Monday, February 16News That Matters

Author: Admin Admin

મધમાખી પાલનનો વ્યવસાય એ લોકોના વિશ્વાસ સાથે સંકળાયેલ વ્યવસાય: આ.કૃ.યુ. કુલપતિ ડૉ કે. બી. કથીરિયા

મધમાખી પાલનનો વ્યવસાય એ લોકોના વિશ્વાસ સાથે સંકળાયેલ વ્યવસાય: આ.કૃ.યુ. કુલપતિ ડૉ કે. બી. કથીરિયા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ          રાજ્યના બાગાયત વિભાગ,આ.કૃ.યુ. પ્રસાર શિક્ષણ ભવન તથા KVIC ના સંયુક્ત ઉપક્રમે આણંદ કૃષિ યુનિવર્સીટીની બી.એ.કોલેજ ઓફ એગ્રીકલ્ચરના ઓડીટોરીયમ હોલ ખાતે મધમાખી પાલન સાથે સંકળાયેલ મધપાલકો માટે "મધમાખી પાલન: એક ઉભરતો વ્યવસાય" વિષયક રાજ્યકક્ષાનો પરિસંવાદનું આયોજન આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ કે બી કથીરિયાના અધ્યક્ષપદે કરવામાં આવ્યું હતું. આ પરિસંવાદમાં અધ્યક્ષપદેથી કુલપતી ડૉ કે.બી.કથીરીયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૧૬માં સ્વીટ રીવોલ્યુશન શરૂઆત કરવામાં આવી તેના અનુંસંધાને મધમાખી પાલન થકી મધ ઉત્પાદન માટેનો નવો વ્યવસાય ઉદભવ્યો છે.મધ ઉત્પાદન મિશન મોડ પર શરૂઆત કરવામાં આવી છે.જેમાં ખેડૂતો માટે સૌથી મોટો ફાયદો એ છે કે પરાગનયનને કારણે ખેત ઉત્પાદન પણ વધારે આવે છે,તેમ કુલપતિએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મધની...
‘પ્રોજેક્ટ સેતુ’ હેઠળ માત્ર 1 વર્ષમાં ₹78,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી, 60 ટકાનું સમાધાન

‘પ્રોજેક્ટ સેતુ’ હેઠળ માત્ર 1 વર્ષમાં ₹78,000 કરોડના પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી, 60 ટકાનું સમાધાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય પારદર્શિતા, જવાબદારી અને નાગરિક-કેન્દ્રિત પહેલો સાથે સુશાસનનું પ્રતિક બન્યું છે. આ પરિવર્તનમાં સીએમ ડેશબોર્ડ એક મુખ્ય પહેલ છે. સીએમ ડેશબોર્ડ એક અત્યાધુનિક ડિજિટલ પ્લેટફોર્મ છે, જે રાજ્યની વિકાસ પરિયોજનાઓ અને જાહેર સેવાઓનું રિયલ-ટાઈમ મોનિટરિંગ અને સંચાલન કરે છે. CM ડેશબોર્ડની આ ક્ષમતાને વધારવા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગયા વર્ષે એટલે કે 2023માં સુશાસન દિવસ નિમિત્તે પ્રગતિ-G પોર્ટલ (Pro-Active Governance and Timely Implementation in Gujarat) હેઠળ ‘પ્રોજેક્ટ સેતુ’ મોડ્યુલને લૉન્ચ કર્યું હતું. આ પ્રોજેક્ટ સેતુ મોડ્યુલને હવે એક વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યું છે. પ્રગતિ-G પોર્ટલ હેઠળ “પ્રોજેક્ટ સેતુ” મોડ્યુલ શું છે? રાજ્યના વિવિધ વિભાગો હેઠળ ચાલી...

એક વર્ષમાં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા ૧૦૮ કરોડ રૂપિયા સ્ટેટ સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી પરત કર્યા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ              ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ ૨૦૨૪માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂપિયા પૈકી ૧૦૮ કરોડથી વધુ રૂપિયા રિકવર કર્યા છે. તે ઉપરાંત એક વર્ષમાં ૨૮૫.૧૨ કરોડ રૂપિયા ફ્રિઝ કરી તેને રિકવર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાયબર ફ્રોડ થયાના ગોલ્ડન અવર્સમાં મળેલી ફરિયાદોમાં નાણાં ફ્રિઝ અને રિકવરી રેટ સૌથી વધુ હોવાથી કોઈપણ સાયબર ફ્રોડની ઘટના બને તો તરત જ ગોલ્ડન અવર્સમાં (ફ્રોડ થયાના પાંચ કલાકની અંદર) હેલ્પલાઇન નંબર-1930 ઉપર સંપર્ક કરવા નાગરિકોને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય દ્વારા અપીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી તેમજ રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા લેવામાં આવેલા રેપિડ એક્શનથી ફ્રોડમાં ગયે...
‘સુશાસન દિવસ’ નિમિત્તે સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય

‘સુશાસન દિવસ’ નિમિત્તે સરકારનો વીજ ગ્રાહક હિતલક્ષી નિર્ણય

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ 'સુશાસન દિવસ' નિમિત્તે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા વીજ ગ્રાહકના હિતમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.ઓકટોબર ૨૦૨૪થી ડિસેમ્બર ૨૦૨૪માં વસૂલાત પાત્ર ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે તેમ,આજે ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું. ઊર્જા મંત્રી દેસાઈએ કહ્યું હતું કે,ફ્યુઅલ સરચાર્જમાં ૪૦ પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે ૧.૭૫ કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન કરેલ વીજ વપરાશ ઉપર આશરે રૂ.૧,૧૨૦ કરોડનો લાભ થશે. ઊર્જા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ...

મુસાફરોને બસની ટિકિટ માટે છુટા રૂપિયામાંથી મુક્તિ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ            ગુજરાતમાં અંતરિયાળ તેમજ શહેરી વિસ્તારમાં સમયબદ્ધ અને સલામત મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હજારો બસો કાર્યરત છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ‘ડિજિટલ ગુજરાત’ના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત ૮,૫૦૦ થી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેશ સેવા તરફ આગળ વધી રહ્યું છે.           નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગત વર્ષે તા. ૨૫ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટીંગ મશીનનું રાજ્યવ્યાપી લોકાર્પણ કર્યું હતું. જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ ૧,૮૫૦થી વધુ બસોમાં ૩,૦૦૦થી વધુ ‘એન્ડ્રોઇડ ટિકિટ મશીન’ / ‘સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટીગ મશીન’ ફાળવવામાં આવ્યા છે. ‘ડિજિટલ ગુજરાત’ થકી ડિજિટલ ટ...
ગ્રામીણોને સંપત્તિનો અધિકાર આપતી ‘સ્વામિત્વ યોજના’

ગ્રામીણોને સંપત્તિનો અધિકાર આપતી ‘સ્વામિત્વ યોજના’

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ          આપણા દેશમાં મિલકતને લઈને અનેક કુટુંબોમાં વિવાદ થતા હોય છે તેની ચિંતા કરીને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ ૨૦૨૧થી દેશભરમાં ‘સ્વામિત્વ યોજના’ અમલી બનાવી છે. મિલકત સંબંધિત બાબતોમાં વધુ પારદર્શક અને સ્પષ્ટ વ્યવહારોથી ગ્રામીણ પરિવારોમાં જમીનના વિવાદો ઓછા કરી નાણાકીય સ્થિરતાની સાથે ગામના સર્વાંગી વિકાસ માટે સ્વામિત્વ યોજના કાર્યરત છે. સ્વામિત્વ યોજનાના બીજા તબક્કાના અમલીકરણમાં અંદાજે ૧૧ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યૂ કરનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે. સ્વામિત્વ-SVAMITVA(Survey Of Villages And Mapping With Improvised technology In Village Areas) યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૩, ૭૦૯ ગામોમાં ડ્રોનથી સર્વે કરીને ૬, ૭૭૨ ગામોનું પ્રમોલગેશન થકી અંદાજે ૧૧.૭૫ લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. આ યોજના થકી નાગરીકોને સ્...
ગીર સોમનાથ જિલ્લામાં પરવાનગી વગર ડ્રોન(UAV)ના ઉપયોગ પર પ્રતિબંધ

ગીર સોમનાથ જિલ્લામાં પરવાનગી વગર ડ્રોન(UAV)ના ઉપયોગ પર પ્રતિબંધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           ગીર સોમનાથ જિલ્લામાં અનેક પવિત્ર યાત્રાધામ સ્થળનો સમાવેશ થાય છે. તેમજ આ જિલ્લો લાંબો દરિયાકિનારો ધરાવતો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ અગત્યનો છે. જિલ્લામાં આવેલ ક્રિટિકલ સ્ટ્રેટેજિકલ મહત્વ ધરાવતા કુલ ૩૪ સ્થળોને ઈન્સ્ટોલેશન રેડ ઝોન/યેલો ઝોનમાં વિભાજિત કરવામાં આવ્યા છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આ તમામ સ્થળોએ પરવાનગી વગર ડ્રોન(UAV)ના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.  આ જાહેરનામા અનુસાર, જિલ્લાના રેડ ઝોન, ગ્રીન ઝોન અને યેલ્લો ઝોનમાં મૂકવામાં આવેલા કુલ ૩૪ સ્થળોએ સક્ષમ અધિકારીશ્રીની પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ ન થાય તે અનુસાર નિયંત્રણ મૂકવામાં આવ્યા છે. આ સ્થળોમાં સોમનાથ મંદિર, ભાલકા મંદિર, સ્પેશ્યિલ બ્યૂરો ઓફિસ (સુત્રાપાડા), કોસ્ટગાર્ડ સ્ટેશન(વેરાવળ), વેરાવળ-તાલાલા-ઉના સબ જેલ, વેરાવળ-ઉના જિલ્લા ન્યાયાલ...
ગીર સોમનાથમાં બોરવેલ બનાવવા સબબ જાહેરનામું પ્રસિદ્ધ

ગીર સોમનાથમાં બોરવેલ બનાવવા સબબ જાહેરનામું પ્રસિદ્ધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ              રાજયમાં ભૂગર્ભ જળ મેળવવા માટે ખેડૂતો દ્વારા પાણીના બોર બનાવવામાં આવે છે અને આવા બોર નકામાં બનતા અકસ્માત સર્જાવાની શક્યતા રહે છે. જેથી ગંભીર ઘટનાઓ નિવારવા તેમજ તકેદારીના પગલા લઈ શકાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેશ આલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ જાહેરનામા અનુસાર સમગ્ર વિસ્તારમાં જે તે વિસ્તારમાં બોરવેલ બનાવતા પહેલા સબંધિત વિભાગની મંજૂરી મેળવી તે અંગેની ખાતરી જમીન માલિક, બોરવેલ માલિક તથા બોર બનાવનાર એજન્સીએ સબંધિત પોલીસ અધિકારીને કરાવવાની રહેશે. તેમજ બોરવેલ બનાવ્યા બાદ કોઈ જાનહાનિ થાય નહી અથવા બોરવેલમાં કોઈ બાળક, અન્ય વ્યકિત કે જાનવર પડી ન જાય તેમજ કોઈપણ પ્રકારનો અકસ્માત ન સર્જાય તે અંગેના બોરને ફરતી મજબુત ફેન્સીંગ વાડ, ફરતી મજબુત દિવાલ કરાવવા જેવા તમામ તકેદારીના પગલા લેવાના રહેશે. આમ છતા, અનઅધિકૃત રીતે કે ચોકકસ...

ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહીને લઇને ખેડૂતોને તકેદારી કરવાનો સંદેશ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ               હવામાન ખાતાના પૂર્વાનુમાન અનુસાર તા.૨૬/૧૨/૨૦૨૪ થી તા.૨૭/૧૨/૨૦૨૪ દરમિયાન ગુજરાતના જિલ્લાઓ જેવા કે, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, જામનગર, પોરબંદર, મોરબી, દેવભૂમિ દ્વારકા, કચ્છ, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.                કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનુ પાણી ઢગલાની નીચે જતુ અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો જોઇએ.               ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉન...
૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દ્વારકાના દામજી જેટીથી બેટ દ્વારકા સુધી યોજાશે

૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દ્વારકાના દામજી જેટીથી બેટ દ્વારકા સુધી યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ        ગુજરાત સરકારનાં કમિશ્નર, યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ– ગાંધીનગર દ્વારા આયોજીત  હરીઓમ આશ્રમ-નડિયાદ પ્રેરીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી-દેવભુમિ દ્વારકા દ્વારા સંચાલિત ૪૪મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા દામજી જેટી થી બેટ દ્રારકા ફરતે રાઉન્ડનું આયોજન કરવામાં આવનાર છે. આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા તમામ સાહસિકોએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, રૂમ નં. C-1/2, અને C 1/4, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયા, જિ.દેવભુમિ દ્વારકા ખાતેથી અરજી ફોર્મ મેળવી તા.૦૬/૦૧/૨૦૨૫ સુધીમાં કચેરી સમય દરમિયાન રૂબરૂ અથવા ટપાલથી મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી....