Wednesday, February 18News That Matters

વસુંધરા રેસીડેન્સી, કેશવ વિલા અને આત્મીય કોલેજ ખાતે ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

        રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે (૧) તા.૨૫/૦૩/૨૦૨૩ ના રોજ વસુંધરા રેસિડેન્સી, કેનાલ રોડ, રાજકોટ (૨) તા.૨૬/૦૩/૨૦૨૩ ના રોજ કેશવ વિલા એપાર્ટમેન્ટ, ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ (૩) આત્મીય કોલેજ, કાલાવડ રોડ, રાજકોટ  ખાતે ચીફ ફાયર ઓફીસર આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે.

ઉપરોક્ત ફાયર સેફટીની તાલીમ દરમ્યાન (૧) તા.૨૫/૦૩/૨૦૨૩ ના રોજ વસુંધરા રેસિડેન્સી, કેનાલ રોડ, રાજકોટ ખાતે અંદાજે ૧૦૦ જેટલા રહેવાસીઓ તથા (૨) તા.૨૬/૦૩/૨૦૨૩ ના રોજ કેશવ વિલા એપાર્ટમેન્ટ, ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ ૧૫ થી ૨૦ જેટલા રહેવાસીઓ (૩) આત્મીય કોલેજ, કાલાવડ રોડ, રાજકોટનાં ૮૦ થી ૯૦ જેટલા વિદ્યાર્થીઓ આ તાલીમમાં જોડાયેલ. જે તાલીમ અને મોકડ્રીલમાં ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગના (૧) તા.૨૫/૦૩/૨૦૨૩ ના રોજ વસુંધરા રેસિડેન્સી, કેનાલ રોડ, રાજકોટ ખાતે સ્ટેશન ઓફીસર આર.એ.જોબણફાયરમેન ઋતુરાજસિંહ અજય પરમારડ્રાઇવર કમલેશભાઇ વાઢેર (૨) તા.૨૬/૦૩/૨૦૨૩ ના રોજ કેશવ વિલા એપાર્ટમેન્ટ, ભગવતીપરા મેઇન રોડ, રાજકોટ ખાતે સ્ટેશન ઓફિસર એફ.આઈ.લુવાની, ફાયરમેન અભયસિંહ આડા, ધ્રુવ ત્રીવેદી, રસિક થોરિયા, અરબાજખાન, ડ્રાઈવર જયસુખભાઈ (૩) આત્મીય કોલેજ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે સ્ટેશન ઓફિસર એ.કે.દવે, સંદીપ કાલિયા, નીલેશ વડેખણીયા, ડ્રાઈવર કિરણભાઈ ડોડીયાર તથા ટ્રેનર સહિતના સ્ટાફ દ્વારા બિલ્ડીંગમાં લગાવવામાં આવેલ ફાયર સીસ્ટમ અને ફાયર સેફટીના સાધનોને આગ લાગે ત્યારે કઇ રીતે ઉપયોગ કરવો, શું કરવું અને શું ન કરવું જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સીસ્ટમ અને સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસર નો ઉપયોગ કેવી રીતે કરવોજાળવણી અને કઇ રીતે પોતાનો તથા અન્યનો બચાવ કરવો  તે અંગે તાલીમનું આયોજન કરવામા આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *