ખાવડા ખાતેના વિશ્વના સૌથી મોટા ૩૦ હજાર મેગાવોટના સોલાર-વિન્ડ પાર્કની ૧૦૦ ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે : ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ
હિન્દ ટીવી - ગુજરાતી, ભૂજ
રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ જણાવ્યું છે કે, તાત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સોલાર એનર્જીનું મહત્વ સમજીને સૌ પ્રથમવાર સોલાર-વિન્ડ હાઇબ્રીડ પોલીસી બનાવી છે. વિશ્વના સૌથી મોટા ૩૦ હાજર મેગાવોટની વીજક્ષમતા ધરાવતા કચ્છ જિલ્લાના ખાવડા ખાતે નિર્માણધીન સોલાર વિન્ડ પાર્કની સો ટકા વીજ ક્ષમતાની કામગીરી ડિસેમ્બર-૨૦૨૬ સુધીમાં પૂર્ણ કરાશે.આજે વિધાનસભા ખાતે ગુજરાતમાં કાર્યરત વીજ ક્ષમતાના પ્રોજેક્ટના પ્રશ્નના પ્રત્યુતરમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે,ખાવડા ખાતે નિર્માણાધીન આ પાર્કમાં ૫૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૪ સુધીમાં તથા ૧૦૦ ટકા વીજ ક્ષમતા ડિસેમ્બર-૨૦૨૬માં પૂર્ણ કરાશે.આ માટે ૨૫,૦૦૦ મેગાવોટની ફાળવણી વિવિધ ડેવલપરોને કરવામાં આવી છે. આ માટે વિવિધ કામગીરી પ્રગતિમાં છે. માર્ગ-મકાન વિભાગ દ્વારા ૩૦ કિ.મીના એપ્રોચ રોડની કામગીરી પૂર્ણ કરવ...
