Monday, February 16News That Matters

Author: Admin Admin

અમરોલીના કોસાડ ગામ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

અમરોલીના કોસાડ ગામ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરત શહેરના અમરોલીના કોસાડ ગામ ખાતે રૂ.૧૦ કરોડ ખર્ચે પ્રથમ તબક્કામાં પાંચ કિમી લાંબી સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને પાઈપ ડ્રેઈનનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્કના ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરતમાં બ્રિજ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુરત મહાનગર પાલિકાના દરેક વિસ્તારમાં સમાન વિકાસ થયો છે. સમગ્ર ભારતમાં સૌ પ્રથમ મહાનગર પાલિકાએ ઝુંપડપટ્ટી મુકત થવાની દિશામાં અગ્રેસર કામગીરી કરી છે. પીવાના પાણી, સ્વચ્છ વાયુ, સફાઈ સહિત દરેક ક્ષેત્રેમાં સુરત અગ્રેસર રહ્યું છે. વધુમાં મંત્રીએ કહ્યું હતું કે, કોસાડમાં કુલ ૬૪.૨૫ કરોડથી વધુના પ્રથમ તબક્કાના કામોને મંજુરી મળી છે. જેમાંથી આજે રૂ.૧૦ કરોડ ખર્ચે પ્રથમ તબક્કામાં પાંચ કિમી લાંબી સ્ટ્રોર્મ ડ્રેનેજ નેટવર્ક RRC બોક્સ અને...
પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્લીન-અપ મોકડ્રીલ યોજાઈ

પારડીના કોલક દરિયા કિનારે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્લીન-અપ મોકડ્રીલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત     દરિયા કિનારા, ગામના લોકો, મેંગ્રુવ્ઝના વૃક્ષો અને દરિયાઈ જીવસૃષ્ટિને નુકશાનથી બચાવવા મોક એક્સરસાઈઝ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટી અને યુનિયન ટેરેટરી ઓફ દમણ, દીવ અને દાદરાનગર હવેલીને લાગુ ગુજરાતના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કોલક ગામના દરિયા કિનારા ખાતે દેશની સૌપ્રથમ શોરલાઈન ક્લીન અપ મોકડ્રીલ યોજાઇ હતી.     મોકડ્રીલનો મુખ્ય હેતુ વિવિધ વિભાગો અને લોકોને એક પ્લેટફોર્મ પર લાવવાનો મને તેમની મુખ્ય ક્ષમતાને ઓળખવા, રાસાયણિક ઘટના માટે અસરકારક અને સંકલિત પ્રતિસાદ માટે સંસાધનો એકત્રિત કરવાનો છે. મોકડ્રીલના ઈન્સીડન્ટ કમાન્ડર અને પારડી પ્રાંત અધિકારી નિરવ પટેલની અધ્યક્ષતામાં દરિયાની અંદર શીપમાંથી ઢોળાયેલા ક્રુડ ઓઈલને કારણે દરિયાકિનારેના ગામના લોકો, મેંગ્રુવ્સના વૃક્ષો અને જીવસૃષ્ટિને થતા નુકશાનથી કેવી રીતે બચી શકાય તે અંતર્ગત મોક એક્સરસાઈઝ કરવામાં આવી હતી. મોકડ...
જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવીની અધ્યક્ષતામાં તિલકવાડાની શ્રી કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પરિસરમાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું

જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવીની અધ્યક્ષતામાં તિલકવાડાની શ્રી કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પરિસરમાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                      એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના આદિજાતિ ખેડૂતોને કૃષિ વિષયક નવીન બાબતોની જાણકારી મળી રહે તથા તેના તાંત્રિક જ્ઞાન અને કુશળતામાં વધારો થાય અને ખેતીને આધુનિક બનાવી વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તેવા શુભ આશયથી એ.જી.આર.-૩ યોજના અંતર્ગત તિલકવાડાની કે.એમ.શાહ સાર્વજનિક હાઈસ્કૂલ કેમ્પસમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ તડવીની અધ્યક્ષતામાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું. નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસિંહભાઈ તડવીએ જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર ખેડૂતોને કેન્દ્રમાં રાખીને કૃષિ ક્ષેત્રે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી ખેડૂતોની આવક બમણી થાય તે દિશામાં અનેક હિતકારી નિર્ણયો કરી રહી છે. ખેત ઓજારો માટે ચાલતી ખેડૂત સહાય યોજનાના માધ્યમથી આજે અનેક ખે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા કે પુરક રસ્તા તરીકે કુલ ૧૪૨ કિ.મી.ના પાંચ રસ્તાઓના રિસરફેસીંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા કે પુરક રસ્તા તરીકે કુલ ૧૪૨ કિ.મી.ના પાંચ રસ્તાઓના રિસરફેસીંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા

Gujarat
હિન્દ ટીવી ગુજરાતી, ગીર સોમનાથ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગુજરાત સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા રાજ્યમાં હાથ ધરાઈ રહેલા અગત્યના પ્રોજેક્ટસ સાથે કોર નેટવર્કને જોડતા તથા તેને પૂરક માર્ગો તરીકે કાર્યરત કુલ પાંચ જેટલા રસ્તાઓના રીસરફેસિંગ માટે ૧૩૧ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવા કુલ ૧૪૨ કિ.મી લંબાઈના માર્ગો માટે આ રકમ મંજૂર કરી છે. તદ્દઅનુસાર, પેથાપુર-નારદીપુર-ખેરવા ૨૨.૪૦ કિ.મી, જામનગર-લાલપુર-વેરાદ ૩૧.૮૫ કિ.મી. તેમજ નડિયાદ-પેટલાદ- ખંભાત ૨૪.૦૦ કિ.મી. અને ચીખલી-ધરમપુર ૨૦.૪૫ કિ.મી. તથા ભુજ-મુંદ્રા ૪૩.૫૦ કિ.મી. માર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના સાહસ સ્ટેટ રોડ ડેવલોપમેન્ટ કોર્પોરેશન દ્વારા પાછલા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં વિવિધ મહત્વપૂર્ણ માર્ગોના નિર્માણ, રીસર્ફેસિંગ, વિસ્તૃતિકરણ વગેરે માટે કુલ ૨૯૯૯ કરોડ રૂપિયાના કામો હાથ ધરવામાં આવેલા છે....
મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે “પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ

મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબહેન બાબરીયાના હસ્તે “પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ગીર સોમનાથ  “પોષણ ઉત્સવ-૨૦૨૪”નો ગાંધીનગર ખાતેથી રાજ્યવ્યાપી શુભારંભ કરાવતા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબહેન બાબરીયાએ જણાવ્યું હતું કે, દેશને વિકસીત ભારતના નિર્માણમાં સશક્ત મહિલા અને સ્વસ્થ બાળકની મહત્વની ભૂમિકા રહેલી છે. દરેક ઉંમર અને વ્યક્તિના વિકાસમાં શિયાળાની ઋતુની મહત્વતાને ધ્યાનમાં રાખી, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સહી પોષણ, દેશ રોશન” ના સુત્રને સાર્થક કરવા રાજ્યના પ્રજાવત્સલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં “પોષણ ઉત્સવ-૨૦૨૪” નો શુભારંભ કરવામાં આવ્યો છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સ્વસ્થ, સશક્ત અને સામર્થ્યવાન બાળક દેશના ઉજ્જવળ ભવિષ્યની નિશાની છે, દેશનું દરેક બાળક સ્વસ્થ અને સશક્ત બને તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. આજનું બાળક દેશનું ભવિષ્ય છે, તેમને પોષણયુક્ત સ્વસ્થ્ય આહાર આપવો ખુબ જ જરૂરી છે. ગુજરાત પોષણ વ...
ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આપેલું વચન પાળ્યું….

ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને આપેલું વચન પાળ્યું….

