Monday, February 16News That Matters

ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન-પૂજન કરી ધ્વજારોપણ કર્યું

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ 

       સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગીર-સોમનાથ જિલ્લાની મુલાકાતે છે. ગૃહરાજ્ય મંત્રીએ આજે સવારે સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો. તેમણે રેન્જ આઈ. જી. મયંકસિંહ ચાવડા તેમજ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા સાથે વિધિવત રીતે ધજા પૂજા કરી સોમનાથ મહાદેવના આશિષ મેળવ્યા હતા. મહાપુજા બાદ ગૃહ રાજ્યમંત્રીએ ધજા સાથે મંદિર પ્રદક્ષિણા કરી સ્કૂલ પોલીસ કેડેટના બાળકો સાથે ધજા ચડાવી હતી અને શિખર પર ધજાના દર્શન કર્યા હતા. તેમની સાથે સાંસદ રાજેશભાઈ ચુડાસમાજિલ્લા પંચાયત પ્રમુખ રામીબેન વાજાનગરપાલિકા પ્રમુખ પિયુષભાઈ ફોફંડીઅગ્રણી ઝવેરીભાઈ ઠકરાર, મહેન્દ્રભાઈ પિઠીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *