Tuesday, September 8News That Matters

Gujarat

આવાસ યોજનામાં મકાન થકી મળી ખુશીઓની ચાવી : આશાબેન બારડ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. જેની સાબિતી છે ભાવનગરના તરસમિયામાં રહેતા આશાબેન બારડ. મિસ્ત્રી કામ કરીને ગુજરાન ચલાવતા એમના પરિવારને પી.એમ. આવાસ યોજના હેઠળ મકાન બનતા કાયમી આશરો મળ્યો છે. શ્રીમતિ આશાબેન જણાવે છે કે તેઓનું પરિવાર પહેલા ભાડાના મકાનમાં રહેતું હતું અથાગ પ્રયત્નો કર્યા છતાં ઘરનું ઘર ના હોવાથી અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો તેમના પતિ શ્રી મહીશભાઈની ઓછી આવક, નબળી આર્થિક સ્થિતિના કારણે મકાન બની શક્યું ન હતું. તેમના પરિવારના સભ્યોમાં તેમની ૨ દીકરીઓ અને એક દીકરો છે વર્ષોથી ભાડાના ઘરમાં રહેતા હતા, જેથી અવારનવાર મકાન માલિક ઘર ખાલી કરાવે જેથી મુશ્કેલી થતી હતી. શ્રીમતિ આશાબેન જણાવે છે કે આવાસ યોજનાના મકાનની પાસે જ શાળા, શાક માર્કેટ જેવી સુવિધાઓ મળતી હો...

નારી સંરક્ષણ ગૃહની સિદ્ધિમાં ઉમેરાયું વધું એક મોરપીંછ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર લગ્ન જીવનનો સૌથી મોટો અને સૌથી ગંભીર નિર્ણય હોય છે. આ નિર્ણય જો સંપુર્ણપણે લઈ પણ લીધો તો પણ ગરીબ પરિવારોને લગ્નમાં થનાર ખર્ચાની ચિંતા નજર સમક્ષ રહે છે. આપણા સમાજમાં ઘણી આશ્રિત દીકરીઓ પણ છે જેને ક્યાથી સહાય મેળવવી તે એક મોટો પડકાર રૂપ પ્રશ્ન છે. જીવનમાં સાચા ખોટા નિર્ણયો માટે દોરનાર કોઈ નથી. પરંતુ આવી દિકરીઓને પણ વ્હારે તંત્ર આવીને પાલક પિતા બનીને લગ્ન કરાવે છે. નારી સંરક્ષણ ગૃહો કેન્દ્રોમાં આશ્રિત બહેનોને લગ્નની સહાય અર્પણ કરવામાં આવે છે. આવી જ એક આશ્રિત દિકરી ના લગ્ન ભાવનગરમાં તા. ૧૨/૦૫/૨૦૨૩ના રોજ થયેલ છે. નારી સંરક્ષણ કેન્દ્ર, ભાવનગરના આશ્રિત દીકરી નીનાબેન જે ૨૯ વર્ષિય છે તેમના લગ્ન પરમાર આતીષભાઈ શાંતિલાલ જે ભાવનગરમાં ઓપરેટર તરીકેની ફરજ બજાવે છે તેમના સાથે થયેલ છે. દિકરી નીનાબેન નાનપણથી અલગ-અલગ સંસ્થાઓમાં ઉછરેલ હતી અને છેલ્લા ૧૨ વર્ષથી નારી સંરક્ષણ કેન્...

ભાવનગરના આવાસ યોજનાના લાભાર્થી સોનલબેન દુબલ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ભાવનગરના તરસમીયામાં બનેલા 1024 આવાસોના ઇ-લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આવાસ યોજનાના લાભાર્થી સોનલબેન દુબલ સાથે વર્ચ્યુઅલ મધ્યમથી જોડાઈને એમની સાથે સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજરોજ યોજાયેલ EWS આવાસોના લોકાર્પણની સાથે સાથે લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જેમાં ભાવનગર ખાતેથી લાભાર્થી સોનલબેન દુબલ સાથે સંવાદ કરી તેમના ઘર ના ઘર નું સ્વપ્ન સાકાર થવા બદલની તેમની ખુશીમાં સહભાગી થયા હતા. આ તકે ભાવનગરના વતની સોનલબેન દુબલે જણાવ્યું કે, પહેલા તેઓ ભાડાના મકાનમાં રહેતા હતા. તેમાં મકાન માલિક દ્વારા થોડા સમય બાદ મકાન ખાલી કરવા, ગંદકી, ખરાબ રસ્તા જેવી અનેક સમસ્યાઓ ઊભી થતી હતી. આ ઉપરાંત નાનકડા એક રૂમમાં રહેવું પડતું હતું જ્યારે વર્ષ ૨૦૧૭ માં તેઓને સરકારની આવાસ યોજના વિશે માહિતી મળતાં તેઓએ ફોર્મ ભર્યું હત...

તરસમીયા ખાતે ઇ-લોકાર્પણ થયેલ ૧૦૨૪ આવાસો આધુનિક અને સુવિધાસભર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી,ભાવનગર ભાવનગરમાં EWS આવાસોનો લોકાર્પણ સમારોહ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વરદ હસ્તે આંતરિક માળખાકીય વ્યવસ્થાઓ સાથેના સુવિધાસભર આવાસોના ઈ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ આવાસો પૈકી ૮૩૨ EWS-૧ આવાસો તેમજ ૧૯૨ EWS-૨ આવાસોનું ઈ-લોકાર્પણ કરવામાં આવશે જેમાં કમ્પાઉન્ડ વોલ, મેઇન ગેટ, આંતરિક રસ્તાઓ તથા પાર્કિંગની સગવડ વગેરે ઉપલબ્ધ થશે. તરસમીયા ખાતે તૈયાર કરાયેલ આવાસો ગ્રાઉન્ડ ફ્લોર + ૩ માળના મકાનો બનાવવામાં આવેલ છે. આ ઉપરાંત કોમન લાઇટિંગ માટે સૌરઉર્જા સહિતની અનેક સુવિધાઓ સાથેના આવાસોનું લોકાર્પણ કરવામાં આવશે. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી...

વલ્લભીપુર તાલુકાના દરેડ ખાતે અમૃત સરોવરની મુલાકાત લેતા કેબિનેટ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા, મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી અને ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ વલ્લભીપુર તાલુકાના દરેડ ખાતે અમૃત સરોવરની મુલાકાત લીધી હતી. આ વેળાએ ગ્રામજનોએ મંત્રીનું ભાવ ભર્યુ સ્વાગત કર્યું હતું. મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ દરેડ ખાતે નિર્માણ પામેલા અમૃત સરોવરને નિહાળ્યું હતું, સાથોસાથ દરેડના ગ્રામજનો સાથે સંવેદનાસભર સંવાદ સાધીને તેમની રજૂઆતોનું સત્વરે નિરાકરણ લાવવા ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે જિલ્લા પંચાયતના સદસ્ય અશોકભાઈ, પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા તાલુકાના અન્ય હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અમૃત સરોવર અંગે પ્રભારી સચિવ દ્વારા વિવિધ જાણકારી મેળવી હતી જેમાં 10.27 લાખના ખર્ચે 901 વ્યક્તિઓને 5619 માનવદીનની રોજગારી પુરી પાડવામાં આવેલ હતી. અમૃત સરોવર ને વધુ સુશોભિત...

ભાવનગર ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ૧૦૨૪ આવાસોનુ ઇ-લોકર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનાવવામાં આવેલા ૧૦૨૪ આવાસોત્સવ ઇ-લોકાર્પણકરવામાં આવ્યું હતું. વડાપ્રધાનએ આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી સમગ્ર ગુજરાતના કુલ રુ ૨૪૫૨ કરોડ રુપિયાના વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ભાવનગરમાં તરસમીયા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્મિત ૧૦૨૪ આવાસોનું ઇ-લોકાર્પણ પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે મેયર શ્રીમતી કીર્તિબાળા દાણીધારિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા છેવાડાના માણસો પોતાના ઘર ના ઘર નું સ્વપ્ન પૂર્ણ કરવા સતત કામગીરી કરી રહ્યા છે. આશરે ૫૨.૫૭ કરોડ નાંખર્ચે તૈયાર થયેલ  આવાસ યોજના દ્વારા તૈયાર થયેલ આવાસ મધ્યમ વર્ગનું સ્વપ્ન પૂર્ણ થઈ રહ્યું છે. છેવાડાના માણસ થી લઈ મોટા ઉદ્યોગપતિ સુધીના તમામ લોકો માટે સરકાર દ્વારા યોજનાઓ અમલમ...

ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(ICCC)ની મુલાકાત લેતા મ્યુનિ. કમિશન આનંદ પટેલ, વિવિધ કામગીરીની સમીક્ષા કરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ          રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલે નાનામવા ચોક ખાતે આવેલ ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર(ICCC)ની મુલાકાત લીધી હતી. તેમણે ICCCના વિવિધ ફીચર્સની જાણકારી મેળવી તેના આધારે થતી વિવિધ કામગીરીઓની સમીક્ષા કરી હતી.          શહેરમાં વિવિધ ચાર રસ્તાઓ પર લગાવવામાં આવેલા ૯૭૦ જેટલા CCTV કેમેરાઓ મારફત ICCC દ્વારા થતા મોનીટરીંગ વિશે મ્યુનિ. કમિશનરએ જાણકારી મેળવી હતી. સાથોસાથ BRTS અને RRL ડેશબોર્ડ, વોટર સ્કાડા અને ડ્રેનેજ સ્કાડા, વિવિધ ચોકમાં કાર્યરત ઓટોમેટિક ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ, GIS પોર્ટલ વિગેરેની કામગીરી વિશે મ્યુનિ. કમિશનરએ માહિતી મેળવી હતી. ICCC ખાતે મ્યુનિ. કમિશનર આનંદ પટેલની મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, ડાયરેક્ટર આઈ.ટી. સંજય ગોહેલ, RRLના ડે. જનરલ મેનેજર જયેશ કુકડિયા, આસી. કમિશનર જસ્મીન રાઠોડ, પી.એ.(ટેક.)ટુ કમિશનર હિમાંશુ...

આઝાદીના અમૃતકાળમાં વિકસીત રાષ્ટ્ર તરીકે આગળ વધવાના ભારતના સંકલ્પમાં શિક્ષકોની મહત્વપૂર્ણ ભૂમિકા : વડાપ્રધાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આઝાદીના અમૃતકાળમાં વિકસીત રાષ્ટ્ર તરીકે આગળ વધવાના ભારતના સંકલ્પમાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી છે. અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ર૯માં દ્વિવાર્ષિક અધિવેશનનો પ્રારંભ વડાપ્રધાનએ ગાંધીનગરના વલાદથી કરાવ્યો હતો. ‘ભારત મેં પરિવર્તનકારી શિક્ષા કે કેન્દ્ર મેં શિક્ષક’ વિષયવસ્તુ સાથે યોજાઇ રહેલા આ અધિવેશનમાં વડાપ્રધાનએ ગુજરાતમાં શિક્ષકો સાથેના તેમના અનુભવોને યાદ કરતાં જણાવ્યું કે ગુજરાતના શિક્ષકો સાથેના અનુભવો રાષ્ટ્રીયસ્તરે શિક્ષા નીતિના ઘડતરમાં તેમના માટે દિશાદર્શક બન્યા છે. ‘હું આજીવન વિદ્યાર્થી છું’ તેવું ગૌરવભેર જણાવતાં વડાપ્રધાનએ શિક્ષકોની મહત્તા દર્શાવતા કહ્યું કે આઝાદીના આ અમૃતકાળમાં વિકસિત રાષ્ટ્ર બનવાના સંકલ્પ સાથે ભારત જ્યારે આગળ વધી રહ્યું છે, ત્યારે તેમાં શિક્ષકોની ભૂમિકા અત્યંત મહત્ત્વની બની રહેવાની છે. દેશ-વિદેશન...

‘નો ડ્રોન ફ્લાય ઝોન’ અંગે અમદાવાદ શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ ભારતના માન.વડાપ્રધાન તા. ૧૨/૦૫/૨૦૨૩ના રોજ અમદાવાદ શહેર ખાતે પધારનાર હોઈ આવા સંજોગોમાં દેશવિરોધી સંગઠનો, આતંકવાદીઓ અને ભાંગફોડિયાં તત્ત્વો માનવરહિત રિમોટ સંચાલિત વિમાન જેવાં સાધનો અથવા માનવ સંચાલિત નાની સાઈઝ જેવા સંસાધનો અથવા એરો સ્પોર્ટ્સમાં વપરાતાં ઉપકરણોના ગેરલાભ લઈ મહાનુભાવશ્રી તેમજ જાહેર જનતાની સુરક્ષાને તેમજ કાયદો અને વ્યવસ્થાને હાનિ પહોંચાડે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જે અન્વયે હું પ્રેમ વીર સિંહ, ઇન્ચાર્જ પોલીસ કમિશનર, અમદાવાદ શહેર ફોજદારી કાર્યરીતિ અધિનિયમ સને ૧૯૭૩ (૧૯૭૪ના નં-૨ ની) કલમ ૧૪૪ અન્વયે મને મળેલ સત્તાની રૂએ આ જણાવેલ સમયે મહાનુભાવ અને જાહેર જનતાની સલામતીને ધ્યાને લઈ અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં 'નો ડ્રોન ફ્લાય ઝોન' જાહેર કરું છું. જે દરમિયાનમાં રિમોટ કંટ્રોલથી ચલાવવામાં આવતા ડ્રોન, કવાડ કોપ્ટર, પાવર્ડ એરક્રાફટ તેમજ માનવ સંચાલિત ...

મહિલાને હેરાન કરનાર બોયફ્રેન્ડનું અભયમ ૧૮૧એ રોમિયાપણું કાઢ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં અભયમ ૧૮૧ દ્વારા મહિલાને હેરાન કરતા પુરુષમિત્રને પાઠ ભણાવામાં આવ્યો છે. છેલ્લા છ થી સાત વર્ષથી મહિલા અને એક પુરુષમિત્ર સાથે પ્રેમ સબંધમાં હતી. પરંતુ મહિલાના અન્ય જગ્યાએ સબંધ માટે વાત આવતા તેણીનીએ બોયફ્રેન્ડ સાથે સબંધ રાખવાની ના પાડી હતી અને ૧૫ દિવસથી વાતચીત પણ બંધ કરી દિધી હતી.પરંતુ મહિલા કોઈ કામ અર્થે પુરુષમિત્રના ગામથી પસાર થતી હતી અને તેનો હાથ પકડી લઈ રસ્તાની વચ્ચે જ "તુ મારી છે. મારે તારી સાથે જ લગ્ન કરવાના છે એમ કહી હોબાળો કર્યો હતો. આ પરિસ્થિતિનુ નિર્માણ થતાં મહિલાએ ૧૮૧ અભયમને કોલ કર્યો હતો. કોલ મળતા મહિલા હેલ્પલાઇન ૧૮૧ ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થળ ઉપર પહોંચીને અભયમ દ્વારા બન્ને પક્ષનુ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતુ. કાઉન્સિલિંગ દરમિયાન મહિલાએ જાણાવ્યુ હતુ કે હુ પુરુષમિત્ર સાથે કોઈ પણ સબંધ રાખવા માગતી નથી. આથી તે મને આવી ...