Wednesday, February 18News That Matters

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સાથ સહકાર અને સેવાના ૧૦૦ દિવસ” કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ ખાતે ઉજવાયો

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ગુજરાત રાજ્યના ૧૮ માં મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્ર પટેલે ૧૨ મી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ શપથ લીધા હતા. ગુજરાતમાં ભુપેન્દ્રભાઈ પટેલની સીએમ તરીકે આ સતત બીજી ટર્મ છે. આ સાથે આજે ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થયા છે. આજે ગાંધીનગર ખાતે ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના ૧૦૦ ની ઉજવણી કરવામાં આવી હતી.

સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરી સરકારની કામગીરીને વખાણી હતી. આ સાથે રાજ્યમાં લોકોના આરોગ્ય કવચ તેમજ સરહદ સુરક્ષા સાથે આતંરીક સુરક્ષા અંગે પણ વાત કરી હતી. નાનામાં નાનો વ્યક્તિ પણ ગુજરાતના વિકાસમાં સહભાગી થાય તેવી નેમ વ્યક્ત કરતા તમામને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે સાથ સહકાર અને સેવાના ૧૦૦ દિવસની ઉજવણીના ભાગરૂપે સાંસદ સી.આર.પાટીલ, મંત્રી કનુ દેસાઇ, મંત્રી ઋષિકેશ પટેલ અને મુખ્ય સચિવની ઉપસ્થિતિમા સાથ સહકાર અને સેવાના ૧૦૦ દિવસ પુસ્તક્નુ અનાવારણ કર્યુ હતું.

આ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાવનગર જિલ્લાના કલેક્ટર ડી. કે. પારેખ, કમિશ્નર એન. વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, અધિક નિવાસી કલેક્ટર બી. જે. પટેલ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત બ્યુરોચીફ : ડૉ. હકીમ ઝવેરી (ભાવનગર)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *