Wednesday, February 18News That Matters

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં કિશોરી મીટીંગ યોજાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં કિશોરી મીટીંગ યોજાઇ જેમાં પુર્ણાશક્તિ અને શ્રીધાન્યમાંથી બનતી વાનગીઓનુ નિર્દેશન કરવામાં આવ્યું હતું.

ભાવનગર જિલ્લામાં પોષણ અભિયાન અંતર્ગત પોષણ પખવાડા માં તા. ૨૩ માર્ચના રોજ ભાવનગર જિલ્લામાં ભાવનગર જિલ્લાના પંચાયત દ્વારા તેમજ કોર્પોરેશન હસ્તક તમામ આંગણવાડી કેન્દ્રમાં કિશોરી મીટીંગ કરવામાં આવી જેમા પુર્ણાશક્તિ અને શ્રી ધાન્ય માંથી બનતી વાનગીઓનુ નિર્દેશન રાખવામાં આવેલ તેમજ તેમાંથી મળતા પોષણ મહત્વ સમજાવવા આવ્યું હતું.

આ મિટિંગમાં આઈ.સી.ડી.એસ. વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી શારદાબેન દેસાઇ સહિતના આગેવાનો ઉપસ્થિત રહીને કિશોરીઓને માર્ગદર્શન પૂરું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *