Monday, September 7News That Matters

Gujarat

બોટાદ સ્થિત પાંજરાપોળ તથા ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લેતાં મંત્રી રાઘવજીભાઇ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ         ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોઘોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે આજે બોટાદ સ્થિત પાંજરાપોળ તથા ગૌશાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, પાંજરાપોળ જેવી સંસ્થાઓ જીવદયાને વરેલી હોય છે. બ્રાઝિલમાં આર્થિક ક્રાંતિની પાછળ અહીંની ગાયોની પ્રજાતી નો મહત્વનો ફાળો હોવાનું જણાવ્યું હતું. પાંજરાપોળ અને ગૌશાળા ખાતે રાખવામાં આવતા ગાયવર્ગ અને ભેંસવર્ગના પશુઓના નિભાવ માટે અમલી 'મુખ્યમંત્રી ગૌમાતા પોષણ સહાય યોજના થકી પશુદીઠ સહાયની ચૂકવણી પણ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પાંજરાપોળના સાચા સંચાલકો જે સહાયથી વંચિત રહ્યાં છે તેમને પણ આગામી સમયમાં સહાયની ચુકવણી કરાશે તેમ જણાવ્યું હતું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શ...

ચેટી ચંડ દિવસની સાંસ્કૃતિક ઉજવણીમાં સિંધી સમાજ સાથે સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ               મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિંધી સમાજના ચેટી ચંડ દિવસની અમદાવાદમાં આયોજિત ઉજવણીમાં ઉત્સાહ-ઉમંગથી છલકાતાં સિંધી પરિવારો સાથે સહભાગી થયા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત ચેટી ચંડ પર્વના સાંસ્કૃતિક કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમગ્ર સિંધી પરિવારોને ચેટી ચંડની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીએ દેશનાં સૌ નાગરિકોને આપણી વિરાસત ઉપર ગર્વ લઇને વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની હાકલ કરી છે ત્યારે આપણા વારસા, આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાઓને ઉજાગર કરવા આપણે સૌએ સંકલ્પબદ્ધ થવાનું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વધુમાં કહ્યું કે, ચેટીચંડ એ માત્ર તહેવાર નથી પણ સિંધી સમુદાયના સંઘર્ષ અને તેમની જીંદાદીલીની ઉજવણી છે. તેમણે કહ્યું કે, ભગવાન ઝુ...

અલંગમાં વાવાઝોડા બાદ પ્લોટ નંબર ૧૦ ખાતે એમોનિયા લીકેજ : એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના અલંગ ખાતે આવેલ ૧૨૦ કિમી ઝડપે વાવાઝોડા બાદ પ્લોટ નંબર ૧૦ માં એમોનિયા ગેસ લીકેજ છે તેવા સમાચાર મળતા ભાવનગર જિલ્લાનું તંત્ર દોડતુ થયું હતુ. જો કે આ રીયલ નહીં પરંતુ મોકડ્રીલ હોવાની જાણ થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. અલંગ ખાતે ખૂબ જ મોટી સંખ્યામાં પ્લોટ આવેલા હોઈ તેમજ અલગ અલગ પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હોઈ કેમિકલ લીકેજ થાય તો તંત્ર કેટલું સજાગ છે તેની ચકાસણી માટે એન.ડી.આર.એફ. ટીમ દ્વારા મોકડ્રીલ યોજવામાં આવી હતી. જેમાં ફાયર ફાઇટર, ૧૦૮ એમ્બ્યુલન્સ, ટેકનીશિયન ટીમ સહિત સંબંધિત કચેરીઓનો સ્ટાફ તાબડતોડ દોડી આવીને એમોનિયા ગેસ લીકેજ મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અલંગ ખાતે કુદરતી તેમજ આકસ્મિક ગેસ લીકેજ સહિતની કોઇપણ ઘટના ઘટે તો કેવી રીતે કાબુ મેળવીને જાન માલને થતુ નુકશાન અટકાવી શકાય તેની પ્રત્યક્ષ મોકડ્રીલ દર વર્ષે યોજવામાં આવે છે. આ મોકડ્રીલમ...

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે ‘શહીદ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે ૨૩ માર્ચના રોજ 'શહીદ દિવસ' નિમિતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ દિવસનું ઐતિહાસિક મહત્વ છે કારણ કે તે ૧૯૩૧ માં ભારતની આઝાદીની લડત દરમિયાન ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપરને ફાંસી પર લટકાવવામાં આવ્યા હતા તે દિવસને ચિહ્નિત કરે છે. આ દિવસમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને 'શહીદ દિવસ' શા માટે ઉજવવામાં આવે છે તેના વિષે માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ ની ઉજવણી દરમિયાન મિનેશ ખારવા દ્વારા 'શહીદ દિવસ' ની માહિતી આપતો એક લેક્ચર પ્રસ્તુત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ વિધાર્થીઓ તથા મુલાકાતીઓ ને 'ભગત સિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવ થાપર' ના જીવનચરિત્ર પરની ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી હતી. આ આયોજનમા ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ , શિક્ષકો અને મુલાકાતીઓએ ખૂબ જ રસપુર્વક ભાગ લીધો હતો. ...

