Monday, February 16News That Matters

Author: Admin Admin

નર્મદા જિલ્લામાં છેલ્લા ૧૦ માસ દરમિયાન કુલ ૦૨ આયુષ્માન આરોગ્ય મંદીર(સબ સેન્ટરો)એ રાષ્ટ્રીય કક્ષાના તેમજ રાજ્યકક્ષાના ૩૭ NQAS સર્ટિફિકેટ મેળવ્યાં

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા                 નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની રાહબરી અને જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જનકકુમાર માઢક અને તેમની ટીમના અથાગ પ્રયત્નો, આરોગ્યકર્મીઓની કામ કરવાની ધગશ, અથાગ પરિશ્રમ થકી નર્મદા જિલ્લાએ છેલ્લા ૧૦ માસના ટૂંકા ગાળામાં રાષ્ટ્રીય કક્ષાના કુલ ૦૨ અને રાજ્ય કક્ષાના ૩૭ એન.ક્યુ.એ.એસ પ્રમાણપત્ર પ્રાપ્ત કર્યા છે. જેમાં સિસોદ્રા અને જેશલપોર પી.એચ.સી અંતર્ગતના નવાપરા અને સુંદરપુરા આયુષ્માન આરોગ્ય મંદિર (સબ સેન્ટર)નો સમાવેશ થાય છે. ક્વોલીટી સર્ટીફીકેટ એવી આરોગ્ય સંસ્થાઓને આપવામાં આવે છે, જે ઉત્તમ કક્ષાની આરોગ્યલક્ષી સુવિધા અને સારવાર દર્દીઓને પુરી પાડવામાં સક્ષમ હોય. ક્વોલીટી સર્ટીફીકેટ મેળવેલી સંસ્થાઓ દ્વારા અલગ-અલગ વિભાગોના ઇન્ડિકેટરમાંથી પસાર થવું પડતું હોય છે. ત્યારબાદ નેશનલ લેવલથી ઉચ્ચ અ...

સાપુતારા-માલેગામ ધાટમાર્ગમા ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માતમા રાહત અને બચાવની કામગીરી કરનાર સુરક્ષાકર્મીઓને સુરત મહાનિરીક્ષકશ્રી દ્વારા પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં

Gujarat
હિદ ટીવી - ગુજરાતી,સુરત               તારીખ ૨ ફેબ્રુઆરીના રોજ સવારે ૫ વાગ્યાના સમય દરમિયાન સાપુતારાની તળેટીમા આવેલા માલેગામ ધાટમાર્ગમા નાસિકના ત્ર્યંબકેશ્વરથી દ્વારકા ખાતે ધાર્મિક પ્રવાસે જઇ રહેલી એક ખાનગી લક્ઝરી બસને નડેલા અકસ્માતમા દરમિયાન રાહત અને બચાવની કામગીરી કરનાર સુરક્ષાકર્મીઓને સુરત પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ દ્વારા પ્રશંસાપત્ર તથા રોકડ રૂ.૫૦,૦૦૦/- નું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં.              પોલીસ તરફ થી મળેલ વિગતો અનુસાર સાપુતારા-માલેગામ ઘાટ માર્ગમાં ખાનગી બસ નં.UP-92-AT-0364 ના ચાલકે બસનો કાબુ ગુમાવતા બસ પલ્ટી ખાઇને આશરે ત્રીસ ફુટ નીચે ઊંડી ખાઇમાં પડી ગઇ હતી. જેના કારણે બસમાં રહેલ કુલ-૫૧ વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા. જે બાબતે ડાંગ જિલ્લા પોલીસ ટીમ દ્રારા યાત્રીઓને શોધવા માટે સર્ચ અને રેસ્ક્યુ ઓપરશેન હાથ ધરી, તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમ...

રૂા. ૬૩ લાખના ખર્ચે નિર્માણ થયેલા જાગીરી પ્રાથમિક શાળાના મકાનનું લોકાર્પણ કરતાં શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                 " આદિવાસીઓ આજે શિક્ષિત- દિક્ષિત થઇને તેમનામાં પરિવર્તન લાવી રહ્યા છે " એમ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જાગીરી પ્રાથમિક શાળાના મકાનના લોકાર્પણ પ્રસંગે રાજયના આદિજાતિ વિકાસ અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ વિભાગના શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરે જણાવ્યું હતું. આ પ્રસંગે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઇ પટેલ, ધરમપુર ધારાસભ્ય અરવિંદ પટેલ, ધરમપુર તાલુકા પંચાયતના પ્રમુખ પિયૂષભાઇ માહલા ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, જે આદિવાસી સમાજને કોઇ પૂછતું ન હતું તેમને નરેન્દ્રભાઇ મોદીએ વડાપ્રધાન બન્યા બાદ આદિવાસી સમાજને ગૌરવાન્વિત કર્યાો છે. દેશના રાષ્ટ્રપતિપદે શ્રીમતી દ્રોપદ્રી મૂર્મુએ બનાવીને આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યુ છે.                 વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના ગરીબ વર્ગ માટે જનધન યોજના દ્વારા બેંક ખાતાઓ ખોલાવીને ગરી...

જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને ધો.૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાઓના આયોજન માટે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                 આગામી તા.૨૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.૧૦ અને ૧૨(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. બોર્ડ પરીક્ષાને ધ્યાને લઈ ટ્રાફિક સંચાલન, યોગ્ય આયોજન, પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ સહિત તમામ પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.              જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર ડૉ.સૌરભ પારધીએ વિદ્યાર્થીઓ ભયમુક્ત અને શાંત ચિત્તે પરીક્ષા આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમજ શહેર-જિલ્લામાં ટ્રાફિકના સંજોગોમાં બાળકો નિયત સમયે પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી શકે તે માટે સુચારૂ વ્યવસ્થા ગોઠવવા પોલીસ તંત્રને જણાવ્યુ હતું. જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે પરીક્ષાની પૂર્વતૈયારીના ભાગરૂપે કરાયેલ...

ગુજરાતમાં વધુને વધુ પશુપાલકો દેશી ગાયની નસલને વધુ ઉન્નત કરવા પ્રયત્નશીલ રહે: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર  રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ખેડા જિલ્લાના બિડજ ખાતે એન.ડી.ડી.બી.ની સુપિરિયર એનિમલ જિનેટિક્સ લેબોરેટરીની મુલાકાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સેક્સ સોર્ટેડ ટેકનીક અને લેબોરેટરીનું અવલોકન કર્યું લેબોરેટરની અદ્યતન સુવિધાઓ, સંશોધન કાર્યો અને પ્રયોગો વિશે જાણકારી મેળવી
મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા દ્વારા મહાલપાડા ગામમાં “બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ” કાર્યક્રમ યોજાયો

મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા દ્વારા મહાલપાડા ગામમાં “બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ” કાર્યક્રમ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ               મહિલા અને બાળ અધિકારીની કચેરી આહવા દ્વારા ડાંગ જિલ્લાના આહવા તાલુકાના મહાલપાડા ખાતે આવેલ પ્રાથમિક અને ઉચ્ચતર પ્રાથમિક શાળા મહાલપાડામાં મહિલા સશક્તિકરણ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના અભિયાનને ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ ૧૦ વર્ષ પુર્ણ થયા હોય, ભારત સરકારશ્રી દ્વ્રારા તારીખ ૨૨ જાન્યુઆરી ૨૦૨૫ થી ૮ માર્ચ ૨૦૨૫ સુધી જુદી જુદી પ્રવૃતિઓ/કાર્યક્રમોનું આયોજન નક્કી કરવામાં આવેલ છે. જે કાર્યક્રમ અન્વયે તારીખ ૨૮/૦૧/૨૦૨૫ના રોજ મહિલા અને બાળ અધિકારીની કચેરી અને આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત) આહવાના સયુંકત ઉપક્રમે મહિલા અને બાળ અધિકારી ડૉ. મનિષાબેન એ. મુલતાનીના દિશાદર્શન હેઠળ બાલિકા પંચાયતના સરપંચ અને સભ્યો સાથે નેતૃત્વ અંગે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.            મહિલા અને બાળ અધિકારી ડૉ. મનિષા એ. મુલતાની દ્વ્રારા “બાલિકા પંચાયતના સરપંચ...

સુરતથી પ્રયાગરાજ મહાકુંભ મેળાની વિશેષ વોલ્વો બસને પ્રસ્થાન કરાવતા વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત             ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત પવિત્ર મહાકુંભની યાત્રા સરળ બનાવવા રાજ્ય સરકારે દરરોજ સુરતથી પ્રયાગરાજ એ.સી. વોલ્વો બસ સેવાનો પ્રારંભ કર્યો છે. જે સંદર્ભે વિશેષ વોલ્વો બસને સુરત સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશનથી વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું. તા.૫મીથી સેન્ટ્રલ ડેપોથી દરરોજ બે એ.સી. વોલ્વો બસ વહેલી સવારે ૦૬:૦૦ વાગ્યે ઉપડશે. આ પ્રસંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પ્રયાગરાજ મહાકુંભની યાત્રા અને પવિત્ર સ્નાન માટે સમગ્ર દેશ સહિત ગુજરાતના આસ્થાળુઓમાં ભારે ઉત્સાહ અને ધસારો છે. રાજ્યના નાગરિકોની સરળતા માટે અમદાવાદ બાદ સુરત, વડોદરા અને રાજકોટથી રાજ્ય સરકારે નવીન પાંચ વોલ્વો બસો શરૂ કરી કુંભ યાત્રિકો માટે ઘરઆંગણે સરળ અને સુગમ વ્યવસ્થા કરી છે.                     ગુજરાત ટૂરિઝમ અને GSRTC વિભાગના સંયુક્ત પ્રયાસથી...

જામનગરમાં જીલ્લા કક્ષાની માનસિક ક્ષતિગ્રસ્ત કેટેગરીની એથલેટીક્સ સ્પર્ધા યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જિલ્લાકક્ષાની MR (માનસીક ક્ષતીગ્રસ્ત) કેટેગરીની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન શ્રી સત્યસાંઇ વિદ્યાલય ખાતે જિલ્લા રમત ગમત અધિકારી - જામનગર ગ્રામ્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ. તમામ વજૂથની આ સ્પર્ધામાં કુલ ૪૫૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં વિજેતા ખેલાડીઓ રાજ્યકક્ષાએ ભાગ લેશે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ટીમને ઇનામરૂપે રોકડ પુરસ્કાર આપવામાં આવશે. તેમ જીલ્લા રમત ગમત અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે....

રસાયણો અને રોગોથી મુક્તિ અપાવી તંદુરસ્ત જીવનશૈલી પ્રદાન કરતી પ્રાકૃતિક ખેતી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ                  પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર કુદરતી ખાતરો અને જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં પ્રકૃતિના નિયમોનું પાલન કરીને અને કુદરતી રીતે ઉપલબ્ધ સંશાધનોનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવતી હોવાથી આ ખેતી પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને તેના દ્વારા ઉત્પાદિત ખોરાક આરોગ્યપ્રદ અને પૌષ્ટિક હોય છે.             પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખોરાકમાં રાસાયણિક રસાયણોનો અભાવ હોય છે, જેથી તેના દ્વારા ઉત્પાદિત ખોરાક સ્વાસ્થ્યવર્ધક અને પોષણક્ષમ હોય છે. પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ ન થતો હોવાથી, તે પર્યાવરણની જાળવણીમાં પણ ઉપયોગી બને છે તેમજ આ ખેતીમાં કુદરતી ખાતરો અને જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે જમીનની ફળદ્રુપતા જાળવે છ...

આણંદ તાલુકામાં “સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ” થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણ સામે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ                  આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર દ્વારા આણંદ તાલુકાની શાળાઓમાં બાળકોને તથા તેમના વાલીઓને સાથે લઈને "સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ" થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણ સામે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત સમગ્ર તાલુકાની ૩૫૦ થી વધુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૫૦ હજારથી વધુ પ્લાસ્ટિક બોટલોનું કચરા સ્વરૂપે કલેક્શન કરવામાં આવ્યું છે. આ કલેક્શન ૧ લાખ પ્લાસ્ટિક બોટલો સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે. આ અભિયાનના ઉદ્દેશ્યને સાર્થક કરવાં પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે પૃથ્વીનો સર્વનાશ થતો અટકાવવાની જવાબદારી આપણા સર્વની છે, તે બાબતને વૈજ્ઞાનિક રીતે, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા વગેરેના માધ્યમોથી હજારો વિદ્યાર્થીઓ સમજાવામાં આવી હતી. વધુમાં બાળકોએ આજીવન પ્રદૂષણની સામે લડવા માટેની મક્કમ તૈયારી બતાવ...