ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં જિલ્લા “સ્પર્શ” રક્તપિત્ત જન-જાગૃત્તિ અભિયાનનો શુભારંભ
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત
જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં “ગાંધી નિર્વાણ દિવસ” નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, જિલ્લા કલેકટર એસ.કે.મોદીએ એન્ટી લેપ્રસી ડે સેલિબ્રેશન ૩૦ જાન્યુઆરી (રક્તપિત્ત નિર્મુલન દિવસ) નિમિત્તે "સ્પર્શ" રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, રાજ્ય સહિત નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તથી પીડિત દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે. આ દર્દીઓ માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અને અવેરનેશના કાર્યક્રમો કરવામાં આવે છે. વધુમાં જણાવ્યું કે, રક્તપિત્તથી પીડીત દર્દીને ચામડી પર ચાઠું જોઈને લોકો તેમનાંથી દૂર રહે છે.
રક્તપિત્તથી પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે આ રેલીના માધ્યમથી રક્તપિત્ત ...

