Tuesday, September 8News That Matters

Gujarat

ઓટિઝમપીડિત બાળક માટે વર્કિંગ વુમનની સાથે થેરાપિસ્ટ બનતી સુરતની માતા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત ઓટિઝમ સામે લડવામાં ધીરજ, પ્રેમ અને વાત્સલ્યભાવ એ રામબાણ ઇલાજ છે, જેનું ઉત્તમ ઉદાહરણ સુરતમાં રહેતા ઓટિઝમપીડિત ૭ વર્ષીય સાગર અને માતા વિભાબેન (નામ બદલ્યા છે)એ પૂરૂ પાડ્યું છે. તેઓ પોતાના ઓટીસ્ટ બાળક માટે વર્કિંગ વુમનની સાથે થેરાપિસ્ટ બન્યા છે. માતા વિભાબેને ઓટિઝમ પીડિત બાળકની માતા હોવું એ ક્ષણેક્ષણ મુશ્કેલીભર્યા જીવનનો અનુભવ કરાવનારી સ્થિતિ છે એવો મત વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, નોર્મલ ડિલીવરીથી મારા બાળકનો જન્મ થયો હતો, બાળક તંદુરસ્ત હતું. શરૂઆતના બધા જ લક્ષણો સામાન્ય બાળક જેવા જ હતા. સવા વર્ષની ઉંમરે અતિશય તાવ આવ્યા પછી ધીરે ધીરે બાળકનું સામાજિક વર્તન જ બદલાઈ ગયું હતું. બોલચાલ, બાળસહજ ચંચળતા, દુગ્ધપાન, આઈકોન્ટેક્ટનો અભાવ નહિવત હતો. વિભાબેને પોતાના અનુભવ વર્ણવતા વધુમાં કહ્યું કે, સાગરની બિહેવીયર થેરાપી તાલીમ શરૂ કરી, જેની મદદથી ઘણું સારૂ પરિણામ મળ્યું. ...

સુરત શહેર-જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૪૬ ઓટિઝમ પિડીત બાળકો નોંધાયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સમગ્ર વિશ્વભરમાં તા.૨જી એપ્રિલને ‘વર્લ્ડ ઓટિઝમ ડે’ તરીકે ઉજવવામાં આવે છે. તા.૨ એપ્રિલ-૨૦૨૩ના રોજ ૧૬મો ‘વિશ્વ ઓટિઝમ જાગૃતિ દિવસ’ છે. ડિસેમ્બર ૨૦૦૭માં, યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ પસાર કરેલા એક ઠરાવ મુજબ વર્ષ ૨૦૦૮થી દર વર્ષે ૨ એપ્રિલને "વિશ્વ ઓટિઝમ દિવસ" તરીકે મનાવવામાં આવે છે. જેનો હેતુ ઓટિઝમ અને સંબંધિત સંશોધન અને નિદાન અને ઓટિઝમ ધરાવતા બાળકો-લોકોમાં જાગૃતિ લાવવાનો છે. ઓટિઝમ મુખ્યત્વે બાળકોમાં જોવા મળતી માનસિક સ્થિતિ છે, જેમાં બાળક સામાન્ય લાગે, પરંતુ તે આત્મકેન્દ્રી અને ‘સ્વ’માં જ જીવતો હોય તેવું લાગે. એટલે કે ‘નજર સામે, પણ પહોંચની બહાર’ તેથી જ ઓટીસ્ટીક બાળકોને ‘તારા સમાન બાળકો" પણ કહેવામાં આવે છે. ઓટિઝમનો ઉપાય માત્ર દવા જ નહીં, પણ ધીરજપૂર્વકની સારસંભાળ, લાગણી, હૂંફ અને આત્મીયતાથી નોર્મલ બાળકની હરોળમાં લાવી શકાય છે. શારીરિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ ઓટિઝમ થઈ ...

નોખાણીયા ફાયરીંગ બટ પર ફાયરીંગ પ્રેકટીસ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ ભુજ તાલુકાના રૂદ્રમાતા નજીક આવેલ ફિલ્ડ રેંજ નોખાણીયા ફાયરીંગ બટ ઉપર ૩૦મી એપ્રિલ-૨૦૨૩ સુધી પોલીસ અધિક્ષક પશ્ચિમ-કચ્છ-ભુજ દ્વારા પોલીસ અધિકારીઓ/કર્મચારીઓનું વાર્ષિક ફાયરીંગ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની પૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે....

મુન્દ્રા તાલુકાની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન સંચાલકોની તદન હંગામી ધોરણે જગ્યા ભરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ મુન્દ્રા તાલુકાની શારદામંદિર પ્રા.શાળા-મુન્દ્રા, ગોયેરસમા વાડી પ્રા.શાળા, મોખા પ્રા.શાળા, વાઘુરા પ્રા.શાળા, પાવડીયારા પ્રા.શાળા, કુકડસર પ્રા.શાળા, બોરાણા પ્રા.શાળા, બાબીયા પ્રા.શાળા, ડેપા પ્રા.શાળા, કુવાઇ પ્રા.શાળા, નાના કપાયા વાડી પ્રા.શાળા, મોટી ભુજપુર વાંકરાઇવાડી પ્રા.શાળા, મંગરા આનંદવાડી પ્રાથિમક શાળાઓમાં વર્ષ ૨૦૨૨-૨૩ના સત્ર માટે મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર સંચાલકની જગ્યાઓ તદન હંગામી ધોરણે ઉચ્ચક માનદ વેતનથી ભરવાની છે. જે માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. જે માટેનું નિયત ફોર્મ મામલતદાર કચેરી, મુન્દ્રા ખાતેથી મેળવીને તા.૧૦/૪/૨૦૨૩ સુધીમાં મળે તે રીતે રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવી વધુ વિગતો માટે મામલતદાર કચેરી-મુન્દ્રાનો સંપર્ક સાધવા જણાવાયું છે....

જી-૨૦ ડિઝાસ્ટર રિસ્ક રિડકશન સમિટમાં પધારેલા પ્રતિનિધિઓએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          ગાંધીનગર ખાતે ૩૦ માર્ચથી ૧ એપ્રિલ સુધી પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન મીટિંગ આયોજન કરાયું છે. જે અનુસંધાને વર્કિંગ ગ્રુપ મીટિંગના સભ્યો ૧ એપ્રિલના રોજ કચ્છ જિલ્લાના મુખ્યમથક ભુજ ખાતે સ્મૃતિવન મેમોરિયલની મુલાકાતે પધાર્યા હતા. પ્રતિનિધિઓ‌ સહિત મહાનુભાવોએ સ્મૃતિવન મેમોરિયલની મુલાકાત લઇને ભૂકંપના દિવંગતોને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ભૂકંપના દિવંગતોની યાદમાં બનેલા કચ્છના ભુજ ખાતેના સ્મૃતિવન મેમોરિયલની જી-૨૦ની પ્રથમ વર્કિંગ ગ્રુપ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન સમિટના સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓએ ફિલ્ડ વિઝીટના ભાગરૂપે મુલાકાત લીધી હતી. કચ્છની ધરતી પર પધારેલા ડેલિગેટસ સહિત મહાનુભાવોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.  GSDMAએ વતી રાજા ભટ્ટાચાર્યે પધારેલા ડેલિગેટસને મ્યૂઝિયમ નિર્માણ વિશેની તથા અન્ય આકર્ષણ...

જી-૨૦ આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત ભુજ સ્મૃતિવનની મુલાકાતે આવેલા સભ્યોએ વિદાય લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ જી-૨૦ આપત્તિ વ્યવસ્થાપન વર્કિંગ ગ્રુપની બેઠક અંતર્ગત ભુજ સ્મૃતિવનની મુલાકાતે આવેલા જી૨૦ સભ્ય દેશો, આમંત્રિત દેશો તેમજ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓએ આજરોજ સ્મૃતિવનની મુલાકાત લીધા બાદ તેમના સકારાત્મક પ્રતિભાવો આપ્યા હતા. તેમજ આ મુલાકાત યાદગાર રહી હોવાનું જણાવ્યું હતું . સ્મૃતિવન ખાતેની મુલાકાત બાદ ભુજ એરપોર્ટ ખાતેથી ડેલિગેટસને વિદાય લીધી હતી.     આ પ્રસંગે અધિકારીઓએ ઉપસ્થિત રહીને પ્રતિનિધિઓને ભાવભેર વિદાય આપી હતી....

અંજારની રામ નવમીની રથયાત્રામાં સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે પાણી કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અંજાર સેવા સમર્પણ ટ્રસ્ટ અંજાર દ્વારા રામ નવમી નિમિત્તે નીકળેલ ભવ્ય શોભાયાત્રામાં પક્ષીઓને પાણી તેમજ ચણ નાખવા માટેના કુંડાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. અંજાર શહેરના દાતાઓ તેમજ ટ્રસ્ટના અગ્રણીઓ દ્વારા અપાયેલ દાન અને સહયોગ થકી ૭૦૦૦ (સાત હજાર) જેટલા પક્ષીઓ માટે પીવાના પાણી કુંડાઓનું વિતરણ ખાસ સ્ટોલ બનાવીને કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ પરેશભાઇ માલસત્તરે જણાવ્યું હતું કે, અંજાર શહેરની ભવ્ય રથયાત્રામાં ધાર્મિક માહોલમાં અનેક સેવાકીય પ્રવૃતિ હાથ ધરવામાં આવી હતી. જેમાં સેવા સમર્પણ ટ્રસ્ટ જે વિવિધ સેવાકીય તેમજ જીવદયા પ્રવૃતિ સાથે સંકળાયેલ ટ્રસ્ટ છે તેના દ્વારા દર વર્ષે ગરમીની સીઝનમાં પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે  તેમજ લોકોમાં પક્ષીઓ  પ્રત્યે કરુણા જાગે તે માટે લોકો જાતે પીવાના પાણીની વ્યવસ્થા પક્ષીઓ માટે કરે તેના માટે સંસ્થા દ્વારા દર વર્ષે પાણીના ...

