Monday, February 16News That Matters

Author: Admin Admin

જામનગર જિલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અનુસંધાને પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સબંધિત પદાધીકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી

જામનગર જિલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અનુસંધાને પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ સબંધિત પદાધીકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામનગર જીલ્લાના પ્રભારીમંત્રી અને કેબીનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં જીલ્લાની નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે પદાધીકારીઓ, લગત અધિકારીઓ અને ચીફ ઓફિસરો સાથે બેઠક યોજી હતી. જેમાં જામજોધપુર, ધ્રોલ, કાલાવડ નગરપાલિકાઓના વિકાસકાર્યો અને પડતર કામો અંગે મંત્રીએ વિગતો મેળવી હતી. મંત્રીએ આ બેઠકમાં જણાવ્યું હતું કે, શહેરોની સમકક્ષ નગરપાલિકાઓમાં વસતા લોકોના ઈઝ ઓફ લિવિંગમાં વધારો થાય તે દિશામાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરકાર સતત કાર્યરત છે. મંત્રીશ્રીએ નગરપાલિકાઓમાં ઉભી કરાયેલ ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ, સામાજિક આંતર માળખાકીય સુવિધાઓ, અર્બન મોબીલીટી-શહેરી પરિવહન, નગરપાલિકાઓની આગવી ઓળખ ઉભી થાય તેવા કામો અંગે ચર્ચા વિચારણા કરી લોકોની જરૂરીયાતોને પ્રાથમિકતા આપવા માટે કામગીરી કરવા ચીફ ઓફિસરોને અને લગત અધિકારીશ્ર...
ઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ મહિલાની મદદે આવી જામનગર ૧૮૧ અભયમની ટીમ

ઘરેથી નીકળી ગયેલ માનસિક અસ્વસ્થ મહિલાની મદદે આવી જામનગર ૧૮૧ અભયમની ટીમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર        ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓની મદદ માટે ૨૪*૭ કલાક કાર્યરત છે.એક જાગૃત નાગરિક દ્વારા ૧૮૧ અભયમ જામનગરને ફોન કરીને જણાવવામાં આવ્યું હતું કે એક અજાણી મહિલા અડધી રાત્રે ઘરની બહાર નીકળી ગયેલ છે અને રસ્તા પર એકલી મળી આવી છે. આ મહિલાને મદદ અને સુરક્ષિત આશ્રયની જરૂર હોય તેવું જણાય છે.            આ અંગે જાણકારી મળતા જ જામનગર ૧૮૧ ટીમના કાઉન્સિલર કોમલ વિષ્ણુસ્વામી, મહિલા પોલીસ ASI તારાબેન ચૌહાણ અને પાઈલોટ સુરજીતસિંહ વાઘેલા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા, અને પીડિતાનું રેસ્ક્યુ કર્યા બાદ ઈમોશનલ સપોર્ટ અને મૈત્રીપૂર્ણ વાતાવરણ પૂરૂ પાડવામાં આવ્યું હતું. બાદમાં પીડિતાએ પોતાનું નામ જણાવ્યુ હતું. ટીમના અનેક પ્રયાસો પછી, પીડિતાના પરિવારનો સંપર્ક થઈ શક્યો હતો અને પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. માનસિક રીતે અસ્થિર મહિલાને મદદ કરી તેમના પરિવાર પાસે સુ...
જામનગર જિલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્ત રોગ અંગે શોધ અભિયાન શરૂ કરાયું

જામનગર જિલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્ત રોગ અંગે શોધ અભિયાન શરૂ કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામનગર જીલ્લાના ૫૬ જેટલા ગામોમાં રક્તપિત્તના દર્દી શોધવા તેમજ નવા કેસ અટકાવવા જામનગર આરોગ્ય વિભાગ તેમજ આશા કાર્યકર બહેનોની ૧૪૨ જેટલી ટીમ દ્વારા એક્ટીવ કેસ સર્વેલન્સની ખાસ ઝુંબેશ ૧૨ ડિસેમ્બરથી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન ૨૧ ડિસેમ્બર સુધી ચાલશે. તેમજ રકતપિત્ત વિશે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે કામગીરી હાથ ધરવામાં આવશે. ઘણા સમય સુધી રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. રકતપિત્ત ( માઇક્રોબેક્ટેરીયમ લેપ્રસી ) નામના સૂક્ષ્મ જીવાણુંથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈ પણ ઉંમરે સ્ત્રી અથવા પુરુષ કોઈ પણને થઇ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફત ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુ ઔષધીય સારવારથી રક્તપિત રોગનો ફેલાવો અને રોગ...
1962 કરૂણા એનીમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી જાંબુડા ગામે બે કલાક લાંબા ઓપરેશન બાદ ગાયના બહાર આવી ગયેલ ગર્ભાશયને રિપ્લાન્ટ કરી નવજીવન અપાયું