Gujarat
ગીર સોમનાથ         રાજ્યના અન્નદાતાની ઉન્નતિ એ હરહંમેશથી ગુજરાત સરકારનો મુખ્ય નિર્ધાર રહ્યો છે. ખેડૂતોની આવકમાં વધારો થાય, ખેડૂતો સમૃદ્ધ અને આત્મનિર્ભર બને તેવા શુભ આશયથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ ખેડૂતલક્ષી યોજનાઓ અમલમાં મૂકીને ખેડૂતો પ્રત્યે સરકારની દ્રઢ પ્રતિબધ્ધતા દર્શાવી છે. વડાપ્રધાનએ શરૂ કરેલા આ અનુક્રમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારે મક્કમતા પૂર્વક જાળવી રાખ્યો છે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, રાજ્યના ખેડૂતો ઉપર આવતી કોઈપણ સમસ્યામાં સરકાર તેમની પડખે ઊભી છે, તેવો દ્રઢ વિશ્વાસ રાજ્યના ખેડૂતોમાં કેળવાયો છે. ચાલુ વર્ષે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં વરસેલા ભારે વરસાદમાં રાજ્યના અનેક ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું હતું. આવા કપરા સમયે ખેડૂતોની સંવેદના સમજીને રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કર...
ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે ચણાના ઉભા પાકમાં લીલી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા  

ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો માટે ચણાના ઉભા પાકમાં લીલી ઇયળના સંકલિત વ્યવસ્થાપન માટે માર્ગદર્શિકા  

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ            લીલી ઇયળના ભૌતિક નિયંત્રણ માટે પાક ઉગ્યા બાદ ૫ દિવસે હેક્ટર દીઠ ૨૦ ફેરોમેન ટ્રેપ છોડથી ૧ ફૂટ ઉંચાઇએ ગોઠવવા તથા ફેરોમેન ટ્રેપની લ્યુર દર ૨૧ દિવસે બદલવી, ખેતરમાં વીઘે દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવવા અથવા જ્યાં લાઇટની વ્યવસ્થા થઇ શકે ત્યાં વિદ્યુત ગોળો ગોઠવી તેની નીચે પાણી ભરેલ ટ્રે ગોઠવી તેમાં કોઇપણ જંતુનાશક ૧ થી ૨ ટીંપા નાખવા.જેથી રાત્રી દરમિયાન પ્રકાશ તરફ આકર્ષાયેલી ફૂંદીઓ પાણીમાં પડતા નાશ પામશે, પક્ષીઓને ઈયળ શોધવામાં સરળતા રહે, તે માટે ઉભાં પાકમાં અગ્રેજી ટી (T) આકારના પક્ષીઓને બેસવાના ટેકા હેકટરે ૪૦-પ૦ ની સંખ્યામાં છોડથી ૩ ફૂટ ઉંચાઇએ મુકવા, લીંબોળીનાં મીંજનું પ ટકા દ્વાવણ (પ૦૦ ગ્રામ મીંજનો પાવડર ૧૦ લિટર પાણીમાં) નાં ર થી ૩ છંટકાવ કરવાથી લીલી ઈયળનું અસરકારક નિયંત્રણ મળે છે. લીમડા આધારિત તૈયાર કીટનાશક ૧૦ મિ.લિ.(૫ ઇસી) અથવા નફ્ફટીયાના પાનનો ૫૦૦ ગ્રામન...
સૂત્રાપાડા તાલુકામાં ટી.બી. માં મૂક્તથી થયેલા દર્દીઓ ટી.બી.ગ્રસ્ત દર્દીઓને જરૂરી માર્ગદર્શન અને સલાહ આપશે

સૂત્રાપાડા તાલુકામાં ટી.બી. માં મૂક્તથી થયેલા દર્દીઓ ટી.બી.ગ્રસ્ત દર્દીઓને જરૂરી માર્ગદર્શન અને સલાહ આપશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ટી.બી. નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ કટિબધ્ધતા કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં ટી.બી. નાબૂદી માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન તેમજ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.એન.બરુઆની સૂચનાથી ટી.બી.ના દર્દીઓને શોધી તેમની પૂરતી સારવાર માટે જરૂરી જવા, રાશન અને માહિતી પણ આપવામાં આવે છે. આરોગ્ય વિભાગની કામગીરીને કારણે ગીર સોમનાથ જિલ્લાના ૬ તાલુકામાં અનેક ટી.બી.ના દર્દીઓ સાજા થયા છે. હવે આવા ટી.બી.મૂક્ત થયેલા દર્દીઓને જિલ્લા ક્ષય વિભાગ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. ટી.બી. મૂક્ત થયેલા આ દર્દીઓ હવે જિલ્લાના અન્ય ટી.બી.ના દર્દીઓને ટી.બી. અંગે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપશે. જેથી ટી.બી. ગ્રસ્ત દર્દીઓને ટી.બી.માંથી બહાર નિકળવા માટે જરૂરી મદદ મળે. ઉલ્લેખનીય છે કે, ટી.બી. મૂક્ત થયેલા દર્દીઓને ડોટ પ...

ચમોડાના રાજેશભાઇ રામને મળી પંપની ખરીદી માટે રૂા.૨૦ હજારની સહાય

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          રાજ્ય સરકાર ખેડૂતો આધુનિક ખેતી પધ્ધતિના નવા આયામોનો ઉપયોગ કરીને સમૃદ્ધ બને તે માટે કટિબદ્ધ છે. સમગ્ર રાજ્યની સાથે ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો પણ રાજ્ય સરકારની વિવિધ કૃષિ કલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવીને આધુનિક કૃષિ કરી રહ્યા છે. વેરાવળ તાલુકાના ચમોડા ગામના ખેડૂત રાજેશભાઈ પુંજાભાઈ રામને પોતાના ખેતરમાં સિંચાઇ માટે પંપની જરૂરિયાત હતી. પરંતુ બજારમાં મોઘી કિંમતે મળતો હોવાથી તેઓ ખરીદી કરી શકતા ન હતાં.  આ વિમાસણ વચ્ચે તેમને આઇ-ખેડૂત પોર્ટલ પર આ અંગેની અરજી કરવાથી સહાય મળે તેની જાણકારી મળી હતી. જેના આધારે તેમણે આઇ-ખેડૂત પોર્ટલ પર પંપની સહાય માટેની અરજી કરી હતી. આ અરજી કર્યાના થોડા સમયમાં જ તેમને આ અંગેની મંજુરી મળી હતી.  રાજેશભાઇએ જરુરી દસ્તાવેજી કાર્યવાહી કર્યા બાદ આ સહાયની મદદથી બજારમાંથી તેમને જોઇતો પંપ ખરીદ્યો હતો. જેના આધારે તેઓ તેમના ખેતરમા...
ગીર સોમનાથ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પેન્ડિંગ જી.યુ.ડી.સી.ને લગતાં કામો પૂર્ણ કરવા અંગે બેઠક યોજાઈ

ગીર સોમનાથ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પેન્ડિંગ જી.યુ.ડી.સી.ને લગતાં કામો પૂર્ણ કરવા અંગે બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને આજે વેરાવળ નગરપાલિકા વિસ્તારમાં ઘણાં સમયથી પેન્ડિંગ જી.યુ.ડી.સી.ને લગતાં કામો પૂર્ણ કરવા અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વેરાવળ નગરને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત કરવા માટે રેલવે ફાટક પર બનતા બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તેમજ બંને તરફ સર્વિસ રોડ બને અને લોકોના આવાગમન માટે બંધ રહેલ ફાટક સત્વરે ખુલી જાય તે માટેની કામગીરી ઝડપથી કરવાં માટે આજે મળેલ બેઠકમાં કલેકટરએ ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. ઉલ્લેખનીય છે કે, વેરાવળ નગરને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે જિલ્લા કલેક્ટરએ છેલ્લા થોડા સમયમાં નગરપાલિકાના ૧૧ માંથી ૯ વોર્ડની પ્રત્યક્ષ મુલાકાત લઈને રાત્રિ સભા કરી હતી. કલેક્ટરએ આ રાત્રી સભામાં નાગરિકોના પ્રશ્નો- સમસ્યાઓ સાંભળીને તેને વાચા આપવાનો પ્રયત્ન કર્યો હતો. કલેક્ટરના આ ...