Tuesday, September 8News That Matters

Gujarat

નાગરિક સંરક્ષણ દળના માનદ વોર્ડન સભ્યો જોગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ નાગરિક સંરક્ષણ દળ ભુજમાં માનદ સભ્ય તરીકે વર્ષ ૨૦૧૭ તેમજ તે પહેલાના અને વર્ષ ૨૦૧૮ થી ૨૦૨૦ સુધી નિમણુંક પામેલા માનદ વોર્ડન સભ્યો દળમાં સેવા ચાલુ રાખવા માંગતા હોય તેઓએ હુકમ રિન્યુ કરવા માટે નાગરિક સંરક્ષણ કચેરી, ભુજની કચેરી સમય દરમિયાન ફોન નં.૦૨૮૩૨-૨૩૦૬૦૩ ઉપર સંપર્ક કરી રીન્યુ માટે જરૂરી આધાર પુરાવા સાથે મોડામાં મોડી ૧૫મી એપ્રિલ-૨૦૨૩ સુધી અરજી આપવાની રહેશે. ત્યારબાદ બાકી રહેતા માનદ વોર્ડન સભ્યોને નિષ્ક્રીય ગણી નિયમોનુસાર સભ્ય પદ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું તાલીમ અધિકારી, નાગરિક સંરક્ષણ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે....

ગાંધીનગરમાં 30મી માર્ચ – 1લી એપ્રિલ, 2023 દરમિયાન પ્રથમ G20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપ (DRR WG)ની બેઠક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          (અમદાવાદ) ભારતના G20 પ્રેસિડેન્સી હેઠળ પ્રથમ G20 ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન વર્કિંગ ગ્રૂપ (DRR WG)ની બેઠક 30મી માર્ચથી 1લી એપ્રિલ, 2023 સુધી ગુજરાતના ગાંધીનગરમાં યોજાવાની છે. G20 ટ્રોઇકા, જેમાં ત્રણ વિકાસશીલ અને ઉભરતી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે – ઈન્ડોનેશિયા, ભારત અને બ્રાઝિલ – સેન્ડાઈ ફ્રેમવર્ક ફોર ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન દ્વારા નિર્ધારિત લક્ષ્યોને હાંસલ કરવાના પ્રયત્નોને ઉત્પ્રેરિત કરવાની જરૂરિયાતની આસપાસ એકસાથે આવ્યા. આ બેઠકમાં G20 સભ્ય દેશો, આમંત્રિત દેશો અને વિવિધ આંતરરાષ્ટ્રીય અને પ્રાદેશિક સંગઠનોના 80 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લેશે. માનનીય પ્રધાનમંત્રી અને ભારત સરકારના સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણના પીએસ ડૉ. પી.કે. મિશ્રા, 30મી માર્ચ, 2023ના રોજ G20 1લી DRR બેઠકનું ઉદ્ઘાટન કરશે. G20 DRR WG સેન્ડાઈ ફ્રેમવર્કની મધ્ય-ગાળાની સમીક્ષા, તમામ સ્તરે બ...

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સાથ સહકાર અને સેવાના ૧૦૦ દિવસ” કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ ખાતે ઉજવાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત રાજ્યના ૧૮ માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ૧૨ મી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલની સીએમ તરીકે આ સતત બીજી ટર્મ છે. આ સાથે આજે ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થયા છે. આજે ગાંધીનગર ખાતે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના ૧૦૦ ની ઉજવણી કરવામાં આવી હતી. સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરી સરકારની કામગીરીને વખાણી હતી. આ સાથે રાજ્યમાં લોકોના આરોગ્ય કવચ તેમજ સરહદ સુરક્ષા સાથે આતંરીક સુરક્ષા અંગે પણ વાત કરી હતી. નાનામાં નાનો વ્યક્તિ પણ ગુજરાતના વિકાસમાં સહભાગી થાય તેવી નેમ વ્યક્ત કરતા તમામને અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે સાથ સહકાર અને સેવાના ૧૦૦ દિવસની ઉજવણીના ભાગરૂપે સાંસદ સી.આર.પાટીલ, મંત્રી કનુ દેસાઇ, મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્ય સચિવની ઉપસ્થિતિમા સાથ સહકાર ...