ભાવનગરનાં ભૂભલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નવા રતનપર શાળામાં વિશ્વ ટીબી દીવસની ઉજવણી કરાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સરકાર દ્વારા ૨૦૨૫ મા ટીબી મુક્ત ભારત અભિયાન અન્વયે ૨૪ માર્ચ વિશ્વ ટીબી દીવસ ની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ભાવનગર તાલુકાનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભૂભલીનાં નવા રતનપર શાળામાં વિશ્વ ટીબી દીવસની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ચંદ્રમણી પ્રસાદ, ટીબી અધિકારી ડો. પી વી રેવર ની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસર ડો. સુફિયાનભાઇ લાખાણીના માર્ગદર્શન મુજબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં મેડીકલ ઓફીસર ડો. મૃગાબેન બધેકા, તાલુકા સુપર વાઈઝર અનિલભાઇ પંડીત દ્વારા બાળકોને ટીબી થી બચવાના ઉપાયો અને ટીબી રોગ વિષે માહિતી અપાઈ હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવાં માટે શાળાના આચાર્ય સંજયભાઇ મકવાણા તથા સ્ટાફનો સુદર સહયોગ મળ્યો હતો. ગુજરાત બ્યુરોચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)...

ભાવનગરમા તા.૨૬ માર્ચનાં રોજ “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભારત સરકારના આયુષ મંત્રાલયની સુચના મુજબ આર્ટ ઓફ લીવીંગ દ્વારા આયુષ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ભાવનગર દ્વારા સંચાલીત મહાનગરપાલિકાકક્ષા અને જિલ્લાકક્ષા ખાતે “હર ઘર ધ્યાન” ૨૦૨૨-૨૩ કાર્યક્રમ તા.૨૬-૦૩-૨૦૨૩ના રોજ સવારે ૦૬:૦૦ થી ૦૮:૦૦ કલાક સુધી યોજાનાર છે. જેમાં મહાનગરપાલિકાકક્ષા કાર્યક્રમ સ્થળ - ઘોઘા સર્કલ મંડળ (અખાડો) મેદાન, ભાવનગર ખાતે અને જિલ્લાકક્ષાનું સ્થળ- મોડેલ સ્કૂલ સિદસર ગામ ખાતે યોજાનાર છે. જેમાં લોકો ધ્યાન અને વિશ્વ યોગની તૈયારીરૂપે યોગ પ્રોટોકોલ આસનો કરશે. આ કાર્યક્રમમાં ભાવનગરનાં તમામ લોકોને આ ધ્યાન અને યોગની સંયુક્ત સાંકળમાં જોડાવા જિલ્લા રમત ગમત અધિકારીશ્રી દ્વારા નિમંત્રણ પાઠવેલ છે....

શહીદ દિન નિમિત્તે પ્રધાનમંત્રી જન ઔષધિ સ્ટોર દ્વારા કચ્છમાં મેડીકલ કેમ્પ યોજાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ        દીનદયાળ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર ભુજ તથા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્ર માધાપર, સુખપર, નારાણપર તથા અંજાર દ્વારા શહીદ દિન તથા ભુજ ધારાસભ્ય કેશુભાઇ પટેલના જન્મદિન નિમિત્તે નિ:શુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન  તથા નિ:શુલ્ક દવાનું વિતરણ કરવામાં આવ્યુ હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના આગેવાન જોરાવરસિંહ રાઠોડ, કિરીટસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયત સદસ્ય મનજીભાઇ ખેતાણી, નરનારાયણ દેવ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખ મનજીભાઇ ગોરસીયા, કેશરાભાઇ વેકરીયા, કાનજીભાઇ વેકરીયા, ભાવનાબેન વેકરીયા, મહેન્દ્રભાઇ સેંઘાણી, ભગવતીબેન સેંઘાણી , હરજીભાઇ વેકરીયા, નારણ વેકરીયા, અરજણભાઇ છાંગા, રણછોડભાઇ વરચંદ, સંજય વરચંદ, દિનેશભાઇ વેકરીયા, દિલીપભાઇ માતા, દિપાલીબેન વેકરીયા, સાગરભાઇ સેંઘાણી, શંકરભાઇ પટેલ, વાલજીભાઇ છાંગા, કિશોરભાઇ વરચંદ, હાર્દિક માતા, મહે...

