Tuesday, September 8News That Matters

Gujarat

રાષ્ટ્ર તમિલ સંગમમ – ઉત્સવ સમન્વયનો, ઉત્સવ પરંપરાનો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ દરમિયાન સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાયેલો સાંસ્કૃતિક કાર્યક્રમ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ તથા તંજાવુર સ્ટેટ મહારાજા બાબાજી રાજા ભોંસલેએ નિહાળ્યો હતો. સૌરાષ્ટ્ર અને તમિલના લોકનુત્યો, લોકગીત, લોકસંગીત અને પરંપરાગત પહેરવેશ સાથે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમો થકી સ્ટેજ પર જાણે સૌરાષ્ટ્ર અને તમિલ એમ બન્ને સાંસ્કૃતિઓનું મિલન થયું હતું. જેના મંત્રી અને તંજાવુર મહારાજા સાક્ષી બન્યા હતા. તમિલ પરિવારોએ રસપૂર્વક આ સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળ્યો હતો અને સંગીતના તાલે ઝૂમ્યા હતા....

સોમનાથ મહાદેવના રૂદ્રાક્ષ શૃંગારના દર્શન કરી તમિલ બાંધવો અને ભગિનીઓ એ સંધ્યા આરતીના દર્શન કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ પ્રભાસ પાટણની પાવન ધરા પર પધારેલા સૌરાષ્ટ્રીયન તમિલ પરિવારો પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના ચરણે શીશ નમાવી ભાવવિભોર બન્યા હતા. તમિલ બાંધવો અને ભગિનીઓએ મહાદેવની સંધ્યા આરતીમાં ભગવાન શ્રી સોમનાથ મહાદેવનાં રુદ્રાક્ષ શૃંગારના દર્શન કર્યાં હતાં. ત્યારબાદમંદિરના પટાંગણમાં સોમનાથ જ્યોતિર્લિંગનો ઇતિહાસ  દર્શાવતો ભવ્યાતિભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શૉ નિહાળી તમિલ બાંધવો મંત્રમુગ્ધ થયાં હતાં. આ લાઈટ એન્ડ સાઉન્ડ શૉ સોમનાથ મંદિરની સ્થાપના, વિદેશી આક્રમણો બાદ મંદિરના નવ નિર્માણના ઈતિહાસ આધારિત તૈયાર કરવામાં આવ્યો છે. લાઈટ એન્ડ સાઉન્ડ શૉ પહેલાં મંદિરના તેમજ સોમનાથ ટ્રસ્ટના પ્રવાસનલક્ષી વિકાસકાર્યોની માહિતી આપતી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી. ...

ભારતના સાંસ્કૃતિક વૈવિધ્યનો ઉત્સવ છે ‘સૌરાષ્ટ્ર-તમિલ સંગમ’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભારત એક એવો દેશ છે, જ્યાં આપણા પૂર્વજોએ હજારો વર્ષોથી ‘संगच्छध्वं संवदध्वं सं वो मनांसि जानताम्’ એટલે કે ‘આપણે સહુ એકસાથે ચાલીએ; એકસાથે બોલીએ; આપણા મન એક હોય’, જેવા આદર્શ વિચારો સાથે આપણા સાંસ્કૃતિક વારસાનો પાયો નાખ્યો છે. આપણો દેશ વૈવિધ્યસભર, બહુભાષીય અને બહુવિધ સાંસ્કૃતિક રાષ્ટ્ર હોવા છતાંપણ સંયુક્ત પરંપરાઓ, મિશ્ર સંસ્કૃતિઓ તેમજ સમાન નૈતિક મૂલ્યોના પ્રાચીન બંધનોથી સુસજ્જ છે. ભારતના સાંસ્કૃતિક મૂલ્યોમાં અસીમ આસ્થા ધરાવતા અને જનતા પ્રત્યે હંમેશાં પ્રતિબદ્ધ અને કર્તવ્યનિષ્ઠ એવા આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ભારતીય સમાજની આ જ વિશેષતાને વધુ ગાઢ બનાવવા માટે ‘એક ભારત-શ્રેષ્ઠ ભારત’ ના મંત્ર સાથે દેશના દરેક રાજ્યના સાંસ્કૃતિક વારસાને સન્માન આપવાનું ભગીરથ કાર્ય કરવાનો દ્રઢ નિર્ધાર કર્યો છે. વડાપ્રધાનના આ વિચારને નક્કર સ્વરૂપ આપતા ગુજરાત સરકારે તાજેતરમાં ભગવ...

શ્રી જુનાપીપળીયા તા.શાળામાં વિશ્વ મેલેરિયા દિવસ ની ઉજવણી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જસદણ વિશ્વ મેલેરિયા દિવસ નિમિતે બાળકોએ આ રોગને ફેલાતો અટકાવવાના ઉપાયો, તેનાં લક્ષણો, તેનાથી બચવાના ઉપાયો વગેરે વિશે પોતાના વિચારો રજુ કર્યા અને મેલેરિયાને લગતા પૉસ્ટરોનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-કાનપરથી પધારેલ ખાતરા, અંકિતભાઈ, નરેશભાઈ દ્વારા મેલેરિયા વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી. રજુઆત કરનાર બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં....

વલ્લભીપુરમાં અરજદારોને રૂબરૂ સાંભળી તેમના પ્રશ્નોના સકારાત્મક ઉકેલ લાવતા કલેકટર આર.કે. મહેતા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં સ્વાગત કાર્યક્રમની શરૂઆત કરી હતી. હાલ આ કાર્યક્રમના સફળ 20 વર્ષની રાજ્યવ્યાપી ઉજવણી થઇ રહી છે. જે અંતર્ગત આજે ભાવનગરના જિલ્લા કલેકટર આર.કે. મહેતાના સહિતના જિલ્લા વહીવટી તંત્રના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં વલ્લભીપુર તાલુકાનો 'સ્વાગત કાર્યક્રમ' યોજાયો હતો. આ કાર્યક્રમમાં રસ્તા, પાણી અને બસ સ્ટોપ જેવા પ્રશ્નો સાંભળી તેના ઉકેલ માટે સૂચના અપાઇ જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને વલ્લભીપુર તાલુકાના યોજાયેલ 'સ્વાગત કાર્યક્રમ'માં કુલ 67 જેટલી અરજીઓ મળી હતી. જે સંદર્ભે કલેક્ટરએ અરજદારોને રૂબરૂ સાંભળી ત્વરિત ઉકેલ લાવવા સંબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું અને મોટાભાગની અરજીનો સ્થળ પર જ તાત્કાલિક સકારાત્મક રીતે ઉકેલ લાવવામાં આવ્યો હતો. ઉપરાંત આ કાર્યક્રમમાં વલ્લભીપુર ના મામલતદાર બી.એન. ...

સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે તમિલ યાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કરતા ધારાસભ્ય પી.કે.પરમાર

Gujarat
સુરેન્દ્રનગર             સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે તમિલ બાંધવો- ભગીનીઓનું ભવ્ય સ્વાગત તમિલનાડુમાં સ્થાયી થયેલા મૂળ સૌરાષ્ટ્રના તમિલ ભાઈબહેનોનું પોતાની માતૃભૂમિ સાથે પૂનર્મિલન કરાવવાના હેતુથી અને ગુજરાત-તામિલનાડુ વચ્ચેના સદીઓ જૂના સંબંધોની ભવ્ય ઉજવણી કરવાના હેતુથી યોજાઇ રહેલા 'સૌરાષ્ટ્ર તમિલ સંગમ' માટે તામિલનાડુથી નીકળેલી ટ્રેન રાત્રે ૯:૨૫ કલાકે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર આવી પહોંચતા ધારાસભ્ય પી.કે પરમાર તેમજ અગ્રણી હિતેન્દ્રસિંહ ચૌહાણ દ્વારા યાત્રિકોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ માટે ખાસ મદુરાઈથી સ્પેશિયલ ટ્રેનમાં સૌરાષ્ટ્રીયન તમિલ લોકો સાંજે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા ટ્રેનના સુરેન્દ્રનગર સ્ટોપેજ દરમિયાન રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત નાગરિકોએ પણ તમિલ બાંધવો- ભગીનીઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. 'વંદે માતરમ' અને 'ભાર...

પ્રિ-મોન્સુનની કામગીરી અંગે અધિકારીઓની બેઠક યોજતા મ્યુનિ. કમિશનર આનંદ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ            વર્ષાઋતુ – ૨૦૨૩ અનુસંધાને આપત્તિ સામેની બચાવ અને રાહત કામગીરીની વ્યવસ્થાના કામે તેમજ કોઇ જાનહાની ન થાય તેને લક્ષમા રાખી મ્યુનિ. કમિશનર આનંદ પટેલેએ નાયબ મ્યુનિ. કમિશનર સહિતના અધિકારી સાથે આજે તા. ૨૪-૦૪-૨૦૨૩નાં રોજ મીટિંગ યોજી હતી. જેમાં શહેરમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરવાના પ્રશ્નો, તેના કારણો અને ઉકેલો સહિતના મુદ્દાઓ પર અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કમિશનરએ ચોમાસામાં શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નને ધ્યાનમાં લઈને તંત્રની કામગીરીમાં કચાશ નાં રહે તેના પર ખાસ ભાર મુક્યો હતો. મ્યુનિ. કમિશનર આનંદ પટેલે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા અનુસંધાને ડેપ્યુટી કમિશનરશ્રીઓ  નિલ ધામેલિયા, ચેતન નંદાણીને જે જે વિસ્તારોમાંથી પાણી ભરાવાની ફરિયાદો આવતી રહે છે ત્યાં સ્થળ મુલાકાત કરી ફીડબેક મેળવવા અને તેમાં એન્જિનિયરિંગ દ્રષ્ટિકોણ સાથે કેવાકેવા પ્રકારના શોર્ટ ટર્મ અને લોંગ ...

