Tuesday, September 8News That Matters

Gujarat

ભીમ અગિયારસ પર સોમનાથ મહાદેવને કરાયો 2500 કિલો કેરીનો મનોરથ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ            પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ચરણોમાં ભક્તો અનેક પ્રકારના પ્રસાદ ધરાવે છે. અને વિશેષ રૂપે પ્રતિવર્ષ ઉનાળામાં ફળોનો રાજા ગણાતી કેસર કેરીનો સોમનાથ મહાદેવને ભવ્ય મનોરથ કરવામાં આવે છે. અને એ મનોરથ પ્રસાદ સ્વરૂપે નાના બાળકો અથવા દિવ્યાંગો સુધી પહોંચે છે જે સોમનાથ ટ્રસ્ટની ભક્તિ અને માનવતાનો સુભગ સમન્વય બને છે.         સોમનાથ મહાદેવને ભીમ અગિયારસ એટલે કે જેઠ શુક્લ એકાદશી ના પવિત્ર અવસર પર 2500 કિલોથી વધુ કેસર કેરીનો શૃંગાર કરવામાં આવ્યો હતો. જિલ્લા વહીવટી તંત્રના સંકલન સાથે વેરાવળ તાલુકાની 324 આંગણવાડીના 10,000 થી વધુ બાળકો સુધી આ કેરી પ્રસાદ સ્વરૂપે પહોંચાડવામાં આવશે. આ અગાઉ પણ કેરીના મનોરથ બાદ સોમનાથ ટ્રસ્ટ દ્વારા વેરાવળ તેમજ જૂનાગઢના દિવ્યાંગ ગૃહોમાં પ્રસાદ સ્વરૂપે કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.  આ ઉપરાંત સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્ર...
શ્રી અરવિંદભાઈ મણિયાર ક્વાર્ટર રિ-ડેવલપમેન્ટ યોજના, બાકી રહેલ ૩૯ કબ્જેદારોને સ્થળાંતરીત કરાયા, ફ્લેટધારકોનું નવી આવાસ યોજનાનું સ્વપ્ન સાકાર થશે

શ્રી અરવિંદભાઈ મણિયાર ક્વાર્ટર રિ-ડેવલપમેન્ટ યોજના, બાકી રહેલ ૩૯ કબ્જેદારોને સ્થળાંતરીત કરાયા, ફ્લેટધારકોનું નવી આવાસ યોજનાનું સ્વપ્ન સાકાર થશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ       રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સને ૧૯૭૮-૭૯માં હુડકોની સહાયથી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ સામે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના ફાઈનલ પ્લોટમાં કુલ ૧૩ બ્લોકના ૨૦૮ ફ્લેટ સાથેની શ્રી અરવિંદભાઈ મણિયાર ક્વાર્ટર આવાસ યોજના બનાવવામાં આવેલ. રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃવિકાસ નીતિ ૨૦૧૬ અંતર્ગત આ આવાસ યોજનાના એસોશીએશન દ્વારા રી-ડેવલપમેન્ટની માંગણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધોરણસર ટેન્ડર પ્રક્રિયા કરી આ કામે એજન્સી જે.પી.સ્ટ્રકચર્સની જુન ૨૦૧૭માં નિમણુક કરવામાં આવેલ. આશરે ૪૩ વર્ષ જૂની આ હયાત આવાસ યોજનાના બ્લોક જર્જરિત થઇ ચુક્યા હતા. જેમાં આવાસ યોજનાના બાકી રહેલા ૩૯ કબ્જેદારોને આજે તા. ૩૦-૦૫-૨૦૨૩ના રોજ સ્થળાંતરિત કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની આ જમીન પર આ યોજનાનું રી-ડેવલપમેન્ટ કરવામાં આવશે. ફ્લેટધારકોને હયાત ૧ BHKના ફ્લેટ ૩૯૦ ચો.ફૂટ કાર્પેટ સામે ૫૪૬ ચ...

રાજા રામમોહન રોયની 251મી જયંતી નિમિત્તે રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન, કોલકત્તા અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં એચ.કે. આર્ટ્સ કૉલેજ ખાતે કરાયું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ  આજે યુગપુરુષ રાજા રામમોહન રોયની 251મી જયંતી નિમિત્તે અમદાવાદના ચીનુભાઈ સભાગૃહ, એચ.કે. આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ ખાતે નૃત્ય નાટિકાની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળુભાઈ બેરાની પ્રોત્સાહક ઉપસ્થિતિ રહી હતી. આ નૃત્ય નાટિકા રાજા રામમોહન રોયના જીવન અને તેમનાં કાર્યો વિષયક યોજાયો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય, નવી દિલ્હી હસ્તકના રાજા રામમોહન રોય લાઇબ્રેરી ફાઉન્ડેશન, કોલકત્તા અને ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરાયું હતું. આ પ્રસંગે મંત્રી મૂળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, શિક્ષણના પ્રખર હિમાયતી એવા રાજા રામમોહન રોયને આજના દિવસે વંદન કરું છું. પહેલાના સમયમાં સમાજમાં રહેલા કુરિવાજોને દૂર કરવાનો શ્રેય રાજા રામમોહન રોયને જાય...

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૧ મુ અંગદાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ           અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૧૧મુ અંગદાન થયું છે. અમદાવાદના વર્ષાબેન પરમાર બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાનનો સેવાકીય નિર્ણય કર્યો અને જરૂરિયાતમંદોને નવજીવન બક્ષ્યુ. મહત્વની બાબત એ છે કે, વર્ષાબેનના પરિવારને અવાર-નવાર મીડિયામાં આવતા અંગદાનના સમાચારથી તેની અગત્યતા વિશે અગાઉ થી જ સમજ હતી. વધુમાં તેમના ભાઇના મિત્રનું ગયા વર્ષે જ લીવર ટ્રાન્સપ્લાન્ટ થયું હતુ જે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી જ મળેલા અંગદાનની મદદથી કરવામાં આવ્યું હતુ. એટલે જ્યારે તેઓ વર્ષાબેનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇને આવ્યા અને હાલત અતિગંભીર જણાઇ ત્યારે જ તેમણે મનમા અંગદાન કરવાનો દ્રઢ નિશ્ચય કરી લીધો હતો.           સમગ્ર વિગતો એવી છે કે, અમદાવાદના સોલા ગામમાં રહેતા ૩૭ વર્ષના વર્ષાબેન પરમારને બ્રેઇન હેમરેજ થતા સધન સારવાર અર્થે ૨૫ મે ના રોજ અમદાવાદ સિવ...

નાબાર્ડના સહયોગથી કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા (સેડી) કોડીનાર ખાતે ત્રણ કોર્ષની નવી બેચનો શુભારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ                  ગુજરાત સરકાર મારફતે સ્કિલ દ્વારા યુવા પગભર બને એ દિશામાં સકારાત્મક કામગીરી થઈ રહી છે. નાબાર્ડ બેંકના સહયોગથી અંબુજા સીમેન્ટ કોડીનાર સ્થિત રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ કેન્દ્ર, કૌશલ્ય અને ઉદ્યમિતા વિકાસ સંસ્થા (સેડી) ખાતે વિદ્યાર્થીઓને ટેક્નીકલ કૌશલ્યથી સજ્જ કરતા બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ (બીપીઓ), આસિસ્ટન્ટ નર્સિંગ કોર્ષ, જીડીએ તેમજ ગૃહિણીઓ માટે વર્ક ફ્રોમ હોમ એમ ત્રણ કોર્ષની નવી બેચની શરૂઆત થઈ હતી તેમજ તાલીમાર્થીઓની સફળતાની વાત કહેતી બુકલેટ ‘એક કદમ કામયાબી કી ઔર’નું પણ લોન્ચિંગ થયું હતું. આ તકે નાબાર્ડના ડીડીએમ કિરણ રાઉતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પ્રેરણાત્મક માર્ગદર્શન આપતા કહ્યું હતું કે,’આ તમામ કોર્ષ એવા છે કે તમારૂ ભણતર ઓછું હશે તો પણ તમે આગળ વધી શકશો કારણકે હવે એકવીસમી સદીમાં ટેક્નિકલ કૌશલ્ય અને તાલિમ જ મહત્વના છે. તમારી આવડત અનુસાર કોર...

“કેરી ઓન કેસર” : અઢી વિઘામાં કેસર કેરી ઉગાડી સાડા ત્રણ લાખ રુપિયાની આવક મેળવતા ભાવનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના જુનાપાદર ગામના ખેડૂત આગવી સૂઝથી પ્રાકૃતિક ખેતી દ્રારા મબલખ કેરીનું ઉત્પાદન કરી રહ્યા છે. રાજ્ય સરકાર દ્રારા લાભાર્થી લખુભા ગોહિલને આત્મા પ્રોજેક્ટના અને બાગાયતી સેમિનાર દ્વારા માર્ગદર્શન આપીને પ્રાકૃતિક ખેતી કરવા માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતનો સમય, ખર્ચ અને પાણીનો બચાવ તો થયો જ છે સાથે સાથે ઓર્ગેનિક ઉત્પાદન હોવાથી પાકની સારી એવી કિમત પણ મળી રહી છે. આમ આ ખેડૂત પ્રાકૃતિક ખેતી દ્વારા પર્યાવરણના રક્ષણમાં પણ પોતાનુત્ર યોગદાન આપી રહ્યા છે. આ તકે પ્રગતિશીલ ખેડૂત શ્રી લખુભા જેમુભા ગોહિલ જણાવે છે કે યોગ્ય દિશામા મહેનત કરવામા આવે તો પ્રાકૃતિક ખેતીમાથી સારી ઉપજ મેળવી શકાય છે. ખેતી પાકમાં રાસાયણિક દવાના છંટકાવથી ઝડપથી લાભ મળી શકે પણ લાંબા ગાળે તે જમીન અને લોકોના આરોગ્ય માટે પણ નુકશાનકારક બની શકે છે. ...

“One Time Installment Scheme” અને મિલ્કત વેરા વળતર યોજનાના છેલ્લા ૨ – દિવસ બાકી : અંતિમ તારીખ ૩૧/૦૫/૨૦૨૩

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ             સને. ૨૦૨૩-૨૪ના મિલ્કત વેરા વળતર યોજના તથા મિલ્કત-વેરા અને પાણી ચાર્જીસની રકમ કરદાતાઓ સહેલાઇથી ચૂકવી શકે તેમજ વધુમાં વધુ મિલ્કતધારકો સમાંતરે એડવાન્સ વેરો ભરવા પ્રોત્સાહિત થાય તે માટે “one time Installment scheme" ની મુદ્દત તા.૩૧/૦૫/૨૦૨૩ સુધી લંબાવવામાં આવેલ. જેના હવે માત્ર બે દિવસ બાકી હોઈ આ યોજનાનો લાભ મોટા પ્રમાણમાં કરદાતાઓ લઇ શકે તે હેતુથી તા.૩૦/૦૫/૨૦૨૩ તથા તા.૩૧/૦૫/૨૦૨૩ના રોજ તમામ વોર્ડ ઓફિસ ખાતે સાંજે ૬:૦૦ કલાક સુધી તથા તમામ સિવિક સેન્ટરો ખાતે રાત્રે ૮:૦૦ કલાક સુધી વસુલાત ચાલુ રાખવામાં આવશે....

