માનિત કરે છે ગુજરાતના મહેસાણા જિલ્લાના કડામાં દેશના પંદર રાજ્યની વિવિધ પ્રતિભાવંત વ્યક્તિઓને એવોર્ડ દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગારિયાધાર તાલુકાની એમ ડી પટેલ હાઈસ્કૂલ ના શિક્ષક અને એન એસ. એસ. (રાષ્ટ્રીય સેવા યોજના) ના પ્રોગ્રામ ઓફિસર ડી.બી.મેર ને સન્માનિત કરવામાં આવેલ હતા. તેઓ છેલ્લા બાર વર્ષથી શાળામાં રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત ગ્રામ સફાઇ, શેરી સફાઈ, વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ,કોરોના રસીકરણ કેમ્પ, સજીવ ખેત પધ્ધતિ, ...

ફેબ્રુઆરી – ૨૦૨૩ માસમાં ૬૯ વિદેશી અને ૧૭ સ્કુલના ૯૮૧ બાળકો સહીત કુલ ૩૭૨૬ મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી

Gujarat
મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને મ્યુનિ. કમિશનરએ આપેલ માહિતી હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ              ફેબ્રુઆરી ૨૦૨૩ના માસમાં ઈંગ્લેંડ અને યુરોપિયન કન્ટ્રીનાં સ્કુલના બાળકો સહિત કુલ ૬૯ વિદેશી મુલાકાતીએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. ફેબ્રુઆરી ૨૦૨૩માં ૩૭૨૬ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે જેમાં વિવિધ ૧૭ સ્કુલના ૯૮૧ બાળકોએ પણ સમાવેશ થાય છે. વિશેષમાં ઓક્ટો. ૨૦૧૮માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ ૨,૪૯,૨૭૦ મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધેલ છે તેમ મેયર ડૉ. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ અને મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. ઉપરાંત ફેબ્રુઆરી૨૦૨૩ના માસમાં નીચે મુજબના વિશિષ્ઠ મહાનુભાવો અને વિદેશી નાગરિકોએ પણ મહાત્મા ગાંધ...

રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૫૦ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. વન્યપ્રાણી વિનીમય યોજના હેઠળ રાજકોટ ઝૂ દ્વારા ભારતના અન્ય ઝૂ પાસેથી જુદી જુદી પ્રજાતીઓના પ્રાણી-પક્ષીઓ મેળવી ઝૂનો વિકાસ કરવામાં આવે છે. હોળી-ધુળેટીનાં તહેવાર દરમિયાન કુલ ૧૧,૨૬૨ સહેલાણીઓએ રાજકોટ પ્રાણીઉદ્યાનની મુલાકાત કરી હતી તેમ, મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને ગાર્ડન અને ઝું કમીટીના ચેરમેન અનીતાબેન ગૌસ્વામીએ સંયુક્ત યાદીમાં...

તા. ૨૦/૦૨/૨૦૨૩ થી તા. ૦૫/૦૩/૨૦૨૩ દરમ્યાન શહેરમાં વિવિધ વિસ્તારોમાંથી રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૬૧૭ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ        રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૨૦/૦૨/૨૦૨૩ થી તા. ૦૫/૦૩/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો કાશીવિશ્વનાથ એપાર્ટમેન્ટ, રૈયાધાર મેઈન રોડ, હરીનગર, ગોપાલચોક, બંસીધરપાર્ક, રૈયાધાર સ્લમ ક્વાર્ટર, ઘનશ્યામનગર તથા આજુબાજુમાંથી ૪૮ (અડતાલીસ) પશુઓ, શાસ્ત્રીનગર, ઈન્દીરાનગર, ચંદનપાર્ક, ઘંટેશ્વર, મહાલક્ષ્મી સોસાયટી, સમૃદ્ધિ સોસાયટી, કીડવાઈનગર, ધર્મરાજપાર્ક, ધરમનગર મેઈન રોડ, મારવાડીવાસ, સોમનાથ રેસીડેન્સી વિગેરે વિસ્તારમાંથી ૪૯ (ઓગણપચાસ) પશુઓ, માધાપર ગામ, યોગરાજનગર, નાગેશ્વર, બજરંગવાડી, ગાંધીગ્રામ, છોટુનગર મેઈન રોડ, મોચીનગર, અક્ષરનગર મેઈન રોડ, ઘંટેશ્વર ૨૫ વારીયા, માધાપર ગામ વિગેરે વિસ્તારમાંથી ૪૬ (છેતાલીસ) પશુઓ ૮૦ ફૂટ રીંગ રોડ, સત્યમપાર્ક, સંતકબીર રોડ, જુનો મોરબી રોડ, બાલક હનુમાન પેડક રોડ, મય...

ગીર સોમનાથ માહિતી કચેરીમાં ક્લાર્ક તરીકે પસંદગી પામેલ મયૂરીબહેને બીરદાવી સરકારની સ્પર્ધાત્મક પરિક્ષાની પારદર્શક કામગીરી

Gujarat
આંતરરાષ્ટ્રીય મહિલા દિન વિશેષ હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ દર વર્ષે ૮મી માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓ આત્મનિર્ભર બની દરેક ક્ષેત્રે નામના મેળવે તે માટે સરકાર દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે ગીર સોમનાથ માહિતી કચેરીમાં નવી નિમણૂક મેળવી ખુશખુશાલ સ્વરે સુત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા મયૂરીબહેને પોતાના સંઘર્ષથી સફળતાની વાત કહી મહિલાઓ અને વિદ્યાર્થીઓને અડગ મન અને મક્કમ નિર્ધારથી લક્ષ્યપ્રાપ્તિ મેળવવાનો સંદેશ આપ્યો હતો. સુત્રાપાડાના રહેવાસી મયૂરીબહેને કહ્યું હતું કે, મારા પપ્પા રિક્ષાચાલક છે અને એમણે મને ખૂબ પ્રેરણા પૂરી પાડી છે. આજે રમત-ગમત હોય કે અવકાશક્ષેત્ર તમામ મોરચે મહિલાઓ હરણફાળ ભરી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં જ્યારે નોકરીનો ઓર્ડર હાથમાં આવ્યો ત્યારે એ ક્ષણ મારી જિંદગીની સૌથી યાદગાર ક્ષણ હતી...

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. નાફેડ ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં 09.03.23થી ડુંગળીની ખરીદી શરૂ કરશે. રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા આ દરમિયાનગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રો પર વધુ સારા દરનો લાભ લેવા માટે ખેડૂતોને તેમની સારી ગુણવત્તા અને સૂકો સ્ટોક ખરીદી કેન્દ્રો પર લાવવા વિનંતી કરવામાં આવે છે. ખેડૂ...

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજયના ખેડૂતોના હિતમાં કૃષિ મંત્રીએ કેન્દ્ર સરકારને કરેલી રજુઆતને મળ્યો આવકાર

Gujarat
ગુજરાતના ડુંગળી પકવતા ખેડૂતોની સતત ચિંતા કરતી રાજય સરકાર હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          કૃષિમંત્રી રાધવજી પટેલે જણાવ્યું છે કે, ખેડૂતોના હિતને વરેલી રાજય સરકારે વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કરીને ડુંગળી પકવતા ખેડૂતોને રૂ.૭૦ કરોડની સહાય આપવાની ગઈકાલે જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કર્યા બાદ પણ કૃષિ મંત્રીને ડુંગળી પકવતા ખેડુતોની ચિંતા સતાવતી હતી. જેનો ઉકેલ સાધવા ડુંગળીની ખરીદી કેન્દ્ર સરકાર દ્વારા પણ થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે સંકલનમાં રહીને કૃષિ મંત્રીએ ગઈકાલે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ, ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના મંત્રી પિયુષ ગોયલ સાથે પરામર્શ કર્યો હતો. જેના પરિણામે કેન્દ્ર સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લઈને આગામી તા.૯મી માર્ચથી નાફ્રેડ દ્વારા ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રી...

ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય નાફેડ ગુજરાતમાં ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ       નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ), ભારત સરકારના નિર્દેશ પર, ગુજરાતમાં ડુંગળીના ઘટતા ભાવના મુદ્દાને ઉકેલવા માટે ખરીફ ડુંગળીની ખરીદી શરૂ કરશે. ભારત સરકારના આ પગલાથી રાજ્યમાં ડુંગળીના બજારને સ્થિરતા મળશે. રાજ્યમાં ખરીફ સિઝનના અંતમાં ડુંગળીના મંદીના ભાવને કારણે પરિસ્થિતિનો તાગ મેળવતા, ગ્રાહક બાબતોના વિભાગે નાફેડને ગુજરાતના ત્રણ મુખ્ય બજારોમાંથી ડુંગળીની ખરીદી શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. નાફેડ ભાવનગર (મહુવા), ગોંડલ અને પોરબંદરમાં 09.03.23થી ડુંગળીની ખરીદી શરૂ કરશે. રાજ્યમાં ડુંગળીના તૂટતા ભાવથી ખેડૂતોને તાત્કાલિક રાહત આપવા માટે ભારત સરકાર દ્વારા આ દરમિયાનગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેન્દ્રો પર વધુ સારા દરનો લાભ લેવા માટે ખેડૂતોને તેમની સારી ગુણવત્તા અને સૂકો સ્ટોક ખરીદી કેન્દ્રો પર લાવવા વિનંતી કરવા...

જન ઔષધિ દિવસની ઉજવણી નિમિત્તે ભુજ ટાઉનહોલ ખાતે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલને લઈને જેનેરિક દવાઓ બાબતે લોકોમાં જાગૃતતા વધારવા માટે ૭ માર્ચના રોજ જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે કચ્છ જિલ્લામાં આજરોજ ભુજ ટાઉનહોલ ખાતે જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ પ્રસંગે પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, જન ઔષધિ દિવસ પૂર્વે વિવિધ કાર્યક્રમો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજવામાં આવ્યા હતા અને લોકોમાં જેનેરિક દવાઓ અંગે જાગૃતિ આવે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, દવાઓની ખરીદી વખતે ફક્ત બ્રાન્ડને જ ધ્યાનમાં ના લેવી જોઈએ, બ્રાન્ડ કરતાં દવામાં રહેલું કન્ટેન્ટ મહત્વનું છે.   વડાપ્રધાનનો ઉલ્લેખ કરીને પ્રમુખએ કહ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારના સહિયારા પ્રયાસોથી આરોગ્યક્ષેત્રે ...