Monday, February 16News That Matters

Author: Admin Admin

ખેડૂત તાલીમ કેન્દ્ર, ભાવનગર ખાતે તા.૧૦મી જાન્યુઆરીએ “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન”યોજાશે

ખેડૂત તાલીમ કેન્દ્ર, ભાવનગર ખાતે તા.૧૦મી જાન્યુઆરીએ “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન”યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આત્મા પ્રોજેક્ટ દ્વારા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અંતર્ગત ખેડૂત તાલીમ કેન્દ્ર, શામળદાસ કોલેઝ ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં, એમ.બી.એ. ભવનની પાછળ, ભાવનગર ખાતે તારીખ ૧૦મી જાન્યુઆરી, ૨૦૨૫ને શુક્રવારના રોજ સવારે ૯:૦૦ કલાકે “પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન” યોજાશે. આ કૃષિ પરિસંવાદમાં ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્ય, જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ સારી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે. તેમ આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટરએ જણાવ્યું છે....
જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે

જિલ્લા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૩ જાન્યુઆરીના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર જિલ્લા કક્ષાનો જાન્યુઆરી-૨૦૨૫ નો જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૩/૦૧/૨૦૨૫ને ગુરૂવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટર કચેરી,ભાવનગર ખાતે યોજવામાં આવનાર છે. આ ફરીયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર,નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવા પોતાને લગતા પ્રશ્ન અંગેની અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા તથા પોતાનાં પુરા નામ-સરનામા અને મોબાઇલ નંબર સાથે રજુઆત કરવાની રહેશે, અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૧/૨૦૨૫ સુધીમા કચેરી સમય ૬:૧૦ કલાક સુધી સ્વીકારવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા વિનંતી છે....
ભાવનગર ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

ભાવનગર ખાતે જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર                    ભાવનગર જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને આજે જિલ્લા કલેકટર કચેરીના વીડિયો કોન્ફરન્સ હોલ ખાતે રોડ સેફ્ટી કાઉન્સીલની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા કલેકટર આર.કે.મહેતાએ સુચનો કરતાં જણાવ્યું કે, જિલ્લામાં ફેટલ ડેથ થયાં હોય તેવી જગ્યાઓની જોઈન્ટ વિઝિટ કરી જરૂરી કાર્યવાહી કરવાની સાથે ખાસ કરીને બ્લેક સ્પોટ આસપાસ વાહન ચાલકોને ચેતવણીરૂપ યોગ્ય સાઈનેજીસ લગાવવા તેમજ ડાયવર્ઝન પહેલા દૂરથી જ વાહન ચાલકોને માર્ગદર્શન મળી જાય તેમજ ડાયવર્ઝન પાસેના રોડને સ્મૂધ બનાવી વાહન સરળતાથી પસાર થાય તે પ્રકારે આયોજન કરવા ખાસ સૂચના આપી હતી.  વાહન ચાલકો સીટબેલ્ટ તેમજ હેલ્મેટ પહેરે તે તેમની જ સુરક્ષા માટે જરૂરી હોઈ તમામ લોકો રોડ સેફટીના નિયમોનું પાલન કરે તે જોવાની સાથે જિલ્લા કલેક્ટર કચેરી સહિતની કચેરીઓમાં ડ્રાઇવ યોજવા સુચના આપી હતી. રોડ સેફટીની જાણકારી લોકો ...
તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.તળાજા, જિ.ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામો પ્રસિધ્ધ

તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. મુ.તળાજા, જિ.ભાવનગરની વ્યવસ્થાપક સમિતિના ચૂંટાયેલા સભ્યોના નામો પ્રસિધ્ધ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી.મુ.તળાજાની વ્યવસ્થાપક સમિતિના સભ્યોની ચૂંટણીના પરિણામની જાહેરાત ચૂંટણી અધિકારી અને મામલતદાર-તળાજાએ તા.૩૦/૧૧/૨૦૨૪થી બિનહરીફ ચૂંટણીના પરિણામની જાહેરાત નિયમ- ૩૧ અન્વયે નમૂનો-૭માં પરિણામની જાહેર પ્રસિધ્ધિ કરતાં ગુજરાત નિર્દિષ્ટ સહકારી મંડળીઓની સમિતિની ચૂંટણી બાબતના નિયમો-૧૯૮૨ના નિયમ-૬૮ અન્વયે તળાજાના નાયબ કલેકટર, નિર્દિષ્ટ સહકારી મંડળીઓ અને ચૂંટણી સત્તાધિકારી જે.આર.સોલંકીએ વ્યક્તિ પ્રતિનિધિ વિભાગ બિનહરીફ ઉમેદવારમાં ક્રમ (1) ભાવનાબેન જયવંતસિંહ જાડેજા મું.મણાર, તા. તળાજા, ક્રમ (2) પ્રેમજીભાઇ વાલજીભાઇ બારૈયા મું. દિહોર, તા.તળાજા અને ક્રમ (3) સુરેશભાઇ ભીખાભાઇ બારૈયા મુ.પીપરલા, તા.તળાજાના સર્વે ચૂંટાયેલ સભ્યો તરીકેના નામોની યાદી પ્રસિદ્ધ કરી છે.  ...
ગારીયાધાર તાલુકાના પચ્છેગામ અને સુરનગર ગામે પી.એમ.પોષણ યોજના સંચાલકની ભરતી માટે અરજીઓ મંગાવાઈ

ગારીયાધાર તાલુકાના પચ્છેગામ અને સુરનગર ગામે પી.એમ.પોષણ યોજના સંચાલકની ભરતી માટે અરજીઓ મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગારીયાધાર તાલુકાના પચ્છેગામ અને સુરનગર ગામે પી.એમ.પોષણ યોજના, સંચાલકની ખાલી પડેલ જગ્યા ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ગારીયાધાર તાલુકાનાં પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો) ના કેન્દ્ર નં. ૧૯-પચ્છેગામ પ્રા.શાળા ખાતે એક(૧) તથા કેન્દ્ર નં-૪૧-સુરનગર પ્રા.શાળા ખાતે એક(૧) મ.ભો.યો કેન્દ્રો ઉપર સંચાલકની નિમણૂંક કરવાની હોય, જરૂરી લાયકાત ધરાવતા ધોરણ ૧૦ પાસ, ઉ.વ. ૨૦ થી ૬૦ ની હોય તેવા ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી ફોર્મ મામલતદાર કચેરી, ગારીયાધાર પી.એમ.પોષણ યોજના (મ.ભો.યો) શાખામાંથી વિનામુલ્યે તા. ૧૩/૦૧/૨૦૨૫ થી તા.૨૩/૦૧/૨૦૨૫ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય કચેરી સમય દરમ્યાન અરજી ફોર્મ મેળવવા તથા રજૂ કરી શકશે. સ્થાનિક વિધવા મહિલાઓને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે તેમ ગારીયાધાર મમલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે...
આણંદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના (lAS) વિદાય સમારંભ યોજાયો

આણંદ જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના (lAS) વિદાય સમારંભ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ આણંદ જિલ્લાને નવા વર્ષમાં જ મહાનગરપાલિકાનો દરજ્જો મળતા જિલ્લાને પ્રથમ મ્યુનિસિપલ કમિશનર તરીકે મિલિન્દ બાપના (lAS)ની નિમણૂક કરવામાં આવી છે. આણંદ જિલ્લા પંચાયતના જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દ બાપના (lAS)ની બદલી થતાં તેઓની નિમણૂક આણંદ મ્યુનિસિપલ કમિશનર તરીકે થતા તેઓનો વિદાય સમારંભ આણંદ જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવ્યો હતો. આ વેળાએ જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેકટર આર.એસ.દેસાઈ ઉપપ્રમુખ, પંચાયતનાચેરમેન, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયતની તમામ શાખા અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહીને શુભ કામનોઓ પાઠવી હતી....
જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે સ્વાસ્થય પરિષદ યોજાઈ

જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષપદે સ્વાસ્થય પરિષદ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ આણંદ જિલ્લા કલેકટરપ્રવીણ ચૌધરીના અધ્યક્ષપણા હેઠળ સરકીટ હાઉસ ખાતે સ્વાસ્થ્ય પરિષદ યોજવામાં આવી હતી. આણંદ જિલ્લામાં માતામરણ,બાળમરણ અને કુપોષણમાં ઘટાડો થાય અને પાણીજન્ય રોગોને અટકાવવા માટેના સબંધિત પરિબળો અને તેને અસરકારક નિવારણ માટે જિલ્લા કક્ષાએ સુધારાજનક પરિણામો મળી રહે તે અંગેની બહુઆયામી દ્રષ્ટીકોણથી ચર્ચા કરીને નિરાકરણ માટે સ્વાસ્થ્ય પરિષદનું આયોજન હાથ ધરાયું હતુ. આણંદ જીલ્લામાં આરોગ્ય વિષયક કામગીરી સારી કરવામાં આવી રહી છે તેમાં ઉતરોત્તર પ્રગતિ થાય અને જનસમુદાયમાં જન ભાગીદારી વધે તે માટે ધારાસભ્યઓ, તમામ શાખાના અધિકારી,વર્લ્ડ બેન્કના સભ્ય, રાજ્યના સભ્યો, NGO વિગેરે મળીને માતા મરણ અને બાળમરણ થવાના કારણો,કુપોષણ થવાના કારણો, રોગચાળા વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી અને વધુ સારી કામગીરી થાય તેમાટે સૂચનો કરવામાં આવ્યા તેમજ તે અંગે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીએ ...

આણંદમાં જિલ્લાકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આંકલાવ ખાતે કરાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાના ઉજવણી આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટસ એસોશિએશન ગ્રાઉન્ડ ખાતે કરાશે. જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી ૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરશ્રીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ રીતે થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં સુરક્ષા જવાનોની પ્લાટુનની પરેડ યોજવાની સાથે વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે. આ ઉપરાંત સરકારી કચેરીઓને રોશનીથી શણગારવાનું આયોજન સાથે દેશભક્તિના ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા...
ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુ-પક્ષીની દરકાર માટે કરૂણા અભિયાન

ઉત્તરાયણ પર્વ દરમ્યાન પશુ-પક્ષીની દરકાર માટે કરૂણા અભિયાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ    પક્ષીઓને મુક્ત ગગનમાં ઉડવાનો અને જીવવાનો અધિકાર છે તેથી તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ થી તા.૨૦ જાન્યુઆરી ૨૦૨૫ સુધી રાજ્યના સમગ્ર વિસ્તારને આવરી લઈ "કરૂણા અભિયાન" કાર્યક્રમનું આયોજન હાથ ધરવા સરકારએ નિર્ણય લીધેલ છે.  ઉત્તરાયણ પર્વ નિમિતે આણંદ જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત જિલ્લા તેમજ તાલુકા કક્ષાએ પક્ષીઓને બચાવવા માટે જુદા-જુદા પશુ સારવાર કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ માહિતીની આપ-લે માટે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરુ કરવામાં આવેલ છે. કરુણા અભિયાન અંતર્ગત દરેક તાલુકાઓમાં સવારે ૮:૦૦ કલાક થી રાત્રીના ૮:૦૦ કલાક સુધી તમામ ઘાયલ પક્ષીઓને વિના મુલ્યે સારવાર આપવામાં આવશે.  ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર માટે વન વિભાગનો હેલ્પલાઇન નંબર- ૦૨૬૯૨-૨૬૪૮૫૫, ૨૬૪૮૫૪, સ્વયં સંચાલિત વેબસાઈટ હેલ્પલાઈન નંબર – ૮૩૨૦૦૦૨૦૦૦ પર "કરુણા" લખી વોટ્સએપ કરી શકાશે તેમજ એનિમલ હેલ્પલાઇન નં...
ડાંગ જિલ્લાની ‘નવજ્યોત શાળા સુબીર’ ખાતે માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો

ડાંગ જિલ્લાની ‘નવજ્યોત શાળા સુબીર’ ખાતે માર્ગ સલામતી અંગે સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ માર્ગ સલામતી માસ - ૨૦૨૫ ની ઉજવણી અંતર્ગત તા.૦૭/૦૧/૨૦૨૫ ના રોજ ડાંગ જિલ્લાના સુબીર ખાતે આવેલ નવજ્યોત શાળામાં, આચાર્ય ફા.અમલરાજના માર્ગદર્શન હેઠળ આર.ટી.ઓ કચેરી વઘઇના આર.એલ.ચૌધરી, તેમજ એસ.કે.પટેલ દ્વારા શાળામાં માર્ગ સલામતી અંગેનો સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી વિદ્યાર્થીઓને વાહન સલામતી અંગેની વિષેસ સમજણ આપવામાં આવી હતી. જેમાં વાહન ચાલકની સ્પિડ લીમીટ, રોંગ સાઇડમાં વાહન ચલાવવા, દેખ રેખ વગર વાહનોને ઓવર ટેક કરવા, વાહન ચલાવતી વખતે મોબાઇલ ફોનનો ઉપયોગ કરવો, નશો કરીને વાહન ચલાવવું, થાકેલાં હોવા છતાંય ઉજાગરા કરીને વાહન ચલાવવું, વાહનને રેસ્ટ આપ્યાં વગર સતત ચલાવવું જેવા વિવિધ કારણોસર માર્ગ અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે. જેથી ટુ વ્હીલર વાહન હોય તો ફરજીયાત હેલ્મેટનો ઉપયોગ કરવો, તેમજ મોટા વાહનોમાં પણ ફરજીયાત સિટ બેલ્ટનો ઉપયોગ કરવો, વાહનની સ્પિડ ...