ભાવનગરમાં તા. ૨ અને ૩ એપ્રિલના રોજ સિનિયર સીટીઝન બહેનો માટે રાજ્યકક્ષા યોગાસન સ્પર્ધા યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં સિનિયર સીટીઝન બહેનો માટે રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધા તા. ૨ અને ૩ એપ્રિલ ૨૦૨૩ ના રોજ યોજાશે. જેમાં ચાલુ વર્ષ ૨૦૨૩/૨૪ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, જી-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ૬૦ વર્ષ થી ઉપરના સિનિયર સીટીઝન (બહેનો) ની યોગાસન ની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન તા. ૦૨/૦૪/૨૦૨૩ થી તા. ૦૩/૦૪/૨૦૨૩ સુધી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળ ની જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવનગરની કચેરી દ્વારા સરદાર પટેલ રમત સંકુલ સિદસર રોડ ભાવનગર ખાતે કરવામાં આવનાર છે.  ...

રામનવમીના પવિત્ર પર્વે ભાવનગરના ચૌહાણ પરિવારે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે પોતાના વ્હાલસોયા પુત્રના અંગોનું મહાદાન કર્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર     રામનવમીના પવિત્ર પર્વે ‘અંગદાન મહાદાન’ના સુત્રને સાર્થક કરતા સુરત શહેરમાં ફરીવાર સફળ અંગદાન થયું છે. મૂળ ભાવનગરના ચૌહાણ પરિવારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયેલા પોતાના વ્હાલસોયા પુત્રના લીવર અને બે કિડનીનું મહાદાન કરીને માનવતા મહેંકાવી છે.                  સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કીમ ખાતે રહેતા (મૂળ. પીપરાળી, તા.ઉમરાળા જિ. ભાવનગર) ૩૦ વર્ષીય યુવાન સુનિલભાઈ રાઘવભાઈ ચૌહાણ મહાદેવ કાર્ટીંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરીને આજીવિકા રળતા હતા. ગત તા.૨૭મીના રોજ રાત્રિના સમયે કીમ નજીક અણીતા, આર્યન સ્કૂલ પાસેથી બાઈક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે માર્ગ પર અચાનક ભૂંડ આવી જતા ડિવાઈડર સાથે અથડાયા હતા. જેથી માથાના ભાગે ગંભીર ઈજા થતા કિમની પ્રાઈવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર માટે સુરત નવી સિવિલમાં સારવાર મ...

સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજીત “અમૃત પેય ઉકાળા” – કેમ્પ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, પોલીસ પરેડ ગ્રાઉન્ડની સામે, સરપટ નાકા, ભુજ – કચ્છ. સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦  સુધી તથા સાંજે ૪=૦૦ થી ૬=૦૦ સુધી. દરરોજ તેમજ આશાપુરા મંદિર, સોનીવાડ, ભુજ – કચ્છ. ખાતે સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦  સુધી તા. ૨૭/૦૩/૨૦૨૩ થી તા. ૦૧/૦૪/૨૦૨૩ સુધી તેમજ એસ.ટી. ડેપો, ભુજ – કચ્છ. સમય : સવારે ૯=૦૦ થી ૧૨=૦૦  સુધી. તા. ૨૭/૦૩/૨૦૨૩ થી તા. ૦૧/૦૪/૨૦૨૩ સુધી સિઝનલ ફ્લુ તેમજ કોરાના સંક્રમિત રોગો સામે રક્ષણ મેળવવા તથા રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અતિ ઉત્તમ એવા “ સ્વાસ્થ્ય વર્ધક અમૃત પેય ઉકાળો“, જેનું નિ:શુલ્ક  ઉપરોકત સમયે પીવડાવવાનું આયોજન કરવામાં આવેલ છે. તો આનો લાભ લેવા વૈદ્ય પંચકર્મ વર્ગ -૧ સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ભુજ – કચ્છ દ્વારા જાહેર જનતાને અનુરોધ કરાયો છે....