Tuesday, February 17News That Matters

Author: Admin Admin

મોરબી જિલ્લાના ૩૨ ગામોની ઉચ્ચ અધિકારીઓએ આકસ્મિક મુલાકત કરી; ૮૭ પ્રશ્નો સામે આવ્યા

મોરબી જિલ્લાના ૩૨ ગામોની ઉચ્ચ અધિકારીઓએ આકસ્મિક મુલાકત કરી; ૮૭ પ્રશ્નો સામે આવ્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મોરબી       મોરબી જિલ્લામાં ૫ તાલુકાના ગામોની ગત તા.૨૨/૧૧/૨૦૨૪ તથા ૨૫/૧૧/૨૦૨૪ ના રોજ મોરબી કલેક્ટરશ્રી કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વર્ગ-૧ અને વર્ગ-૨ ના અધિકારીઓના ૩૨ ગામોની આકસ્મિક તપાસણી કરવામાં આવી હતી. આ તપાસ અનુસંધાને ટંકારા તાલુકાના ૫, વાંકાનેર તાલુકાના ૭, મોરબી તાલુકાના ૮, હળવદ તાલુકાના ૭ અને માળીયા(મી.) ૫ ગામ મળી જિલ્લાના કુલ ૩૨ ગામોની મુલાકાત કરવામાં આવી હતી. આ મુલાકાતનઓ મુખ્ય ઉદ્દેશ ગામડાના પ્રશ્નો અને સમસ્યાઓનો નિવારણ લાવવાનો છે. ત્યારે મોરબી જિલ્લાના ૫ તાલુકાના ૩૨ ગામોની મુલાકાત દરમિયાન કુલ ૮૭ પ્રશ્નો મળ્યા હતા, જે અન્વયે સંબંધિત ખાતાને કલેક્ટરશ્રી દ્વારા સુચના આપવામાં આવી છે. ભુતકાળમાં થયેલ મુલાકાતો અન્વયે ૩૨૦ પ્રશ્નો મળ્યા હતા, જેમાંથી ૧૭૭ પ્રશ્નો સંદર્ભે કામગીરી પુર્ણ કરવામાં આવી છે. બાકીના ૧૪૩ પ્રશ્નોના નિરાકરણની કાર્યવાહી પ્રગતિ હેઠળ ...
મહુવા તાલુકાના કોસ ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે રૂ.૩૬.૧૪ ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત

મહુવા તાલુકાના કોસ ગામે ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે રૂ.૩૬.૧૪ ખર્ચે આયુષ્માન આરોગ્ય મંદિરનું ખાતમુહૂર્ત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, મહુવા  ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે મહુવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-વહેવલ અંતર્ગત આવતા કોસ ગામે રૂ.૩૬.૧૪ લાખના ખર્ચે નિર્માણ પામનાર 'આયુષ્માન આરોગ્ય મંદિર- કોસ-૧' નવા મકાનનું ખાતમુહૂર્ત કરાયું હતું.            આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું કે, નવા આરોગ્ય મંદિર થકી ગ્રામજનો માટે આરોગ્ય સેવાની નવી સુવિધાઓ ઉપલબ્ધ બનશે. ગ્રામ્ય વિસ્તારની આરોગ્ય સેવાઓ વધુ સુસજ્જ અને પ્રભાવશાળી બનશે. ગ્રામજનોની આરોગ્યની કાળજી માટે તેમજ આરોગ્ય સંસાધનોના વ્યાપ વધારવા માટે આરોગ્ય તંત્ર અને રાજ્ય સરકાર કાર્યરત છે.               આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ શ્રીમતી શીલા બેન, તા.પં. ન્યાય સમિતિના અધ્યક્ષ શ્રીમતી રમીલાબેન, તા. પંચાયતના સભ્યો, સરપંચ, ગામ આગેવાનો તથા આરોગ્ય કેન્દ્ર સ્ટાફ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા....
PC & PNDT એકટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી કમિટિની બેઠક મળી

PC & PNDT એકટ અંતર્ગત જિલ્લા એડવાઈઝરી કમિટિની બેઠક મળી

Health
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત        ગર્ભસ્થશિશુના જાતિ પરીક્ષણ અટકાવવા, સમાજમાં પુરૂષ અને સ્ત્રીનું પ્રમાણ સંતુલન જળવાય રહે તે હેતુથી સરકાર દ્વારા PC & PNDT એકટ-૧૯૯૪ અમલમાં છે, જે અન્‍વયે જિલ્લા પંચાયત ખાતે જિલ્લા એડવાઇઝરી કમિટિની બેઠક ડો.વીણાબેન દેસાઈના અધ્‍યક્ષસ્‍થાને મળી હતી. બેઠકમાં ૧૪ અરજીઓને બહાલી આપવામાં આવી હતી. PC & PNDT એકટ હેઠળ જમા થતી રજિસ્‍ટ્રેશન ફી ની નાણાકીય સમીક્ષા કરવામાં આવી હતી.          આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડૉ.અનિલ પટેલ, નવી સિવિલના બાળરોગ વિભાગના વડા અને પ્રોફેસર ડો.જિગીષા પાટડીયા, નવી સિવિલના માઈક્રોબાયોલોજી વિભાગના હેડ અને પ્રોફેસર ડો.સુમૈયા મુલ્લા, ડો.વર્ષા ઠક્કર, ડો.અજય શ્રીવાસ્તવ ઉપસ્થિત રહયા હતા....
કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘ભારત ટેક્સ-૨૦૨૫’ અંતર્ગત રોડ શો યોજાયો

કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરતમાં ‘ભારત ટેક્સ-૨૦૨૫’ અંતર્ગત રોડ શો યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  કેન્દ્રીય જલશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં અને કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહના અધ્યક્ષસ્થાને સુરત ખાતે 'ભારત ટેક્સ-૨૦૨૫' માટે રોડ શો યોજાયો હતો. ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ કન્સોર્ટિયમના સહયોગથી અને ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા તા.૧૪ થી ૧૭ ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે BHARAT TEX: 2025- ગ્લોબલ ટેક્ષ્ટાઈલ એક્ષ્પો યોજાશે, જેમાં એપેરલ, હોમ ફર્નિશિંગ, ફ્લોર કવરિંગ્સ, ફાઈબર, યાર્ન, થ્રેડસ, ફેબ્રિક્સ, કાર્પેટ, સિલ્કનું પ્રદર્શન થશે, તેમજ ગ્રેટર નોઈડામાં ઈન્ડિયા એક્સ્પો સેન્ટર & માર્ટ ખાતે ૧૨ થી ૧૫ ફેબ્રુઆરી-૨૦૨૫ દરમિયાન એપેરલ, ટેક્ષ્ટાઈલ મશીનરી, કેમિકલ્સ અને ડાઈઝ જેવા ઉત્પાદનોની શ્રેણી પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રસંગે કેન્દ્રીય ટેક્ષ્ટાઈલ મંત્રી ગિરિરાજસિંહે જણાવ્યું હતું કે, ભારત ટેક્સ-૨૦૨૫ એ વૈશ્વિક કાપડ વ...
બાલ વિવાહ મુકત ભારતની પહેલના ભાગરૂપે કામરેજ વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો

બાલ વિવાહ મુકત ભારતની પહેલના ભાગરૂપે કામરેજ વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો

Education
હિન્દ ન્યુઝ, સુરત  ૨૭મી નવેમ્બર ૨૦૨૪ના રોજ નવી દિલ્હી સ્થિત વિજ્ઞાન ભવનમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા 'બાલ વિવાહ મુક્ત ભારત' પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક પ્રસંગે સમગ્ર દેશભરમાં લોકોએ ભાગ લીધો.                આ અવસરે પ્રયાસ જે.એ.સી.સોસાયટી સુરત દ્વારા જિલ્લા સ્તરના ભાગીદારો જેમ કે, જિલ્લા પ્રશાસન, પોલીસ, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા બાળ સંરક્ષણ એકમ, બાળ કલ્યાણ સમિતિ અને સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે મળી કામરેજના વાત્સલ્યધામ શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ટીમ દ્વારા સુરત શહેરની શાળાઓ,સરકારી તેમજ સ્વેછિક સંસ્થાઓમાં જાગૃતતા કાર્યક્રમો યોજાયા હતા. જેમાં સૌને બાળ વિવાહ મુકત માટે સૌને જાગૃત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં શાળાના બાળકો, લોકોએ તેમના ગામમાં બાલ વિવાહ રોકવાની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આવનારા દિવસોમાં આ પહેલના સકારાત્મક પરિણામો જોવા મળશે. તમામ સમાજ...
ઓલપાડ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો

ઓલપાડ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત         કેન્દ્ર સરકારે ૭૦ વર્ષ કરતાં વધુ વયના તમામ વૃદ્ધજનોને 'આયુષ્માન ભારત' યોજનામાં સમાવેશ કરવાની પહેલ અંતર્ગત વડીલોને આ યોજનાનો લાભ મળી રહે તે માટે ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આયુષ્યમાન વય વંદના કાર્ડ કેમ્પ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વય વંદના કાર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા.                    વન, મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા આયુષ્માન ભા-રત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ૭૦ વર્ષથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકોને સામાજિક, આર્થિક સ્થિતિને ધ્યાનમાં લીધા વગર આયુષ્માન વય વંદના કાર્ડનો લાભ આપી પીએમજેવાય યોજના સંલગ્ન હોસ્પિટલોમાં સારવાર મેળવી શકે તે માટે આધારકાર્ડથી એનરોલમેન્ટ કરી આયુષ્માન વય વંદના કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે. જેનો લાભ મેળવવા આવેલા વડ...
વલસાડ શહેરના વિકાસ માટે મંત્રી કનુભાઈ દેસાઈ નાં હસ્તે વિવિધ જગ્યા એ કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

વલસાડ શહેરના વિકાસ માટે મંત્રી કનુભાઈ દેસાઈ નાં હસ્તે વિવિધ જગ્યા એ કરવામાં આવ્યું ખાતમુહૂર્ત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ       નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ જિલ્લા પંચાલત પ્રમુખ મનહરભાઈ પટેલ અને વલસાડ ધારાસભ્ય ભરતભાઈ પટેલની ઉપસ્થતિમાં વલસાડ ગુંદલાવ ખેરગામ રોડ પર આવેલી ઔરંગા નદી ઉપર હયાત બ્રિજની જગ્યાએ રૂ.૪૩.૪૨ કરોડના ખર્ચે નવા બનનારા હાઇ લેવલ ફોરલેન બ્રિજનું ખાતમુહૂર્ત કર્યુ હતુ. આ બ્રિજ ૨૪ મીટરના કુલ ૧૦ ગાળા સાથે એકંદરે ૨૪૦ મીટર લંબાઈ અને ૧૫ મીટર કેરેજ-વે પહોળાઈનો બનશે. સાથે સાથે વલસાડ શહેર તરફ ૨૨૫ મીટર તેમજ નેશનલ હાઇવે તરફ ૨૦૬ મીટરના એપ્રોચ રોડનો સમાવેશ થશે. આ સાથે મંત્રીના હસ્તે રૂ. ૨૧.૩૫ કરોડના ખર્ચે નવા બનનારા મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટ બિલ્ડિંગનું તેમજ શહેરના વિકાસ માટે આશરે રૂ. ૫૨.૫ કરોડના વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું....
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ: રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી

સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના આચાર્ય સંજય પટેલ સસ્પેન્ડ: રાજ્ય સરકારની ત્વરિત કાર્યવાહી

Education
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરોલીની સ્નેહરશ્મિ શાળા ક્રમાંક: ૨૮૫ ના આચાર્ય સંજય પટેલને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આચાર્ય સંજય પટેલ શિક્ષક તરીકેની ફરજ દરમિયાન શિક્ષણ વિભાગને જાણ કર્યા વગર બિનઅધિકૃત રીતે વેપાર અર્થે ૩૩ વખત દુબઈ પ્રવાસે ગયા હતા.                રાજ્ય સરકારે આચાર્ય સંજય પટેલ વિરુદ્ધ લીધેલા ત્વરિત પગલા સંદર્ભે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આજે સુરત તેમજ અન્ય જિલ્લાના શિક્ષકો 3 મહિના કે 6 મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા બે શિક્ષકો છે. અમરોલીની શાળાના આચાર્ય સંજય પટેલ પોતાની ફરજની સાથે દુબઈમાં વ્યાપાર કરતા હોઈ, આ શિક્ષકને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની સૂચના આપી છે. આચાર્ય સંજય પટેલ UAE ના રેસિડન્સ વિઝા ધરાવે છે અને દુબઈમાં બિ...
વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે ‘બંધારણ દિવસ’ની ઉજવણી કરવામાં આવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ડાયરેક્ટરેટ ઓફ પ્રોસિક્યુશન, ગાંધીનગર અને ગીર સોમનાથ જિલ્લા સરકારી વકીલશ્રીની કચેરી દ્વારા‌ આજે ૭૫ માં બંધારણ દિવસની ઉજવણી વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી. બંધારણ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં બંધારણના આમુખનું સૌએ વાંચન કર્યું હતું. કાયદાના તજજ્ઞો દ્વારા બંધારણ અને તેના સિધ્ધાંતો, નાગરિકના મૂળભૂત અધિકારો અને ફરજો અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ પી.એસ.ગઢવીએ ભારતના બંધારણના પાયાના સિધ્ધાંતોને સ્તંભ ટકાવી રાખવા તેમજ સમાજ ઘડતર માટે બંધારણની જરુરિયાત વિશે વિસ્તૃત સમજ આપી હતી. તેમણે વાણી-સ્વતંત્રતા સહિતના મૌલિક અધિકારો વિશે પણ વાત કરી હતી. વેરાવળની ક્રિસ્ટલ સ્કૂલ ખાતે યોજાયેલ 'બંધારણ દિવસ'ની ઉજવણીના અવસરે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ સુકાન્તકુમાર સેનાપતિએ અધ્યક્ષીય સંબોધન કરતાં જણાવ્યું હતું કે, બ...
ગાંધીનગર ખાતે આયોજીત ગ્રીપ સમીટમાં એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા આરોગ્યને લગતા શ્રેષ્ઠ અને નવીન અભ્યાસો રજૂ કરાયા

ગાંધીનગર ખાતે આયોજીત ગ્રીપ સમીટમાં એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર દ્વારા આરોગ્યને લગતા શ્રેષ્ઠ અને નવીન અભ્યાસો રજૂ કરાયા

Gujarat
હિન્દ ન્યુઝ, જામનગર  સંભાળની દિશામાં નવીનતા અને વિવિધ પ્રકારની આરોગ્ય સંભાળને સુદ્રઢ બનાવવા અને તેનો વ્યાપ વધારી બહોળા જન સમુદાયને લાભાન્વિત કરવા SHSRC દ્વારા ગત તા.૧૪-૧૧-૨૦૨૪ના રોજ બીજી ગ્રીપ સમિટ 2024નું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતુ.  જે સમિટમાં શ્રી એમ.પી. શાહ સરકારી મેડીકલ કોલેજના અનુભવી અને પ્રતિભાશાળી ફેકલ્ટીઓ દ્વારા આરોગ્યને લગતા વિવિધ પ્રકારના શ્રેષ્ઠતમ અભ્યાસો અને સંસોધનો રજૂ કરવામાં આવ્યા હતા. જેમાંના સર્વશ્રેષ્ઠ ૨ અભ્યાસોને પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમીટમાં શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ જામનગર તરફથી ડો.નંદિની બહારી, ડો.કે.ડી.મહેતા, ડો.દિનેશ પરમાર, ડો.અનુપમા સુખલેચા, ડો.વિરલ શાહ, ડો.પ્રતિક્ષા મોદી, ડો.બલભદ્રસિંહ જાડેજા મુખ્ય પ્રસ્તુતકર્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.આ ઉપરાંત ડો. દિપક તિવારી, ડો. નરેશ મકવાણા અને ડો. શમીમ શેખે પણ તેમની શ્રેષ્ઠ અ...