પ્રાકૃતિક ચુનાવાડી ગામે ગુજરાત વિદ્યાપીઠ,અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ પ્રાકૃતિક સોંદર્ય અને પ્રકૃતિથી ભરપૂર એવા ચુનાવાડી ગામ માં 25 મે ૨૦૨૩ નાં રોજ ગુજરાત વિદ્યાપીઠ ,અમદાવાદ મિત્ર મંડળ દ્વારા સ્નેહ મિલન નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના EC મેમ્બર અને વીરપુર કોલેજ ના પ્રિન્સીપાલ ડો.જયંત ચૌધરી અને નિવૃત્ત પ્રો.ડો. કિશોર ચૌધરી અને ગામના પ્રથમ નાગરિક સરપંચ અને ભૂતપૂર્વ સરપંચ કૌશિકભાઈના અધ્યક્ષતામાં સ્નેહ મિલન યોજાયું જેમાં ગુજરાતની જુદીજુદી કોલેજ ના અધ્યાપકો , શિક્ષકો,અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા અધિકારી/ કર્મચારી મિત્રો તેમજ ગુજરાત વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ચુનાવાડી ગામનાં સરપંચ તેમજ પદમડુંગરી ઈકો ટુરિઝમ ના પ્રમુખ સરલા બહેને પ્રકૃતિ ના જતન માટે આપણે શું કરી શકીએ તે અંગે માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાતની ...

વલસાડના તીથલ બીચ પર મેંગો ફેસ્ટીવલમાં ૫૦ થી વધુ સ્ટોલ પર કેરીઓની સ્થાનિક તેમજ વિદેશી મળી ૧૧૩ જાતોનું પ્રદર્શન અને કેરી હરીફાઈ પણ થશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ જિલ્લામાં ૩૫૦ ખેડૂતોનું Agricultural and Processed Food Products Export Development Authority (APEDA) હેઠળ રજિસ્ટ્રેશન કરાયું વલસાડ જિલ્લાની આબોહવા આંબા પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કેરીના પાક માટે વલસાડ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ અંતર્ગત કેરી પાકનું મહત્વ વધારવા તેમજ સ્થાનિક ખેડૂતોને તેમની કેરીના સારા ભાવ મળી રહે તે હેતુથી તા. ૨૭ અને ૨૮ મે ના રોજ તીથલ બીચ પર મેંગો ફેસ્ટીવલ ૨૦૨૩નું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે તા. ૨૬ મેના રોજ વલસાડ જિલ્લા ખેતીવાડી કચેરી, બાગાયત કચેરી અને આત્મા પ્રોજેક્ટના સંયુક્ત ઉપક્રમે વલસાડ કલેકટર કચેરીના સભાખંડમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકાર પરિષદમાં જિલ્લા બાગાયત કચેરીના નાયબ નિયામક નિકુંજ પટેલે જણાવ્યું કે, સ્થાન...

૨૩ વર્ષીય પુત્રનું મૃત્યુ થતાં પિતાએ કરાવ્યું ત્વચાદાનઃ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ત્રીજું સ્કીન ડોનેશન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજકોટ મૃત્યુ બાદ ચક્ષુદાન અને અન્ય અંગોના થતાં દાનની સાથે હવે ત્વચા દાન અંગે પણ જાગૃતિ આવી રહી છે. રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય (પી.ડી.યુ.) સિવિલ હોસ્પિટલમાં શરૂ થયેલી સ્કીન બેન્કમાં છેલ્લા ૩૦ દિવસમાં ત્રીજું સ્કીન ડોનેશન આવ્યું છે. આ અનુદાનિત ત્વચા અનેક દર્દીઓની પીડા ઘટાડવામાં મદદરૂપ થશે. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડૉ. આર.એસ. ત્રિવેદીના જણાવ્યા પ્રમાણે, જીત જેન્તીભાઈ ચુડાસમા (ઉ.૨૩)નું ૨૨મી મેના રોજ અવસાન થયું હતું. યુવાન પુત્રના મૃત્યુની કપરી ઘડીમાં પણ પિતા જેન્તીભાઈ ચુડાસમાએ સ્વર્ગસ્થ પુત્રનું અંગદાન કરવાનો નિર્ણય કરીને જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતાનો સંપર્ક કર્યો હતો. ઉમેશભાઈએ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતેની સ્કીન બેન્કનો સંપર્ક કરતાં, સ્કીન બેન્કની નિષ્ણાત ટીમ તાત્કાલિક જેન્તીભાઈના ઘરે પહોંચી ગઈ હતી અને સ્કીન હાર્વેસ્ટ કરીને ડોનેશનમાં મેળવી હતી. સ્વ. જીત ચ...