જિલ્લા કલેક્ટર આર.કે. મહેતાની અધ્યક્ષતામાં મહુવા તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના વરિષ્ઠ અધિકારીઓ અને અરજદારોની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેક્ટર આર. કે. મહેતાની અધ્યક્ષતામાં મહુવા ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં કુલ ૧૪૩ જેટલાં પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. ભાવનગર જિલ્લામાં હાલ “સ્વાગત સપ્તાહ”ની ઉજવણી થઈ રહી છે. ગ્રામ્ય સ્તરથી જિલ્લાકક્ષા સુઘીના સ્વાગત કાર્યક્રમ અંતર્ગત જનતાના પ્રશ્નોનાં નિવારણ માટે જિલ્લા વહિવટીતંત્ર પ્રતિબઘ્ઘ છે. મહુવા તાલુકામાં લોકોની સમસ્યાઓ જેવી કે, પાણી, રસ્તા, સરકારની સહાય યોજનાઓ, માળખાકીય સુવિધાઓ જેવા પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું.
રાજ્ય સરકારના સંવેદનશીલ અભિગમ અન્વયે નાગરિકો “સ્વાગત કાર્યક્રમ” નો મહત્તમ ભાગ લઈ શકે અને સરકારના લોકાભિમુખ વહીવટથી અવગત થાય અનુભવ કરે તેવા ઉમદા આશય સાથે સ્વાગત સપ્તાહની ઉજવણી અંતર્ગત તા...
