Sunday, February 15News That Matters

Author: Admin Admin

તા.૨૬થી ૨૯ ડિસેમ્બર દરમિયાન અંબિકા તાલુકાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF-2025) યોજાશે

તા.૨૬થી ૨૯ ડિસેમ્બર દરમિયાન અંબિકા તાલુકાના વસરાઈ ખાતે નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF-2025) યોજાશે

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, સુરત     આદિવાસી કલા, સંસ્કૃતિ, સ્વરોજગાર અને ઉદ્યોગોને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા તેમજ આદિવાસી કારીગરો અને વ્યવસાયિકોને પ્લેટફોર્મ આપી બજાર સાથે જોડવાના ઉદ્દેશ્યથી સુરત જિલ્લાના અંબિકા તાલુકાના વસરાઈ ખાતે દિશા ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં સૌપ્રથમવાર નેશનલ ટ્રાઈબલ ટ્રેડ ફેર (NTTF-2025) યોજાશે. સમસ્ત આદિવાસી સમાજ-ગુજરાત રાજ્ય અને સહયોગી સંસ્થાઓ દ્વારા આયોજિત ભારતના સૌથી મોટા આદિવાસી ઉદ્યોગ મેળા અને સાંસ્કૃતિક મહોત્સવનું ઉદ્દઘાટન તા.૨૬મીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ટ્રેડ ફેરને ખુલ્લો મૂકવામાં આવશે, એમ આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલે દ્વારા જણાવાયું છે....
કાલાવડ તાલુકા કક્ષાએ શિક્ષકોની તાલીમ યોજાઇ

કાલાવડ તાલુકા કક્ષાએ શિક્ષકોની તાલીમ યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ      જી. સી. ઇ. આર. ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જામનગર આયોજિત કાલાવડ તાલુકાની શિક્ષકોની તાલીમ તારીખ ૧૬ થી ૧૮ ડિસેમ્બર યોજાઇ.     આ તાલીમમાં શારીરિક શિક્ષણ, આનંદદાયી શનિવાર, યોગ તથા આપણી રમતો વિષય પર અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે શિક્ષકો અને તજજ્ઞો દ્વારા કામગીરી કરવામાં આવેલ. આ તાલીમમાં પ્રથમ દિવસે બાયસેગના માધ્યમથી રાજ્ય કક્ષાએથી માર્ગદર્શન આપવામાં આવેલ. સમગ્ર તાલીમ સમય દરમિયાન તમામ શિક્ષકો તથા તજજ્ઞોએ ઉત્સાહ પૂર્વક વિવિધ નાવિન્ય પૂર્ણ પ્રવૃત્તિઓ કરવામાં આવેલ.           આ તાલીમમાં વર્ગ સંચાલક તરીકે બીપીનભાઈ રાબડિયા, અલ્પેશભાઈ ફળદુ તથા શિવપાલસિંહ જાડેજાએ કામગીરી સંભાળી હતી. તાલીમના તજજ્ઞો તરીકે ધીરેનભાઇ પાટલિયા, જયેશભાઇ પુંભડિયા અને તેમની ટીમ દ્વારા પ્રેરણાદાયી અને ઉત્તમ કામગીરી કરવામાં આવેલ.     તમામ તાલીમાર્થ...
સ્વદેશી અભિયાન, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તથા આત્મનિર્ભર ભારત ત્રણેય ઉદ્દેશોને એક સાથે લઈ આગળ વધી રહેલા દહેગામના ખેડૂત હિતેશભાઈ પટેલ તથા તેમનો પરિવાર

સ્વદેશી અભિયાન, ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ તથા આત્મનિર્ભર ભારત ત્રણેય ઉદ્દેશોને એક સાથે લઈ આગળ વધી રહેલા દહેગામના ખેડૂત હિતેશભાઈ પટેલ તથા તેમનો પરિવાર

Gujarat
હિન્દ ન્યુઝ, ગાંધીનગર        ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સામેત્રી ગામે આવેલ રામભૂમિ ફાર્મ આજે પ્રાકૃતિક કૃષિના ક્ષેત્રમાં વિશિષ્ટ ઓળખ બનાવી રહ્યું છે. ફાર્મના સંચાલક હિતેષભાઈ પટેલ અને તેમનો સમગ્ર પરિવાર વર્ષોથી પ્રાકૃતિક કૃષિ સાથે સંકળાયેલો રહી આરોગ્ય, પર્યાવરણ અને સ્વાવલંબનનો સંદેશ આપી રહ્યા છે. અને આજ સંદેશ લઈ તેઓ ગાંધીનગર જિલ્લા ખાતે યોજાયેલા સ્ત્રી શક્તિ મેળામાં પરિવાર સહિત સહભાગી બન્યા છે. હિતેષભાઈ પટેલ દ્વારા પ્રાકૃતિક પદ્ધતિથી ઘઉંની વિવિધ દેશી જાતોનું ઉત્પાદન કરવામાં આવે છે. સાથે સાથે ગાય આધારિત ખેતીને કેન્દ્રમાં રાખીને ગાયના ગોબર, ગૌમૂત્ર અને માટીમાંથી અનેક ઉપયોગી અને આરોગ્યપ્રદ ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે. ફાર્મ ખાતે ગાયના ગોબર અને માટીમાંથી બનાવવામાં આવતી ધૂપ, કપ તથા અન્ય પ્રાકૃતિક ઉત્પાદનો લોકોમાં વિશેષ લોકપ્રિય બન્યા છે. આ ઉપરાંત, મકાન ક્ષેત્રમાં વરસાદી પાણીનું...
સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે શુભારંભ

સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે શુભારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ      પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતાં આદિજાતિના બાળકોની જિલ્લા કક્ષાના રમતોત્સવનો રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે સ્માર્ટ સીટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ દાહોદ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો.      પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં અભ્યાસ કરતાં ૧૭૦૦થી વધુ આદિજાતિના બાળકોએ જિલ્લા કક્ષાના રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. દોડની વિવિધ રમતો, બરછી ફેંક, ચક્ર ફેક, ગોળા ફેંક લાંબી કૂદ, ચેસ, યોગા વગેરે રમતોમાં બાળકોએ ખૂબ જ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું.     આવનાર સમયમાં બાળકો સખત પરિશ્રમ થકી રમત ગમત ક્ષેત્રે ખૂબ જ નામના કેળવે એ માટે પ્રાયોજના વહીવટદાર, દાહોદની કચેરી તમામ બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે.      દાહોદ જિલ્લામાં પ્રાયોજના વહીવટદાર દાહોદની કચેરી હેઠળની શાળાઓમાં પ્રથમવાર જિલ્લા કક્ષાના રમતોત્સવનું ...
શાંતિનિકેતન હાઈસ્કુલ ખાખરીયા ખાતે યોજાયેલ સ્કુલ હેલ્થ પ્રોગ્રામની જિલ્લા વિકાસ અધિકારીએ લીધી મુલાકાત

શાંતિનિકેતન હાઈસ્કુલ ખાખરીયા ખાતે યોજાયેલ સ્કુલ હેલ્થ પ્રોગ્રામની જિલ્લા વિકાસ અધિકારીએ લીધી મુલાકાત

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, દાહોદ    દાહોદ જીલ્લામાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, જીલ્લા પંચાયત દાહોદ દ્વારા જીલ્લા વિકાસ અધિકારીશ્રી સ્મિત લોઢાના માર્ગદર્શન હેઠળ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવત ના દિશા સૂચન હેઠળ “ગામે ગામ આરોગ્ય કિરણ કાર્યક્રમ સફળતાપૂર્વક અમલમાં મુકાયો છે.    જે અંતર્ગત જિલ્લાની 102 શાળાઓમાં 13818 બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું જેમા સિકલ સેલ, બાળરોગ, એનિમિયા, ટીબી મેલેરીયા ડેન્ગ્યુ, લેપ્રસી, ડાયાબિટીસ પાણીજન્ય રોગો સ્વચ્છતા, યોગ્ય પોષણકડી અને આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.      બાળકોને વધુ અસરકારક માર્ગદર્શન મળી રહે તે માટે પ્રોજેક્ટર દ્વારા વિવિધ આરોગ્ય વિષયક વિડિઓ તથા PPT પ્રસ્તુત કરવામાં આવી, જેથી તેઓને આરોગ્ય પ્રત્યે યોગ્ય જાગૃતિ અને સમજણ વિકાસ પામે. સાથે સાથે બાળકોને હાથ ધોવાની રીત બતાવવામાં આવી આંખોની તપાસ અને...
જૂનાગઢ જિલ્લો અનેકવિધ વિશેષતાઓથી સમૃદ્ધ છે

જૂનાગઢ જિલ્લો અનેકવિધ વિશેષતાઓથી સમૃદ્ધ છે

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, જૂનાગઢ      ઐતિહાસિક વિરાસત ધરોહરને સાચવીને બેઠેલા જૂનાગઢ જિલ્લાએ વિકાસના નવા કિર્તિમાન કંડાર્યાં છે. મુખ્યત્વે ખેતી આધારિત અર્થવ્યવસ્થા ધરાવતો જૂનાગઢ જિલ્લા એ છેલ્લા થોડા વર્ષો દરમિયાન પ્રવાસન અને માળખાકીય સુવિધાના વિકાસની નવી હરણફાળ ભરી છે. જૂનાગઢ જિલ્લો અનેકવિધ વિશેષતાઓથી સમૃદ્ધ છે. જૂનાાગઢ જિલ્લામાં એશિયાટિક સિંહો માટેની એક માત્ર નિવાસ્થાન ધરાવતું ગીર અભયારણ્ય, ગિરનાર પર્વત, ગીરનું જંગલ, વિશાળ દરિયાકાંઠો, પૌરાણિક દેવસ્થાનો પ્રવાસીઓને - શ્રદ્ધાળુઓને આકર્ષે છે. દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢ જિલ્લાની મુલાકાતે આવે છે. જૂનાગઢ જિલ્લામા પ્રવાસન હબ તરીકે વિકસવા માટેની વિપુલ તકો રહેલી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા પ્રવાસન માટે અનેક યોજનાઓ અને પ્રોજેક્ટ કાર્યરત કરવામાં આવ્યા છે.   રાજ્ય સરકારે સિંહ દર્શન માટે પ્રવાસનને વેગ આપ્યો છે, ગુજરાત સહિત દેશભરના પ્...
ગેલ ઝાબુઆ દ્વારા દાહોદ જિલ્લામાં ઓફ-સાઇટ મોક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્રિલનું આયોજન

ગેલ ઝાબુઆ દ્વારા દાહોદ જિલ્લામાં ઓફ-સાઇટ મોક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્રિલનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ     કુદરતી ગેસ પાઇપલાઇન ઘટનાની તાત્કાલિક તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે ગેલ (ઇન્ડિયા) લિમિટેડ, ઝાબુઆએ જિલ્લા પ્રશાસન અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (DDMA), દાહોદના સહયોગથી 18 ડિસેમ્બર 2025ના રોજ દાહોદ જિલ્લાના રૂઆબરી ગામે ઓફ-સાઇટ તાત્કાલિક મૉક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલમાં અનેક એજન્સીઓએ ભાગ લીધો, જેમાં જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દાહોદ, એસડીએમ દેવગઢ બારિયા, ડેપ્યુટી એસપી લિમખેડા, એક્ઝિક્યુટિવ એન્જિનિયર MGVCL દાહોદ, જિલ્લા આરોગ્ય અધિકારી, જી.એમ. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, DDMA દાહોદ, મામલતદાર (રાજસ્વ અધિકારી) દેવગઢ બારિયા, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા મેનેજર 108 ઇમરજન્સી સર્વિસિસ, પોલીસ વિભાગ અને સ્થાનિક ફાયર વિભાગ સામેલ હતા. ડ્રિલ દરમિયાન એક કલ્પિત પરિસ્થિતિ સર્જવામાં આવી જેમાં રૂઆબરી ગામ નજીક દેવગઢ બારિયા અને દૂધમાલ વચ્ચે 36 ઇંચની ગ...
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC)

Gujarat
હિન્દ ટીવી-ગુજરાતી, ભાવનગર      ભાવનગર જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષસ્થાને 'ડિસ્ટ્રીક્ટ લેવલ પ્રોગ્રામ' કાર્યક્રમ યોજાયો કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી તથા ધારાસભ્ય સર્વ સેજલબેન પંડયા, ગૌતમભાઈ ચૌહાણ અને હિરાભાઈ સોલંકીની પ્રેરક ઉપસ્થિતિ આવનાર સમયમાં ધોલેરાના વિકાસથી ભાવનગરના વિકાસના નવા દ્વાર ખુલશે : મંત્રી કૌશિકભાઈ વેકરીયા વાઈબ્રન્ટ સમિટનાં પરિણામે ગુજરાતે વિકાસક્ષેત્રે નવી ઉંચાઈઓ હાંસલ કરી: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરની VGRC માં રૂ. ૧૭૩૧.૪૧ કરોડનાં પ્રસ્તાવિત રોકાણ સાથે ૨૪૮ MOU પર હસ્તાક્ષર : ૨૧ હજારથી વધુ રોજગારીનું થશે નિર્માણ...
રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન

રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત દાહોદ જિલ્લામાં રક્તપિત્ત દર્દી શોધ અભિયાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ      રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત રક્તપિત્ત દર્દી શોધ અભિયાન તારીખ ૮ ડિસેમ્બરથી ૨૭ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન સમગ્ર દેશમાં ચલાવવામાં આવી રહ્યું છે. “તમારા ગામમાં, તમારા દ્વાર સુધી” ના સંદેશ સાથે આ અભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં પણ સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાનની મોનીટરીંગ તથા ફિલ્ડ મુલાકાત માટે ભારત સરકાર તરફથી ડૉ. આશિષ વાગ, ડૉ. કિરણ અખાડે (અસિસ્ટન્ટ ડિરેક્ટર – RLTRI) તેમજ ડૉ. સુધિર વાંજે દાહોદ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તેમના દ્વારા દાહોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેકોટની મુલાકાત લઈ રક્તપિત્ત દર્દી શોધ અભિયાનની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જણાવવામાં આવ્યું કે રક્તપિત્તના દર્દીઓ મોટાભાગે અગાઉના દર્દીઓના સંપર્કમાં જોવા મળતા હોય છે, તેથી છેલ્લા પાંચ વર્ષના દર્દીઓના સંપર્કમાં રહેલા વ્યક્તિઓનું વારંવાર ફ...
જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નીંગ બોડીની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, દાહોદ      જિલ્લા કલેકટર કચેરી દાહોદ ખાતે જિલ્લા કલેકટર યોગેશ નિરગુડેના અધ્યક્ષ સ્થાને આરોગ્ય ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટીની ગવર્નીગ બોડીની બેઠક, લેપ્રસી કોઓર્ડીનેટર કમિટીની બેઠક, નેશનલ વાયરલ હિપેટાઈટીસ કંટ્રોલ પ્રોગ્રામ, ICDS ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લામાં વિવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમો દ્વારા સિકલ સેલ,થેલેસેમિયા, ટીબી, હાઈ રીસ્ક સગર્ભા મહિલા, ANC તપાસ, પોષણમાં સહિતમાં થયેલ કામગીરી સાથે આંગણવાડીના બાંધકામ, પેન્ડિંગ ટેન્ડર પ્રોસેસની અરજીઓ, સહિતની સમીક્ષા કરવામાં આવી હતી.    દાહોદ જિલ્લામાં ખાસ કરીને થેલેસેમિયા અને સિકલસેલ, ટીબી, સહિતના રોગોને અટકાવવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીની સંખ્યાત્મક માહિતી જિલ્લા કલેક્ટર સમક્ષ મૂકી હતી તેમજ આવનાર સમયમાં તમામ શાળાઓમાં બાકી રહેલા વિદ્યાર્થીઓના જલ્દીથી સ્કીનિંગ કરવા માટેના પ્રી-પ્લાનિંગ અંગે...