પ્રાકૃતિક ખેતીની કમાણીથી બન્યા આત્મનિર્ભર : સાણંદ તાલુકાના વિંછીયા ગામના ખેડૂતે ૩૦ વીઘામાં પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક રૂ. ૩૪-૩૫ લાખની કરી મબલખ કમાણી
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ
કદમ અસ્થિર હોય તેને રસ્તો જડતો નથી, અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી’આ કહેવત અને 'જે ઘરમાં ગાય પૂજાતી હોય ત્યાં ગોવિંદ મળવા જાય' આ પંક્તિને પણ પોતાના જીવનમાં અક્ષરસહ ઉતારનાર સાણંદ તાલુકાના વિછિંયા ગામના ગજેન્દ્રસિંહ વાઘેલા ગીર ગાયના દૂધ અન દૂધની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૧૯-૨૦ લાખની તેમજ પ્રાકૃતિક ખેતીની પદ્ધતિથી જામફળ, આંબા, લીંબુ, ચીકુ, નારિયળ, કેળ, સરગવો, ખારેક તેમજ ઘઉં અને ડાંગરની ખેતી કરીને વાર્ષિક રૂ. ૧૪-૧૫ લાખની આવક મેળવી રહ્યા છે. માત્ર ધોરણ ૧૦ પાસ એવા ગજેન્દ્રસિંહ વાઘેલા અનુભવજન્ય જ્ઞાન થકી જમીનના ડોક્ટર બની ચૂક્યા છે. આ ઉપરાંત પશુપાલનમાં પણ માહેર છે. આમ, સાણંદ તાલુકાના વિછિંયા ગામના ગજેન્દ્રસિંહ વાઘેલા પ્રાકૃતિક ખેતી તેમજ ગીર ગાયના દૂધ અને તેની બનાવટોમાંથી વાર્ષિક રૂ. ૩૪ થી ૩૫ લાખ જેટલી આવક મેળવી રહ્યા છે. ગુજરાતના ખેડૂતો ખેતી સાથે પશુપાલન સાથે ...



