Tuesday, September 8News That Matters

Gujarat

સ્વાગત સપ્તાહ અંતર્ગત જિલ્લા માહિતી કચેરી, ભાવનગર દ્વારા રાજ્ય સરકારનાં ૧૦૦ દિવસના કામો અંગેની પુસ્તિકાનું વિતરણ કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આજરોજ ભાવનગર માહિતી કચેરી દ્વારા સ્વાગત સપ્તાહ અંતર્ગતરાજ્ય સરકારની ૧૦૦ દિવસની કામગીરી અંગેની માહિતી પુસ્તીકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ માહિતી પુસ્તીકા વિતરણનો મુખ્ય હેતુ છેવાડાનાં લોકો સુધી સરકારની તમામ યોજનાઓના લાભની માહિતી મળી રહે તે માટેનો છે. બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી ભાવનગર...

બાગાયતદારો માટે બાગાયત ખાતાની વિવીધ સહાયની યોજનાઓ મેળવવા અરજી કરી શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર તા.૨૨/૦૪/૨૦૨૩ થી તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી અરજી કરી શકાશે. વર્ષ ૨૦૨૩-૨૪ માટે ભાવનગર જિલ્લાનાં બાગાયતદારો માટે બાગાયત ખાતાની વિવીધ સહાયની યોજનાઓ હેઠળના વિવિધ ઘટક જેવાકે અતિ ઘનિષ્ટ તથા ઘનિષ્ટ પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ ફળપાકો જેવાકે આંબા,લીંબુ,જામફળ,દાડમ,સીતાફળ, વગેરેમાં સહાય, શાકભાજી/ફળ પાકોના હાઇબ્રીડ બિયારણ ખરીદવા સહાય, ફૂલ પાકો (છૂટા,કંદ,દાંડી ફૂલ) તથા ઔષધિય પાકો તથા સુગંધિત પાકોના વાવેતરમાં સહાય, સરગવા પાકના વાવેતર માટે સહાય, ટીસ્યુંકલ્ચર ખારેક,કેળ, અને પપૈયાની ખેતીમાં સહાય, વેલવાળા શાકભાજી પાકો માટે અર્ધપાકા,પાકા અને કાચા મડંપ માટે સહાય, કમલમ ફળ વાવેતર માટે સહાય, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય, બાગાયતી પાકોમાં વોટર સોલ્યબલ ખાતરમાં સહાય, કાપણી પછીના વ્યવસ્થાપન માટે ટુલ્સ, ઇકવીપમેન્ટ, શોટીગ/ગ્રેડીંગના સાધનો, પીએચએમના સાધનો (વજનકાટા, પકેીંગ મટીરીયલ્સ, શોટીંગ/ગ્રેડી...

સ્વાગત કાર્યક્રમમાં સ્થળ પર જ નિવારણ, શૂન્ય આવક અને અપરિણિત હોવાનું પ્રમાણપત્ર મળ્યા : ત્રિલોકસિંહ ચુડાસમા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં સિટી મામલતદાર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં દેસાઈનગરના રહેવાસી ત્રિલોક્ષી ત્રિલોકસિંહ ચુડાસમાના પ્રશ્નનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ તકે ત્રિલોકસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે તેઓ દેસાઈનગરમાં રહે છે અને શૂન્ય આવકનો દાખલો તેમજ અપરિણીત હોવાનું પ્રમાણપત્ર તેઓને આપવામાં આવ્યું હતું. આમ, તેમના પ્રશ્નનું સ્થળ પર જ નિરાકરણ અધિક નિવાસી કલેકટર બી. જે. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ થકી તેઓના પ્રશ્નનું ખૂબ જ ઝડપી નિરાકરણ આવતા તેઓએ સ્વાગત કાર્યક્રમ તેમજ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો ગુજરાત બ્યુરો ચીફ : ડો હકીમ ઝવેરી...

ભાવનગર સિટી વિસ્તારના ૧૪ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર સિટી મામલતદાર કચેરી ખાતે અધિક નિવાસી કલેકટર બી. જે. પટેલના અધ્યક્ષપદે તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ” કાર્યક્રમ યોજાયો. સિટી સ્વાગત કાર્યક્રમમાં તાલુકા કક્ષાના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો. ભાવનગર સિટી વિસ્તારના ૧૪ પ્રશ્નો સ્વાગત કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં અધિક નિવાસી કલેકટર દ્વારા રજૂ થયેલા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. દરેક અરજદાર સાથે વાત કરીને તેઓના પ્રશ્નો સાંભળવામાં આવી હતા તેમજ તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીનો ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ... જેને ‘સ્વાગત’ (State Wide Attention On Grievances By Application Of Technology)ઓનલાઇન કાર્યક્રમ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કાર્યક્રમમાં રાજ્યના નાગરિકોને સીધી રીતે અસર કરતાં પ્રશ્નોનો ઓનલાઇન ટેક્નોલોજીના માધ્યમથી મુખ્યમંત...

આર.ટી.ઓ. કચેરીમાં અનઅધિકૃત ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પડાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર શહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ) માં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવતી હોવાથી આર.ટી.ઓ કચેરીમાં રોજ મોટા પ્રમાણમાં નાગરીકો પોતાના કામ માટે આવતા હોય છે. તાજેતરમાં આર.ટી.ઓ કચેરીમાં કેટલાક ઈસમો દ્વારા નાગરીકોને ભોળવીને લલચાવીને ગેરમાર્ગે દોરીને અનઅધિકૃત કામ કરાવી આપવાનું બહાનું કરીને નાગરીકોના નાણા પડાવતા અને છેતરતા હોવા અંગેની ફરીયાદો મળેલ છે. તેથી ભાવનગર શહેરમાં આવેલ આર.ટી.ઓ. કચેરીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરીકોના હીત માટે થઈને નાગરીકોને ભોળવીને લલચાવીને કામ કરાવી આપવાનું બહાનું કરીને ગેરમાર્ગે દોરી લોકોને છેતરવાનું કૃત્ય કરતા અનઅધિકૃત ઈસમોના આર.ટી.ઓ કચેરીમાં પ્રવેશતા અટકાવવા માટે જાહેરનામુ બહાર પાડવા પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રી, ભાવનગર દ્વારા દરખાસ્ત રજુ થયેલ છે. જે વિગતેનું જાહેરનામું બહાર પાડ...

ભાવનગરમાં ૨૫ એપ્રિલના રોજ વિશ્વ મેલેરીયા દિવસની ઉજવણી કરવામાં આવશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર દર વર્ષ ૨૫ એપ્રિલને વિશ્વ મેલેરીયા દિલ તરીકે ઉજવવાનું વિશ્વ આરોગ્ય સંસ્થા ધ્વારા નક્કી કરવામાં આવેલ છે. મેલેરિયા મુકત ગુજરાત અભિયાન અંતર્ગત મેલેરીયા નાબુદી માટે લોકોમાં જનજાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે. મેલેરિયાએ માદા મચ્છરથી ફેલાતો રોગ છે. આથી જો મચ્છર ઉત્પતિ અટકાવવામાં લોકોનો સાથ સહકાર મળે તો જ ઝડપી મેલેરીયા મુકત ગુજરાત થઇ શકે છે. એનોફીલીસ મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મુકતા હોવાથી ઘરની અંદર તથા આજુબાજુ પાણીનો ભરાવો ન થાય, ફુલદાની, કુલર, સીમેન્ટના ટાંકા-ટાંકીઓ વગેરેનું પાણી દર અઠવાડીયે ખાલી કરી ઘસીને સાફ કરી તડકે સુકવીને નવું પાણી ભરવું. તમામ પાણીના સ્ત્રોતો હવાચુસ્ત ઢાંકણથી બંધ રાખવા જોઈએ કાયમી પાણી ભરાઇ રહેતા સ્થળોએ પોરાનાશક માછલી (ગપ્પી/ગામ્બુશીયા ફીશ) મૂકવી જોઈએ. તુટેલા માટલાઓ ખાલી બોટલો/શીશીઓ, ડબલા, જુના ટાયરો, નાળીયેરના કાચલીઓનો નાશ કરવો કારણકે પાણી ...

ગીર સોમનાથ જિલ્લામાં દ્વિ-ચક્રિય ,ફોરવ્હિલ અને ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સીરીઝમાં બાકી રહેલ ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, ગીરસોમનાથ દ્વારા દ્વિ-ચક્રિય વાહનોની ચાલુ સીરીઝ GJ32M,N,P,Q,R,AB,AC તથા ફોરવ્હિલ વાહનની ચાલુ સીરીઝ GJ32K,AA ટ્રાન્સપોર્ટ વાહનની ચાલુ સીરીઝ GJ32V સીરીઝની દ્રિ-ચક્રિય અને ફોર વ્હિલ વાહનોના બાકી રહેલ ગોલ્ડન તથા સિલ્વર નંબરો માટેની હરાજી તા.01/05/2023 ના રોજ ખોલવામા આવશે. ઇચ્છુક વાહન માલીકોએ વેબ પોર્ટલ http://parivahan.gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે. જેમા હરાજીની તા.25-04-૨૦૨૩ ૪:૦૦P.M થી તા.27-04-૨૦૨૩ ૩:૫૯ P.M.સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લિકેશન કરવાની રહેશે.તેમજ તા.27-04-૨૦૨૩ ૪:૦૦P.M થીતા.29-04-૨૦૨૩ ૪:૦૦P.M નારોજ AUCTION નું બિડિંગ ઓપન થશે.અને તા.01-04-૨૦૨૩ના રોજ ખોલવામા આવશે.       નોધનીય છેકે જે વાહન માલીક દ્રારા CAN ફોર્મ ભરેલ હશે.તેવા જ વાહન માલી...

સૌરાષ્ટ્ર-ગુજરાત અને તમિલનાડુની સંસ્કૃતિને ઉજાગર કરે છે હસ્તકળા પ્રદર્શની

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ   સૌરાષ્ટ્ર-ગુજરાત અને તમિલનાડુની સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતી હસ્તકલા પ્રદર્શનીની કેન્દ્રીય સંસદીય બાબતો અને સંસ્કૃતિમંત્રી અર્જુનરામ મેઘવાલ અને પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ મુલાકાત લીધી હતી. તેઓએ ગુજરાત-તમિલનાડુના ૬૫ જેટલા હસ્તકલાના કારીગરોના કસબના વૈભવરૂપ એવા કલાત્મક સર્જનો અને ચીજવસ્તુઓને રસપૂર્વક નિહાળી નિરીક્ષણ કર્યું હતું.     સમુદ્ર દર્શન પથ નજીક આયોજિત આ હસ્તકળા પ્રદર્શનીની મુલાકાત દરમિયાન મંત્રીઓએ વિવિઘ કલાત્મક વસ્તુઓ અંગે વિગતવાર માહિતી મેળવી હસ્તકળાના કારીગરો સાથે સંવાદ કરવાની સાથે તેમનો ઉત્સાહ વધાર્યો હતો. મેઘવાલે  વણાટના હાથસાળ મશીન પર બેસી પરંપરાગત રીતે થતા વણાટ કામની બારિકાઈઓ સમજી હતી. ઉપરાંત તેમણે નમો એપના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાથે તસવીર પણ મેળવી હતી. અંતમાં 5-ડી ટેકનોલોજી સાથેના વીઆર હેડસેટના માધ્યમથી ગુજર...

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી ધ્વજારોપણ કર્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ         સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. ગૃહરાજ્ય મંત્રીએ આજે સવારે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. તેમણે રેન્જ આઈ. જી. મયંકસિંહ ચાવડા તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાથે વિધિવત રીતે ધજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશિષ મેળવ્યા હતા. મહાપુજા બાદ ગૃહ રાજ્યમંત્રીએ ધજા સાથે મંદિર પ્રદક્ષિણા કરી સ્કૂલ પોલીસ કેડેટના બાળકો સાથે ધજા ચડાવી હતી અને શિખર પર ધજાના દર્શન કર્યા હતા. તેમની સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજા, નગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડી, અગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પિઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  ...

ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે વેરાવળ ખાતે એસ.ટી વર્કશોપનું ખાતમુહૂર્ત તેમજ કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત યોજાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ       ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા નવનિર્મિત થનાર વેરાવળ એસટી ડેપો વર્કશોપનું ખાતમુહૂર્ત તેમજ કોડીનાર ડેપો વર્કશોપનું ઈ-ખાતમુહૂર્ત આજે ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે, ગૃહરાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજે વેરાવળ અને કોડીનાર ડેપોમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. જેથી ગીર સોમનાથ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોના ગામડાઓમાં પરિવહનની સુવિધા માટેનું માળખું બહેતર બનશે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રચાયેલી નવી સરકારે માત્ર ૧૫૦ દિવસમાં રાજ્યમાં ૬૦૦ નવી બસો ફાળવી છે અને આ અઠવાડિયામાં બીજી નવી ૧૨૫ બસો ફાળવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેથી છેવાડાના ગામડાઓને વધુમાં વધુ સારી બસોની સુવિધા સાથે જોડી શકાય. સરકારશ્રીની આ દિર્ઘદ્રષ્ટિથી વિદ્યાર...