Monday, February 16News That Matters

Author: Admin Admin

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્લસ્ટર વાઈઝ કેમ્પનું આવતીકાલથી આયોજન

ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ક્લસ્ટર વાઈઝ કેમ્પનું આવતીકાલથી આયોજન

Gujarat
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન તથા નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની સીધી દેખરેખ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાં આરોગ્ય વિભાગના સબ-સેન્ટર વાઇઝ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ છેવાડાના તમામ લોકો સુધી પહોંચે એ માટે આવતીકાલ થી તબક્કાવાર ક્લસ્ટર બનાવી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે જિલ્લા કલેકટરએ જણાવ્યું કે, સરકારી યોજનાઓમાં સંતૃપ્તિ (સેચ્યુરેશન) લાવી શકાય તેવા હેતુસર જે હેઠળ જિલ્લાના ૧૭૧ જેટલા સબ-સેન્ટર પર તબક્કાવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં રાજ્ય સરકાર આપના દ્વારેની વિભાવના ચરિતાર્થ કરતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જે-તે કલસ્ટરમાં સમાવિષ્ટ ગામના લોકો આયુષ્માન યોજના, આધારકાર્ડમાં સુધારા-વધારા વગેરે જેવી યોજનાઓના લાભ મેળવી શકે. આ અંગે તેમણે વધુમાં જણાવ્યું કે, જિલ્લામાં એકસાથે અગિયાર સ્થળોએ આ કેમ્પ યોજાશે. આ...
વેરાવળને મળશે નવું નજરાણું…..

વેરાવળને મળશે નવું નજરાણું…..

Gujarat
વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો અને કલેક્ટર બંગલો વચ્ચેના કોરિડોરમાં નવો બીચ ડેવલપ થશે હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આજે વેરાવળ ચોપાટી ખાતે અંદાજીત કુલ રૂ.૧૩૪ લાખના બે વિકાસકામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. વેરાવળ ચોપાટી ખાતે એસ.પી.બંગલો પાસે રસ્તો ડેડલોક થતો હતો. તેને ખોલીને કલેક્ટર બંગલોની પાછળથી ચોપાટી સુધી આવી શકાય તે પ્રકારે સુરેખ બીચ બનાવવાનું આયોજન જિલ્લા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, વેરાવળમાં સામાન્ય નાગરિકને બીચનો આનંદ લેવો હોય તો સોમનાથ સુધી જવું પડે છે. તેના બદલે વેરાવળમાં જ બીચનો વિકાસ કરવામાં આવતાં લોકોને આનંદ-પ્રમોદનું એક નવું નજરાણું મળશે. આપણે ત્યાં દરિયો છે, તેથી તેનું મહત્વ બહુ ઓછું સમજાય છે પરંતુ જ્યાં દરિયો નથી ત્યાં નાગરિકોને મોર્નિંગ વૉક માટેનો સારો વૉક-વે મળે અને નાગરિકોને મ...
ગીર સોમનાથમાં તાલુકાકક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ

ગીર સોમનાથમાં તાલુકાકક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધાનો પ્રારંભ

Gujarat
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા આજથી ગીર સોમનાથ જિલ્લામાં પણ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો છે. તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં વિવિધ સાત રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાલુકાકક્ષાના ખેલમહાકુંભમાં સુનિયોજીત સંચાલન માટે જિલ્લા રમત વિકાસ અધિકારી કાનજી ભાલિયા તથા જિલ્લા રમતગમત અધિકારી વિશાલ દિહોરાના માર્ગદર્શન હેઠળ તાલુકા કન્વિનિયરની નિમણૂક કરવામાં આવી છે. જેમના દ્વારા તાલુકાની સ્પર્ધાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. આ સાત રમતોમાં વિજેતા થયેલા રમતવીરોને સરકાર દ્વારા પ્રોત્સાહક ઈનામ તરીકે રોકડ રકમ ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે. તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં કબડ્ડી, ખો-ખો, વોલીબોલ, ચેસ, યોગાસન, રસ્સાખેંચ અને એથ્લેટિક્સનો સમાવેશ થાય છે. તાલુકાકક્ષાની રમતોમાં વિજેતા થયેલા ખેલાડીઓને જિલ્લાકક્ષાએ ભાગ લેવાની તક મળશે...

ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ ૨૦૨૪માં ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સે ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કર્યા

Gujarat
'૧૦૮' ની સરાહનીય કામગીરી હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           રાજ્યમાં ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સ લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ છે. જેના દ્વારા અનેક લોકોના અમૂલ્ય જીવ બચે છે. અનેક અકસ્માતો, હાર્ટ એટેક, મહિલાઓની પ્રસૂતિ સમયે તથા કોરોના મહામારી સહિત કોઈપણ અન્ય આરોગ્ય ઇમરજન્સીમાં મ ૧૦૮ વાન આશીર્વાદ સમાન સાબિત થઈ છે. ગીર સોમનાથ જિલ્લામાં કુલ ૧૫ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ કાર્યરત છે. જેના માધ્યમથી વર્ષ ૨૦૨૪માં કુલ ૧૯,૦૭૮ કેસ એટેન્ડ કરી અને માનવજીવન બચાવ્યાં છે. જિલ્લા ૧૦૮ ઇમર્જન્સીના અધિકારી વિશ્રુત જોશીએ જણાવ્યું કે, ૧૦૮ ઈમરજન્સી સેવાની ટીમ ૨૪x૭ ઇમરજ્ન્સી સેવા પુરી પાડવા કટીબધ્ધ છે. ૧૦૮ સેવા દ્વારા અનેક લોકોને કટોકટીની પળોમાં મહામૂલી માનવ જિંદગીને બચાવવાની ઉમદા કામગીરી કરી છે અને છેલ્લા ૧ વર્ષમાં ૧૯,૦૭૮ જેટલા લોકોએ આ સેવાનો લાભ લીધો છે. સૌથી વધુ ગર્ભવતી મહિલાઓના ૭,૪૩૭ કેસ...
તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.તળાજા, જિ.ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામોની યાદી પ્રસિધ્ધ

તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.તળાજા, જિ.ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામોની યાદી પ્રસિધ્ધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર              ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.મુ.તળાજાની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીના પરિણામની જાહેરાત ચૂંટણી અધિકારી અને મામલતદાર-તળાજાએ તા.૩૦/૧૧/૨૦૨૪થી બિનહરીફ ચૂંટણીના પરિણામની જાહેરાત નિયમ- ૩૧ અન્વયે નમૂનો-૭માં પરિણામની જાહેર પ્રસિધ્ધિ કરતાં ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિની ચૂંટણી બાબતના નિયમો-૧૯૮૨ના નિયમ-૬૮ અન્વયે તળાજાના નાયબ કલેકટર, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અને ચૂંટણી સત્તાધિકારી જે.આર.સોલંકીએ નીચે જણાવેલ સર્વે ચૂંટાયેલ સભ્યો તરીકેના નામોની યાદી પ્રસિદ્ધ કરી છે. બિનહરીફ ઉમેદવારનું નામ (1) બાબુભાઈ ભગવાનભાઈ ધાંધલા મુ.દિહોર, તા.તળાજા, મતદાર વિભાગ નંબર-1 (2) મહાવીરસિંહ ગંભીરસિહ ગોહિલ મુ.અલંગ, તા.તળાજા,મતદાર વિભાગ નંબર-2 (3) ભુપતભાઈ કુબેરભાઈ પંડ્યા મુ.પીપરલા, તા.તળાજા, મતદાર વિભાગ નંબર-3 (4) પ્રહલાદભાઈ શિવ...

માહિતી-પ્રસારણ વિભાગ દ્વરા સમગ્ર રાજ્યમાં પત્રકારો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયા-રાજ્યના કુલ ૧,૫૩૨ પત્રકારોની સ્વાસ્થ્ય ચકાસણી

Gujarat
“ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા”- હિન્દ ટીવી ગુજરાતી, ભાવનગર ભારતમાં પ્રેસ-મીડિયાને લોકશાહીની ચોથી જાગીર માનવામાં આવે છે. શિયાળો,, ઉનાળો હોય કે પછી ચોમાસું, પત્રકારો હરહંમેશ સમાચરો માટે દોડતા રહેતા હોય છે. દેશમાં લોકશાહીને જાળવી રાખવા માટે તટસ્થ -સચોટ માહિતી નાગરિકો સુધી પહોંચાડવાનું નેક કામ પત્રકારો કરે છે. એક સ્વસ્થ અને તંદુરસ્ત પત્રકાર સમાજને જાગૃત રાખવાનું કામ કરે છે ત્યારે તેમની સ્વાસ્થ્ય મહત્તા સમજીને રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા મીડિયા સંકલનની સાથે સાથે પત્રકારોને પૂરતું મહત્વ અને પત્રકારોને વીમા કવચ સહિતની વિવિધ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ગુજરાતના પત્રકારોનું સ્વાસ્થ્ય નિરંતર જળવાઈ રહે તે માટે માહિતી અને પ્રસારણ વિભાગ તેમજ ગુજરાત રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે રાજ્યભરમાં પત્રકારો/મીડિયા કર્મીઓ માટે “ફિટ મીડિયા, ફિટ ઇન્ડિયા” અભિયાન તાજેતરમાં હાથ ધરવામાં આવ્યુ...
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી

સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સાવરકુંડલા સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠક પર ખેતીમાં હરિત ક્રાંતિ લાવવા નદીઓ અને તળાવો ઊંડા કરીને પાણીના સંગ્રહ મજબૂત થાય અને પાણીનો સંગ્રહ તળાવોમાં થાય ને તળાવ ઊંડા કરીને ફરતી પ્રોટેક્શન દીવાલ બનાવીને પાણીના તળ ને જમીનમાં જાય તેવા અભિગમ ને સાર્થક કરવા ખેડૂતો માટે સતત ચિંતિત એવા ધારાસભ્ય મહેશ કસવાળાએ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી થી લઈને મંત્રીઓ અને સચિવ કક્ષાએથી 303 લાખની સૈધાંતિક મંજૂરી મેળવી ને ખેતી સમૃદ્ધ કરવાના અભિગમને સાર્થક કરવાની પહેલ ધારાસભ્ય કસવાળાએ કરી હતી. સાવરકુંડલા શહેરની નાવલી નદી પર ઉપરવાસમાં આવેલ સૂકનેરા તળાવને ઊંડું કરીને ચોમાસાના પાણીનો સંગ્રહ કરીને ફરતે પ્રોટેક્શન દીવાલ બનાવવાની કામગીરીઓ કરવા 1 કરોડ 9 લાખ 62 હજાર, કૃષ્ણગઢ ગામના તળાવને મજબૂત કરીને પાણીનો સંગ્રહ કરવા 1 કરોડ 9 લાખ 25 હજાર અને લીલીયાના બોડિયા ગામના તળાવને ઊંડું કરીને પ્રોટેક્શન દીવા...
જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ સહિત વિવિધ બેઠક યોજાઈ

જિલ્લા કલેક્ટર દિગ્વીજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ સહિત વિવિધ બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને રોડ સેફટી કાઉન્સીલ, કાયદો અને વ્યવસ્થા, કોસ્ટલ સિક્યોરિટી અંગે બેઠક યોજાઈ હતી. રોડ સેફટી કાઉન્સીલની બેઠકમાં કલેક્ટરએ વિવિધ રોડ એન્જિનિયરિંગ, ગીર સોમનાથ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા લેવાના થતા મહત્વના પગલાઓ તેમજ બ્લેકસ્પોટ, નમસ્તેથી લઈ સોમનાથ બાયપાસ રોડ પર લાઈટ વગેરે વિશે મહત્વના વિભાગો સાથે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે રોડ સેફ્ટી સંલગ્ન કામગીરી સમીક્ષા કરી હતી તેમજ બ્લેક સ્પોટ્સ અન્વયે અકસ્માત ઘટાડવા માટેના પગલાં, માર્ગ અકસ્માતનાં સ્થળોની તપાસણી  સહિત માર્ગ સલામતી અંગે કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા. કોસ્ટલ સિક્યોરિટી અંતર્ગતની બેઠકમાં ઓનલાઈન ટોકન મેનેજમેન્ટ સિસ્ટમ, દરિયાઈ સુરક્ષા માટ...
કેન્દ્ર સરકાર દ્વારા પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત

કેન્દ્ર સરકાર દ્વારા પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ                ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. સુદ્રઢ આરોગ્ય સેવા આપતા ઉના તાલુકાના પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુણવત્તા, જ્ઞાન, કૌશલ્ય, ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ, દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ પાલડી હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પાલડીને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ (NQAS) પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીના મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી. ...
હજીરા સ્થિત ઓઈલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ

હજીરા સ્થિત ઓઈલ કંપનીઓના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                 સુરત જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી-નવી દિલ્હીદ્વારા ભુકંપના કારણે હજીરા સ્થિત ઈન્ડીયન ઓઈલ કો.લી., હિન્દુસ્તાન પેટ્રોલિયમ કો.લી. અને ભારત પેટ્રોલિયમ કો.લી.ના બલ્ક પેટ્રોલિયમ સ્ટોરેજ ફેસીલિટીઝ ખાતે જોઈન્ટ નેશનલ ડિઝાસ્ટર મોકડ્રીલ યોજાઈ હતી. IOCL ખાતે સવારે ૮:૦૦ વાગે ૮ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. ભૂકંપ આંચકાથી પેટ્રોલિયમ ભરેલી ૪, ૬ અને ૭ નંબરની ટેન્કમાં પેટ્રોલિયમ લીકેજ થયાનું જાણવા મળ્યું હતું. જેથી ચાર અલગ-અલગ ટીમો દ્વારા ટેન્કોનું ડેમેજ અસેસમેન્ટ (મૂલ્યાંકન) કરવામાં આવ્યું હતું. IOCL ટર્મિનલ ખાતે ૧૨ થી ૧૫ પેટ્રોલિયમ સ્ટોરેજ ટેન્કોમાં ૨૫ હજાર કિલો લિટરથી વધુ પેટ્રોલિયમ સ્ટોરેજ થાય છે. સ્ટોરેજ ટેન્કોમાં પેટ્રોલ, ડીઝલ સહિતના બાયો ડિઝલ જેવા જ્વલંતશીલ પદાર્થ સ્ટોરેજ કરવામાં આવે છે. ૦૮:૪૦ કલાક...