જામનગરમાં આગામી 8 અને 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે મિલેટ મહોત્સવ – પ્રાકૃતિક ફાર્મર માર્કેટ 2025
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર
મીલેટ (શ્રી અન્ન) જેવા કે જુવાર, બાજરી, રાગી, કાગ, ફટકી, સામો, -વગેરેના મહત્વ વિશે જાણકારી વધે તેમજ તેમાંથી બનતી વાનગીઓ વિશે જાગૃતતા આવે તે હેતુસર મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટ- ૨૦૨૫નું આયોજન જામનગર શહેરમાં તારીખ ૮ અને ૯ ફેબ્રુઆરી ૨૦૨૫ બે દિવસ સુધી સવારે ૯:૦૦ થી રાત્રીના ૯:૦૦ સુધી કરવામાં આવશે. મહાનગર પાલિકા ગ્રાઉન્ડ, ઓસવાળ-૩, શ્રીજી હોલ પાછળ, એમ્યુઝમેંટ પાર્ક પાસે આ આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં મિલેટની વાનગીઓ/પ્રોડક્ટનું પ્રદર્શન તેમજ મિલેટ પકવતા અને પ્રાકૃતિક કૃષિ કરતા ખેડુતોની પ્રોડક્ટનું પ્રદર્શન, વેચાણ કરવા માટે 90 સ્ટોલ ,૧૫ સ્ટોલ જેમાં મિલેટમાથી બનતી મિલેટ ફ્રેન્કી, મિલેટ-પાણીપુરી, ભેલપૂરી, રાગી સુપ, જુવાર-બાજરા ઢેબરા, કટલેસ, પાનકેક, રાગી ઇડલી, બાજરા ખીચડી, રાજગરા સ્વીટ, કીનોવા સલાડ, જુવાર ચાટ, લીટલ મિલેટ બિસ્કીટ, મિલેટ ...