કેન્દ્ર  સરકારની “કોલ બીફોર યુ ડીગ” એપ અંગે માહિતગાર કરવા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ ઝોનનાં ટેકનિકલ સ્ટાફ માટે વર્કશોપ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ            શહેરી વિસ્‍તારમાં વોટરવર્કસ પાઇપ લાઇન નેટવર્ક, સીવર લાઇન નેટવર્ક, સ્‍ટ્રોમ વોટર નેટવર્ક વિગેરે યુટીલીટી અન્‍ડર ગ્રાઉન્‍ડ હોય છે. આ યુટીલીટીની સાથે, પાવર સપ્‍લાઇ, ગેસ, ટેલીફોન નેટવર્ક વિગેરે પણ અન્‍ડર ગ્રાઉન્‍ડ કરવામાં આવી રહેલ છે. જાહેર રસ્‍તાઓ પર જુદી-જુદી યુટીલીટી માટે ખોદાણ કામ કરવાની જરૂરીયાત રહેતી હોય, ઘણાં વિસ્‍તારોમાં ઇમરજન્‍સી ખોદાણ કરવાનું થતું હોય, હૈયાત યુટીલીટી નેટવર્કની જાણકારી ન હોય, યુટીલીટીને નુકશાન થતું હોય છે. જેનાં નિરાકરણ માટે કેન્‍દ્ર સરકાર દ્વારા ‘‘કોલ બીફોર યુ ડીગ એપ’’ કાર્યરત કરવામાં આવેલ છે. આ એપ અંગે માહિતગાર કરવા રાજકોટ શહેરમાં કાર્યરત તમામ યુટીલીટી પ્રોવાઇડરો અને રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ ઝોનનાં ટેકનીકલ સ્‍ટાફ માટે રાજકોટ મહાનગરપાલિકાની ...

રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કુલ-૦૩ કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં બઢતી, કુલ-૧૫૩ કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ અને કુલ-૧૭ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે ડી.પી.સી. દ્વારા મંજુર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકામાં તા.૦૪/૦૩/૨૦૨૩ના રોજ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (ડી.પી.સી.)નું આયોજન કરવામાં આવેલ, જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કર્મચારીઓ/અધિકારીઓને સરકારશ્રીના ધારા-ધોરણ મુજબ બઢતી, ઉચ્ચતર પગારધોરણ તથા સ્વૈચ્છિક નિવૃત/અવસાન પામેલ સફાઇ કામદારોના વારસદારોને રાજકોટ મહાનગરપાલિકામાં સફાઇ સહાયક તરીકે નિમણૂંક કરવા બાબતે ચર્ચા-સમીક્ષા કરવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા કુલ-૦૩ કર્મચારીઓને ઉપલા સંવર્ગમાં બઢતી, કુલ-૧૫૩ કર્મચારીઓના ઉચ્ચતર પગારધોરણ અને કુલ-૧૭ વારસદારોને સફાઇ સહાયક તરીકે નિમણૂંક આપવા બાબતે ડી.પી.સી. દ્વારા મંજુર કરવામાં આવેલ. ડી.પી.સી.માં બઢતી બાબતે મદદનીશ ઈજનેર (મિકેનિકલ) સંવર્ગમાંથી નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) સંવર્ગમાં ખાલી પડેલ ૦૧(એક) જગ્યા પર બઢતી તેમજ સેનેટરી સબ ઇન્‍સ્પેક્ટર સંવર્ગમાંથી સેનેટરી ઇન્‍સ્પ...

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ‘વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા’ (WINS) એવોર્ડ્સ-૨૦૨૩નું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ           સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અગામી સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩ને ધ્યાને લઈને સ્વચ્છોત્સવ - ૨૦૨૩નું આયોજન કરેલ છે. છેલ્લા આઠ વર્ષથી મહિલાઓ સ્વચ્છતા માટેના જન આંદોલનમાં મોખરે છે. સ્વચ્છતામાં મહિલાઓની સહભાગિતા અને નેતૃત્વને મજબૂત કરવા અને વધારવા માટે, માનનીય કેન્દ્રીય મંત્રી, MoHUAએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ ૭મી માર્ચ ૨૦૨૩ના રોજ 'સ્વચ્છોત્સવ-૨૦૨૩'ની શરૂઆત કરી છે. ‘સ્વચ્છતામાં મહિલાઓ’ માંથી 'મહિલાઓની આગેવાની હેઠળની સ્વચ્છતા' સુધીના પરિવર્તન કાળની ઉજવણી કરવા અને તેને ઉત્તેજન આપવા માટે છે. 'વુમન આઇકોન્સ લીડિંગ સ્વચ્છતા' (WINS) એવોર્ડ્સ-2023ની પ્રથમ આવૃત્તિમાં સ્વચ્છતા અને કચરા વ્યવસ્થાપનમાં મહિલા ચેમ્પિયનને ઓળખવા અને એવોર્ડ એનાયત કરવામાં આવશે. જેમાં મહિલા ઉદ્યમી, NGO, SHG ગ્રુપ,સ્ટાર્ટ અપ ભાગ લઇ શકે છે. જેમાં કોમ્યુનીટી અને જાહેર શૌચાલયની સારસંભાળ, ...