Tuesday, September 8News That Matters

શ્રી અરવિંદભાઈ મણિયાર ક્વાર્ટર રિ-ડેવલપમેન્ટ યોજના, બાકી રહેલ ૩૯ કબ્જેદારોને સ્થળાંતરીત કરાયા, ફ્લેટધારકોનું નવી આવાસ યોજનાનું સ્વપ્ન સાકાર થશે

હિન્દ ટીવી – ગુજરાતી, રાજકોટ

      રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સને ૧૯૭૮-૭૯માં હુડકોની સહાયથી સૌરાષ્ટ્ર હાઈસ્કુલ સામે રાજકોટ મહાનગરપાલિકાની માલિકીના ફાઈનલ પ્લોટમાં કુલ ૧૩ બ્લોકના ૨૦૮ ફ્લેટ સાથેની શ્રી અરવિંદભાઈ મણિયાર ક્વાર્ટર આવાસ યોજના બનાવવામાં આવેલ. રાજ્ય સરકારની જાહેર આવાસોના પુનઃવિકાસ નીતિ ૨૦૧૬ અંતર્ગત આ આવાસ યોજનાના એસોશીએશન દ્વારા રી-ડેવલપમેન્ટની માંગણી અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ધોરણસર ટેન્ડર પ્રક્રિયા કરી આ કામે એજન્સી જે.પી.સ્ટ્રકચર્સની જુન ૨૦૧૭માં નિમણુક કરવામાં આવેલ. આશરે ૪૩ વર્ષ જૂની આ હયાત આવાસ યોજનાના બ્લોક જર્જરિત થઇ ચુક્યા હતા. જેમાં આવાસ યોજનાના બાકી રહેલા ૩૯ કબ્જેદારોને આજે તા. ૩૦-૦૫-૨૦૨૩ના રોજ સ્થળાંતરિત કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકાની માલિકીની આ જમીન પર આ યોજનાનું રી-ડેવલપમેન્ટ કરવામાં આવશે. ફ્લેટધારકોને હયાત ૧ BHKના ફ્લેટ ૩૯૦ ચો.ફૂટ કાર્પેટ સામે ૫૪૬ ચો.ફૂટથી વધુ કાર્પેટ(મૂળ કાર્પેટના ૧૪૦%)ના ૨ BHKના આવાસો પ્રાપ્ત થશે.

આ યોજના અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૧૮થી અત્યાર સુધીમાં કુલ ૧૮૨ ફ્લેટ ધારકો દ્વારા આ યોજનામાં જોડાવા માટે કરાર કરવામાં આવેલ. બાકી રહેતા ૨૬ ફ્લેટ કબ્જેદારો તથા અન્ય ૧૩ કબ્જેદારો સહીત કુલ ૩૯ ફ્લેટ ધારકોને આ મકાનો ભયગ્રસ્ત તેમજ જર્જરિત હોય ખાલી કરવા માટે ત્રણ વખત જી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ની કલમ ૨૬૪ અંતર્ગત ત્રણ વખત નોટીસો ઇસ્યુ કરવામાં આવેલ, તદુપરાંત કબ્જેદારો દ્વારા આ આવાસ ખાલી ન કરાતા જી.પી.એમ.સી. એક્ટ ૧૯૪૯ની કલમ ૨૬૮ અંતર્ગત આવાસો સત્વરે ખાલી કરવા નોટીસો ઇસ્યુ કરવામાં આવેલ તેમજ જાહેર નોટીસથી આવાસો ખાલી કરવા જાણ કરવામાં આવેલ.

આ રી-ડેવલપમેન્ટ યોજના અંતર્ગત ૨૦૮ ફ્લેટ ધારકોને તેઓના હયાત ૧ BHKના ફ્લેટ ૩૯૦ ચો.ફૂટ કાર્પેટ સામે ૫૪૬ ચો.ફૂટથી વધુ કાર્પેટ(મૂળ કાર્પેટના ૧૪૦%)ના ૨ BHKના આવાસો આપવામાં આવનાર છે. આ આવાસોની કામગીરી એજન્સી દ્વારા બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. આવાસોની કામગીરી પૂર્ણ થયેથી સાત વર્ષની નિભાવ તેમજ મરામતની જવાબદારી એજન્સીની રહેશે. સાથોસાથ એજન્સી દ્વારા ટેન્ડરની શરતો અનુસાર ૪૦ ચો. મી.ના ૨ BHKના કુલ ૭૬ ફ્લેટ રાજકોટ મહાનગરપાલિકાને સોંપવામાં આવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *