Monday, September 7News That Matters

Gujarat

ભરૂચ જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં”સુપોષણ સંવાદ” કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ તા.૨૦ માર્ચ ૨૦૨૩ થી તા.૦૩ એપ્રિલ ૨૦૨૩ દરમ્યાન પોષણ પખવાડીયાની ઉજવણી અંતર્ગત ભરૂચના આમોદ તથા અંકલેશ્વર ઘટક દ્વારા તા.૨૦ માર્ચ ૨૦૨૩નાં રોજ પોષણ પખાવાડીયાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ "સુપોષણ સંવાદ"માં સગર્ભા માતા/ ધાત્રી માતાને પ્રથમ વારની સગર્ભાને શ્રીફળ,સાકાર અને કઠોળની કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. સગર્ભાવસ્થા દરમિયાન અને પ્રસુતિબાદ ની સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.ધાત્રી માતા અને બાળકની સંભાળ અંગે આરોગ્ય અને પોષણની સમજ આપવામાં આવી હતી. સ્તનપાનનું મહત્વ તેની સાચી પદ્ધતિ અને ખાસ પરિસ્થિતિઓમાં કેવી રીતે સ્તનપાન કરાવવું તેની સમજ આપવામાં આવી હતી બાળકમાં ૬ માસ પૂરા થયેથી ઉપરી આહારની શરૂઆતનું મહત્વ, આહાર બનાવતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે સમજ આપવામાં આવી હતી.આહાર અને પોષણ અંગેની માન્યતાઓ અને વૈજ્ઞાનિક બાબતોની સમજ આપવામા આવી હતી....

વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની પરિષદ "એન્યુઅલ સ્ટેટ કોન્ફરન્સ ઓફ ઇન્ડિયન એસોસીએશન ઓફ પ્રિવેન્ટીવ એન્ડ સોશિયલ મેડિસિન (IAPSM) એન્ડ ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિયેશન (IPHA)- ગુજરાત ચેપ્ટર" તારીખ 15, 16 અને 17 માર્ચ 2023ના રોજ યોજાઈ હતી. રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના 350 થી વધુ અનુસ્નાતક વિદ્યાર્થીઓ અને તબીબી તજજ્ઞોની હાજરીમાં 120થી વધુ આરોગ્યની વિવિધ બાબતોના રિસર્ચ પેપર રજૂ થયા હતા. જેમાં વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના તબીબી શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પણ એમના રિસર્ચ પેપર રજૂ કર્યા હતા. અત્રેના કોમ્યુનિટી મેડિસિન વિભાગના મદદનીશ પ્રાધ્યાપકો ડોક્ટર પ્રીતિ સોલંકી અને ડોક્ટર નેહા પટેલના રિસર્ચ પેપર રાજ્ય કક્ષાના ટોપ ટેન રિસર્ચ પેપરમા...

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં વર્લ્ડ વોટર ડે ઉજવાયો ભારત જ્યારે જી 20 દેશોનું પ્રતિનિધિત્વ કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સમસ્યાઓના નિવારણ માટે સુદ્રઢ પ્રયત્નો થાય તે અત્યંત જરૂરી છે. વિશ્વમાં પીવાલાયક પાણી તેમજ સીધા જ ઉપયોગમાં લઈ શકાય તેવા પાણીની સમસ્યા અત્યંત ગંભીરરૂપ ધારણ કરી રહી છે. આ બાબતને ધ્યાને રાખી વલસાડની સરકારી ઈજનેરી કોલેજ દ્વારા પાણી તેમજ પર્યાવરણ બચાવવા અંગેની જાગૃતિ વિદ્યાર્થીઓમાં ફેલાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત “વોટર કન્ઝર્વેશન, જાગૃતતા, ઇનોવેશન અને ટેકનોલોજી વિષય ઉપર એક વ્યાખ્યાનનું આયોજન કરાયુ હતું. એસએસઆઈપી કો-ઓર્ડીનેટર અને વિષય તજજ્ઞ ડો. કે. એલ. મોકરિયાએ પાણી તેમજ અન્ય પર્યાવરણ વિષયક પ્રશ્નો અંગેની, અવેરનેસ અને ઇનોવેશન અને ટેકનોલોજીના માધ્યમથી વિદ્યાર્થીઓ તેમના સોલ્યુશનની સમજ પર ભાર મુકયો હતો....

