Monday, February 16News That Matters

Author: Admin Admin

ગીર સોમનાથ જિલ્લામાં દ્રિ ચક્રીય, ફોર વ્હિલર, ટ્રાન્સપોર્ટ વાહનોના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી થશે

ગીર સોમનાથ જિલ્લામાં દ્રિ ચક્રીય, ફોર વ્હિલર, ટ્રાન્સપોર્ટ વાહનોના ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની હરાજી થશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           જિલ્લા એઆરટીઓ કચેરી દ્વારા દ્વિ ચક્રિય વાહનોની ચાલુ સિરીઝ GJ32 AB, AC, AD, AE, AF, AH તેમજ ફોર વ્હિલર વાહનોની ચાલુ સીરિઝ GJ32AG તથા ટ્રાન્સપોર્ટ વાહનોની ચાલુ સિરીઝ GJ32V માટેના બાકી રહેલા ગોલ્ડન-સિલ્વર નંબરો માટેની ફરી હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ઈ-હરાજીમાં ભાગ લેવા માટે તા.૨૪/૧૨/૨૦૨૪ ૦૪:૦૦ PM થી તા.૨૬/૧૨/૨૦૨૪ ૦૩:૫૯ સુધી ઓનલાઇન અરજીની કરવાની રહેશે. આ ઈ-હરાજીમાં ઓનલાઇન બીડીગ  તા.૨૬/૧૨/૨૦૨૪ ૦૪:૦૦ PM થી ૨૮/૧૨/૨૦૨૪ ૦૩:૫૯ સુધી કરી શકાશે. શરતો અને પ્રક્રિયામાં ઓનલાઈન ઓક્શનમાં ભાગ લેનારા અરજદારે http://parivahan.gov.in/fancy/faces/public/login.xhtml પર નોંધણી, યુઝર આઈ.ડી. પાસવર્ડ તૈયાર કરવા, હરાજીની પ્રક્રિયામાં ભાગ લેવો, ચુકવણું કરવું અને વાહન નંબર મેળવવો સહિતની વિગતવાર સુચનાઓ આપેલ છે. વાહન ખરીદીના 7(સાત) દિવસમાં ઓનલાઈન સીએનએ ફોર્મ ભર...
સોમનાથ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય બીચ વોલીબોલ સ્પર્ધા યોજાશે

સોમનાથ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય બીચ વોલીબોલ સ્પર્ધા યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           સોમનાથ ખાતે રાજ્યકક્ષાની શાળાકીય બીચ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા આગામી તા.૨૮ થી ૩૦ ડિસેમ્બર સુધી અં.૧૪-ભાઇઓ/બહેનો અને અં.૧૯માં ભાઇઓ માટે સોમનાથ બીચ ખાતે સ્પર્ધા યોજાશે.         રમત ગમત યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને  સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત તેમજ ગીર સોમનાથ જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી દ્વારા સંચાલિત રાજયકક્ષા શાળાકીય (SGFI) બીચ વોલીબોલ અં.૧૪ માટે ભાઇઓ/બહેનો અને અં-૧૯ માટે ભાઈઓની સ્પર્ધા તા.૨૮/૧૨/૨૦૨૪ થી તા.૩૦/૧૨/૨૦૨૪ દરમિયાન સોમનાથ બીચ એરિયા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન સામે ગીર સોમનાથ ખાતે યોજાશે.          આ સ્પર્ધામાં રાજયમાંથી ખેલાડીઓ ભાગ લેવા આવશે. જેમાં રાજયકક્ષા SGFI  બીચ વોલીબોલ અં-૧૪ ભાઇઓ/બહેનો માટે સ્પર્ધા સોમનાથ બીચ એરિયા, પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન સામે તા.૨૮ થી ૩૦ ડિસેમ્બર સુધી સવારે ૭...
સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના એન.એસ.એસ યુનિટ દ્વારા “વિશ્વ ધ્યાન દિવસ”ની ઉજવણી

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના એન.એસ.એસ યુનિટ દ્વારા “વિશ્વ ધ્યાન દિવસ”ની ઉજવણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી , સુરત  સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડાના એન.એસ.એસ યુનિટ દ્વારા તા.૨૧મી ડિસેમ્બરે "વિશ્વ ધ્યાન દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગુજરાતીના અધ્યાપક અને યોગ ટ્રેનર પ્રા. ગણેશભાઈ વસાવા દ્વારા ધ્યાન કરાવવામાં આવ્યું હતું. સાથે પ્રાણાયામ, ઓમકાર સાથે જીવનમાં ધ્યાન વિશે વિદ્યાર્થીઓને જરૂરી માહિતી પૂરી પાડી હતી. આ કાર્યક્રમમાં બીએ/બીએસસીના ત્રણેય વર્ષના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. સમગ્ર કાર્યક્રમની ઉજવણી કોલેજના આચાર્યા ડૉ.અનિલાબેન પટેલના માર્ગદર્શન અને એન.એસ.એસ યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવાના નેતૃત્વ હેઠળ યોજાઈ હતી....
સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી

સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા કક્ષાની દિશા સમિતિની બેઠક મળી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર           જામનગર કલેકટર કચેરીના સભાખંડમાં સાંસદ પૂનમબેન માડમની અધ્યક્ષતામા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આયોજિત ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કો–ઓર્ડીનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીઓ સાથે સાંસદએ કેન્દ્ર સરકાર દ્વારા અમલમા મુકવામા આવેલ વિવિધ યોજનાઓની સમીક્ષા કરી હતી તેમજ જામનગર જિલ્લાના તમામ વિભાગોની કામગીરી અને સરકારની યોજનાઓ અને તેમના અમલીકરણની માહિતી મેળવી અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.           સાંસદ પૂનમબેન માડમે આ બેઠકમાં રેલ્વે વિભાગને લગતા પ્રશ્નો, જામનગર મહાનગરપાલીકા હેઠળ ચાલતી વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, ઈન્દીરાગાંધી રાષ્ટ્રીય દિવ્યાંગ પેન્શન યોજના, નેશનલ હેલ્થ મિશન, ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલોપમેન્ટ સ્કીમ, સમગ્ર શિક્ષા, પ્રધાનમંત્રી ઉજવલ્લા યોજના, ...
નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન: સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ

નર્મદ યુનિ. ખાતે આયોજિત ત્રિદિવસીય ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન: સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને અનુસરી સરકારના વિવિધ વિભાગોએ મેળવેલી સિદ્ધિ વિષે સુરતવાસીઓ જાણકારી મેળવી શકે એ માટે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે તા.૧૯ થી ૨૧ દરમિયાન આયોજિત ‘ગુજરાત ગ્લોબલ એક્સ્પો’નું સમાપન થયું છે. જેને સુરતવાસીઓનો બહોળો પ્રતિસાદ મળ્યો છે. ૬૦ થી વધુ શૈક્ષણિક સંસ્થાઓના ૧૭૦૦૦ વિદ્યાર્થીઓએ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. ખાસ કરીને સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્ય મનુભાઈ પટેલ, મેયર દક્ષેશ માવાણી, યુનિ.ના કુલપતિ કે.એન.ચાવડાએ એક્ષ્પોની મુલાકાત લઈ આયોજક પરિચિત ફાઉન્ડેશનના પ્રતિનિધિઓને પ્રોત્સાહિત કર્યા હતા. ત્રણ દિવસમાં શાળાકોલેજોના વિદ્યાર્થીઓ, બાળકોએ સ્ટોલ્સને રસપૂર્વક નિહાળી વિવિધ જાણકારી મેળવી હતી. ભારત સરકારની DRDO (ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન)નો સ્ટોલ શ્રેષ્ઠ પ્રદર્શન અંતર્ગત વિજેતા બન્યો હતો. જીઓલોજિકલ સર્વે ઓફ ઈ...
વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ-સુરત દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ-સુરત દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત કથા”માં સહભાગી થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજરોજ સુરત શહેરના વલથાણ-પુણા ગામ સ્થિત વૃંદાવનધામ ખાતે શ્રી વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન (VYO)- સુરત તથા શ્રી દાસીજીવણ સત્સંગ મંડળ-સુરત દ્વારા આયોજિત "શ્રીમદ્ ભાગવત કથા"માં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ વલ્લભકુલભુષણ વૈષ્ણવાચાર્ય પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ મેળવીને કથાનું શ્રવણ કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિકતાના પુનઃજાગરણનો નવો યુગ શરૂ થયો છે. ભાગવતકથાના સદ્દકાર્ય દ્વારા યુવા પેઢીમાં અધ્યાત્મ અને સંસ્કારના સિંચન માટે કાર્ય કરનારા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન અને શ્રી દાસીજીવણ સત્સંગ મંડળને અભિનંદન પાઠવ્યા હતા. વ્રજરાજકુમારજી મહારાજના માર્ગદર્શન હેઠળ શિક્ષણ, આરોગ્ય, ગરીબ કલ્યાણ જેવા ૨૦ ક્ષેત્રે દેશ-વિદેશમાં સેવા કાર્યો થઈ રહ્યા છ...
સરકારી વિનયન કોલેજ તિલકવાડા ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા “કોલેજ પ્લેસમેન્ટ” કેમ્પ યોજાયો

સરકારી વિનયન કોલેજ તિલકવાડા ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા “કોલેજ પ્લેસમેન્ટ” કેમ્પ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, રાજપીપળા સરકારી વિનયન કોલેજ તિલકવાડા ખાતે તાજેતરમાં જિલ્લા રોજગાર કચેરી- રાજપીપળાના સંકલનથી કોલેજ પ્લેસમેન્ટ ફેર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુરૂકૂળ મેનેજમેન્ટ બોડેલીના કંપની પર્સન તરીકે દીપકભાઈ ઝાલા અને બૅન્કો પ્રોડક્ટ લિમિટેડમાંથી અતુલભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. પ્લેસમેન્ટ ડ્રાઈવ-ડિસેમ્બર-૨૦૨૪ અંતર્ગત કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવી હતી. અન્ય વર્ષમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓએ રસ દાખવી કોલેજના કુલ- ૪૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સાથે તિલકવાડા તાલુકામાંથી પણ અન્ય વિદ્યાર્થીઓ કે જેમણે રોજગાર કચેરીમાં નામ નોંધાવ્યું હતું તેવા ૯ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કેમ્પમાં ઉપસ્થિત કંપનીપર્સન દ્વારા સૌપ્રથમ પોતાની કંપનીનો પરિચય આપી કામગીરીની સમાજ આપી હતી. ત્યારબાદ જે વિદ્યાર્થીઓને રસ હોય તેવા વિદ્યાર્થીઓનો ઇંટરવ્યૂ લેવામાં આવ્યા હતા. ઈટરવ્યૂ બા...
વલસાડમાં રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ, ૨૦૦ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો

વલસાડમાં રાજ્યકક્ષાની દ્વિતીય પારનેરા ડુંગર આરોહણ – અવરોહણ સ્પર્ધા યોજાઈ, ૨૦૦ સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ વિજેતા ૨૦ યુવક - યુવતી સ્પર્ધકોને કુલ રૂ. ૨.૩૪ લાખનું ઈનામ એનાયત ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકના કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડના પારનેરા ડુંગર પર દ્વિતીય રાજ્યકક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધાનું યોજાઈ હતી. વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, અધિક નિવાસી કલેક્ટર એ. આર. જ્હા અને વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલે લીલી ઝંડી આપી સ્પર્ધકોને પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે ઇનામ વિતરણ સમારોહમાં મહાનુભાવોના હસ્તે વિજેતા સ્પર્ધકોને ટ્રોફી, મેડલ, પ્રમાણપત્ર અને પ્રતિકાત્મક ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. માત્ર ૯ થી ૧૩ મીનિટમાં ૬૮૪ પગથિયા ધરાવતો પારનેરા ડુંગર ચઢીને પરત આવેલા સ્પર્ધકોની તંદુરસ્તીને બિરદાવી ધારાસભ્ય ભરતભાઈ પટેલે જણાવ્યું કે, સ્પર્ધામાં ભાગ લેવું ઘણું મહત્વનું છે, હાર જીતન...
અઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ

અઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત અઠવાલાઈન્સ સ્થિત મેરીઓટ હોટેલ ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષામા કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીઝ (CII) ગુજરાતની નેટ ઝીરો અને ગ્રીન એનર્જી ટ્રાન્ઝિશન કોર્પોરેટ એક્શનની પ્રથમ રિન્યુએબલ એનર્જી કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સમાં વન મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, અદ્રશ્ય દુશ્મન ક્યારેય દેખાતા નથી પણ એ દુશ્મનથી વધુ ઘાતક હોય છે. ક્લાઈમેટ ચેન્જ એ મંથર ગતિએ ચાલતા અદ્રશ્ય દુશ્મન છે. ક્લાઈમેટ સામે લડવું એ આપણી અંગત નહી પણ સામુહિક જવાબદારી છે. જેમાં ગુજરાતની રિન્યુએબલ એનર્જીનો સૌથી મોટો અમૂલ્ય ફાળો રહ્યો છે. વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, સમગ્ર એશિયામાં ક્લાઈમેન્ટ ચેન્જની મુહિમ સૌ પ્રથમ ગુજરાત રાજ્યથી પ્રાંરભ કર્યો હતો. વર્ષ ૨૦૦૯થી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ક્લાઈમેટ ચેન્જ વિશે સમગ્ર વિશ્વને જાગૃત કરવાનું કાર્ય કરી રહ્યા છે. વર્ષ ૨૦૭...

સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૯૩.૧૦ કરોડના ખર્ચે નિર્મિત થયેલા ૨,૯૫૯ ‘પીએમ આવાસ યોજના’ના આવાસોનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ

Gujarat
સુરત                સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ.૧૯૩.૧૦ કરોડના ખર્ચે રાંદેર, અઠવા અને લિંબાયત ઝોન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્મિત થયેલા ૨,૯૫૯ 'પીએમ આવાસોનો ડ્રો કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે યોજાયો હતો. અઠવાલાઈન્સ સ્થિત કૃષ્ણકુંજ પાર્ટી પ્લોટ ખાતે આયોજિત સમારોહમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને મેયરશ્રી દક્ષેશભાઈ માવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ડ્રો માં નવું ઘર મેળવવા બદલ લાભાર્થીઓને અભિનંદન પાઠવતા જળશક્તિ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રત્યેક વ્યક્તિને ઘરના ઘરનું સ્વપ્ન હોય છે, ત્યારે સુરત જેવા ઝડપભેર વિકાસની હરણફાળ ભરી રહેલા શહેરમાં ગરીબ તેમજ મધ્યમવર્ગીય પરિવારો માટે પીએમ આવાસ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સૌ જરૂરિયાતમંદ નાગરિકોને પી.એમ. આવાસ યોજના અંતર્ગત પારદર્શક રીતે ઘરનું ઘર મળે એવું કેન્દ્ર-રાજ્ય સરકાર અને...