Monday, September 7News That Matters

Gujarat

કચ્છ જિલ્લામાં ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા રાજ્ય સરકાર કોઈ કચાશ રાખશે નહીં: મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          ગુજરાત વિધાનસભા ખાતે કચ્છ જિલ્લામાં પાણી પહોંચાડવા પંપીગ સ્ટેશન અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રી વતી જવાબ આપતા મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે, કચ્છ એટલે પાણીની અછત ઘરાવતો જિલ્લો એ વાત હવે ભૂતકાળ બની ગઈ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિવંત આયોજનના પરિણામે આજે કચ્છ જિલ્લો નવસર્જિત બનીને હરિયાળો બન્યો છે. છેક એકતાનગરથી લઈને કચ્છના મૂળકૂબા ગામ સુધી ૭૪૩ કિ.મીની લંબાઈ ધરાવતી કેનાલ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે અને નાગરિકોને પીવાનું પાણી પહોંચતું થયું છે. તેમણે ઉમેર્યું કે, કચ્છ શાખા નહેર દ્વારા કચ્છ જિલ્લામાં પીવાનું પાણી અને સિંચાઈની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ કેનાલ પર ત્રણ પંપીંગ સ્ટેશન પર અંદાજે ૧૮.૭૨ મીટરની ઊંચાઈએથી પાણી ઉદ્ધવહન કરીને પહોંચાડાય છે. તેમણે ઉમેર્યું કે, કચ્છ શાખા નહેર દ્વારા કચ્છ જિલ્લા...

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના ચેરમેન અમિત અરોરાનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ “રૂડા” બોર્ડ બેઠકમાં કરોડના ખર્ચના અંદાજપત્રને બહાલી અપાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૨૪-૦૩-૨૦૨૩ના રોજ ૧૬૮મી બોર્ડ બેઠક ચેરમેનશ્રી અમિત અરોરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ.૨૩૭.૪૧ કરોડની આવક સામે રૂા.૨૩૦.૧૦ કરોડના ખર્ચના અંદાજપત્રને બહાલી આપવામાં આવેલ જેમાં રૂ.૨૧૦.૯૯ કરોડના મૂડીગત ખર્ચ, ૧૨ કરોડના રેવન્યુ ખર્ચ તથા ૭ કરોડના ડીપોઝીટ ખર્ચ કરવાનું ઠરાવવામાં આવેલ છે. v  નવા બજેટમાં અનેક પ્રકારનાં માળખાકીય સુવિધાનાં કામો હાથ ધરવાનું આયોજન કરાયું છે. જેમા v  રસ્તા અને બ્રિજના કામો માટે રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા Ø  માળખાકીય સુવિધામાં રોડના કામો માટે રૂ.૧૧૯.૯૦ કરોડનાખર્ચની આગામી વર્ષ ૨૦૨૩-૨૪ માટે જોગવાઈ કરવામાં આવેલ છે. Ø  આ ઉપરાંત સ્ટ્રીટલાઇટના કામો માટે ૫.૪૩ કરોડ, સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ૫૨.૯૫ કરોડ અને PMAYમાં રૂ.૨૩ કરોડના આગામી વર્...

કલેકટર ડી કે પારેખની અધ્યક્ષતામાં ડીસ્ટ્રીક ક્રાઈસીસ ગ્રુપની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લા કલેકટર ડી. કે. પારેખ ની અધ્યક્ષતામાં આજરોજ આયોજન હોલ ખાતે ડિસ્ટ્રિક્ટ ક્રાઈસીસ ગ્રુપની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરએ આપત્તિ વ્યવસ્થાપન અંગે દરેક વિભાગના વડાઓ સાથે ચર્ચા કરી હતી. આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર બી.જે. પટેલ, ડી.વાય.એસ.પી. આર. વી. ડામોર, એન. ડી. આર. એફ. આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પ્રવિણકુમાર, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર દિપક બાબુ, એન. ડી. આર. એફ. ઇન્સ્પેકટર અજય કુમાર, ગુજરાત મેરીટાઇમ બોર્ડના પોર્ટ ઓફિસર કેપ્ટન રાકેશ મિશ્રા, સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા....

ભાવનગરમાં તા.૨૬ માર્ચનાં રોજ “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભારત સરકારના આયુષ મંત્રાલયની સુચના મુજબ આર્ટ ઓફ લીવીંગ દ્વારા આયુષ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા સંચાલીત મહાનગરપાલિકાકક્ષા અને જિલ્લાકક્ષા ખાતે “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમ તા.૨૬-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી યોજાનાર છે. જેમાં મહાનગરપાલિકાકક્ષા કાર્યક્રમ સ્થળ - ઘોઘા સર્કલ મંડળ (અખાડો) મેદાન, ભાવનગર ખાતે અને જિલ્લાકક્ષાનું સ્થળ- મોડેલ સ્કૂલ સિદસર ગામ ખાતે યોજાનાર છે. જેમાં લોકો ધ્યાન અને વિશ્વ યોગની તૈયારીરૂપે યોગ પ્રોટોકોલ આસનો કરશે. આ કાર્યક્રમમાં ભાવનગરનાં તમામ લોકોને આ ધ્યાન અને યોગની સંયુક્ત સાંકળમાં જોડાવા જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા નિમંત્રણ પાઠવેલ છે....

ખોડીયાર માતાજી મંદિર રાજપરા ખાતે આગામી તા.૨૬ નાં રોજ શ્રી ખોડીયાર ઉત્સવ ૨૦૨૨-૨૩નું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનર, યુવક સેવા અને સાંસ્ક્રુતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા ગુજરાતના સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામો ખાતે સાંસ્કૃતિક ઉત્સવનું આયોજન અંતર્ગત ખોડીયાર ઉત્સવ કાર્યક્રમ જિલ્લા વહીવટીતંત્ર, ભાવનગર તથા ખોડીયાર મંદીર ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજન તા.૨૬-૦૩-૨૦૨૩ના રોજ ખોડીયાર મંદિર, જી.ભાવનગર ખાતે સાંજે ૦૬:૩૦ કલાકે યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમના ઉદ્દઘાટક અને અધ્યક્ષ રાજ્યકક્ષાનાં મત્સ્યોધોગ અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તથા કાર્યક્રમમાં પ્રેરક ઉપસ્થિતિ આપનાર મહાનુભાવોમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ, ધારાસભ્યઓ સર્વે જીતેન્દ્રભાઈ વાઘાણી, સુ સેજલબેન પંડ્યા, ભીખાભાઈ બારૈયા, શિવાભાઈ ગોહિલ, ગૌતમભાઈ ચૌહાણ અને શંભુનાથ ટુંડિયા તથા અન્ય પદાધિકારીઓ અને વહીવટીતંત્રનાં અધિકારીઓ હાજર રહેનાર છે. આ કાર્ય...

પાલિતાણામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  પાલિતાણામાં ગેરકાયદેસર તમાકુનું વેચાણ કરતા વેપારી પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં સીગરેટ એન્ડ આધાર ટોબેકો પ્રોડક્ટ એક્ટ-૨૦૦૩ ની કલમ-૭ અંતર્ગત તમાંકુથી થતાં નુકશાન અંગેની જાહેર ચેતવણી પ્રદર્શિત નહીં કરતાં વેપારીઓને ૮૫૦૦ નો દંડ કરાયો આજ રોજ જિલ્લા ટોબેકો કન્ટ્રોલ સ્કવોડ દ્રારા પાલીતાણા નગરપાલિકા ખાતે (COTPA-ACT) તમાકુ નિયંત્રણ અધિનિયમ- ૨૦૦૩ હેઠળ વેપારીઓ ને ત્યાં રેડ કરી કુલ ૮,૫૦૦/- રૂપિયાનો દંડ તમાકું નિયંત્રણ અધિનિયમ ૨૦૦૩ અંતર્ગત કલમ ૭,૮,૯ હેઠળ લેવામાં આવ્યો હતો. જેમા જિલ્લા તમાકુ કંટ્રોલ સેલમાંથી જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો સુનીલ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર પાલીતાણા ડો. દીપક મકવાણા, જયેશભાઈ શેઠ મેલેરિયા શાખા, હેતલબેન મકવાણા જિલ્લા ટોબેકો કાઉનસેલર, ગાગિયાભાઇ તાલુકા સુપરવાઈઝર દ્વારા કામગીરી કરવામા આવી હતી....

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં કિશોરી મીટીંગ યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં કિશોરી મીટીંગ યોજાઇ જેમાં પુર્ણાશક્તિ અને શ્રીધાન્યમાંથી બનતી વાનગીઓનુ નિર્દેશન કરવામાં આવ્યું હતું. ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા માં તા. ૨૩ માર્ચના રોજ ભાવનગર જિલ્લામાં ભાવનગર જિલ્લાના પંચાયત દ્વારા તેમજ કોર્પોરેશન હસ્તક તમામ આંગણવાડી કેન્દ્રમાં કિશોરી મીટીંગ કરવામાં આવી જેમા પુર્ણાશક્તિ અને શ્રી ધાન્ય માંથી બનતી વાનગીઓનુ નિર્દેશન રાખવામાં આવેલ તેમજ તેમાંથી મળતા પોષણ મહત્વ સમજાવવા આવ્યું હતું. આ મિટિંગમાં આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી શારદાબેન દેસાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને કિશોરીઓને માર્ગદર્શન પૂરું પડ્યું હતું....

ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થાઓના સરાહનીય પ્રયાસો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત               દર વર્ષે તા.૨૪મી માર્ચ વિશ્વ ટી.બી.દિવસની ઉજવણી કરવામાં આવે છે. ટી.બી જેવા અસાધ્ય રોગ સામેની લડત માટે સરકાર અને આરોગ્ય સંસ્થા સંપુર્ણ રીતે કટિબદ્ધ છે. ઇ.સ. ૧૮૮૨ના વર્ષમાં આજના દિવસે ડો. રોબર્ટ કોચ નામના તબીબે સૌ પ્રથમ ક્ષય અર્થાત ટી.બી. રોગનાં જંતુઓ શોધવામાં આવ્યા હતા. એમની યાદમાં દર વર્ષે આ દિવસે ક્ષય નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. સાયલન્ટ કિલર તરીકે ઓળખાતા આ રોગને નાબૂદ કરવા માટે સમગ્ર વિશ્વમાં જાગૃતિ ફેલાવવા દર વર્ષે ૨૪ માર્ચે વિશ્વ ક્ષય (ટીબી) દિવસ ઉજવવામાં આવે છે. દેશને ટીબી રોગથી મુકત કરવા માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ટીબી મુકત અભિયાન શરૂ કર્યું છે તેનું લક્ષ્ય ભારતને ૨૦૨૫માં સંપૂર્ણ પણે ટીબી મુકત બનાવવાનું છે. વર્ષ-૨૦૨૩ માટે ભારત સરકારે ટીબી મુકત બનાવવા માટેની થીમ ‘‘હા આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ...’’થીમ ટીબી નાબુદી અભિયાન ચલાવવ...

નર્મદા જિલ્લામાં સૌના મોઢે એક જ વાત : “Yes ! We can end TB”

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા           જર્મન વૈજ્ઞાનીક ડો.રોબર્ટ કોચે વર્ષ – ૧૮૮૨ એ ૨૪મી માર્ચના રોજ વિશ્વને ટીબી માટે જવાબદાર બેકટેરીયાની ઓળખ કરી માટે દર વર્ષે ૨૪ મી માર્ચને “વિશ્વ ક્ષય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. “Yes ! We can end TB”, કોરોના બાદ અબ કી બાર ટીબી પે પ્રહાર... જેવી રીતે કોરોના મહામારી દરમિયાન દેશના પ્રત્યેક નાગરિકોએ માસ્ક, સેનિટાઈઝર સહિત સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને એકતા-અનુસાશનનો વિશ્વને પરિચય આપીને કોરોના પર જે રીતે આકરો પ્રહાર કર્યો, તેનો શ્રેય કેન્દ્ર-રાજ્ય સરકાર સહિત “પ્રજા-તંત્ર” ને જાય છે. દેશને વર્ષ - ૨૦૨૫ સુધી ટીબી મુક્ત બનાવવાના ધ્યેયમંત્ર સાથે મહામહિમ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીએ “પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન” નો શુભારંભ કરાવ્યો હતો. દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ આ ઝુંબેશ થકી આગામી ત્રણ વર્ષમાં દેશને ટીબી મુક્ત બનાવવાનો સંકલ્પ...

ચાલો નિક્ષય મિત્ર બનીને નર્મદા જિલ્લાને ટીબી મુક્ત બનાવીએ : “Yes We Can End TB ”

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  "વિશ્વ ક્ષય દિવસ" ની ઉજવણીના ભાગરૂપે નર્મદા જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ શ્રીમતી નિલાંબરીબેન પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લાના શ્રેષ્ઠ કામગીરી કરનાર આરોગ્ય કર્મચારીઓ અને આશાવર્કર બહેનોને પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ વર્ષની થીમ “Yes We Can End TB ” છે. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ -૨૦૨૫ માં "ટીબી મુક્ત ભારત" ના આહવાનને યથાર્થ કરવા માટે જન ભાગીદારી જરૂરી છે. જિલ્લામાંથી ટીબી જેવા હઠીલા રોગને જડમૂળથી સમાપ્ત કરવા માટે માનવતાવાદી અભિગમ અપનાવી સમાજના પ્રત્યેક નાગરિકને આ રોગ વિશે જાગૃત કરવાની જરૂર છે. નિક્ષયમિત્ર બની સમાજના ટીબી પીડિતને હુંફ આપીને સમજાવવ...