ભરૂચના બે પ્રકૃતિ મિત્રોએ સાચા અર્થમાં સાકાર કરી વિશ્વ વન દિવસની પરિકલ્પના

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે ૨૧ માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં 'આંતરરાષ્ટ્રીય વન દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. જંગલોમાં જોવા મળતા વૃક્ષો અને છોડ પૃથ્વી પર ઓક્સિજનનો મુખ્ય સ્ત્રોત છે. તેથી આ દિવસની ઉજવણીનો વિશેષ હેતુ લોકોને આ અંગે જાગૃત કરવાનો છે. વિશ્વભરના જંગલોને બચાવવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેમજ સ્થાનિક સ્તરે પણ વિવિધ કાર્યક્રમો અને વૃક્ષારોપણ અભિયાનનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજના વિશ્વ વન દિવસે વાત કરીયે, ભરૂચ જિલ્લાના પ્રકૃતિપ્રેમી બે યુવાનો, ખેડૂત નીતિન ભટ્ટ, અને વેપારી મોહમ્મદ જાગલીવાલ, બંને મિત્રોએ અથાગ પરિશ્રમ અને લગનથી વેરાન જગ્યાને હરિયાળી બનાવી અંદાજે ૪.૫ કીમી જેટલા વિસ્તારને નાનકડા જંગલમાં ફેરવી નાખ્યું છે. પાવન સલિલા મા નર્મદાના તટે એક કુદરતી જંગલ ઉભું કરી પ્રકૃતીને જાળવી રાખવા અન...

હજીરા ઓએનજીસી ખાતે ઓફસાઈટ ઈમરજન્સી સ્થિતિની સતર્કતા અંગે મોકડ્રીલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત             સુરતના હજીરા સ્થિત ઓ.એન.જી.સી. પ્લાન્ટ ખાતે જિલ્લા ઓફસાઈટ ઈમરજન્સી પ્લાન અંગે આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીના ભાગરૂપે મોકડ્રીલ યોજાઈ હતી. ઓ.એન.જી.સી. હજીરા પ્લાન્ટમાં નેશનલ હાઈવે-૫૩ને અડીને મટિરિયલ ગેટ ખાતે સવારે ૧૧.૪૦ વાગે અચાનક એલપીજી ગેસ ભરેલી ટ્રકમાંથી ગેસ લિકેજ થતા આગ લાગી હતી. જે અંગે તત્કાલ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-હજીરાને જાણ કરવામાં આવી હતી. ઈમરજન્સી કોલ મળતા ફાયર વિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો હતો. ઘટનાસ્થળે એક વ્યક્તિને ગેસની અસર થતા એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આગ પર કાબુ ન મેળવાતા જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ આગમાં ઘાયલ થયેલા વધુ બે ઈજાગ્રસ્તોને સ્થળ પરથી રેસ્ક્યુ કરીને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સિવિલ હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા. ટેન્કરમાં ર...

આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ ખાતે તાલુકા કક્ષાનો આયુષ મેળા યોજાયો, ૬૦૦૦ થી વધુ લોકોએ લાભ લીધો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બનાસકાંઠા            બનાસકાંઠા જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત દ્વારા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અમીરગઢ તા. અમીરગઢ ખાતે તાલુકા કક્ષાના આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાંતાના ધારાસભ્ય કાંતિભાઇ ખરાડી દ્વારા દિપપ્રાગટ્ય તથા ધન્વતરી સ્તુતિ સાથે મેળાને ખુલ્લો મુકવામા આવ્યો હતો. મેળામાં અન્ય મહાનુભાવોમા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રણજીતસિંહ ડાભી, અમીરગઢ મામલતદાર રાવલ, પોપટલાલ અગ્રવાલ, અમીરગઢ સરકારી કોલેજ આચાર્ય ર્ડા.સોનારા, ડો હંસરાજભાઇ પટેલ, સરપંચ શ્રીમતી સંગીતાબેન શર્મા તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદ અધિકારી ર્ડા.જે.એન.મોઢ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોદન કરવામા આવ્યું હતું. સમગ્ર મેળાનુ સંચાલન તાલુકા નોડલ ઓફિસર ર્ડા.અલ્પેશ જોષી તથા તેમની ટીમ દ્વારા કરવામા આવ્યું હતું. મેળા દરમ્યાન આયુર્વેદ નિદાન સારવાર વિભાગના લાભાર્થી ૧૮૫ હોમિયો...

નિહારિકા ફોટો સોસાયટી, અમદાવાદના નેશનલ-ઇન્ટરનેશનલ લેવલના ૨૨ ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે, અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ ગુજરાતની સૌથી જૂની સુપ્રસિધ્ધ નિહારિકા ફોટો સોસાયટી, અમદાવાદના નેશનલ- ઇન્ટરનેશનલ લેવલના ૨૨ ફોટોગ્રાફરોની ટીમ બનાસકાંઠા જિલ્લામાં સૌ પ્રથમવાર પધારતા યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરના વહીવટદાર સુ સિધ્ધિ વર્માએ વહીવટી તંત્ર વતી આવકારી તેમનું સ્વાગત કર્યુ હતું. દાંતા વિસ્તારમાં ફોટોગ્રાફી કરી આ ટીમે અંબાજી ખાતે જગતજનની માં અંબાને ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી. બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ તેમજ દાંતા મહારાજા પરમવીરસિંહજી પરમાર અને પ્રભુજી રાઠોડના સંયુક્ત ઉપક્રમે યોજાઇ રહેલા "વસંતના વધામણાં" કાર્યક્રમ અંતર્ગત આ ફોટોગ્રાફરોની આ ટીમ તા.૧૮ અને ૧૯ એમ બે દિવસ દાંતા- અંબાજીના વિસ્તારની ઐતિહાસિક ધરોહરની ફોટોગ્રાફી કરી એને દેશ અને દુનિયા સમક્ષ મુકવાના પ્રયાસો કરશે. દાંતા- અંબાજી વિસ્તારની અદ્દભૂત ફોટોગેલેરી તૈયાર કરવા માટે ન...

સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ પાલનપુર ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ૧૨ ઇ-વ્હીકલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પાલનપુર ગામડાઓને સુંદર- સ્વચ્છ રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલ સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ આજે પાલનપુર જિલ્લા પંચાયત ખાતેથી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ૧૨ જેટલાં ઇ-વ્હીકલની ચાવી એનાયત કરી વાહનોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું કે, સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ અંતર્ગત આજે જિલ્લા પંચાયત ખાતેથી ૧૨ જેટલાં ઇ-વ્હીકલ્સ કચરાના કલેક્શન માટે ગ્રામ પંચાયતોને સુપ્રત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બીજા ૧૬ ઇ-વ્હીકલની ડિલીવરી ટૂંક સમયમાં મળવાની છે. આમ કુલ મળી ૨૮ જેટલાં ઇ-વ્હીકલ જિલ્લામાં ફાળવવામાં આવશે. દરેક તાલુકાને બે- બે વ્હીકલ મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, સૂકા અને લીલા કચરાન અલગ અલગ કલેક્શન માટે પવિત્ર યાત્રાધામ અંબાજી સહિત જિલ્લાના ૨૮ જેટલાં ગામોની પસંદગી કરવામાં આવી છે. ડીસા ત...

તા. ૧૩/૦૩/૨૦૨૩ થી તા. ૨૦/૦૩/૨૦૨૩ દરમ્યાન શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ કુલ ૩૭૭ પશુઓ પકડવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ             રાજકોટ મહાનગરપાલીકાની એ.એન.સી.ડી. શાખા દ્વારા રાજકોટ શહેરમાં રસ્તે રખડતા અને અડચણરૂપ પશુઓ પકડવામાં આવે છે. તા. ૧૩/૦૩/૨૦૨૩ થી તા. ૨૦/૦૩/૨૦૨૩ દરમ્યાન રાજકોટ શહેરના વિસ્તારો આજીડેમ, કોઠારીયા, શ્યામનગર, કોઠારીયા સોલવન્ટ, સોમનાથ સોસાયટી, રામવન મેઈન રોડ, રાધાકૃષ્ણ, જડેશ્વર, વેલનાથ સોસાયટી, પ્રધ્યુમનપાર્ક, ગાર્બેજ સ્ટેશન સામે, રણુજા મંદીર, મારૂતિચોક, શીતળાધાર તથા આજુબાજુમાંથી ૪૦ (ચાલીસ) પશુઓ, કેયુરપાર્ક, સંતકબીર મેઈન રોડ, રામાપીર મંદીર ચોક, દુધસાગર મેઈન રોડ, ગોકુલ આવાસ, ભગવતીપરા, મોરબી રોડ, પેડક રોડ, કેસરીપુલ રોડ, બેડીપરા વિગેરે વિસ્તારમાંથી ૧૮ (અઠાર) પશુઓ, મનહરપુર, નટરાજનગર, દ્વારકેશપાર્ક, નવીકોર્ટ સામે, રોજરી સ્કુલ પાસે, શાસ્ત્રીનગર, દર્શન સોસાયટી, ગોપાલચોક, ભીડભંજન સોસાયટી, સાધુવાસવાણી રોડ, બંસીધરપાર્ક, સ્લમક્વાર્ટર, શીતલપાર્ક વિગેરે વિસ્તારમાંથી ૪૯ (ઓ...

બળદગાડામાં ડિલીવરી કરાવી ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે દેવદૂત સાબિત થતી ૧૦૮ સેવા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સરકારના માતા અને બાળ મરણ દર ઘટાડવાના ધ્યેયને ધ્યાનમાં રાખી ભાવનગર ૧૦૮ ની ટીમ ખૂબ જ સુંદર કામગીરી કરી રહી છે.ગુજરાત સરકાર અને E M R I GHS સંચાલિત ૧૦૮ ઈમરજન્સી સેવા સમગ્ર રાજ્યમાં અનેક વખત લોકોના જીવ બચાવી દેવદૂત સાબિત થઈ છે ત્યારે આ ઈમરજન્સી સેવાએ આજે ફરી એક વખત ગારીયાધારના પચ્છેગામની મહિલા માટે તથા બાળકનો જીવ બચાવી તેઓના પરિવાર માટે આશીર્વાદરૂપ બની છે. મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાની ગારીયાધારના પચ્છેગામ પાડી વિસ્તારનો કેસ સવારે પાંચ વાગ્યામાં આવતા ૧૦૮ ની ટીમ ઘટનાસ્થળે પહોંચેલ દર્દી વાડી વિસ્તારમાં રહેતા હતા તેમજ વરસાદી વાતાવરણ હોઇ દર્દી શારદાબેન રમેશભાઈ બળદગાડામાં બેસીને સામે આવતા હતા ત્યાં અચાનક પ્રસૂતિની પીડા થતાં ૧૦૮ ના ઈ.એમ.ટી. ડાભી અજયભાઈ અને પાયલોટ ગોહિલ ચેતનસિંહે સામે સૂચકતા રાખી સમગ્ર પરિસ્થિતની ગંભીરતા ધ્યાને લઈ એમ્બ્યુલન્સના ઇ.એમ.ટી...