Tuesday, September 8News That Matters

Gujarat

દર વર્ષ ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા – આરોગ્ય શાખા દ્વારા ૧૬ મે, ‘’રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ’’ અંતર્ગત જનજાગૃતિ અંગે કાર્યક્રમ વર્ષ ર૦ર૩ ની થીમ ‘’Harness partnership to defeat Dengue : ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ ૨૧૮ સ્થળોએ પોસ્ટર લગાડવામાં આવ્યા તથા ૩૦૧૮ પત્રિકા વિતરણ ૩૪ મુખ્ય સ્થળો સહિત ૨૧ સોસાયટીમાં ૫૪૭ ઘરોમાં પોરાભક્ષક માછલી મુકવાની કામગીરી કરવામાં આવેલ છે. દર વર્ષ ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના આરોગ્ય અને ૫રિવાર કલ્યાણ મંત્રાલય ઘ્વારા ડેન્ગ્યુ રોગ વિશે જાગૃતિ ફેલાવવા તથા તેના નિયંત્રણ ૫ગલાને સઘન બનાવવા માટે ૧૬ મે ને રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષની થીમ છે ‘’ Harness partnership to defeat Dengue : ડેન્ગ્યુ અટકાવવા સહભાગી બનીએ”  એટલે કે ડેન્ગ્યુ રોગ નિયંત્રણ માટે તમામ કક્ષાએથી જન...

ઉનાળામાં ઉંચા તાપમાન વખતે શું કાળજી રાખવી ?

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ  ગરમીને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરોથી બચવા માટે શહેરીજનોને માહિતી જાહેર કરતી મનપાની આરોગ્ય શાખા વધુ પડતી ગરમીએ મનુષ્યના આરોગ્યને હાનિકર્તા છે. દર વર્ષે દિવસના તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં ન આવે તો તે જીવલેણ પણ સાબીત થઈ શકે છે. લુ લાગવા (સન સ્ટ્રોક)નાં કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ જ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે, જે બાબત વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરીત અસરો કરે છે. આ અસરોમાં, ü   શરીર અને હાથ પગમાં અસહ્ય દુઃખાવો. ü   ખુબ તરસ લાગવી. ü   ગભરામણ થવી. ü   ચક્કર આવવા. ü   શ્વાસ ચઢવો. ü   હૃદયના ધબકારા વધી જવા. શહેરી વિસ્તારોમાં લેબર વર્ક કરતા તથા તડકામાં કામ કરતા વ્યક્તિઓમાં ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય ...

“અમૃત આવાસોત્સવ” કાર્યક્રમ હેઠળ તાપી જિલ્લાના કુલ-11891 આવાસોનું ખાતમુહુર્ત તથા 147 આવાસોનું લોકાર્પણ થશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, તાપી            આગામી તા.૧૨-૦૫-૨૦૨૩ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ સમગ્ર રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસો અને અન્ય વિભાગો દ્વારા બનાવવામાં આવેલ આવાસોના ઇ-લોકાર્પણ, ખાતમુહુર્તનો કાર્યક્રમ મહાત્મા મંદીર, ગાંધીનગર ખાતે યોજાનાર છે. જે અંતર્ગત સાત જિલ્લાના લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી ટુ વે કનેક્ટીવીટીથી જોડાઇ લાભાર્થી સાથે સંવાદ કરનાર છે. આ સાત જિલ્લાઓ પૈકી એક તાપી જિલ્લા વાલોડ તાલુકાના દેગામા ગામના પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) યોજનાના લાભાર્થી દંપતિ અંજુબેન આહીર અને જયેશભાઇ આહીર આ સંવાદમાં જોડાનાર છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેગામા ગામના રહેવાસી અંજુબેન આહિરે પોતાના નવા મકાનની બાજુમાં જુના મકાનને દર્શાવતા જણાવ્યું હતું કે, “આ અમારું જુનું મકાન છે અમે અહી લગભગ ૨૦ વર્ષ સુધી રહ્યા છે. કાચું મકાન હોવાના કારણે વરસાદના સમયમાં પતરામાંથી પાણી ગળતું, વાવાઝોડુ...

કોડીનાર તાલુકા ખાતે આશાવર્કર્સ મિટિંગનું થયું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો અરૂણ રોય અને ડો બરૂઆના માર્ગદર્શન હેઠળ કોડીનાર તાલુકા ખાતે કોડીનારની આશાવર્કર્સ બહેનોની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડૉ.દીપક પરમાર દ્વારા ટીબી, રક્તપિત, એચઆઈવી, આભા કાર્ડ તેમજ એસબીસીસી વિશે  માહિતગાર કરવામાં આવ્યા હતાં. આ મિટિંગમાં તાલુકા આરોગ્ય ઓફિસર ડોક્ટર પઢિયાર તેમજ ડો. કામળિયા અને DSBCC ટી. આઇ.શેખ, તાલુકા સુપરવાઇઝર બારડભાઈ, STS અજીતભાઈ ચાવડા, STLS જોષીભાઈ, PHC સુપરવાઇઝર રમેશ ભાઇ, MPHW તેજસ ભાઈ વગેરે આરોગ્યનો સ્ટાફ હાજર રહ્યો હતો....

ગીર સોમનાથમાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારી રાખવા અનુરોધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તારીખ ૧.૦૫.૨૦૨૩ થી તા.૫.૦૫.૨૦૨૩ દરમિયાન કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. જે અનુસાર તારીખ ૧.૦૫.૨૦૨૩ થી તા.૫.૦૫.૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે.        જિલ્લાનાં ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું તેમજ  જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો,એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ છે.         એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષ...

મહીસાગર જિલ્લાના જાહેર સ્થળો અને જિલ્‍લા/તાલુકા સેવા સદન કે કોઇપણ સરકારી કચેરીઓની બહાર કે સદનના પરિસરના ૨૦૦ મીટરની ત્રિજયામાં ધરણા, પ્રતિક ધરણા જેવા કૃત્‍યો કરવા પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહીસાગર             મહીસાગર જિલ્‍લામાં જાહેર સ્‍થળોએ વગર પરવાનગીએ ધરણા, રેલી, સરઘસ, દેખાવો જેવા કાર્યક્રમોમાં ચાર કે તેથી વધુ માણસો એકઠાં ન થાય, સુલેહ શાંતિનો ભંગ ન થાય, જિલ્‍લા/તાલુકા સેવા સદને પોતાના કામ અર્થે આવતાં નાગરિકોને કોઇ અગવડતા ન પડે તથા કાયદો અને વ્યવસ્‍થાની પરિસ્‍થિતિ જળવાઇ રહે તે માટે મહીસાગરના અધિક જિલ્‍લા મેજિસ્‍ટ્રેટ સી વી લટાએ જિલ્‍લા સેવા સદન, મહીસાગર તથા જિલ્‍લાના લુણાવાડા, ખાનપુર, બાલાસિનોર, વિરપુર, સંતરામપુર તથા કડાણા તાલુકા સેવા સદન તેમજ અન્ય તમામ સરકારી કચેરીઓની બહાર કે સદર જિલ્લા/તાલુકા સેવા સદનના પરિસરથી ૨૦૦ મીટરની ત્રિજયામાં અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે કોઇપણ વ્‍યકિતએ/વ્‍યકિતઓને એકી સાથે કોઇપણ જગ્‍યાએ ચાર કે તેથી વધુ માણસો ભેગા થવા કે કોઇ મંડળી બનાવી ધરણા, પ્...

ભાવનગરના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે 3 મે ના રોજ “સાયબર સિક્યોરિટી અવેરનેસ” પ્રોગ્રામ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના નારીગામ પાસે રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર ખાતે 3 મેના રોજ રિજિયોનલ સાયન્સ સેન્ટર (આર.એસ.સી) ભાવનગર તથા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેસન ભાવનગર ના સયુંક્ત ઉપક્રમે 'સાયબર સિક્યોરિટી અવેરનેસ' પ્રોગ્રામ નુ આયોજન કરવામાં આવશે. સાયબર સુરક્ષા જાગરૂકતા એ કર્મચારીઓને સાયબર સ્પેસમાં છુપાયેલા જોખમો વિશે શિક્ષિત અને પ્રશિક્ષિત કરવાની એક પ્રક્રિયા છે, આવી ધમકીઓને કેવી રીતે અટકાવવી અને સુરક્ષા ઘટનાના કિસ્સામાં તેઓએ શું કરવું જોઈએ તે તેમનામાં કંપની અને તેની સંપત્તિઓને સુરક્ષિત અને સુરક્ષિત રાખવા માટે સક્રિય જવાબદારીની ભાવના કેળવવામાં પણ મદદ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, સાયબર સુરક્ષા જાગૃતિ એ જાણવું છે કે સાયબર સિક્યોરિટી શું છે અને સંભવિત જોખમોને ટાળવા માટે જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. સાયબર સુરક્ષા જાગૃતિમાં તાજેતરના સુરક્ષા જોખમો, સાયબર સુરક્ષા શ...

તાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ તા.૨૪/૦૫/૨૦૨૩ નાં રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર તાલુકા કક્ષાનો મે-૨૦૨૩ નો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૪/૦૫/૨૦૨૩ નાં રોજ સંબંધિત મામલતદાર કચેરી ખાતે યોજાનાર છે. જેમા જિલ્લા કલેક્ટર વલ્લભીપુર ખાતે, જિલ્લા વિકાસ અધિકારી તળાજા તાલુકા ખાતે તેમજ પોલીસ અધિક્ષક ભાવનગર ગ્રામ્ય તાલુકાનાં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે તેમજ અન્ય તાલુકા સ્વાગત કાર્યક્રમનું વર્ગ-૧ નાં અધિકારીઓ સંચાલન કરશે અને લોકોનાં પ્રશ્નો રૂબરૂ સાંભળી નિરાકરણ લાવશે. આ તાલુકા કક્ષાનાં સ્વાગત કાર્યક્રમમાં સર્વિસ મેટર, નીતિવિષયક, કોર્ટ મેટર તથા સામૂહિક પ્રશ્નો સિવાયનાં પડતર પ્રશ્નો/રજુઆત અંગેની અરજીઓ સંબંધિત તાલુકા મામલતદાર કચેરીએ તથા ગ્રામ્ય કક્ષાએ સંબંધિત તલાટી કમ મંત્રીને રજુ કરવા અધિક કલેક્ટર ભાવનગરની યાદીમાં જણાવવામાં આવેલ છે....

ભાવનગરમાં દિવ્યાંગ જોબફેરનું આયોજન કરવામાં આવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર તથા રાષ્ટ્રીય અંધજન મંડળ, ભાવનગર જિલ્લા શાખાનાં સંયુક્ત ઉપક્રમે કે.કે.અંધજન શાળા, વિદ્યાનગર, ભાવનગર ખાતે ખાસ દિવ્યાંગ જોબફેર યોજાઈ ગયો. કુલ-૧૬૪ દિવ્યાંગ રોજગારવાંચ્છુ ઉમેદવારોને ભરતીમેળામાં ભાગ લેવા પત્ર તેમજ ટેલિફોનિક જાણ કરવામાં આવેલ હતી. જેમાંથી નોકરીદાતાની કુલ-૫૧ જગ્યા સામે કુલ-૨૭ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. ભાવનગર જિલ્લાની નામાંકિત કંપનીઓ-૦૯ તેમજ જિલ્લા બહારની કંપનીઓ-૦૧ મળી કુલ-૧૦ કંપનીઓએ ભાગ લીધો હતો. ઉપસ્થિત નોકરીદાતા દ્વારા મશીન ઓપરેટર, એસેમ્બલી ઓપરેટર, ટેક્નીશીયન, કેમિસ્ટ, ટ્રેઈની, ક્લાર્ક/સુપરવાઈઝર, વેલ્ડર, ફીટર, ટર્નર, ઈલેક્ટ્રીશીયન વગેરે જેવી વિવિધ જગ્યાઓ માટે પસંદગી આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા રોજગાર અધિકારીનાં માર્ગદર્શન હેઠળ જનરલ સેક્રેટરી, કે.કે.અંધજન શાળા, ...

ભાવનગર જીલ્લાના ૦૮ (આઠ) ગોડાઉન કેન્દ્રો ખાતે વે-બ્રીજ કેલીબ્રેશન ભાવો મંગાવવામાં આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર વે-બ્રીજના કેલીબ્રેશન માટેની જાહેર નિવિદા ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લી. ભાવનગર જીલ્લાના તમામ ૦૮ (આઠ) ગોડાઉન કેન્દ્રો ખાતે વે-બ્રીજ કેલીબ્રેશન ૧૨.૫૦ મે.ટન ન્યુનતમ વજનની કેપેસીટીથી કરવાનુ હોય જેથી ફકત તોલમાપ વિભાગ દ્રારા રીપેરીંગનુ લાયસન્સ / સર્ટીફીકેટ ધરાવતી ઇચ્છુક પાર્ટીઓએ બંધ કવરમાં ભાવો તેમજ લાયસન્સની નકલ તા.૧૦/૦૫/૨૩ સુધીમા સરકારી અનાજ ગોડાઉન કમ્પાઉન્ડ, મસ્તરામ મંદીર પાસે, ચિત્રા, ભાવનગરના સરનામે મળી રહે તે રીતે રૂબરૂ / પોસ્ટ / કુરિયરથી મોકલાવવાના રહેશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીની યાદીમાં જણાવાયું છે.  ...