Monday, February 16News That Matters

Author: Admin Admin

જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર અને સંકલન માટે બેઠક યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                 રાષ્ટ્રીય વાહક જન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ફાઈલેરીયા રોગ નિર્મૂલન ૨૦૨૭ અંતર્ગત માસ ડ્રગ એડમીનીસ્ટેશન (MDA)ની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર માટે આંતર માળખાકીય સંકલન માટે આજરોજ કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ તમામ અધિકારીઓને જરૂરી દિશાનિર્દેશ આપી તે અંગે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડી કેટલાંક સૂચનો આપ્યા હતા.           સરકારના સમયાંતરે આવતી વિવિધ રસીકરણ ઝૂંબેશમાંથી કોઈ નાગરિક બાકાત ન રહી જાય તેની પુરતી તકેદારી રાખવા ઉપર ભાર મૂક્યો હતો. હાથીપગા નિર્મુલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અભિયાનના સ્વરૂપે કામગીરી કરવા અનુરોધ કર્યા હતો. હાથીપગા નિર્મુલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા આરોગ્ય વિભાગની સાથે અન્ય સંલગ્ન વિભાગોએ પોતાને હસ્તકની કામગીરી કરી જરૂરી પગલાં...

વલસાડમાં કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, વલસાડ               વલસાડમાં કલેક્ટરશ્રી નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ યોજાયો ગુજરાત સરકારશ્રીના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર દ્વારા આયોજીત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, વલસાડ દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા કલા મહાકુંભ ૨૦૨૪-૨૫નું તા.૦૩ અને ૦૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના રોજ સંસ્કાર કેન્દ્ર તેમજ શાહ એન.એચ.કોમર્સ કોલેજ, વલસાડ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.              કાર્યક્રમને જિલ્લા કલેક્ટર નૈમેષ દવેએના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કલામાં મહાકુંભમાં છ ભાગમાં ગાયન, નૃત્ય, વાદન, અભિનય, સાહિત્ય અને કલા વિભાગ ક્ષેત્રે ત્રણ વયજુથમાં કુલ ૨૩ સ્પર્ધા યોજાઈ હતી. જેમાં વલસાડ જિલ્લાના કલાકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી હિમ...

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના NSS વિભાગ દ્વારા ૭ દિવસીય ખાસ શિબીરનો ઉદધાટન સમારોહ યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત                  સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવાના એન.એસ.એસ. (NSS ) વિભાગ દ્વારા તારીખ ૩ થી ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન સાત દિવસીય ખાસ શિબિરનું આયોજન પ્રાથમિક શાળા રંભાસ તા.વઘઈ ખાતે કરવામાં આવેલ છે. માજી ધારાસભ્ય અને જિલ્લા સદસ્ય મંગળભાઇ ગાવિતે આ ખાસ શિબીરનો પ્રારંભ કરાવ્યો હતો.              આ પ્રસંગે મંગળભાઇ ગાવિતે એન.એસ.એસ વિભાગનું મહત્વ સમજાવી શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને એન.એસ.એસ.ની તાલીમ મેળવી કઇ રીતના સમાજ સેવા કરી શકે તે માટે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ તેઓએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવી પર્યાવરણ બચાવવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું. રંભાસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી સ્મિતાબેન ચૌધરી વિદ્યાર્થીઓને ગ્રામ્ય જીવનનો ખ્યાલ આપી, ગામમાં એન.એસ.એસ. દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ કરી લોકોને વિવિધ વિષયો બાબતે જાગૃત કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું...
ડાંગ કલેક્ટર મહેશ પટેલ અને નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરીને અપાયુ બદલી વિદાયમાન

ડાંગ કલેક્ટર મહેશ પટેલ અને નિવાસી અધિક કલેકટર બી.બી.ચૌધરીને અપાયુ બદલી વિદાયમાન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ડાંગ રાજ્ય સરકારે તાજેતરમા જ કેટલાક સનદી અધિકારીઓની જાહેર હિતમા કરેલી બદલી અને બઢતીના કારણે ડાંગમાંથી, વિદાય લઈ રહેલા કલેક્ટર મહેશ પટેલ, તેમજ નિવાસી અધિક કલેક્ટર બી.બી.ચૌધરીને જિલ્લાના વહીવટી તંત્ર સાથે મહેસુલી અધિકારી, કર્મચારીઓએ ભાવભીનુ વિદાયમાન આપ્યુ હતુ. કલેક્ટર મહેશ પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન, સૌ અધિકારી પદાધિકારીઓના સુમેળભર્યા સંકલન સાથે, જિલ્લાના કાર્યોને ગતિ પ્રદાન કરી હતી. સાથે જ વિજળી, નાણાં અને પાણી બચાવવા સાથે, કચેરીના રિસોર્સનો બહેતર ઉપયોગ કરી પ્રજાહિત માટે કઇ રીતે વધુ સારુ કાર્ય કરી શકાય તે માટે વિષેશ ધ્યાન આપ્યુ હતુ. જિલ્લા કલેક્ટરના કાર્યકાળ દરમિયાન ડાંગ જિલ્લાના મહેસૂલ વિભાગને ઉત્કૃષ્ટ મહેસૂલી સેવાઓ માટેનો રાષ્ટ્રીય સ્તરનો ‘ભૂમિ એવોર્ડ’ મળવા પામ્યો હતો. જ્યારે કૃષિ ક્ષેત્રે પ્રશંસનિય કામગીરી માટે ખેતીવાડી વિભાગને ‘સિલ્વર સ્કોચ એવોર્ડ’ અને ડાં...
કોટબા આયુષમાન આરોગ્ય મંદિરને NQASનું નેશનલ સર્ટી એનાયત

કોટબા આયુષમાન આરોગ્ય મંદિરને NQASનું નેશનલ સર્ટી એનાયત

Gujarat
હિન ટીવી - ગુજરાતી, ડાંગ        ડાંગ જિલ્લા વિકાસ અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તથા જિલ્લા ક્વોલીટી એસ્યોરન્સ તબીબી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તા.૧૧/૦૧/૨૦૨૫ના રોજ ડાંગ જિલ્લા પંચાયત હસ્તક આહવા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,ગાઢવીમાં સમાવિષ્ટ આયુષ્માન આરોગ્ય મંદિર કોટબામાં એન.એચ.આર.સી દિલ્હીની ટીમ દ્વારા એનક્યુએએસ એસસેસમેન્ટ કરાયું હતું. જેમાં ૯૩.૧૯% સ્કોર સાથે કોટબા આરોગ્ય મંદિરને નેશનલ લેવલનું સર્ટિફિકેટ (National quality assurance standards, NQAS) એનાયત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યમાં કુલ ૪ આયુષ્માન આરોગ્ય મંદિરને NQAS સર્ટીફિકેટ એનાયત કરવામાં આવ્યાં છે.                 જેમાં કોશમકુવા વલસાડ ૯૨.૫૮% સ્કોર, કોટબા ડાંગ ૯૩.૧૯% સ્કોર, મોરડીયા ગીર સોમનાથ ૮૮.૯૨% સ્કોર, અને પાલડી ખેડા ૮૮.૪૧% સ્કોર સાથે નક્કી કુલ ૬ માપદંડોની ચકાસણી કરી સ્કોર આપવામાં આવ્યાં હતા. જેમાં ગુજ...
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ દેડિયાપાડાના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય સેમિનાર યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, નર્મદા                   નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાની સરકારી વિનયન અને વિજ્ઞાન કૉલેજ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને દેડિયાપાડા કોલેજના IQAC અને રિસર્ચ સેલના સંયુક્ત ઉપક્રમે તા. 3/02/2025ને સોમવારના રોજ “આદિવાસી : સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. આ સેમિનારના ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષ બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, રાજપીપળાના કુલપતિ ડૉ. મધુકર પાડવી દ્વારા વર્તમાન પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને આદિવાસી સમાજ, સંસ્કૃતિ અને સાહિત્ય વિશે વિગતવાર માહિતી આપી હતી. જ્યારે પ્રખર સંપાદક-સંશોધક અને સર્જક એવા ડૉ. ભગવાનદાસ પટેલે “આદિવાસી લોકસાહિત્યના સંશોધન-સંપાદનના પડકારો” વિષય પર ચિંતનલક્ષી વક્તવ્ય આપ્યું હતું. સેમિનારના પ્રથમ સત્રમાં ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ઈતિહાસ વિભાગના પ્રોફેસર ડૉ. અરુણ વાઘેલાએ “ભારતના આદિવાસી...

કેન્દ્ર સરકાર દ્વારા વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને NQAS એવોર્ડ એનાયત

Gujarat
હિન ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ               ગીર સોમનાથ આરોગ્ય વિભાગ સમગ્ર જિલ્લાના છેવાડાના ગામોમાં અવિરત આરોગ્ય સેવાઓ આપે છે. વેરાવળ તાલુકાના છેવાડાના ગામોમાં આરોગ્ય સેવા આપતા વાવડી(આદ્રી)ને રાષ્ટ્રીય કક્ષાનો NQAS (નેશનલ ક્વોલીટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડ) એવોર્ડ પ્રાપ્ત થયો છે. ગુણવત્તા, જ્ઞાન કૌશલ્ય ઇન્ફેકશન કંટ્રોલ અને સ્વચ્છતાલક્ષી સ્વાસ્થ્ય સુવિધાઓ દર્દીઓમાં જાગૃતિ લાવવાની કામગીરી તથા આરોગ્યને લગતી વિવિધ સુવિધાઓ પ્રદાન કરવા સબબ વાવડી(આદ્રી) હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાયુક્ત કામગીરી કરનારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર વાવડી(આદ્રી)ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી ધોરણ (NQAS) પ્રોગ્રામ હેઠળ તજજ્ઞો દ્વારા આરોગ્ય કેન્દ્રની કામગીરીના મૂલ્યાંકન બાદ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. ...

જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સૂનની તૈયારીઓ અંગે બેઠક યોજાઇ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને પ્રાંત કચેરી, વેરાવળ ખાતે પ્રિ-મોન્સૂનની તૈયારીઓ અંગેની બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેકટરએ પ્રિ-મોન્સૂનની તૈયારીઓ માટે ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યૂ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર કરી શકાય તેવાં વિસ્તારોનો સર્વે કરવાં જણાવ્યું હતું. કલેકટરએ પાણી ભરાવાના પ્રશ્નો ન રહે અને વોકળા, ગટરની સાફ-સફાઇ સમયસર થઇ જાય તેમજ ખાસ કિસ્સામાં કે, ગોવિંદપરા અને ઉમરેઠી રોડ ઉપર ભરાતા પાણીના નિકાલની વ્યવસ્થા અંગે તથા જર્જરીત પુલો, કોઝવે સહિતનું સમારકામ કરીને તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને વહેલી તકે કાર્ય કરીને રિપોર્ટ કરવા સૂચના આપી હતી. તદુપરાંત, જ્યાં-જ્યાં જર્જરિત મકાનો હોય તો તેવા મકાનોની ખાતરી કરી આવા જર્જરિત મકાનો ઉતારી લેવામાં આવે તે માટેની કાર...

સ્પેશીયલ ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જામનગરમાં જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર          ગુજરાત રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર ગ્રામ્ય દ્વારા સંચાલીત દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે ખેલ મહાકુંભ ૩.૦ ૨૦૨૪-૨૫ અંતર્ગત જામનગરમાં જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાકક્ષાની અંધજન કેટેગરીની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન શ્રી સત્યસાંઇ વિદ્યાલય ખાતે જિલ્લા રમત ગમત અધિકારી - જામનગર ગ્રામ્ય દ્વારા કરવામાં આવ્યુ હતુ. તમામ વજૂથની આ સ્પર્ધામાં કુલ ૧૦૨ ખેલાડીઓએ ભાગ લીધો હતો. અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર ખાતે તમામ વયજૂથના ખેલાડીઓ માટે OH(શારિરીક ક્ષત્તિગ્રસ્ત) કેટેગરીની વોલીબોલ અને ક્રિકેટ સ્પર્ધાનું આયોજન થયું હતું જેમાં ૮૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ઉપરાંત તમામ...

દિવ્યાંગ ખેલાડીઓ માટે સુરતના રાંદેરમાં આયોજિત ખેલમહાકુંભના ગ્રાઉન્ડ ખાતે દિવ્યાંગ ખેલાડીઓની રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સુરત           સુરતના રાંદેર ખાતે દિવ્યાંગ ખેલાડીઓ માટે આયોજિત ખેલમહાકુંભના મેદાનમાં રમતો રમી રહેલા દિવ્યાંગ ખેલાડીઓની રમત-ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીએ આજે સરપ્રાઇઝ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે દિવ્યાંગ ખેલાડીઓને આપવામાં આવતી સુવિધાઓ, ભોજન વ્યવસ્થાનું નિરીક્ષણ કરીને રસોડાની પણ મુલાકાત લીધી હતી. તેમણે દિવ્યાંગો સાથે આત્મીય સંવાદ કરી પ્રોત્સાહિત કર્યા હતા.             રમત-ગમત મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભ એક એવો ખેલ મહોત્સવ છે, જેણે ગુજરાતના છેવાડાના ખેલાડીઓને તક આપીને એમની ખેલ પ્રતિભાને ઉજાગર કરવાની સાથે મર્યાદિત ક્ષમતાઓ ધરાવતા દિવ્યાંગ ખેલાડીઓને સ્પોર્ટ્સમાં આગળ વધવાની પણ સુવર્ણ તક આપી છે. દિવ્યાંગ ખેલાડીઓને કુદરતે વિશેષ શક્તિઓ આપી છે, ત્યારે એમનું ખેલ કૌશલ્ય નિખરે અને તેમના પુરૂષાર્થ થકી તેઓ પરિવાર અને રાજ્યનું ગૌરવ વધારે તે માટે રાજ્ય સરકાર દ...