ભરૂચ જિલ્લાના રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે વિધાનસભા મતવિસ્તારના વિવિધ બુથની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભરૂચ            ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ- ૨૦૨૩ જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મુખ્ય નિર્વાચન અધિકારી- ગુજરાત રાજ્ય દ્વારા ભરૂચ જિલ્લાના ઈલેક્ટોરલ રોલ ઓબ્ઝર્વર તરીકે ઉદિત અગ્રવાલની નિયુક્ત કરવામાં આવ્યા છે. રોલ ઓબ્ઝર્વરએ મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના મતદાર વિસ્તારમાં ઝૂંબેશના ભાગરૂપે બીએલઓ(બુથ લેવલ ઓફિસર) દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. જેના નિરિક્ષણ માટે રોલ ઓબ્ઝર્વર ઉદિત અગ્રવાલે જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ જિલ્લાના મતવિસ્તારમાં આવતા વિવિધ બુથ ઉપર જઈને ચૂંટણીલક્ષી કરવામાં આવતી કામગીરીનું નિરિક્ષણ કર્યું હતું તથા હાજર સ્ટાફને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં ૧૮ વર્ષની વય મર્યાદા વટાવી ચૂકેલા યુવક-યુવતીઓની સત્વરે નવી મતદાર યાદીમાં ...

ઝૂ ખાતેના પ્રાણી-પક્ષીઓને ઉનાળાની ઋતુમાં ગરમીથી રક્ષણ આપવા માટે વિશેષ વ્યવસ્થા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ            રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા રાજકોટ ઝૂ હાલ સૌરાષ્ટ્રનાં પ્રવાસીઓ માટે ફરવા માટેનું ખુબજ ઉત્તમ સ્થળ બની ગયેલ છે. જાહેર રજા તથા તહેવારોના દિવસો દરમિયાન ઝૂ ખાતે મોટી સંખ્યામાં મુલાકાતીઓ પાર્કની મુલાકાતે પધારતા હોય છે. દર વર્ષે અંદાજિત ૭.૨૫ લાખ મુલાકાતીઓ ઝૂની મુલાકાતે પધારતા હોય છે. હાલ રાજકોટ પ્રાણીઉદ્યાન ખાતે જુદી જુદી ૬૮ પ્રજાતિઓનાં કુલ ૫૪૫ વન્યપ્રાણી-પક્ષીઓ પ્રદર્શિત કરવામાં આવે છે. આ તમામ પ્રાણી-પક્ષીઓને જુદી જુદી ઋતુઓમાં વાતાવરણની કોઇ આડઅસર ન થાય અને તમામની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે દર વર્ષે ઋતુ અનુંસાર ખાસ તકેદારી રાખવામાં આવે છે. હાલ ઉનાળાની ઋતુ ચાલતી હોય, સખત તાપ અને ગરમીના કારણે વન્યપ્રાણી-પક્ષીઓમાં વાતાવરણની કોઇ પ્રતીકૂળ અસર ન થાય અને ગરમીથી રક્ષણ મ...

અખાત્રીજના પાવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ  અખાત્રીજના પવન અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જગન્નાથ મંદિર ખાતે રથપૂજનમાં સહભાગી બન્યા હતા. તેમણે રથપૂજન કરીને ચંદનયાત્રા સાથે વિધિવત રીતે રથયાત્રા ઉજવણીની તૈયારીઓ શરૂ કરાવડાવી હતી. આ પ્રસંગે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના રથોનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યા બાદ ત્રણેય રથની આરતી ઉતારવામાં આવી હતી. આ સાથે આગામી જૂન માસમાં યોજાનાર ભગવાન જગન્નાથજીની 146મી રથાયાત્રાની ઉજવણીની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી હતી. આ રથ પૂજન પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નવા રથોમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળવાના છે. નગરજનોની આસ્થા, શ્રદ્ધા અને સંસ્કૃતિ અકબંધ રહે એ રીતે અદ્ભુત કલાકૃતિ સમાન નવા રથોની ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. આજે વિધિવત રીતે રથોની પૂજા કર્યા બાદ રથયાત્રાની તૈયારીઓન...