1962 કરૂણા એનીમલ એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી જાંબુડા ગામે બે કલાક લાંબા ઓપરેશન બાદ ગાયના બહાર આવી ગયેલ ગર્ભાશયને રિપ્લાન્ટ કરી નવજીવન અપાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામનગર જિલ્લાના જાંબુડા ગામના સરપંચ શરદભાઈનો જામનગર 1962 એમ્બ્યુલન્સના ટેરેટરી પ્રોગ્રામ મેનેજર ડો.સોયબ ખાન પર ફોન આવેલ અને તેઓએ જણાવ્યું કે જાંબુડા ગામમાં એક ગાયને ગર્ભાશય બહાર આવી ગયેલ છે અને તે ગાય અસહ્ય પીડાથી રીબાઈ રહી છે.જાણ થતાં તુરંત જ જામનગર જિલ્લા 1962 ની ટીમમાંથી ડો.હિતાંશુ પાટીલ, ડો.એમ.એસ.વાઢેર પાઇલોટ જીતુભાઈ અને કલ્પેશભાઈ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને જોયું હતું કે ગાયનું ગર્ભાશય બહાર આવી ગયું છે અને ગાયની સ્થિતિ ખૂબ જ નાજુક છે.ત્યારબાદ તુરંત ટીમ દ્વારા ગાયની જરૂરી સારવાર શરૂ કરાઈ હતી અને બે કલાક લાંબા ચાલેલા ઓપરેશન અને ભારે જેહમત બાદ ગાયના ગર્ભાશયની સારવાર કરી તેને ફરી રિપ્લાન્ટ કર્યું હતું અને જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહેલ એક અબોલ પશુને નવું નવજીવન આપવામાં આવ્યું હતું. આ ઘટના બાદ જામનગર જિલ્લા પ્રોજેક્ટ કો- ઓર્ડીનેટર સૂફયાન અને પ્...
માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના”

માત્ર રૂ. ૫/-ના નજીવા દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડીને ગુજરાતના શ્રમયોગીઓની ક્ષુધા સંતોષતી “શ્રમિક અન્નપૂર્ણા યોજના”

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત • ગુજરાતમાં અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત • માત્ર એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર સુધીમાં જ ૭૫.૭૦ લાખથી વધુ ભોજનનું વિતરણ કરાયું • નજીવા દરે ભોજન પૂરું પાડવા રાજ્ય સરકાર પ્રતિ ભોજન ચૂકવે છે રૂ. ૩૭/-ની સબસીડી • યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૧૫૦ કરોડથી વધુના ખર્ચે કુલ ૨.૯૩ કરોડથી વધુ ભોજનનું વિતરણ કરાયું...
ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા કક્ષાનો ૪૮ મું ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ યોજાયું

ડાંગ જિલ્લાના આહવા ખાતે જિલ્લા કક્ષાનો ૪૮ મું ‘બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન’ યોજાયું

Gujarat
હિન્દ ન્યુઝ, ડાંગ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ, ગાંધીનગર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઇ, જિલ્લા પંચાયત શિક્ષમ સમિતિ, આહવા. જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને સરકારી માધ્યમિક અને ઉચ્ચ્ત્તર માધ્યમિક શાળા આહવાના સંયુક્ત ઉપક્રમે આહવા ખાતે આજરોજ ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઇનના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો ૪૮ મું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જે તારીખ ૯ થી ૧૧ ડિસેમ્બર સુધી ચાલુ રહેશે. ભારત દેશ આજે ટેક્નોલોજી ક્ષેત્રે દુનિયામાં નામ રોશન કરી રહ્યો છે. સ્વદેશી ડિઝાઇન ધરાવતું તેજસ જેટ ફાઇટર વિમાન જે ભારતમાં જ તૈયાર થયેલ છે. ત્યારે ભવિષ્યમાં દેશના ભાવી વૈજ્ઞાનિકો બનાવવા માટે બાળ વિજ્ઞાન મેળાઓ બાળકોને ખુબ જ ઉપયોગી સાબીત થશે તેમ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિર્મળાબેન ગાઈને આ પ્રંસગે જણાવ્યું હતું. જિલ્લાના બાળ વૈજ્ઞાનિકોમાં રહેલ સુષુપ્ત શક્તિઓ...
ઉમરગામમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ૧૬૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરાયુ

ઉમરગામમાં તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવમાં ૧૬૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરાયુ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના અંકલાસ ગામમાં જંગલ મોડલ ફાર્મ આધારિત પ્રાકૃતિક ખેતી કરતા હસમુખભાઈ ભંડારી દ્વારા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે અથાગ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો રાસાયણિક ખાતરથી થતી ઝેરયુક્ત ખેતી છોડી ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે ખેડૂતોને વખતોવખત નિઃશૂલ્ક જીવામૃતનુ વિતરણ કરી રહ્યા છે. ઉમરગામના ધોડીપાડા ખાતે સાંસ્કૃતિક ભવનની બાજુના મેદાન પર યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં પ્રથમ દિવસે ૮૦૦ લીટર અને બીજા દિવસે પણ ૮૦૦ લીટર જીવામૃતનું નિઃશૂલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો પ્રથમ દિવસે ૪૦૦ ખેડૂતો અને બીજા દિવસે ૩૫૦ ખેડૂતોએ લાભ લીધો હતો. એક ખેડૂત દીઠ ૧૦ થી ૫૦ લીટર સુધીનું જીવામૃતનું ફ્રીમાં વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ખેડૂતોને જીવામૃતથી થનારા ફાયદા અને જીવામૃત કેવી રીતે બનાવવુ તે અંગેનું માર્ગદર્શન પણ પ્રગતિશીલ ખેડૂત હસમુભા...
સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કરંજ ગામે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લીધી

સુરત જિલ્લા ઓલપાડ તાલુકાના કરંજ ગામે ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મની મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત રાજ્યના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો અંગે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન મળે તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાયકારી યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકા કક્ષામાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ યોજાયો હતો. જેમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે બંને દિવસો દરમિયાન ઓલપાડ તાલુકાના કરંજ ગામે મનહરભાઈ લાડના પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત ખેડુતોએ લીધી હતી. આ ફાર્મમાં ખેડુત મનહરભાઈ લાડે પ્રાકૃતિક ખેતી મોડેલ બનાવીને અનેકવિધ ફળફળાદિ પોતાના ખેતરમાં ઉગાડીને અન્યોને પ્રેરણા પુરી પાડી હતી. આ ઉપરાંત જીવામૃત, ધનજીવામૃત, દશપર્ણીઅર્ક, બ્રહમાસ્ત્ર જેવા દવાઓ ઘર બેઠા બનાવીને છંટકાવ કરવાથી રોગ જીવાત નિયંત્રણ અંગે ખેડુતોને પોતાના અનુભવો વર્ણવ્યા હતા. અને વધુમાં વધુ ખેડુતોને પ્રાકૃતિક ખેતી કરવા માટેની પ્રેરણા પુરી પાડી હતી....
મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ – રૂશ્વત વિરોધી દિવસ યોજાયો: ગૃહમંત્રીની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આંતરરાષ્ટ્રીય લાંચ – રૂશ્વત વિરોધી દિવસ યોજાયો: ગૃહમંત્રીની ઉપસ્થિતિ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  પોતાના હક્કની બહારનું વધારાનું મેળવવાના શોર્ટકટ શોધનારા નૈતિકતા ગુમાવી ભ્રષ્ટ - આચારથી ભ્રષ્ટાચારને પોષે છે  આવું વાતાવરણ તોડવા મજબૂતી અને મક્કમતા નિર્ધાર થી ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ તે જ બનાવીએ  ટીમવર્કથી અને ક્યાંય કોઈ ખચકાટ વિના કરપ્શન સામેની લડાઈ લડવામાં પાછા ના પડશો. રાજ્ય સરકાર તમારી પડખે રહેશે - ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી  લાંચ રૂશ્વત એટલે માત્ર એક શબ્દ નહીં, પરંતુ તે આપણાં સમાજમાં વિકાસના માર્ગ ઉપર રહેલું એક મોટું અવરોધ છે  સમાજના ગરીબ અને સામાન્ય વર્ગના નાગરિકોને ન્યાય અપાવવાનું અને માનવતાનો ધર્મ અદા કરવાનું કાર્ય એસીબી કરી રહી છે...
રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ આચરતા રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો થયો ઘટાડો

રાજ્યમાં નાર્કોટીક્સ અને મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ આચરતા રીઢા ગુનેગારોને નિયંત્રણમાં લાવવા અમલી કરેલા ‘મેન્ટર પ્રોજેક્ટ’ને પરિણામે મિલકત વિરૂધ્ધના ગુનાઓમાં ૨૨ ટકાનો થયો ઘટાડો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  • છેલ્લા પાંચ વર્ષમાં બે કે તેથી વધુ મિલકત વિરૂધ્ધના ગુનામાં પકડાયેલા આરોપીઓ અને એક કે તેથી વધુ નાર્કોટીકસના ગુનામાં પકડાયેલા આરોપીઓનો આ પ્રોજેકટમાં સમાવેશ • મેન્ટર પ્રોજેકટ અન્વયે નિમણૂક પામેલા પોલીસ મેન્ટર્સને દરેક જીલ્લાઓમાં અસરકારક તાલીમ અપાઇ • આરોપી ફરીથી કોઇ ગુનો ન કરે તે સતત વોચ રાખવી અને આ આરોપીઓ ગુનાનો રસ્તો છોડી સકારાત્મક પ્રવૃત્તિમાં જોડાય તેવા પ્રયત્નો કરવાની મેન્ટરની મુખ્ય જવાબદારી...