પૂજ્ય મોટાના આશીર્વાદ લેવા જરૂર આવીશ…પણ પુરસ્કાર માટે માફ કરશો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સંસ્કૃત ભાષા સાથે એમ.એ. બી.એડ., સંસ્કૃત ભાષાના વિદ્યાવાન અને સંસ્કૃતમાં શાસ્ત્રી અને આચાર્ય, શિક્ષાશાસ્ત્રી એવી ઉપાધિઓ પ્રાપ્ત કરનાર અને શ્રી સોલા ભાગવત વિદ્યાપીઠ (ગુરુકુળ પરંપરા)માં શિક્ષિત અને દીક્ષિત અને પોલીસમાં પહેલી ભરતી લોકરક્ષક તરીકે અને આજે સુરત ચોકબજાર પોલીસ સ્ટેશનમાં પી.સી.આર. વાનમાં જાહેર જનતાની સેવામાં કાર્યરત એવા પોલીસ કોન્સ્ટેબલ ચિંતનભાઈ રાજ્યગુરુએ એક વૃદ્ધ સજજન નાગરિક જે કૉઝવેમાં ડૂબી રહ્યા હતા, તેઓને બચાવવા માટે જાતે જ કોઝવેમાં કૂદી પડ્યા અને આખરે વૃદ્ધજનને બચાવી લીધા. ત્યારબાદ વૃદ્ધ સજજનના પૂરા પરિવાર જનોએ ભેગા મળી ચિંતનભાઈનું કુમકુમ અને અખંડ અક્ષતથી તિલક કરી અભિવાદન કર્યું હતું, અને આભાર ભાવ પ્રગટ કર્યો હતો. વૃદ્ધ સજ્જનને બચાવ્યાની વાત જાણીને સુરતના જહાંગીરપૂરામાં આવેલાપૂજ્યશ્રી મોટા આશ્રમના સંચાલકોએ સમાજહિતમાં થતા સારા અને સાહસભર્યા કા...

તાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૬/૦૪/૨૦૨૩ નાં રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર તાલુકા કક્ષાનો એપ્રિલ-૨૦૨૩ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૪/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટર મહુવા ખાતે, જિલ્લા વિકાસ અધિકારી પાલીતાણા તાલુકા ખાતે તેમજ પોલીસ અધિક્ષક ઉમરાળા તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ નાં અધિકારીઓ સંચાલન કરશે અને લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાનાં સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીશ્રીને રજુ કરવા અધિક કલેક્ટર ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે. ગુજરાત બ્યુરોચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)...

ભાવનગરમાં જિલ્લા કક્ષાનો સ્વાગત-ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૭ એપ્રિલનાં રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર       જિલ્લા કક્ષાનો એપ્રિલ-૨૦૨૩નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા. ૨૭/૦૪/૨૦૨૩ નાં રોજ ૧૧:00 કલાકે કલેકટર કચેરી ભાવનગર ખાતે યોજાનાર છે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજૂ કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં રજાનાં દિવસો સિવાય રોજ સવારના ૧૧:૦૦ કલાક થી ૬:૧૦ કલાક સુધી કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકારવામાં આવશે. આ ફરીયાદ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામુહિક પ્રશ્નો સિવાયના પડતર પ્રશ્નો તથા રજૂઆત અંગેની અરજીઓ કલેકટર કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે રજુ કરવા અધિક કલેક્ટર ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે. ગુજરાત બ્યુરોચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર) ...

એક વર્ષથી ઉપરનાં જન્મ/મરણનાં બનાવોની નોંઘણી માટેની જોગવાઇ અંગેનું જાહેરનામું બહાર પાડટા સબ ડીવિઝનલ મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જન્મ અને મરણ નોંધણી કાયદો ૧૯૬૯ ની કલમ(૩)૧૩ થી એક વર્ષથી ઉપરનાં જન્મ/મરણનાં બનાવોની નોંઘણી માટે જન્મ અથવા મરણનાં ખરાપણાની ખાતરી કર્યા પછી નોંઘણી માટેની જોગવાઇ અન્વયે સરકારશ્રીનાં આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગરમાં તા.૩૦/૦૮/૨૦૧૬ ના પત્રથી રાજ્ય સરકાર દ્વારા “આપણો તાલુકો વાઇબ્રન્ટ તાલુકો” યોજના હેઠળ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ- પ્રાંત અધિકારીને એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટની સત્તા આપવામાં આવેલ. જે અન્વયે અરજદારો દ્વારા જન્મ/મરણની વિલંબિત નોંઘણી માટે જન્મ અને મરણ નોંધણી કાયદો ૧૯૬૯- ની કલમ- ૧૩ ની પેટા કલમ-(૩) થી એકઝીકયુટીવ મેજિસ્ટ્રેટ તરીકે હુકમ કરવાની સત્તા એનાયત કરવામાં આવેલ છે. પરંતુ અરજદારોને જન્મ/મરણની વિલંબિત નોંઘણી માટે પ્રાંત કચેરી સુધી જવાને બદલે મામલતદાર કચેરીએથી જ આવા હુકમો મળી રહે તે બાબત વિચારણામાં લેતાં નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. આથી સબ ડીવી...

ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન અને હાઇરાઇઝ બિલ્ડીંગ ધ કોર્ટ યાર્ડમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ         રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતી ફાયર સેફટીના સાધનો જે બિલ્ડીંગમાં રહેતા લોકોને જાગૃતી માટે તા.૨૯/૦૩/૨૦૨૩ નાં રોજ (૧) ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન, રાજકોટ ડેપો, બજરંગ વાડી પોલીસ ચોકી પાસે, જામનગર રોડ, રાજકોટ (૨) ધ કોર્ટ યાર્ડ, જીવરાજ પાર્ક, મવડી, રાજકોટ ખાતે ચીફ ફાયર ઓફીસરશ્રી આઇ. વી. ખેર અને ડે.ચીફ ફાયર ઓફીસર બી. જે. ઠેબાના સુપરવિઝન હેઠળ ફાયર સેફટી અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાબતે વધુ ને વધુ લોકો ભાગીદાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ દ્વારા પોતાની બિલ્ડીંગમાં મોકડ્રીલ આયોજન કરવા સ્વેચ્છીક અરજી કરશે તેમને પહેલી તક આપવામાં આવશે. ...

ઉનાળાની ઋતુને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ડેરી ફાર્મના ઉત્પાદન સ્થળનું ચેકિંગ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ               ઉનાળાની ઋતુને અનુલક્ષીને રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા આરોગ્ય અધિકારી ડો. જયેશ વકાણી, ડેઝીગ્નેટેડ ઓફિસર ડો. હાર્દિક મેતા તથા ફૂડ સેફ્ટી ઓફિસર કે. જે. સરવૈયા તથા કે. એમ. રાઠોડ ની ટીમ સાથે સાગર સોસાયટી, 40 ફૂટ મેઇન રોડ, કોઠારીયા રોડ, રાજકોટ મુકામે આવેલ દિપક ચકુભાઇ વોરાની માલિક પેઢી યોગેશ્વર ડેરી ફાર્મના ઉત્પાદન સ્થળનું ચેકિંગ કરવામાં આવેલ ચકાસણી દરમિયાન પેઢીના કોલ્ડ રૂમમાં સંગહ કરેલ પતરાના ટીનમાં રહેલ વાસી શિખંડ ૧૫૦ કિ.ગ્રા., પ્લાસ્ટિકની બેગમાં રાખેલ વાસી ફૂગવાળી પરત આવેલ મિક્સ મીઠાઇ ૩૦૦ કિ.ગ્રા. તથા પ્લાસ્ટિકની બેગમાં રાખેલ મીઠાઇ બનાવવા માટેનો વાસી ફૂગવાળો મીઠો માવાનો ૨૦૦ કિ.ગ્રા. જથ્થો જોવા મળતા સદરહુ કુલ મળી ૬૫૦ કિ.ગ્રા. અખાધ્ય જથ્થો માનવ આહાર માટે હાનિકારક હોય તેમજ બજારમાં તેનું વેચાણ ન થાય તે હેતુથી SWM વિભાગની ટીપર વાનમાં ગાર્બેજ સ્ટ...

સ્વચ્છોત્સવ–૨૦૨૩ની ઉજવણી અંતર્ગત સ્વ-સહાય જૂથના સભ્યોને સ્વચ્છતાદૂતની તાલીમ અપાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છોત્સવ–૨૦૨૩ની ઉજવણી અંતર્ગત સ્વચ્છતામાં મહિલાઓની સહભાગીતા અને નેતૃત્વને મજબુત કરવા માટે તા.૨૮.૦૩.૨૦૨૩નાં રોજ રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કોન્ફરન્સ હોલ ખાતે ગુજરાત અર્બન લાઈવલીહુડ મિશન ગાંધીનગરનાં માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાં(DAY-NULM) અંતર્ગત સંકળાયેલ સ્વ-સહાય જૂથના સભ્યોને સ્વચ્છતાદૂત તરીકે જોડાઈ સ્વચ્છતા બાબતે તેમના સમુદાય, મહોલ્લા કે શેરી ફળીયાના લોકો સ્વચ્છતા પ્રત્યે સભાન બને તે માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. જેમાં સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનાં કન્સલ્ટન્ટ દિપલભાઈ દ્વારા પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનનાં માધ્યમથી કચરાનો સુદ્રઢ નિકાલ કેવી રીતે કરવો તેમાં સ્વચ્છતાદૂત તરીકે બહેનોની ભૂમિકા વિશે સરળશૈલીમાં માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૧૦થી વધુ સ્વ-સહાય જૂથના બહેનોએ સ્વચ્છતાદૂત તર...