Sunday, February 15News That Matters

Author: Admin Admin

ધ્રોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગેની ફરીયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત

ધ્રોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અંગેની ફરીયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર            રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા જામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ યોજવાનું જાહેર કરેલ છે.આ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાનના દિવસે તેમજ તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ મત ગણતરીના દિવસે ચૂંટણી સબંધી ફરીયાદો માટે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલ છે.જેમાં ધ્રોલ નગરપાલિકાની ચૂંટણી સંબધિત ફરીયાદો માટે મામલતદાર કચેરી ધ્રોલ ખાતે ટે.નં. ૦૨૮૯૭-૨૨૨૦૦૧ ઈ-મેઈલ po-dhrol-jam@gujarat.gov.in પર સંપર્ક કરી શકાશે.જેની સર્વે મતદારોએ નોંધ લેવા ચૂંટણી અધિકારી તથા પ્રાંત અધિકારી ધ્રોલની યાદીમાં જણાવા...

જિલ્લાની જમીન માપણીની કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરતાં જિલ્લા કલેકટર કેતન ઠક્કર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર            કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર કેતન ઠક્કરે જામનગર જિલ્લાની જમીન માપણીની કામગીરી અંગેની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં સુપ્રિન્ટેનડેન્ટ ઓફ લેન્ડ રેકર્ડ પી.બી.પરમાર તથા ડિસ્ટ્રીકટ ઇન્સપેક્ટર ઓફ લેન્ડ રેકર્ડ કે.એન.ગઢીયાએ કલેકટર સમક્ષ જિલ્લામાં કાર્યાન્વિત રી-સર્વેને લગતી કામગીરીની વિગતો રજૂ કરી હતી. બેઠકમાં કલેક્ટરએ કચેરીનું મહેકમ તેમજ રીસર્વેની કામગીરી સાથે જોડાયેલ સર્વેયર અંગેની વિગતો મેળવી યોગ્ય રીતે કામની વહેંચણી કરવા તેમજ યોગ્ય આયોજન ઘડી સમયમર્યાદામાં રી-સર્વેની કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કામગીરી હાથ ધરવા ઉપસ્થિત સૌને તાકીદ કરી હતી.સાથે સાથે અધિકારીઓને કામગીરીનું યોગ્ય ફોલો-અપ લેવા તેમજ પ્રતિબદ્ધતા સાથે કામગીરી થાય તે સુનિશ્ચિત કરવા પણ જણાવ્યું હતું.કલેકટરએ કુલ પેન્ડિંગ અરજીઓનો ઘટાડો થાય તેમજ ...

માર્ગ સલામતી અન્વયે મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓને રોડ સેફટી અંતર્ગત જાગૃત કરાયાં

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ                સહાયક વાહન વ્યવહાર પ્રાદેશિક કચેરી દ્વારા પી.એમ. મોડેલ સ્કૂલ ઇણાજ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના નેતૃત્વ હેઠળ શાળાના બાળકોને રોડ સેફ્ટી અંતર્ગત જાગૃત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા શાળાના વિદ્યાર્થીઓને માર્ગ સલામતી બાબતે યોગ્ય માર્ગદર્શન આપી જાગૃત કરવામાં આવ્યા હતાં. કલેક્ટરએ ભણતરના દબાણ તથા ડિપ્રેશન અંગે ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું તેમજ માનસિક સ્વસ્થતા બાબતે વિદ્યાર્થીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી અને પ્રેરણા પૂરી પાડી હતી. આ રોડ સેફટી કાર્યક્રમમાં રોડ સેફટીને લગતા વિષય ઉપર પરીક્ષા યોજાઈ હતી. આ પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ માંથી પ્રથમ ૩ ક્રમે વિજેતા વિદ્યાર્થીઓને જિલ્લા કલેકટરના હસ્તે ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. ઉપરાંત અન્ય તમામ સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યા...

શાંતિપરામાં ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’ અને ‘મનુ-ભાનુ ગૌ સેવાધામ’નું ઉદ્ઘાટન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી - ગીર સોમનાથ               સોમનાથ નેશનલ હાઈવે પર શાંતિપુરા પાટિયા પાસે આવેલી ‘જય દ્વારકાધીશ ગૌ પશુ સેવા ટ્રસ્ટ’ સંચાલિત ગૌ સેવા હોસ્પિટલ દ્વારા ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ચાપરડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ, ધારાસભ્યો, સંસદ, સંતો-મહંતો, મહાનુભાવો અને દાતાઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલ ગૌ સેવાધામમાં ૧૫૦થી વધારે ગાયો અને ગૌ વંશ સારવાર હેઠળ છે. જેની તબિયત સારી થયા પછી તેના નિભાવ માટે ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. ગૌ સેવા વધુ વિસ્તરી શકે અને વધુ નિરાધાર ગાયો માટે આરોગ્ય સેવા ઉપલબ્ધ થઈ શકે તે માટે "જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ" અને "મનુ-ભાનુ ગૌ સેવાધામ" નુ નિર્માણ કરવામાં આવ્યું છે. આ ગૌ સેવાધામ અને આરોગ્યધામના મુખ્ય દાતા શ્રીમતી ડૉ. હર્ષિદાબેન દેસાઈ (મુંબઈ) છે, જેમણે આ પવિત્ર સ...

નાટકના માધ્યમથી સૂત્રાપાડામાં સ્વચ્છતા અંગે સમજ અપાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ                સૂત્રાપાડાના નાગરિકોનું આરોગ્ય સ્વસ્થ્ય રહે એવા સંદેશા સાથે નગરપાલિકા દ્વારા નગરપાલિકા હોલ તથા પંચવટી સ્કૂલ ખાતે નાટકના માધ્યમથી સ્વચ્છતા જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સૂત્રાપાડા નગરપાલિકા ચીફ ઓફિસર ના માર્ગદર્શન હેઠળ શહેરી વિસ્તારમાં લોક જાગૃતિના ભાગરૂપે લોકો સુધી સ્વચ્છતાનો સંદેશ પહોચાડવા નગરપાલિકા હોલ તેમજ પંચવટી સ્કૂલ ખાતે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નાટકમાં કલાકારો દ્વારા જ્યાં ત્યાં કચરો ના ફેંકવા, ગંદકી ન કરવા, ભીનો અને સૂકો અલગ કરવા અને શહેરને સ્વચ્છ રાખવા સંદેશો આપ્યો હતો. ...

પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અંતર્ગત વોટર શેડ યાત્રાને પ્રસ્થાન કરાવતા રમણભાઈ સોલંકી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ               આણંદ જિલ્લામાં પ્રધાનમંત્રી કૃષિ સિચાઈ ૨.૦ યોજના અંતર્ગત બોરસદ તાલુકાના રુદેલ અને સૈજપુર ગામે જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, આણંદ ધ્વારા અમલીકરણ કરવામાં આવતી યોજના હેઠળ વોટરશેડ યાત્રાને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી દ્વારા વોટરશેડ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.             રમણભાઈ સોલંકી એ જણાવ્યું હતું કે વોટરશેડ યોજના દ્વારા પાણીની બચત, જમીન ધોવાણ અટકાવું, પર્યાવરણ જતન જેવા કુદરતી સંશાધનો થકી જન સમુદાયના વિકાસનો અસરકારક સંદેશો આપવાના હેતુથી વોટર શેડ રથને પ્રસ્થાન કરાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગ્રામજનોને જાગૃત કરવાના હેતુસર શાળાના બાળકો ધ્વારા જળસંચય, જળસંગ્રહ, જમીન સંરક્ષણ, પર્યાવરણ બચાવો અંગે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી છે. આ સ્પર્ધામાં પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ...

આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાંથી છેલ્લા બે દિવસ દરમિયાન ૩૫ ટન જેટલો કચરો એકઠો કરી નિકાલ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ              આણંદ મહાનગપાલિકાના કમિશનર મિલિંદ બાપનાની સુચના મુજબ સમગ્ર મહાનગરપાલિકા વિસ્તારમાં ખાસ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રસ્તા ઉપર રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલવા માટે કાર્યવાહી હાથ ધરવા તથા રાત્રિના સમયે ખાસ સફાઈ ઝુંબેશ અને ફોગિંગની કામગીરી, પોરા નાશક દવા છંટકાવની કામગીરી કરવા જણાવ્યું છે. મનપાના મલેરીયા વિભાગ દ્વારા આણંદ શહેરી વિસ્તારમાં પોરા નાશક દવા છંટકાવ કરવામાં આવી રહ્યો છે તથા ફોગીંગ ની કામગીરી તુલસી ગરનાળા વિસ્તારમા કરવામાં આવી હતી, રૂપાપુરા મંગળપુરા વિસ્તારમાંથી ચાર જેટલા રખડતા ઢોરોને પકડીને પાંજરાપોળ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યારે સ્વચ્છતા ઝુંબેશ અંતર્ગત આણંદ મહાનગરપાલિકા વિસ્તારના આઝાદ મેદાન, સો ફૂટ રોડ, મહંત સ્વામી ચોક આઝાદ મેદાન, વ્યાયામશાળા તળાવ પાસે,અમુલ પાર્ક કન્ટેનર સિવિલ કોર્ટ રોડ, સરદાર પટેલ બેન્કવેટ હોલ,બાકરોલ તળા...

આણંદ – વિદ્યાનગર રોડ ઉપર આવેલી તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટના ગંદા પાણીથી ગટર ચોક અપ થવાને કારણે રૂપિયા ૫,૦૦૦/- નો દંડ કરાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ         આણંદ મહાનગરપાલિકાના કમિશનર શ્રી મિલિન્દ બાપનાએ મહાનગરપાલિકાના તમામ વિભાગોને તેમના હસ્તકની કામગીરી સંદર્ભે મળતી ફરિયાદોનું સત્વરે નિરાકરણ કરવા તાકીદ કરી છે. આણંદ વિદ્યાનગર રોડ નંદભૂમિ પાસે આવેલ ગટરની ચેમ્બર બ્લોક થવાના કારણે ગંદુ પાણી રોડ ઉપર આવતું હતું જેની ફરિયાદ મહાનગરપાલિકાને મળી હતી.            આણંદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા નંદભૂમિ પાસે આવેલ ગટરની ચેમ્બર ચેક કરતા તેમાં ગટરની નજીક આવેલ તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટ દ્વારા તેનું ગંદુ પાણી આ ગટરમાં જતું હતું, જેના કારણે ગટર ચોકઅપ થઈ ગઈ હતી. તાત્કાલિક મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગટરનું દૂરસ્તી કામ કરીને ગંદુ પાણી રોડ ઉપર ન આવે અને લોકોને આરોગ્ય લક્ષી પ્રશ્નો ઉભા ના થાય તે હેતુથી ૨૪ કલાકમાં જ કાર્યવાહી કરીને ગંદુ પાણી બંધ કરવામાં આવ્યું છે.             આ ઉપરાંત તુલસી કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં તપાસ...

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

Gujarat
તા. ૧૪/૦૨/૨૦૨૫ ના રોજ સાંજના ૧૮-૦૦ કલાક થી તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાન પુર્ણ થતા સુધી અને મતગણતરીના દિવસ એટલે કે તા.૧૮/૦૨/૨૦૨૫ ના દિવસને - ડ્રાય ડે" તરીકે જાહેર હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ              ગુજરાત રાજય ચુંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની સામાન્ય ચુટણી, પેટા ચૂંટણીઓ જાહેર થયેલ છે. તે મુજબ આણંદ જિલ્લાની ૦૩ નગરપાલિકાઓ (આંકલાવ, બોરીયાવી, ઓડ) ખાતે સામાન્ય ચૂંટણીનું મતદાન તથા ઉમરેઠ નગરપાલિકાની ૦૧ બેઠક (વોર્ડ નં.૦૪) અને ખંભાત તાલુકા પંચાયતની ૦૧ બેઠક (૨૪-ઉદેલ-૨) પર પેટા ચૂંટણીનું મતદાન તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ નિયત કરવામાં આવેલ છે. આ ચૂંટણીઓમાં થયેલ મતદાનની મતગણતરી તા. ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ યોજાશે. ચુંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષોના તરફથી મતદારોને પ્રલોભન રૂપે દારૂ તેમજ નશાયુક્ત પદાર્થ આપે નહીં અને ચુંટણીનું કામ નિષ્પક્ષ રીતે પાર પડે...

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્ય/પેટા ચૂંટણી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ                 તા.૧૬-૦૨- ૨૦૨૫ ના રોજ યોજાનાર છે, જેમાં ઉમેદવારો તથા રાજકીય પક્ષો તરફથી બીન અધિકૃત રીતે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લઈ જવા-પરત લાવવા વાહનોનો ઉપયોગ કરવાની સંભાવના છે. જેથી વાહનોના આવા દુરૂપયોગના કારણે પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સંઘર્ષ, આક્ષેપો, પ્રતિ આક્ષેપો થવાની અને તેના કારણે ચુંટણીની નિષ્પક્ષતા જોખમાવાનો પુરો સંભવ છે. જેથી, ઉમેદવારો, રાજકીય પક્ષો માટે મતદાનના દિવસે મતદારોને મતદાન મથકે લાવવા, પરત લઈ જવાની ગેરકાયદેસરની સગવડ આપી મતદારને અનઅધિકૃત દબાણ, પ્રલોભન આપવા ઉપર તથા મતદાનના દિવસે ઉમેદવારો તથા તેમના એજન્ટ દ્વારા વાપરવામાં આવતા વાહનો વગેરે બાબતો પરત્વે પ્રતિબંધ/નિયંત્રણ ફરમાવવુ જરૂરી જણાતા આણંદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી ઋતુરાજ દેસાઈએ તેમને મળેલ અધિકારતી રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધ/નિયંત્રણ ફરમાવ્યા છે. આ જાહેરનામામ...