Tuesday, February 17News That Matters

ભાવનગરમાં તા. ૨ અને ૩ એપ્રિલના રોજ સિનિયર સીટીઝન બહેનો માટે રાજ્યકક્ષા યોગાસન સ્પર્ધા યોજાશે

હિન્દ ટીવી – ગુજરાતી, ભાવનગર

ભાવનગરમાં સિનિયર સીટીઝન બહેનો માટે રાજ્યકક્ષાની યોગાસન સ્પર્ધા તા. ૨ અને ૩ એપ્રિલ ૨૦૨૩ ના રોજ યોજાશે. જેમાં ચાલુ વર્ષ ૨૦૨૩/૨૪ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ, જી-૨૦ અને વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ૬૦ વર્ષ થી ઉપરના સિનિયર સીટીઝન (બહેનો) ની યોગાસન ની રાજ્યકક્ષાની સ્પર્ધાનું આયોજન તા. ૦૨/૦૪/૨૦૨૩ થી તા. ૦૩/૦૪/૨૦૨૩ સુધી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના નિયંત્રણ હેઠળ ની જિલ્લા રમત વિકાસ અધિકારી ભાવનગરની કચેરી દ્વારા સરદાર પટેલ રમત સંકુલ સિદસર રોડ ભાવનગર ખાતે કરવામાં આવનાર છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *