Monday, February 16News That Matters

Author: Admin Admin

ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેડૂતો માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

ચણાના ઊભા પાકમાં લીલી ઈયળના રોગને નિયંત્રિત કરવા ખેડૂતો માટે ખેતી નિયામકની કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર ખેડૂતો તેમની ઉપજને બચાવીને સારા ભાવ મેળવી શકે તે માટે રાજ્ય સરકાર સતત પ્રત્યનશીલ છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચણાના ઉભા પાકમાં લીલી ઈયલ જોવા મળે છે. ચણાના ઊભા પાકમાં લીલી ઈયળ સ્વરૂપે જોવા મળતા રોગને નિયંત્રિત કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતો માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા પગલા જાહેર કરવામાં આવ્યા છે. આ માર્ગદર્શિકા મુજબ લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ ૦૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ કેરોમેન ટ્રેપ છોડથી ૦૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી હિતાવહ છે. ખેતરમાં વીઘે દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવા અથવા જ્યાં લાઈટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક ૦૧ થી ૦૨ ટીપા નાખવા, જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી કૂદીઓ પાણીમાં પડતા જ નાશ પામી શકે છે. આ ઉપરાંત પક્ષીઓને ...
ડાંગ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

ડાંગ જિલ્લા બાગાયત વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે જિલ્લા કક્ષાનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આહવા ડાંગ જિલ્લા નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા વઘઈ કૃષિ યુનિવર્સીટી ખાતે વિધાનસભા નાયબ દંડક વ ડાંગ જિલ્લા ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને 'પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી બાગાયતી ખેતી' વિષયક જિલ્લા કક્ષાનો સેમિનાર યોજાયો હતો. ખેતીના જમીનની ફળદ્રુપતાં જળવાઈ રહે છે માટે ડાંગ જિલ્લાને પ્રાકૃતિક જિલ્લો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે જિલ્લાના સૌ ખેડુતોએ પ્રાકૃતિક ખેતી પધ્ધતિ અપનાવી વધુને વધુ પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાનો છે. રાસાયણિક ખાતરો થી દૂર રહી વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અપનાવી ખેતીમાં ઉત્પાદન વધારવા તેમજ સરકારી ખેતી વિષયક યોજનાઓનો લાભ લેવા આ પ્રંસગે વિજયભાઈ પટેલે ખેડૂતોને અનુરોધ કર્યો હતો. વઘઈ કૃષિ યુનિવર્સીટીમાં ખેતી વિશેના તમામ કાર્યક્રમો થી હર હમેંશા નવુ નવુ માર્ગદર્શન મળતું રહે છે. ત્યારે અહિં વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલ માર્ગદર્શનનોને અમલી બનાવી...
ગરૂડેશ્વરના વેલછંડી ખાતે “નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરિસંવાદ” યોજાયો

ગરૂડેશ્વરના વેલછંડી ખાતે “નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરિસંવાદ” યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના વેલછંડીના જે. કે. ફ્રુટ ખાતે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દ્વારા “નિકાસલક્ષી કેળ ઉત્પાદન પરીસંવાદ” કાર્યક્રમ યોજાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રગતિશીલ ખેડૂતોને સંબોધતા ફળ સંશોધન કેન્દ્ર ગણદેવીના વિષય નિષ્ણાંત ડો. એ. પી. પટેલે જણાવ્યું કે, કેળ એક્સપોર્ટ સંદર્ભ તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા બહાર પાડેલ મેક્રોપ્રપોગેશન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કેળના રોપાની નવી તકનીક સમજાવીને ખેડૂત ઓછા ખર્ચે જાતે જ રોપાઓ બનાવી શકે તે માટે ખેડૂતોને સમજણ પુરી પાડીને આધુનિક ખેતી પદ્ધતિ વિશે વિસ્તૃત માર્ગદર્શન પુરુ પાડવામાં આવ્યું હતું. સાથે ડો.પી.ડી.સોલંકી દ્વારા આધુનિક ફ્રુટ અનાનસ ખેતી પદ્ધતી અને નવીનતમ ફળપાકો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું. આ પ્રસંગે નાયબ બાગાયત નિયામક એન. વી. પટેલે જણાવ્યું કે, ખેડૂતો સાથેના એક દિવસીય ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસ દરમિયાન જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રવાસ દરમિયાન જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લાઓના પોતાના પ્રવાસ દરમિયાન જરૂરિયાત મુજબ સંબંધિત જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની કામગીરીની સ્થળ પર સમીક્ષાનો અભિગમ અપનાવ્યો છે. આ હેતુસર મુખ્યમંત્રી સ્થાનિક પદાધિકારીઓ અને વહીવટીતંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજીને પ્રશ્નોના નિવારણ સહિતના વિવિધ વિષયો પર માર્ગદર્શન આપતા હોય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પરંપરાને આગળ ધપાવતા બુધવારે તા. ૧૮ ડિસેમ્બરે પાલીતાણાના પ્રવાસ કાર્યક્રમ બાદ પાલીતાણા નગરપાલિકા સિવિક સેન્ટરની મુલાકાત લઈને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે પાલીતાણા નગર સેવા સદન ખાતે ધારાસભ્ય, નગરપાલિકાના પ્રમુખ અને પાલિકાના સદસ્યો તથા અધિકારીઓ સાથે બેઠક યોજીને પાલિકાના નવીન મકાન, નાણાંકીય સાધનો વધારવા તથા સ્વચ્છતા-સફાઈની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી. મુખ્યમંત્રીએ નગરપાલિકાઓને વિકાસ કામો માટે રાજ્ય સરકાર દ્...
ભારત સરકારના ઉર્જા સંરક્ષણ બ્યુરો એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આયોજીત રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતામાં વેડરોડ ગુરૂકુલના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાએ ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો

ભારત સરકારના ઉર્જા સંરક્ષણ બ્યુરો એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પાવર દ્વારા આયોજીત રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતામાં વેડરોડ ગુરૂકુલના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાએ ચોથો ક્રમ પ્રાપ્ત કર્યો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત ભારત સરકાર દ્વારા આયોજિત (ઉર્જા સરક્ષણ બ્યુરો એનર્જી, મિનિસ્ટ્રી ઓફ પાવર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા) દ્વારા રાષ્ટ્રીય ચિત્રકલા પ્રતિયોગીતા – ૨૦૨૪માં સમગ્ર ભારતમાંથી ૮૫ લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી દરેક રાજ્યમાંથી રાજ્યકક્ષાના શ્રેષ્ઠ ત્રણ વિદ્યાર્થીઓને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતના ત્રણ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાં સુરતના શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય - વેડ રોડના વિદ્યાર્થી મકવાણા ક્રિષ્નાને પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને તેની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા માટે પસંદ થયા હતા. જેમાં ભારતકક્ષાએ મકવાણા ક્રિષ્નાને ટોપ ટેનમાં ચોથું સ્થાન પ્રાપ્ત કરવાથી ભારતના ઉપરાષ્ટ્રપતિ જયદીપ ધનખરના વરદ્ હસ્તે ટેબલેટ તથા રૂા.૧૫ હજારનું ઇનામ એનાયત થયું હતું. તેમને મળેલ આ વિશિષ્ટ સિધ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના મહંત સ્વામી પ. પૂ. સદગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામી, તૈયારી કરાવના...
બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

બાળલગ્ન વિરૂધ્ધ જાગૃતિ કેળવવા ધરમપુરના ખોબામાં રાત્રિ સમયે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વલસાડ જિલ્લામાં બાળ લગ્ન રોકવા માટે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા ધરમપુરના ખોબા ગામ ખાતે રાત્રી સમયે ગ્રામજનો મળી રહે તે માટે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી બાળલગ્ન રોકવા માટે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ધરમપુર તાલુકાના ખોબા ગામ ખાતે ધરમપુરની વનરાજ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજની NSSની વાર્ષિક શિબિર દ્વારા સમાજના છેવાડાના અભાવગ્રસ્ત લોકો સુધી રાજય સરકાર અને કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી વિવિધ સેવાકીય પ્રવૃતિઓ પહોંચાડવાના હેતુથી ગ્રામ શિબિરનું આયોજન કરવામાં આવે છે. જે દરમ્યાન વિદ્યાર્થીઓ દ્વારા રાત્રિના સમયે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં NSS વિદ્યાર્થીઓ દ્વારા બાળલગ્ન રોકવા અને વ્હાલી દીકરી યોજનાના ફાયદાઓ બતાવતું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ દ...
નર્મદા જિલ્લાના આત્મા પ્રોજેકટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાના સંયુકત પ્રયાસ દ્વારા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ

નર્મદા જિલ્લાના આત્મા પ્રોજેકટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાના સંયુકત પ્રયાસ દ્વારા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ અપાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા                નર્મદા જિલ્લાના આત્મા પ્રોજેક્ટ, ખેતીવાડી, બાગાયત અને પશુપાલન ખાતાના સંયુકત પ્રયાસ દ્વારા જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની તાલીમ આપવામાં આવી રહી છે. આ તાલીમ દરમિયાન રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો નહિવત ઉપયોગ કરી દેશી ગાય આધારિત ખેતી અપનાવવા અંગે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી રહી છે.           આ તાલીમમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા ક્લસ્ટર બેઝ તાલીમ અને કિશાન ગોષ્ઠીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે ફાર્મર માસ્ટર ટ્રેનર્સ અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગેની વિશેષ માહિતી અને મોડેલ ફાર્મની મુલાકાત સાથે તાલીમ આપવામાં આવી રહી છે.            નર્મદા જિલ્લાના પાંચે તાલુકામાં તા. ૯ મી થી ૧૭ ડિસેમ્બર દરમિયાન દેડિયાપાડા તાલુકાના પાનુડા, સોલીયા, સામોટ, નાનાસુકા આંબા, સાબુટી, રેલવા, ખૈડીપાડા, રોહદા, વા...
નવસારીની એમ.વી.ડી. (ફરતું પશુ દવાખાનું) ટીમને મળ્યો શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટેનો રાષ્ટ્રીય એવૉર્ડ

નવસારીની એમ.વી.ડી. (ફરતું પશુ દવાખાનું) ટીમને મળ્યો શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક સેવા માટેનો રાષ્ટ્રીય એવૉર્ડ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નવસારી                રાજ્યના પશુધનને સ્થળ પર જ આરોગ્ય સુરક્ષા કવચ આપવા માટે રાજ્ય સરકારે પશુપાલન વિભાગના માધ્યમથી દસ ગામ દીઠ ફરતું પશુ દવાખાનું (MVD - મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી) ની યોજના અમલમાં મૂકી છે. અબોલા પશુઓ માટે ફરતું પશુ દવાખાનું સંજીવની સમાન છે, ત્યારે નવસારીની મોબાઇલ એનિમલ હોસ્પિટલની એક ટીમે સમગ્ર જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ચમકાવી દીધું છે. EMRI ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા હૈદરાબાદ ખાતે આયોજીત શ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષક રાષ્ટ્રીય એવોર્ડ સમારંભમાં આ ગૌરવવંતુ સન્માન મેળવીને નવસારીની યશકલગીમાં એક મોરપીંછ ઉમેરાયું છે. આ એવોર્ડ સમારોહમાં દેશના જે પણ રાજ્યોમાં ફરતું પશુ દવાખાનું એટલે કે ૧૯૬૨ પર કોલની સેવા કાર્યરત છે, તેમાંથી સર્વશ્રેષ્ઠ પ્રાણી જીવનરક્ષકની કામગીરી કરી હોય તેવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.         ગર્વની વાત એ છે કે, આ એવોર્ડ માટ...
નટવરભાઈ પ્રાકૃતિક ખેતીમાં જોડાતા જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, આવક અને વેચાણમાં વધારો

નટવરભાઈ પ્રાકૃતિક ખેતીમાં જોડાતા જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, આવક અને વેચાણમાં વધારો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોનગઢ સોનગઢ તાલુકાના કીકાકુઇ ગામથી અંદરના રસ્તે જઈએ એટલે એક દમ લીસ્સા સર્પાકાર રોડ ખેતરોની વચ્ચેથી પસાર થઈને નિશાણા ગામ તરફ જવાય. પ્રાકૃતિક ખેતીને વિશેષ પ્રધાન્યને આપતા નટુભાઈ એજ ગામના... નિશાણા ગામમાં જઈને બાળકોને પણ પૂછવામાં આવે તો તે પણ કહેશે કે જમણી બાજુ મોટા મોટા સરગવાના છોડ આવશે તે ખેતર એમનું. ખેતરના ખૂણે એક સરસ મજાનું બોર્ડ, જેમાં લખ્યું હતું કે, નટવરભાઈ હોમજીભાઈ ગામીત વર્ષ ૨૦૨૦ થી પ્રાકૃતિક ખેતી કરે છે. નટવરભાઈ પંચ સ્તરીય બાગાયતી ખાદ્ય જંગલ મોડેલ પ્રકારની મિશ્ર ખેતી કરે છે. એમના ખેતરમાં તેમણે ૧૫૦ આંબા, ૨૨૦ સરગવા, ૪૦ લીંબુડી, ૪૦ જમરૂખ, ૧ નારીયેલ, ૬ ફણસ, ૨ કમરક તેમજ ઘરે ઉપયોગ લેવા માટેની શાકભાજી તેમજ અન્ય પાકો એક સાથે રોપેલા છે. પ્રાકૃતિક ખેતી કરીને પ્રગતિશીલ ખેડૂત બનેલા નટવરભાઈની જીવનશૈલીમાં ગુણાત્મક પરિવર્તનો આવ્યાં છે. તેઓ જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી આજ...
ડાંગ જિલ્લામાં ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ ના આયોજન સંદર્ભે યોજાઇ બેઠક

ડાંગ જિલ્લામાં ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ ના આયોજન સંદર્ભે યોજાઇ બેઠક

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ          આગામી દિવસોમાં ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાનાર ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ ના આયોજન સંદર્ભે આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તમામ સંકલન અધિકારીઓની સાથે મહત્વની બેઠક યોજાઇ હતી. જિલ્લામાં યોજાતા ગરીબ કલ્યાણ મેળા અને સેવા સેતુ કાર્યક્રમો જેમાં લોકોને વ્યાપક પ્રમાણે એક જ સ્થળે સરકારી યોજનાઓના લાભ આપવામાં આવતાં હોય છે તેવી જ રીતના પ્રજા અને સરકાર વચ્ચે સેતુરૂપ બની કોર્ટ દ્વારા ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ યોજીને લોકોને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવતો હોય છે. ત્યારે લોકોને સરકારી યોજનાઓના લાભ લેવામાં અગવડતાં ના પડે તે સુનિશ્વિત કરવા અને આ કેમ્પનું સુવ્યવસ્થિત આયોજન કરવા જિલ્લા કલેક્ટર મહેશ પટેલે તમામ અધિકારીઓને સુચનો કર્યા હતા.          આ બેઠકમાં નવસારી ડિસ્ટ્રીક્ટ કોર્ટના સેક્રેટરી જીમી મહેત...