Monday, February 16News That Matters

Author: Admin Admin

અરજદારોની અરજી પરત્વે વહીવટીતંત્રનું સકારાત્મક વલણ

અરજદારોની અરજી પરત્વે વહીવટીતંત્રનું સકારાત્મક વલણ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ     જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કલેક્ટર તંત્રમાં આવેલી અરજીઓનો ઝડપથી અને સત્વરે નિકાલ લાવવામાં આવે છે. તાજેતરમાં રસ્તાના દબાણની મળેલી અરજીઓ અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ મહેસૂલી તલાટી, સર્કલ ઓફિસર તથા મામલતદાર, વેરાવળ (ગ્રામ્ય) દ્વારા અરજદાર ઉષાબેન વાળાની રસ્તાની અરજી અન્વયે નાવદ્રાથી બોળાશ જતાં રસ્તાની બન્ને બાજુએ થયેલ દબાણો આશરે ૭ થી ૮ ફુટ પહોળા તથા ર૦૦ થી રર૦ મીટરનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આ જ રીતે, મેરામણભાઈ વિરાભાઈ બારડની રસ્તાની અરજી અન્વયે નાવદ્રા થી બોળાશ જતાં રસ્તાની બન્ને બાજુ ઘણસેરના રસ્તા ઉપર થયેલ દબાણો, આશરે ૭ થી ૮ ફુટ રસ્તો, આશરે દોઢથી બે કીલોમીટર જેટલું રસ્તાનું દબાણ ૩-જે.સી.બી. મશીનો દ્વારા દિન-પ માં વહીવટી તંત્ર દ્વારા ખુલ્લું કરી એ.ટી.આર. ના રસ્તાની અરજીનું નિરાકરણ કરવામાં આવ્યું હતું....
વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાના સમાજના સોશિયલ મીડિયા ગૃપ થકી પરિવાર સાથે મિલન કરાવ્યું

વેરાવળ સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા મહિલાના સમાજના સોશિયલ મીડિયા ગૃપ થકી પરિવાર સાથે મિલન કરાવ્યું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ, જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી શ્રી ના માર્ગદર્શન હેઠળ જિલ્લા ટીબી સેન્ટર , રાજેન્દ્ર ભવન રોડ સખી વન સ્ટોપ સેન્ટર ૨૪ કલાક કાર્યરત રહે છે આ સેન્ટરમાં હિંસાથી પીડિત મહિલાઓને એક જ છત્ર નીચે પાંચ પ્રકારની સેવા આપવામાં આવે છે જેમાં કાયદાકીય, તબીબી, પોલીસ, મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ, હંગામી ધોરણે આશ્રય સહાય આપવામાં આવે છે. તા.૧૪ ડિસેમ્બરના બપોરના સમયે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા અજાણી મહિલાને  આશ્રય સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકી ગયા હતાં. સેન્ટરમાં જ્યારે આ બહેન આવ્યા ત્યારે તેમણે કોઇ સત્ય માહિતી આપી નહીં. તેમની મનોદશા પણ  સત્ય માહિતી આપી શકે તેવી પરિસ્થિતિમાં ન હતી. આથી તેમને થોડા સમય માટે આરામ માટે પૂર્ણ સમય અને આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમનુ મન...

પ્રશ્નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ૯૭ સગર્ભા બહેનોની તપાસ કરાઇ

Gujarat
હિદ ટીવી - ગુજરાતી,  ગીર સોમનાથ             સુત્રાપાડા તાલુકાના પ્રશ્નનાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ પ્રજનન અને બાળ આરોગ્ય અધિકારીશ્રીની સૂચના અન્વયે તાલુકા આરોગ્ય અધિકારીની માર્ગદર્શન હેઠળ Mega ANC PMSMA Campનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં VIMS હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત ડો.જાનકી દાહીમા દ્વારા કુલ ૯૭ સગર્ભા બહેનોની તપાસ, લેબોરેટરી ટેસ્ટ અને જરૂરી સારવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ કરવામાં આવી હતી. તેમજ તમામ સગર્ભા બહેનોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના વિવિધ ગામોમાંથી ૧૦૮ અને ખિલખિલાટ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લાવવા અને લઇ જવામાં આવ્યાં હતાં.  ...
જિલ્લામાં યોજાનાર તાલુકા પંચાયતોની પેટા તથા કોડિનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારો પોતાના નામની ચકાસણી સંબંધિત અધિકારી પાસે કરી શકશે

જિલ્લામાં યોજાનાર તાલુકા પંચાયતોની પેટા તથા કોડિનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે મતદારો પોતાના નામની ચકાસણી સંબંધિત અધિકારી પાસે કરી શકશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૧૩/૧૨/૨૦૨૪ના આદેશથી નગરપાલિકા/તાલુકા પંચાયતોની પેટા ચૂંટણી માટેની મુસદારૂપ ફોટાવાળી મતદારયાદી તૈયાર કરી, આગામી તા.૧૯/૧૨/૨૦૨૪ના રોજ પ્રાથમિક પ્રસિધ્ધી કરવામાં જણાવવામાં આવ્યું છે. જેમાં પંચાયત ચૂંટણી અંગેના મતદારો મતદારયાદીમાં નોંધાયેલ પોતાના નામની ચકાસણી સંબંધિત મતદાર નોંધણી અધિકારી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી, ગામ પંચાયત કચેરી, તાલુકા પંચાયત કચેરી, જિલ્લા પંચાયત કચેરી તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની કચેરીએ તેમજ નગરપાલિકા ચૂંટણી અંગેના મતદારો પ્રાંત કચેરી, નગરપાલિકાઓની મુખ્ય કચેરી તેમજ વોર્ડની કચેરી ખાતે પોતાના નામની ચકાસણી કરી શકશે. પંચાયત ચૂંટણીઓ માટે દાવાઓ નિયત નમૂના-૧(ક) તથા ૧(ખ) મુજબ તા.૮/૦૧/૨૦૨૫ સુધીમાં તથા નગરપાલિકા ચૂંટણી માટે દાવાઓ ઉમેદવારી પત્ર રજૂ કરવાની છેલ્લી તારીખના ૧૦ દિવસ પહેલા ...
‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે ગ્રામ સભા યોજાઈ

‘પ્રશાસન ગાંવ કી ઔર’ અંતર્ગત સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે ગ્રામ સભા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ                   સમગ્ર દેશમાં અત્યારે સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત 'પ્રશાસન ગાંવ કી ઔર' અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ જિલ્લાના અંતરિયાળ ગામો સુધી પહોંચીને ગામ લોકોને સમસ્યાઓને સાંભળી તેના નિરાકરણની દિશામાં કાર્ય કરવાના છે. જે અંતર્ગત જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા આજે સૂત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે ગામ લોકોના પ્રશ્નો સાંભળીને તેના નિરાકરણની દિશામાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી પહેલી હકારાત્મક પહેલોની જાણકારી આપીને સંબંધિત પ્રશ્નોનું સત્વરે નિરાકરણ આવે તે દિશામાં જિલ્લા વહીવટી તંત્ર કાર્યરત છે તેઓ વિશ્વાસ ઉપસ્થિત ગ્રામજનોને અપાવ્યો હતો. સૂત્રાપાડા તાલુકાનું ટીંબડી ગામે આયોજિત ગામ સભામાં ગામના નાગરિકોએ ગૌચરના દબાણો, બસ સ્ટેન્ડ આસપાસના દબાણો,જિલ્લા આયોજન હેઠળના કામો ત્વરિત કરવા માટેની રજૂ...
ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગોચરની જમીન પરથી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું

ગીર ગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગોચરની જમીન પરથી વહીવટી તંત્ર દ્વારા દબાણ દૂર કરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજે ગઢડા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે ગીરગઢડા તાલુકાના જુના ઉગલા ગામે ગૌચરની જમીન ઉપર ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે હાથ ધરવામાં આવેલી કામગીરી અંતર્ગત ૩૪  દબાણદારો દ્વારા દબાણ કરવામાં આવેલ આશરે રૂ. ૧૦.૨૦ કરોડની કુલ ૨,૭૫,૦૦૦ ચો.મી. જમીન ૨ દિવસની કામગીરી દરમ્યાન ખુલ્લી કરવામાં આવી હતી....
તાલાલાના માધુપુર ખાતે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

તાલાલાના માધુપુર ખાતે કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

Gujarat
ગીર સોમનાથ             ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ કરવામાં આવે છે. જેમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા આજે સવારે તાલાલાનાં માધુપુર લેઉવા પટેલ સમાજની વાડી ખાતે પ્રાકૃતિક ખેતી ઉપર પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં 'પ્રકૃતિ સાથેની ખેતી એટલે પ્રાકૃતિક ખેતી' એવી વિભાવના સ્પષ્ટ કરતા કલેક્ટરએ જણાવ્યું કે, આપણો જિલ્લો પ્રાકૃતિક સંપદા ધરાવતો જિલ્લો છે. કેસર કેરી તેમજ પશુપાલન આપણા જિલ્લાની આગવી ઓળખ છે. આ સિવાય આણો જિલ્લો નારીયેળી તેમજ વિવિધ કૃષિ પેદાશો માટે પણ નામના ધરાવે છે. કલેકટરશ્રીએ વધુમાં ખેડૂતોને કેમિકલમુકત કૃષિ પેદાશોનું ઉત્પાદન કરવા અપીલ કરવા સાથે કૃષિ અધિકારીઓને પ્રાકૃતિક કૃષિ સાથે ખેડૂતોની આવક ...

આાગામી જાન્યુઆરી માસમાં નહેરૂ યુવા કેન્દ્ર, સુરત દ્વારા યોજાનાર યુવા આદાન પ્રદાન કાર્યક્રમના આયોજન અંગે બેઠક મળી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત આાગામી જાન્યુઆરી માસમાં નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા યોજવામાં આવનાર યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ સુચારૂરૂપે પાર પડે એ માટે જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીની અધ્યક્ષતામાં જિલ્લા સેવાસદન ખાતે બેઠક મળી હતી. બેઠક દરમિયાન જિલ્લા કલેકટરે જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરના આતંકવાદ પ્રભાવિત જિલ્લાઓ અનંતનાગ, કુપવાડા, બારામુલ્લા, બડગામ અને પુલવામા જિલ્લાના ૧૨૦ યુવાઓ તેમના ૧૨ ટીમ લીડરો સાથે તા. ૦૬ થી ૧૧મી, જાન્યુઆરી દરમિયાન સુરતની મુલાકાતે પધારશે. આ યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત અન્ય રાજયના યુવાનો સુરતની મુલાકાતે આવનાર છે, ત્યારે તેઓ સુરત અને ગુજરાતનો સારો અનુભવ લઇને જાય એ પ્રકારની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા કહ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન યુવાઓને અદાણી પોર્ટ-હજીરા, હરેક્રિશ્ના ડાયમંડ, લક્ષ્મીપતિ ગૃપ, યુરો વેફર્સ સહિતના ઔદ્યોગિક સ્થળો, નર્મદ યુનિ. જેવા શૈક્ષણિક સ્થળ તેમજ દા...
ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાએ એક્સરે મોબાઇલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી

ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતાએ એક્સરે મોબાઇલ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, , ભાવનગર “ટીબી હારેગા દેશ જીતેગા”                     દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ભારત દેશને આગામી વર્ષ-૨૦૨૫ સુધીમાં “ટીબી હારેગા દેશ જીતેગા” ઝુંબેશ અંતર્ગત ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે. ભાવનગર જિલ્લામાં ૧૦૦ દિવસ ટીબી  કેમ્પેઇનના ભાગરૂપે આજરોજ ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ચંદ્રમણી કુમાર, CSR ના સિનીયર વાઇસ પ્રેસીડેન્ટ ડૉ.પી.કે.શુક્લા, મહુવા હનુમંત હોસ્પિટલના ટ્રસ્ટી ડૉ.કે.ડી.પારેખ, ઇન્ચાર્જ જિલ્લા ક્ષય અધિકારી ડૉ. આનંદ, હનુંમત હોસ્પિટલના સીઇઓ ડૉ. ચિંતન શનિશ્વરા, ક્રિટીકલ કેર એન્ડ પલ્મોનોલોજીસ્ટ ડૉ. બકુલ કલસરિયા સહિતના અધિકારીશ્રીઓએ એક્સરે વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. એક્સરે મોબાઇલ વાન થકી શંકાસ્પદ દર્દીઓ તથા છેલ્લા પાંચ વર્ષમાં દવા લીધેલ ટીબીના દર્દીઓના કુટુંબીજનો, ૬૦ વર્ષથી ...
એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ૫૨,૯૬૯ ખેડૂતોનું રજીસ્ટ્રેશન

એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના ૫૨,૯૬૯ ખેડૂતોનું રજીસ્ટ્રેશન

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી,  ગીર સોમનાથ એગ્રીસ્ટેક પ્રોજેકટ અંતર્ગત કેન્દ્ર અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી ફાર્મર રજીસ્ટ્રી હેઠળ ખેડૂતોને આધાર આઈ.ડી.ની જેમ ફાર્મર રજીસ્ટ્રી આઈ.ડી. મળશે. રાજ્યમાં તા.૧૫ ઓક્ટોબર ૨૦૨૪થી ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. પી.એમ.કિસાન યોજના તળે આગામી ડિસેમ્બરના હપ્તા માટે ખેડૂત આઈ.ડી.ની નોંધણી ફરજિયાત છે. પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીએ આ લાભ મેળવવા તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ પહેલા નોંધણી કરાવવી. વેબપોર્ટલથી દરેક ગ્રામ પંચાયત કચેરીમાં નોંધણી થશે અને વધુમાં ખેડૂત જાતે પણ નોંધણી કરી શકશે. ગીર સોમનાથ જીલ્લામાં કોડીનાર તાલુકામાં ૧૧,૦૨૨ ખેડૂતોએ, ઉના તાલુકામાં ૯૮૧૦ ખેડૂતોએ, સુત્રાપાડા તાલુકામાં ૯૬૨૧ ખેડૂતોએ, તાલાલા તાલુકામાં ૯,૧૯૨ ખેડૂતોએ, વેરાવળ તાલુકામાં ૬,૩૧૬ ખેડૂતોએ અને ગીર ગઢડા તાલુકામાં ૭૦૦૮ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ અંગેની વધુ વિગતો માટે ગામના તલાટી કમ મંત્રી...