Monday, February 16News That Matters

Author: Admin Admin

”વોકલ ફોર લોકલ” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

”વોકલ ફોર લોકલ” અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા અંદાજે રૂ. ૨૩ લાખના ખર્ચે ૪૪૪ જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ અપાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર                         આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે ગુજરાત માટીકામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થા દ્વારા રાજ્યના ૧૨ જિલ્લાઓમાં તાલીમ વર્ગો યોજાયા ગુજરાતમાં “ઉત્તરાયણ” પર્વ નિમિત્તે દર વર્ષે કરોડો રૂપિયાના પતંગનું વેચાણ થતું હોય છે, જેના પરિણામે આ ઉદ્યોગ થકી લાખો ભાઈ-બહેનોને રોજગાર મળી રહે છે. રાજ્યમાં ઘણા પરિવારો માટે પતંગ ઉદ્યોગ આજીવિકાનું એક સાધન બન્યો છે. આધુનિક ટેકનોલોજી-AIના યુગમાં પણ પતંગ બનાવવાનું ૯૫ ટકા કામ ફકત હાથ વડે થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ”વોકલ ફોર લોકલ”ના સૂત્રને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં તેમજ કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપુત અને રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં રાજ્ય સરકાર ગ્રામોદ્યોગ દ્વારા રોજગારી ઉભી કરવા માટે સત...

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રવાસન મંત્રી મૂળૂભાઇ બેરા તેમજ અન્ય અતિથિગણની ઉપસ્થિતિમાં ૧૧ જાન્યુઆરી એ અમદાવાદથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ – ૨૦૨૫’નો પ્રારંભ થશે

Sports
હિન્દ ટીવી - ગુજરાતી, અમદાવાદ       ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ સ્ટેચ્યૂ ઓફ યુનિટી (એકતા નગર), રાજકોટ તથા વડોદરા ખાતે ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ’નો પ્રારંભ થશે ૧૩ જાન્યુઆરીના રોજ સુરત, શિવરાજપુર, ધોરડો ખાતે પણ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૪૭ દેશોમાંથી ૧૪૩ પતંગબાજો અને ભારતના અન્ય ૧૧ રાજયો માંથી ૫૨ (બાવન) જેટલા પતંગબાજો ભાગ લઈ રહ્યા છે ગુજરાતમાંથી પણ ૧૧ જેટલા શહેરોમાંથી ૪૧૭ જેટલા પતંગબાજો ભાગ લેશે રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને વેગ આપવા તેમજ વધુને વધુ પ્રવાસીઓ રાજ્યની મુલાકાત લે અને રાજ્યના સ્થાનિક મેળાઓ-ઉત્સવો લોકોમાં વધુ પ્રચલિત બને તે માટે રાજ્યના પ્રવાસન વિભાગે મેળાઓ અને ઉત્સવોના આયોજન થકી રાજ્યની કલાસંસ્કૃતિ, હસ્તકલા, સ્થાપત્ય, ધાર્મિક અને જોવાલાયક સ્થળોને લોકભોગ્ય બનાવવામાં આવ્યા છે.     ગુજરાતમાં ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાંતિના તહેવારનું આગવુ...

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં અંગદાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આજે ૬૧મું સફળ અંગદાન થયું હતું. સુરત શહેરના ભટાર, આઝાદનગરમાં રહેતા સસારે પરિવાર દ્વારા તેમના બ્રેઈનડેડ સ્વજન વિકાસભાઈની બે કિડનીનું અંગદાન થતા બે જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે. પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ મધ્યપ્રદેશના બુરહાનપુરના જૈનાબાદ સુખપુરીના વતની અને સુરતના ભટારના આઝાદનગરની મોટી ગલીમાં રહેતા ૨૯ વર્ષીય વિકાસભાઈ કાશીનાથ સસારેની ૧૫ દિવસ અગાઉ નાસ્તાની લારીવાળા સાથે ઝઘડો અને મારામારી થઇ હતી. જેમાં માથાના પાછળનાં ભાગે માર લાગવાથી ઇજા થઈ હતી. ગત તા.૦૫ જાન્યુ.ના રોજ સવારે પલંગ પરથી પડી ગયા હતાં, ત્યારબાદ લોહીની ઉલ્ટી થતા તત્કાલ નજીકની ગુરૂનાનક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ડોકટરોએ અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું કહેતા સવારે ૮.૩૮ વાગે ૧૦૮ ઇમરજન્સીમાં નવી સિવિલમાં સારવાર માટે દાલખ કરાયા હતા. ઇમરજન્સીમાંથી આઇ.સી.યુ.માં શિફટ કરી સાર...
કૃષિના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન શોધ અને સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

કૃષિના વિદ્યાર્થીઓ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન શોધ અને સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નવસારી નવસારી કૃષિ યુનિવર્સિટીનો ૨૦મો પદવીદાન સમારોહ આજે રાજયપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પદવીદાન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ૩૪ તેજસ્વી વિદ્યાર્થીઓને તેમની શૈક્ષણિક સિદ્ધિઓ માટે ૫૩ સુવર્ણચંદ્રક એનાયત કર્યા હતા. યુનિવર્સિટીની વિવિધ વિદ્યાશાખાઓના કુલ ૬૪૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રાજ્યપાલએ શ્રેષ્ઠ શિક્ષક, શ્રેષ્ઠ સંશોધનકર્તા, શ્રેષ્ઠ વિસ્તરણ વૈજ્ઞાનિક, શ્રેષ્ઠ પુરૂષ ખેડૂત અને શ્રેષ્ઠ મહિલા ખેડૂતનું બહુમાન કર્યું હતું. નવસારી કૃષિ યુનિવર્સિટીના ૨૦મા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને અભિનંદન પાઠવી પ્રેરણાદાયી માર્ગદર્શન આપતાં રાજ્યપાલ અને કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીએ કૃષિ ક્ષેત્રના વિદ્યાર્થીઓને પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવીન શોધ અને સંશોધનો કરી કૃષિ સમૃદ્ધિનો નવો માર્ગ કંડારવા જણાવ્યું હતું. ગુજરાતમાં પ્રાકૃતિક ...
સુરત ખાતે કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ

સુરત ખાતે કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ

Gujarat
હિન્દ ન્યૂઝ, સુરત   સાંસદ મુકેશભાઈ દલાલે સુરત-ગુજરાતની ભૂમિ પર કાશ્મીરી યુવાઓને આવકાર્યા. તા.૧૧મી જાન્યુ. સુધી ૧૩૨ કાશ્મીરી યુવા વિદ્યાર્થીઓ ગુજરાતની સંસ્કૃત્તિ અને વિકાસની ઝાંખી કરશે  કાશ્મીરી ખીણમાં યુવાનો આતંકવાદના ઓછાયા હેઠળ જીવન જીવી રહ્યા છે, ત્યારે સ્થાનિક કાશ્મીરી યુવાનો એકતા અને દેશપ્રેમની ભાવના કેળવે, કટ્ટરપંથી પ્રવૃતિઓથી દૂર રહી પોતાનો સર્વાંગી વિકાસ સાધે એ માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સહયોગથી કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત અને માય ભારત-સુરત દ્વારા તા.૦૬ થી ૧૧ જાન્યુઆરી સુરતમાં આયોજિત કાશ્મીરી યુવા આદાન પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સાંસદશ્રી મુકેશભાઈ દલાલની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીની વિશેષ ઉપસ્થિતિમાં સાંસદશ્રી મુકેશભાઈ દલાલે શ્રી બદ્રી નારાયણ મંદિર-અડાજણ ખાતે ઉમળકાથી સ્વાગત કરી કાશ્મીરી...
પ્રાકૃતિક ખેતી અપનાવતા વસાવાના આર્થિક સુખાકારીમાં વધારો

પ્રાકૃતિક ખેતી અપનાવતા વસાવાના આર્થિક સુખાકારીમાં વધારો

Gujarat
હિન્દ ન્યૂઝ, નર્મદા  પેદાશની ગુણવત્તા, વેચાણ, આવક અને માંગમાં સુધારો લાવતું કૃષિ મોડલ અપનાવ્યું.  પ્રાકૃતિક ખેત પદ્ધતિથી ઉત્પાદિત પાકોમાં વધુ મિઠાશ અને પૌષ્ટિક હોય છે - ધીરસિંગ જે. વસાવા રાસાયણિક ખાતરો, દવાઓનો ઉપયોગ ટાળીને જમીન સંરક્ષણ અને માનવ સ્વાસ્થ્ય માટે એસ્પિરેશન નર્મદા જિલ્લાના ખેડૂતોએ આગેકૂચ કરી છે. પ્રાકૃતિક કૃષિ પર્યાવરણીય હિતોને અનુરૂપ હોય છે. પોષક તત્વોથી ભરપૂર આ ખેતી પદ્ધતિમાં જમીનની ફળદ્રુપતા, ઉત્પાદન, ગુણવત્તા, વેચાણ સહિત આવકમાં પણ વધારો થાય છે. સાગબારા તાલુકાના ખોપી ગામના ખેડૂત શ્રી ધીરસિંગ જાતરિયાભાઈ વસાવાએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. જેના કારણે તેમના પાકની ગુણવત્તા અને પેદાશમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. શ્રી વસાવાએ કહ્યું કે, પ્રાકૃતિક ખેતીના કારણે મારા જમીનની ફળદ્રુપતા, ગુણવત્તામાં વધારો થયો છે. ટામેટા અને દૂધીના પાકમાં મને સારુ પરિણામ જોવા મળ્યું છે. ગોબર, ગોમૂ...
કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

કેબીનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી

Gujarat
હિન્દ ન્યૂઝ, જામનગર રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલે કલેકટર કચેરી ખાતે વિવિધ વિભાગો જેમાં સિંચાઈ વિભાગ, ડીઆઈએલઆર, પાણી પુરવઠ્ઠા, પીજીવીસીએલ, જેટકો, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી વિભાગવાર વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મહાનગરપાલિકાના વોર્ડ નંબર ૧,૬ અને ૪માં ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઈન અંગેની કામગીરી તેમજ જીલ્લામાં વિવિધ જગ્યાઓ પર કેનાલોની સફાઈ, તળાવ રીપેરીંગ, ચેકડેમના કામોનું સ્ટેટસ, જમીન માપણી અને રિસર્વે અંગેની કામગીરી, ચાવડા ગામે પીવાના પાણીની ટાંકી ઉંચી બનાવવી, રાવલસર ગામે પાણીની પાઈપલાઇન મારફતે લોકોને પીવાનું પાણી પહોચાડવું, વાણીયાગામ ગામે પાણીની ટાંકી બનાવવી, જમવંથલી ગામે અલગ વીજ ફીડર આપવું, ખેડૂતો અને લોકોની વીજ કનેક્શન અંગેની રજૂઆતોનું નિરાકરણ લાવવું, વિવિધ ગામડાઓમાં ર...
ભાવનગર-સીટી, ચિત્રા તથા ગારીયાધાર ગોડાઉન ખાતે એક્ષસ્પાયર થયેલ મીંઠાના જથ્થાનો નિકાલ કરાશે

ભાવનગર-સીટી, ચિત્રા તથા ગારીયાધાર ગોડાઉન ખાતે એક્ષસ્પાયર થયેલ મીંઠાના જથ્થાનો નિકાલ કરાશે

Gujarat
હિન્દ ન્યૂઝ, ભાવનગર ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લી ના ભાવનગર જીલ્લાના ભાવનગર-સીટી, ચિત્રા તથા ગારીયાધાર ગોડાઉન ખાતે એક્ષસ્પાયર થયેલ મીંઠાનો જથ્થો જે માનવ વપરાશમાં ખાવાલાયક ન હોય, ફક્ત લાયસન્સ બોનાફાઈડ સર્ટીફીકેટ ધરાવતી/ ઈચ્છુક પાર્ટીઓએ પોતાના લેટરપેડ પર સીલબંધ કવરમાં ગુજરાત રાજય નાગરિક પુરવઠા નિગમ લિમીટેડ (ગુજરાત સરકારનુ સાહસ) સરકારી અનાજ ગોડાઉન કમ્પાઉન્ડ, મસ્તરામ મંદીર પાસે, ચિત્રા, ભાવનગર, ૩૬૪૦૦૪ ખાતે પ્રતિ કી.ગ્રા.ના રૂ. ૦૫/- બેઇઝ ભાવ મુજબ આપી તેમજ જથ્થો અન્ય વપરાશ (માનવ વપરાશ સિવાય) માટે ઉપયોગમાં લેવામા આવશે તે બાબતનુ સોંગદનામા સાથે લાયસન્સ / બોનાફાઈડ સર્ટીફીકેટ નકલ સાથે જાહેર નિવિદા પ્રસિદ્ધ થયાથી દિન - ૦૭ મા મળી રહે તે રીતે રૂબરૂ / પોસ્ટ / કુરીયર દ્રારા મોકલવાના રહેશે. તેમજ સદર જથ્થો સ્વ-ખર્ચે ઉપાડ કરવાનો રહેશે. જથ્થા અંગેની માહીતી ગોડાઉનનુ નામ ભાવનગર-સીટી, જથ્થો (કી.ગ્રા.મા) ...
ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર(વાયુ)ની તરીકે જોડાવવા ઇચ્છુક ઉમેદવારોએ તા. ૨૭ જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરવી

ભારતીય વાયુસેના દ્વારા અગ્નિવીર(વાયુ)ની તરીકે જોડાવવા ઇચ્છુક ઉમેદવારોએ તા. ૨૭ જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરવી

Gujarat
હિન્દ ન્યૂઝ, ભાવનગર ભારતીય ભારતીય વાયુસેના દ્વારા માત્ર અવિવાહિત પુરૂષો/સ્ત્રીઓ માટે અગ્નિવીર(વાયુ) ની જગ્યાઓ માટે ભરતી જાહેરાત પ્રસિધ્ધ થયેલ છે. વિજ્ઞાન વિષયક પરીક્ષા માટે શૈક્ષણિક લાયકાત ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્ષ (મિકેનીકલ/ ઈલેક્ટ્રીકલ/ ઈલેક્ટ્રોનિક્સ/ ઓટો મોબાઈલ/ કોમ્પુ.સાયન્સ/ ઈન્સ્ટ્રુમેંટેશન ટેક્નોલોજી/ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી) ૫૦% જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ગણિત, ભૌતિકશાસ્ત્ર અને અંગ્રેજી વિષય સાથે ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી છે. વિજ્ઞાન વિષય સિવાયની પરીક્ષા: માટે શૈક્ષણિક લાયકાત ધોરણ-૧૨ પાસ/સમકક્ષ તેમજ ૫૦% ટકા જરૂરી તેમજ અંગ્રેજી વિષયમાં ૫૦% માર્કસ જરૂરી અથવા ૨ વર્ષનો વોકેશનલ કોર્ષ ૫૦% ટ...
તા.01 જાન્યુઆરી,2025ના રોજ પાત્રતા ધરાવતા મતદારો સમાવતી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી, રાજ્યમાં કુલ 3.95 લાખ મતદારોનો વધારો

તા.01 જાન્યુઆરી,2025ના રોજ પાત્રતા ધરાવતા મતદારો સમાવતી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી, રાજ્યમાં કુલ 3.95 લાખ મતદારોનો વધારો

Gujarat
હિન્દ ન્યૂઝ, ગીર સોમનાથ ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યોજાયેલા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 દરમિયાન સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા કરવામાં આવેલી સંનિષ્ઠ કામગીરીની ફલશ્રુતિરૂપે આખરી મતદાર યાદીમાં તા.01 જાન્યુઆરી, 2025ના રોજ મતદાર તરીકેની પાત્રતા ધરાવતા 1,72,776 પુરૂષ, 2,23,023 લાખ સ્ત્રી તથા 20 ત્રીજી જાતિના મળી કુલ 3,95,819 મતદારોનો વધારો થયો છે. મતદારયાદીને અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2025 અંતર્ગત તા.20 ઑગસ્ટથી તા.18 નવેમ્બર, 2024 દરમ્યાન હાઉસ-ટુ-હાઉસ સરવે હાથ ધરી મતદારયાદીની ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ તા.29 ઑક્ટોબરથી તા.28 નવેમ્બર, 2024 સુધી મતદારયાદીમાં નામમાં સુધારો, કમી અને ઉમેરો કરવા માટે અરજીઓ મંગાવવામાં આવી હતી. ગત તા.29 ઑક્ટોબર, 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,56...