માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળની દક્ષિણ ગુજરાત ઝોન/કારોબારી બેઠક ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત
રાજ્ય સરકારના માહિતી ખાતાના અધિકારી અને કર્મચારીઓ વચ્ચે યોગ્ય તાલમેલ સાથે રોજિંદી કામગીરીમા ઉદભવતા નાના મોટા પ્રશ્નોના સાનુકૂળ નિરાકરણ અર્થે સતત પ્રયત્નશીલ, એવા માહિતી ખાતાના વર્ગ-૩ કર્મચારી મંડળની દક્ષિણ ગુજરાત ઝોન/કારોબારી બેઠક, તાજેતરમા ગિરિમથક સાપુતારા ખાતે યોજાઈ ગઈ. 'વિવાદ નહિ, સંવાદ' ના સૂત્રને સાર્થક કરતા આ કર્મચારી મંડળ દ્વારા ભૂતકાળમા પણ, કર્મચારી અને અધિકારીઓને એક મંચ પ્રદાન કરી, પરસ્પર સંવાદના માધ્યમથી ઉદ્દભવતી સમસ્યાઓ કે પ્રશ્નોનુ નિરાકરણ લાવવાના સ્તુત્ય પ્રયાસો કરાયા હતા. જે શૃંખલાને આગળ ધપાવતા આ વખતે દક્ષિણ ગુજરાત ઝોનના કર્મચારીઓ અને રાજ્ય સ્તરના કારોબારી મંડળના હોદ્દેદારોએ એકઠા થઇ, પરસ્પર વિશ્વાસ અને પારિવારિક ભાવના સાથે, ફરજની સાથે ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ માટે સામુહિક ચિંતન કર્યું હતુ. મંડળના પ્રમુખ કિરીટ બેંકરે સૌને દોરવણી આપતા માહિતી ખાતાની...






