Tuesday, September 8News That Matters

 કોડીનારમાં પથિક સોફ્ટવેરમાં ઉતારૂઓની ઓનલાઈન એન્ટ્રી ન કરતા હોટલ/ગેસ્ટ હાઉસ સંચાલક વિરૂદ્ધ કડક કાર્યવાહી

હિન્દ ટીવી – ગુજરાતી, ગીર સોમનાથ

         ગીર સોમનાથ યાત્રાધામમાં દેશ-વિદેશમાંથી પ્રવાસીઓ સાસણ-સોમનાથ વગેરે જેવા પર્યટન સ્થળો પર ફરવા આવતા હોય છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે બાબતને ધ્યાનમાં રાખી અને આતંકવાદી ઘટનાઓને અટકાવવા હોટલ/ગેસ્ટહાઉસોના માલિકોએ હોટલમાં રહેતા પર્યટકો પાસેથી આધાર-પુરાવા તેમજ વાહન વગેરેની માહિતીની એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં કરવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે. જે અંતર્ગત ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાની સૂચના તેમજ એસઓજીના ઈ.પોલીસ ઈન્સ.શ્રી વી.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ કોડીનારના ગેસ્ટ હાઉસ સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

            જેમાં કાજીશેરી કોડીનારના રહેવાસી બહેરૂની આસિફભાઈ અબ્દુલગફારભાઈ જે અંજલી ગેસ્ટ હાઉસનું સંચાલન કરે છે તેમણે ગેસ્ટહાઉસમાં રહેવા આવતા પર્યટકોની પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી કર્યા વગર રૂમ રહેવા માટે આપેલ હોય તેમના વિરૂદ્ધ કોડીનાર પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ ક.131 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન એસઓજી શાખાના એ.એસ.આઈ એલ.ડી.મહેતા તથા આઈ.બી.બાનવા તેમજ પો.હેડ કોન્સ. કે.જે.પીઠીયા, પો.કોન્સ. મેહુલસિંહ પરમાર, પો.હેડ.કોન્સ ગોપાલસિંહ મોરી ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *