Monday, February 16News That Matters

Author: Admin Admin

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાથી ઉમેદવારે ટીવી ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપતા પહેલા ચૂંટણી અધિકારીની મંજુરી લેવાની રહેશે

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં હોવાથી ઉમેદવારે ટીવી ચેનલ અને કેબલ નેટવર્ક પર જાહેરાત આપતા પહેલા ચૂંટણી અધિકારીની મંજુરી લેવાની રહેશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામજોધપુર નગરપાલિકા, ધ્રોલ નગરપાલિકા તથા કાલાવડ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તથા જોડીયા તાલુકા પંચાયતના મતદાર મંડળ ૮-જોડીયા-૩ તથા જામનગર તાલુકા પંચાયતના મતદાર મંડળ ૧૪-જામવંથલીની ખાલી પડેલ બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજાનાર છે. આ તારીખથી જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના વિસ્તારમાં આદર્શ આચાર સંહિતા અમલમાં આવેલ છે. ચૂંટણી દરમ્યાન પ્રચાર તથા જાહેરાતો રાજકીય પક્ષો, ઉમેદવારો, સંસ્થાઓ તરફથી તેમજ ઉમેદવારના ટેકેદારો તરફથી ઈલેકટ્રોનિક મિડીયા માધ્યમથી પ્રસારણ સ્થાનિક કંટ્રોલ રૂમથી તથા ટીવી ચેનલના રાજય, આંતર રાજય કે આંતર રાષ્ટ્રીય તેમજ રેડીયો નેટવર્કથી કરવામાં આવે છે. હાલમાં આ નેટવર્કના નિયંત્રણ માટે કેબલ ટેલીવિઝન (વિનિયમન) અધિનિયમ-૧૯૯પ તથા કેબલ ટેલીવિઝન નેટવર્ક (વિનિયમો) નિયમો-૧૯૯૪ અમલમાં છે. જે મુજબ જાહેરાત નિયત કરેલ આચાર ...
કાલાવડ બાર એસોસિએશન દ્વારા ‘રકતદાન કેમ્પ’ નું આયોજન

કાલાવડ બાર એસોસિએશન દ્વારા ‘રકતદાન કેમ્પ’ નું આયોજન

National
હિન્દ ન્યુઝ, કાલાવડ               રાષ્ટ્રીય પર્વ ગણતંત્ર દિવસ નિમિત્તે કાલાવડ બાર એસોસિએશન 'બાર અને બેંચ' નાં ઉપક્રમે જામનગર જી.જી હોસ્પિટલ ના ડોક્ટરોના સહકાર સહયોગ થી કાલાવડ કોર્ટ બિલ્ડીંગ ખાતે "બ્લડ ડોનેશન કેમ્પ" યોજાયો. આજના બ્લડ ડોનેશન કેમ્પ માં કાલાવડ પ્રિન્સીપાલ સીવીલ જજ એન્ડ જયુડિ. મેજિસ્ટ્રેટ (ફ.ક.) આર.કે.ટંવર નાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી "રક્તદાન કેમ્પ" ની શરૂવાત કરવામાં આવી. આ કાર્યક્રમમાં એ.પી.પી. કારિયા, સી.ઓ.સી. એમ.આર.ગઢવી સાથે વકીલો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.  બાર એસોસિએશનનાં પ્રમુખ શ્રી જયેશભાઈ વાઘાણી દ્વારા તમામ રક્તદાન કરનાર રક્તદાતાઓનું સ્વાગત કરેલ સાથે "અભિવાદન પત્ર" આપી સન્માન પણ કરવામાં આવેલ. વધુમાં, 'આપે હૃદય ધર્મ બજાવી સ્વેચ્છિક રક્તદાન કરી બુઝાતી જિંદગીને જીવનદાન આપેલ છે, તે માટે અભિનંદન સાથે આપ સ્વેચ્છિક રકતદાનનો મહિમા સમાજમાં ફેલાવશો અને આ માનવ કલ્યાણ ...
અયોધ્યા ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણીનાં ભાગરૂપે અખંડ રામધૂન નો કાર્યક્રમ યોજાયો

અયોધ્યા ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણીનાં ભાગરૂપે અખંડ રામધૂન નો કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ               અયોધ્યા ખાતે શ્રીરામ પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થતાં ઉજવણીનાં ભાગરૂપે ડૉ. સીમાબેન પટેલ સંચાલિત 'હિન્દ રક્ષક સંધ' દ્વારા શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે અખંડ રામધૂન નો કાર્યક્રમ યોજાયો.                   કાલાવડ સ્થિત શ્રી મુક્તેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે ૬:૦૦ વાગ્યે થી સાંજે ૬:૦૦ વાગ્યા સુધી અખંડ રામધૂન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ ૧૨ કલાક સુધી સતત ચાલતા અખંડ રામધૂન કાર્યક્રમ માં આમંત્રણને માન આપી ભાજપનાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ મંત્રી શ્રી જયંતીભાઈ કવાડિયા, ભાજપ પ્રદેશ કારોબારી સદસ્ય શ્રી ડો.વિનુભાઈ ભંડેરી, ભાજપ જામનગર જિલ્લા પ્રમુખ શ્રી રમેશભાઇ મુંગરા, ભાજપ જામનગર જિલ્લા મહામંત્રી શ્રી દિલીપભાઈ ભોજાણી, ભાજપ જામનગર જિલ્લા મહામંત્રી શ્રી અભિષેકભાઈ પટવા, કાલાવડ - ૭૬ વિધાનસભાનાં ભાજપનાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી મેઘજીભા...

રૂ.૧.૫૦ કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ કરવામાં આવેલા બારડોલી વિશ્રામગૃહનું લોકાર્પણ કરતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત             રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા બારડોલી ખાતે રૂા.૧.૫૦ કરોડના ખર્ચે વિસ્તૃતિકરણ થયેલા વિશ્રામગૃહનું લોકાર્પણ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારના હસ્તે તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભાવિનીબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ઇશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, બારડોલીમાં વર્ષોથી જૂના વિશ્રામગૃહની બાજુમાં વિસ્તૃતિકરણ કરીને નવું બિલ્ડિંગ નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં આધુનિક સુવિધાઓ સાથે સ્વીટ રૂમ અને વીવીઆઈપી રૂમ તૈયાર કરવામાં આવ્યા છે. રૂ.૧ કરોડનો ખર્ચે વિશ્રામગૃહનું બાંધકામ અને રૂ. ૫૦ લાખનો ખર્ચ ફર્નિચર એમ કુલ ૧.૫૦ કરોડના ખર્ચે વિશ્રામગૃહ તૈયાર કરવામાં આવ્યું છે. જેનાથી બહારથી આવતા પદાધિકારીઓ, અધિકારીઓને લાભ થશે. આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ધર્મેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી જમનાબેન રાઠોડ, જિલ્લા પ...

GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઇલ એપ્લિકેશન દ્વારા  મુસાફરો માટે બસનું લાઈવ ટ્રેકિંગ બન્યું વધુ સરળ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર             મુસાફરોને એક રાજ્ય માંથી બીજા રાજ્યમાં, એક જિલ્લા માંથી બીજા જિલ્લામાં તેમજ પોતાના ગંતવ્ય સ્થાનથી બીજા સ્થાને સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવા ગુજરાત એસ.ટીની બસો કાર્યરત છે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત એસ.ટી નિગમમાં અનેક આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે. ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા ‘GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશન’ મારફતે મુસાફરોને બસનું લાઈવ ટ્રેકિંગ કરવું વધુ સરળ બન્યું છે, આજે ગુજરાતની ૮ હજારથી વધુ બસોમાં લાઈવ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત છે,  જેનો ગુજરાતના ૭.૫ લાખ કરતા વધુ મુસાફરો ઉપયોગ કરી રહ્યા છે, તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે.          GSRTC લાઈવ ટ્રેકિંગ મોબાઈલ એપ્લિકેશનમાં મુસાફરો બસ નંબર અથવા PNR No. ની મદદથી બસનું લાઈવ લોકેશ...
ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજમાં તા. 23 જાન્યુઆરીના રોજ ઓશો ચેર સ્થાપિત કરવામાં આવશે

ભાવનગરની સ્વામી સહજાનંદ કોલેજમાં તા. 23 જાન્યુઆરીના રોજ ઓશો ચેર સ્થાપિત કરવામાં આવશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર          સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ, ભાવનગર આગામી તારીખ 23 જાન્યુઆરી-2025 ના રોજ એક અનોખી અને ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. આ શુભ અવસરે આધ્યાત્મિક ગુરુ ઓશોના વિઝન, તેમના સંદેશ, તેમના આદર્શો અને મૂલ્યો પર અભ્યાસ અને સંશોધનમાં શ્રેષ્ઠતા માટે આ પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ઓશો ચેર ઔપચારિક રીતે સ્થાપિત કરવામાં આવશે અને આ મહાન આધ્યાત્મિક ગુરુને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ ઓશો ચેરના ઉદ્ઘાટન પ્રસંગે મહારાષ્ટ્રના પુણે થી પ્રતિક્ષા અપૂર્વ ખાસ ઉપસ્થિત રહેશે. પ્રતિક્ષાએ જણાવ્યું છે કે, આ ઓશો ચેર દ્વારા મહાન આધ્યાત્મિક ગુરુ પર સંશોધન માટે એક ઇન્ટરનેશનલ સેન્ટર ઑફ એક્સેલન્સનો પાયો નાખવામાં આવશે. તેમણે આ પહેલ માટે અમેરિકામાં રહેતા સન્યાસી સ્વામી રમણજીનો પણ આભાર વ્યક્ત કર્યો છે. વર્તમાન શિક્ષણ પ્રણાલી અંગે પ્રતિક્ષાના વિચારો ખૂબ જ અનોખા છે....
ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ ખાતે યોજાશે

ગીર સોમનાથ જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલ ગુંદરણ ખાતે યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર સોમનાથ સંચાલિત જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા-૨૦૨૪નું આયોજન તા.૧૬ જાન્યુઆરી તથા તા.૧૭ જાન્યુઆરીના રોજ તાલાળા તાલુકાના ગુંદરણ ખાતે ક્રિષ્ના કન્યા વિદ્યા સંકુલમાં સવારે ૦૯:૦૦ કલાકે રીપોર્ટ કરવાનું રહેશે. જેમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબરે વિજેતા થયેલ ૧૪ કૃતિ જેમાં વકતૃત્વ, નિબંધ લેખન, ચિત્રકલા, ભરતનાટ્યમ, એકપાત્રીય અભિનય, લોકનૃત્ય, રાસ, ગરબા, સુગમ સંગીત, લગ્ન ગીત, સમૂહ ગીત, લોકગીત / ભજન, તબલા, હાર્મોનિયમ સ્પર્ધા યોજાશે. સીધી જિલ્લાકક્ષાની ૯ કૃતિ જેમા કાવ્ય લેખન, ગઝલ શાયરી, લોકવાર્તા, દુહા, છંદ, ચોપાઇ, સર્જનાત્મક કારીગરી, સ્કુલ બેન્ડ, ઓરગન, કથ્થક, શાસ્ત્રીય કંઠ્ય સંગીત...
શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય કલાકાર કથ્થક નૃત્યથી શિવ આરાધના કરશે

શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આંતરરાષ્ટ્રીય કલાકાર કથ્થક નૃત્યથી શિવ આરાધના કરશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ              પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દેશવિદેશના કરોડો ભક્તો મહાદેવને પૂજા અર્ચન અને પ્રાર્થના કરી એમની કૃપા પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા હોય છે. ત્યારે શિવજી તો નટરાજ છે. નૃત્ય કલા અને સંસ્કૃતિના આરાધ્ય દેવ એટલે મહાદેવ. કલાકારો એમની કલાનું પુષ્પ એમના ચરણોમાં અર્પણ કરતા હોય છે. ત્યારે શ્રીમતી સુસ્મિતા બેનર્જી કે જેઓ કથક નૃત્ય કોરિયોગ્રફર છે અને તેમણે UNESCO, ભારતીય સંસ્કૃતિ મંત્રાલય, અને અન્ય ઘણા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય માધ્યમો પર પોતાના નૃત્યનું પ્રદર્શન કરેલ છે. ત્યારે આજરોજ તા.13/01/2025 ના રોજ સાંજના 6 થી 7 વાગ્યે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં એક વિશેષ નૃત્ય આરાધના સ્વરૂપે કાર્યક્રમ યોજવામાં આવશે.           નટેશ્વરની નૃત્ય આરાધનાની સાથે-સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શને આવનાર શ્રદ્ધાળુઓ માટે આ નૃત્ય કાર્યક્ર...

જામનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર             રાજ્યના કૃષિ,પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જામનગર મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતેથી જામનગર જિલ્લા કક્ષાના કલા મહાકુંભનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, યુવાઓમાં રહેલી કલાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા કલા મહાકુંભ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બાળકો અને યુવાઓમાં રહેલી સુષુપ્ત કલાઓને બહાર લાવવા માટે સરકારનું આ આવકારદાયક પગલું છે. જેના પરિણામે અનેક યુવાઓની કલાક્ષેત્રે ઓળખ ઊભી થશે અને તેઓને આગળ આવવાની પણ તક મળશે.શિક્ષણની સાથે સાંસ્કૃતિક પ્રવૃતિઓ, રમત ગમત અને કલા જેવી બાબતો પણ જીવનમાં ખૂબ જ જરૂરી છે.              ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યની કલા સંસ્કૃતિથી લોકો માહિતગાર થાય તે હેતુથી કલામહાકુંભ ૨૦૨...
પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

પીરોટન ટાપુ પર ઊભા કરી દેવાયેલા ગેરકાયદેસર દબાણોના અતિક્રમણ સામે તંત્રની નક્કર કાર્યવાહી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર              દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ એવા પીરોટન ટાપુ પર થયેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્યમાં આ પ્રકારના ગેરકાયદેસર દબાણો પર ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. પીરોટન ટાપુ પર અંદાજે 4000 ચોરસ ફૂટમાં ફેલાયેલા ધાર્મિક સ્થળોનું અતિક્રમણ દૂર કરવામાં આવ્યું છે. પીરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહી દેશની સુરક્ષા અને સમુદ્રી જીવસૃષ્ટિના રક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. પીરોટન ટાપુના આ દબાણો રાષ્ટ્રીય સુરક્ષા, સમુદ્રી જીવસૃષ્ટિ અને આસપાસના વિસ્તારમાં આવેલા મહત્વના ઉદ્યોગો માટે ખતરારૂપ સાબિત થઈ રહ્યા હતા.     આ કડક કાર્યવાહી પાછળના કારણો: રાષ્ટ્રીય સુરક્ષા: પી...