પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર
ભારતના ખેડૂતો, ભારતની ભૂમિ, ભારતના પર્યાવરણ અને ભારતના નાગરિકોના આરોગ્યના કલ્યાણ માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની ઐતિહાસિક પહેલ કરીને ભારતના સ્વર્ણિમ યુગની શરૂઆત કરી છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને મળીને પ્રાકૃતિક કૃષિને મિશન મોડમાં દેશવ્યાપી બનાવવા બદલ તેમનો અંતઃકરણ પૂર્વક આભાર માન્યો હતો.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક પહેલ ભારતના ખેડુતો અને કૃષિ ક્ષેત્રને નવી દિશા આપશે. આ મહત્ત્વના નિર્ણય માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો હૃદયપૂર્વક આભાર માનતાં તેમણે કહ્યું કે, આ યોજના પ્રધાનમંત્રીના દુરંદેશીભર્યા નેતૃત્વને કારણે જ શક્ય બની છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કૃષિ અને ખેડૂત કલ્ય...








