Tuesday, February 17News That Matters

Author: Admin Admin

વિકસિત ભારતના સપનાને સાકાર કરવા મહિલાઓ સહભાગી બને : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

વિકસિત ભારતના સપનાને સાકાર કરવા મહિલાઓ સહભાગી બને : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કચ્છ કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન 'ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ'પ્રોજેક્ટના ભૂમિપૂજન પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વેલસ્પન કંપનીના સહયોગથી ચાલતી શિક્ષણ સ્પોન્સરશિપ યોજનાની વિદ્યાર્થિનીઓ તેમજ કંપનીના સહયોગથી ગ્રામ્યકક્ષાએ કાર્યરત સ્પન સેન્ટરના સખી મંડળની ૧૨૦ બહેનો સાથે સંવાદ કરીને વિકસિત ભારતના સપનાને સાકાર કરવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો . રાજ્ય સરકારના મિશન મંગલમ યોજના અંતર્ગત ચાલતા સખી મંડળની બહેનો કે જે વેલસ્પન કંપની દ્વારા આસપાસના ગામોમાં કાર્યરત સ્પન રોજગાર સેન્ટર સાથે જોડાઈને રોજગારી મેળવી રહી છે, તે સખી મંડળની ૧૨૦ જેટલી બહેનોએ મુખ્યમંત્રી સાથે સંવાદ કરીને કંપનીના સહયોગ તથા પોતાની કળાના માધ્યમથી કઈ રીતે વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવી રોજગારી મેળવી રહી છે તે અંગે જાણકારી આપી હતી. મુખ્યમંત્રીએ ૮૦ વર્ષના સાકરબા ચોહાણ, નયન...
કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન સંપન્ન

કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ ‘ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ’ પ્રોજેક્ટનું મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ભૂમિપૂજન સંપન્ન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, અંજાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કચ્છના અંજાર ખાતે વેલસ્પન ગ્રૂપના નવીન ટેક્ષ્ટાઈલ 'ઈન્ટીગ્રેટેડ બેડ લીનન એન્ડ ટેરી ટોવેલ' પ્રોજેક્ટ નું ભૂમિપૂજન અને વેલસ્પન ગ્રૂપના એક્સેલન્સ એવોર્ડ સમારોહ‌ યોજાયો‌ હતો. ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ તકે જણાવ્યું કે, આઝાદીના આ અમૃતકાળને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતનો સંકલ્પ સાકાર કરવાનો સૌ નાગરિકો કર્તવ્ય કાળ બનાવે. આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, ૨૫ વર્ષના આ કર્તવ્ય કાળમાં વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપવાની સૌને તક મળી છે. “યહી સમય હૈ, સહિ સમય હૈ”ના વડાપ્રધાનના વિચારોનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રીએ જણાવ્યું કે, આઝાદી પછી દેશ માટે જીવી જાણવાનો, ભારતને વિશ્વમાં ઉન્નત રાષ્ટ્ર બનાવવાનો આ સહિ સમય છે. સૌને સ્વચ્છતા-સફાઈ, પર્યા...

વડોદરા જિલ્લામાં રોજગાર તથા વ્યવસાય અંગે માર્ગદર્શન સલાહકાર સંકલન સમિતિની બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા                ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળની, નિયામક રોજગાર અને તાલીમ કચેરી, ગાંધીનગર હસ્તકની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી, તરસાલી ખાતે રોજગાર અને વ્યવસાય માર્ગદર્શન ને લગતી કામગીરીની સમીક્ષા કરવા માટે સમિતિની રચના કરવામાં આવી હતી.           મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી ખાતે જિલ્લા વ્યવસાય માર્ગદર્શન સલાહકાર સંકલન સમિતિ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા રોજગાર કચેરી દ્વારા ઓફિસમાં અને ઓફિસ બહાર કરવામાં આવતી વ્યવસાય માર્ગદર્શનને લગતી તમામ યોજનાઓ અને ઓક્ટોબર ૨૪ સુધીમાં થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.           જેમાં ઉમેદવારની ઓનલાઈન નામ નોંધણી, વ્યક્તિગત અને જૂથ માર્ગદર્શન,કાઉન્સેલીંગ, રોજગાર ભરતી મેળો,સ્વરોજગાર શિબિર, લશ્કરી ભરતી પૂર્વેની નિવાસી તાલીમ, અનુબંધમ અને એનસીએસ પોર્ટલ, રોજગાર બજાર માહિતી...
પાદરા ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો

પાદરા ખાતે રવિ કૃષિ મહોત્સવ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, પાદરા પાદરા તાલુકાના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકો વિશે આધુનિક અને પ્રાકૃતિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન કૃષિ પરિસંવાદ અને કૃષિ પ્રદર્શન સાથે ખેડૂત લક્ષી વિવિધ સરકારની સહાય યોજનાઓ વિશે માહિતી પૂરું પાડવાના હેતુ સાથે આજ રોજ પાદરા તાલુકાના પ્રમુખ સ્વામી મહારાજ ટાઉન હોલ ખાતે કૃષિ વૈજ્ઞાનિક વી.કે.પટેલના અધ્યક્ષતામાં ‘રવિ કૃષિ મહોત્સવ ૨૦૨૪’નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક, ઓર્ગોનિક કપાસ સંશોધન પટા કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિક શ્રી વી.કે.પટેલે જણાવ્યું કે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ વિશે માર્ગદર્શન આપવામાં આવે છે પરંતુ પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ જીવાણુનું અતિ મહત્વ હોય છે તે જમીનને ફળદ્રુપ બનાવતા ખેડૂતોના સાચા મિત્રો એવા જીવાણુઓ અને ગરમી,ઠંડી,અતિવૃષ્ટિ અને વાવાઝોડાં જેવા ખતરાથી બચવા માટે આચ્છા...
સયાજી હોસ્પિટલ બની નોધારાનો આધાર

સયાજી હોસ્પિટલ બની નોધારાનો આધાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વડોદરા            મધ્ય ગુજરાતની સહુથી મોટી સરકારી સયાજી હોસ્પિટલ વધુ એકવાર નોંધારાનો આધાર બની છે. અહીં અન્નનળીના કેન્સર માટે પહેલીવાર મિનિમલી ઇન્વેસિવ સર્જરી - લઘુત્તમ વાઢકાપ શસ્ત્રક્રિયા કરવામાં આવી અને તેનો લાભ સામાન્ય પરિવારના એક મહિલાને વિનામૂલ્યે મળ્યો છે.આયુષ્માન ભારત હેઠળ આ રોગ પીડિતા ને જે સારવાર અહીં વિનામૂલ્યે મળી એના માટે ખાનગી દવાખાનામાં બે થી ત્રણ લાખનો ખર્ચ સામાન્ય રીતે થઈ જતો હોય છે.                નર્મદા જિલ્લાના જીતગઢ ગામની 38 વર્ષીય મહિલાને એસએસજી હોસ્પિટલ, વડોદરા ખાતે અન્નનળીના કેન્સર માટે પ્રથમવાર મિનિમલી ઇન્વેસિવ સર્જરીનો લાભ આપવામાં આવ્યો છે.જનરલ સર્જરી વિભાગના વડા ડો. મુકેશ પંચોલીના નેતૃત્વમાં ડો. નિમિષ શાહના સર્જીકલ 'સી' યુનિટમાં સર્જિકલ ઓન્કોલોજિસ્ટ ડૉ. શિવાંગ શુક્લા દ્વારા આ જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું.                SSG હોસ્પિટ...
ઉમરપાડાના ચિતલદા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો

ઉમરપાડાના ચિતલદા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત રાજ્યમાં કૃષિ ઉત્પાદનને વધારવા, નવીન કૃષિ તકનીકો ખેડૂત સુધી પહોંચાડવા અને ખેતી ખર્ચ ઘટાડી ખેડૂતોની આવક વધારવાના આશયથી રાજ્યભરમાં આયોજિત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત ઉમરપાડા તાલુકાના ચિતલદા ગ્રામ પંચાયત પરીસર ખાતેથી જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. મહાનુભાવોએ કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને રોકડ સહાય, સાધન સહાય તેમજ મંજૂરી હુકમોનું વિતરણ અને પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી બહુમાન કર્યું હતું. ખેડૂતોએ ઉમરપાડા તાલુકાના શામપુરા ગામના અમરસિંગભાઈ વસાવાના મોડેલ કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી અને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરિત થયા હતા. આ પ્રસંગે ભાવિનીબેન પટેલે ખેડૂતોની આવક વધારવા રવિ કૃષિ મહોત્સવ અને રાજ્ય સરકારની કિસાનહિતલક્ષી યોજનાઓ મહત્વપૂર્ણ બની છે એમ જણાવી તેમણે ખેતીમાં ટ...
બારડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર

બારડોલી ખાતે રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂકતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ અંતર્ગત બારડોલીના તેન રોડ ખાતે ખાતેથી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે તાલુકા કક્ષાના બે દિવસીય રવિ કૃષિ મહોત્સવને ખૂલ્લો મૂક્યો હતો. મહાનુભાવોએ પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરી કૃષિ અને બાગાયતી યોજનાઓના લાભાર્થીઓને સાધન સહાય તેમજ યોજનાકીય મંજૂરી હુકમોનું વિતરણ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઈશ્વરભાઈએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કૃષિ ક્ષેત્રની કાયાપલટ કરવાના સંકલ્પ સાથે કૃષિ મહોત્સવ યોજવાની શરૂઆત કરી હતી. કૃષિ મહોત્સવમાં ખેડૂતોને રવિ સિઝનમાં કૃષિ પાકો વિશે જરૂરી માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ બાબતે સમજ આપવામાં આવે છે. શ્રી પરમારે કહ્યું કે, કૃષિ મહોત્સવોના કારણે ખેડૂતો જાગૃત્ત બન્યા છે અને ખેતી કરવાના અભિગમમાં પરિવર્તન આવ્યું છે. સરકારની વિવિધ કૃષિ-બાગાયતી યોજનાઓનો લાભ મેળવીને જિલ્લાના ખેડૂ...
બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નવસારી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરાના ગૌહરબાગ વિસ્તારમાં આવેલા જૈન દેરાસરમાં થયેલી સોના-ચાંદીની પ્રાચીન મૂર્તિઓ અને રોકડ રકમની ચોરીનો ભેદ ઉકેલી નવસારી પોલીસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે દેરાસરના ટ્રસ્ટીઓને મૂર્તિઓ પરત કરવામાં આવી હતી. ચોરીનો ભેદ માત્ર ૧૬ જ દિવસમાં ઉકેલવા બદલ શ્રી સંઘવીએ નવસારી એસ.પી, નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન પાઠવ્યા હતા. સુરતના વેસુ ખાતે ગૃહ રાજ્યમંત્રીશ્રીના હસ્તે ‘તેરા તુજકો અર્પણ’ પહેલ અંતર્ગત ચોરાયેલી મૂર્તિઓ દેરાસરને પુન: અર્પણ કરાઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમે અમદાવાદના ચંડોળા તળાવ પાસેથી આરોપીઓને ચાર દિવસ પહેલા મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, પોલીસને કોઇ પુરાવો ન મળે તે માટે ચોરોએ ભગવાનની ચાંદીની મૂર્તિને ઓગાળીને તેનો ચોસલો બનાવી દીધો હતો. પોલીસને પાંચ કિલો ચાંદીનો ...
રાજયના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી અને પારડી તાલુકામાં રૂ. ૫૦ કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયુ

રાજયના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી અને પારડી તાલુકામાં રૂ. ૫૦ કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વિકાસ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે, જેને પગલે પ્રજાની સુવિધામાં પણ વધારો થઈ રહ્યો છે. તા. ૬ ડિસેમ્બરના રોજ સાંજે મંત્રીશ્રીના હસ્તે પારડી અને વાપી તાલુકામાં એક સાથે ચાર ગામ બલિઠા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડીમાં અંદાજે રૂ. ૫૦ કરોડ ૪૦ લાખના ખર્ચે નવીનીકરણ થનારા ૨૭. ૫૮ કિમીના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તા અંદાજે ૨૩૫૦૦૦ની વસ્તીને સીધા ઉપયોગી બનશે. જેને પગલે ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી હતી. રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ ગ્રામજનોને સંબોધી જણાવ્યું કે, છરવાડાથી એનએચ-૮૪૮ બલિઠાને જોડતો ૪. ૭૦ કિમીનો રસ્તો રૂ. ૧૧ કરોડ ૨૫ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે. છીરી પોલીસ ચોકી કેનાલથી ૨.૯૦ કિમીનો છરવાડા રોડ ૬ કરોડ ૨૫ લાખ અને છીરી પો...
પશુપાલન વ્યવસાયે કોકિલાબેનના જીવનમાં પાથર્યો પ્રકાશ : માસિક રૂ. ૧.૨૦ લાખની જંગી આવક

પશુપાલન વ્યવસાયે કોકિલાબેનના જીવનમાં પાથર્યો પ્રકાશ : માસિક રૂ. ૧.૨૦ લાખની જંગી આવક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા ખેતી અને પશુપાલન ભારતીય લોકજીવનના અર્થતંત્રની જીવાદોરી સમાન છે. એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં મોટાભાગે આદિવાસી સમુદાય વસવાટ કરે છે. જેઓ આજીવિકા માટે ખેતી-પશુપાલન પર ખાસ નિર્ભર રહે છે. પશુપાલન અને ખેતી એક સિક્કાના બે પાસા છે. “જેટલી મહેનત કરો તેટલું ફળ મળે”... ખેતી સંલગ્ન પશુપાલન ખેડૂતોના આર્થિક આજીવિકા કમાણીનું મહત્વનું અંગ છે. મહિલાઓને ઘરે બેઠા સ્વરોજગારી મેળવી આર્થિક પગભર બને તે માટે રાજ્ય સરકારે મહિલાલક્ષી વિવિધ યોજનાઓ અમલી બનાવી છે. તેમાં પશુપાલન-ખેતી મુખ્ય છે. તે કોઈપણ સરળતાથી કરી શકે છે. નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ખેતી-પશુપાલન જેવા ગ્રામીણ આજીવિકા પર વિશેષ ભાર આપી રહ્યું છે. નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ગામના શ્રી કોકિલાબેન વસાવા ખેતીના પૂરક વ્યવસાયમાં ખૂંપીને પશુપાલન થકી પગભર બનીને ઉન્નત મસ્તકે આર્થિક કમાણી સાથે જીવન જીવી રહ્યાં છે. તેઓએ કહ્...