Sunday, February 15News That Matters

Author: Admin Admin

ગુણવત્તાસભર આરોગ્યની સુવિધાઓ માટે કટિબદ્ધ રાજ્ય સરકાર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર ▶️ રાજ્યની GMERS સંલગ્ન સોલા (અમદાવાદ), ગાંધીનગર, ગોત્રી (વડોદરા), પાટણ, હિંમતનગર, જૂનાગઢ અને વલસાડની મેડિકલ હોસ્પિટલને અત્યાધુનિક હાઇ-એન્ડ માઇક્રોસ્કોપ ઉપલબ્ધ થયા ▶️ આ માઈક્રોસ્કોપ દ્વારા GMERS મેડિકલ હોસ્પિટલને "સેન્ટર ઓફ એક્સેલન્સ" તરીકે વિકસાવવાની દિશામાં પ્રેરણા મળશે તેમજ રાજ્યના 4 હજારથી ગામોને ઘર આંગણે વિશ્વસ્તરીય તબીબી સુવિધાઓનો લાભ મળશે...

ઇઝ ઓફ લિવિંગ માટેની પ્રતિબદ્ધતા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગાંધીનગર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાના વિવિધ ઘટકો હેઠળ રાજ્યની મહાનગરપાલિકાઓ, નવરચિત મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના જનસુખાકારી વિકાસ કામો માટે એક જ દિવસમાં એક સાથે કુલ ₹537.21 કરોડ મંજૂર ▶️ અમદાવાદ મહાનગરપાલિકાને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના અંતર્ગત 260 ઈલેક્ટ્રિક બસ અને 7 ઇલેક્ટ્રિક ડબલ ડેકર બસ માટે અનુદાન તરીકે ₹58.47 કરોડ ▶️ ગાંધીનગર મહાનગરપાલિકાને ખાનગી સોસાયટી જનભાગીદારીના 10 કામો માટે ₹3.98 કરોડ ▶️ રાજકોટ મહાનગરમાં રાજકોટ-જેતપુર માર્ગ ફોર લેનથી સિક્સ લેનમાં NHAI દ્વારા રૂપાંતરિત કરવાની ચાલી રહેલી કામગીરીના સંદર્ભમાં પાણી પુરવઠા આધારિત પાઇપલાઇન શિફ્ટ કરવાના કામો માટે ₹212.50 કરોડ  ▶️ ભાવનગર મહાનગરપાલિકાને ડ્રેનેજ નેટવર્ક, વોટર સપ્લાય, રોડ અને સ્ટ્રીટ લાઈટના કામો માટે આંતરમાળખાકીય સુવિધા વૃદ્ધિ અન્વયે ₹35 કરોડ  ▶️ નવરચિત પોરબ...
ભાવનગરમાં શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ “માતૃભાષા મહોત્સવ 2025” કાર્યક્રમ યોજાશે

ભાવનગરમાં શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ખાતે તા. ૧૮ ફેબ્રુઆરીના રોજ “માતૃભાષા મહોત્સવ 2025” કાર્યક્રમ યોજાશે

Education
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર            વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રીમતી વી. પી. કાપડિયા મહિલા આર્ટસ કોલેજ ભાવનગરના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત “માતૃભાષા મહોત્સવ 2025” અંતર્ગત “મળી માતૃભાષા મને ગુજરાતી” વિષય પર કાર્યક્રમ તા. ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૫ ના સવારે ૮ કલાકે શ્રીમતી કાપડિયા મહિલા આર્ટસ કોલેજ, નાના અંબાજી મંદિર પાસે, કોર્ટ રોડ ભાવનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગરના અધ્યક્ષ શ્રી ડો. ભાગ્યેશ જહા તેમજ વક્તા ડો. કે. ડી. બગડા, ડો. પારૂલબેન ભટ્ટ રહેશે. કાર્યક્રમનું સંચાલન ડો. મહેન્દ્રસિંહ ડાભી કરશે તેમજ કાર્યક્રમના સંયોજક ડો. જીતેન્દ્ર મકવાણા રહેશે. કાર્યક્રમના નિમંત્રક ડો. ચંદ્રિકા એલ. સોલંકી અને ડો. જયેન્દ્રસિંહ જાદવ રહેશે....
ભાવનગરમાં પી.એમ. કેન્દ્રીય વિદ્યાલય ખાતે અગ્નિશામક યંત્રોનું પ્રદર્શન યોજાયું

ભાવનગરમાં પી.એમ. કેન્દ્રીય વિદ્યાલય ખાતે અગ્નિશામક યંત્રોનું પ્રદર્શન યોજાયું

Education
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર        પી એમ કેન્દ્રીય વિદ્યાલય ભાવનગર પરા ખાતે તા. ૧૫-૦૨-૨૦૨૫ ના રોજ ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના માર્ગદર્શન એવમ કેન્દ્રીય વિદ્યાલય સંગઠન ન્યૂ દિલ્હીના દિશાનિર્દેશ અનુસાર ભાવનગર મહાનગર પાલિકાના ફાયર એન્ડ આપાતકાલીન વિભાગ દ્વારા વિદ્યાર્થોઓ માટે ફાયર સેફટી અને પ્રતિકારના પ્રાથમિક પગલાં અંગે સાવધાની ફેલાવવા એક વિશેષ પ્રદર્શન યોજાયું. વિદ્યાલયના આચાર્ય નીરજ જોનવાલ દ્વારા પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે આ પ્રકારના કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સજાગત અને સાવચેતી વધે છે જે આવનારા સમયમાં વિદ્યાર્થોઓ માટે ઉપયોગી નિવડશે....

સરખડી ખાતે બહેનોની સૌરાષ્ટ્ર ઝોન કક્ષા વૉલિબોલ સ્પર્ધા યોજાઈ

Sports
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ                 રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગીર સોમનાથ જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત કોડિનાર ખાતે અંડર-૧૪, અંડર-૧૭ અને ઓપન એજ એમ દરેક વયજૂથમાં વિવિધ જિલ્લાઓની ભાઈઓ તથા બહેનોની વૉલીબોલ સ્પર્ધામાં ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કોડિનાર તાલુકાના સરખડી ખાતે જે.આર.વાળા માધ્યમિક શાળાના મેદાનમાં અંડર ૧૪, અંડર ૧૭ તથા ઓપન વયજૂથ બહેનોની વૉલીબોલ સ્પર્ધા યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ટૉસ ઉછાળી અને સ્પર્ધાની શરૂઆત કરાવી હતી અને ખેલાડીઓની રમત નિહાળી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો. કલેક્ટરએ જણાવ્યું હતું કે, સરખડી જેવા નાના એવા ગામમાંથી ઘણાં ખેલાડીઓ પોતાના કાંડાનું કૌવત બતાવી અને રમતગમત ક્ષેત્રે સમગ્ર ગુજરાતનું નામ રોશન કરી રહ્યાં છે. જે ...

વેરાવળ અને તાલાલા તાલુકામાં તા.૧૯ અને ૨૦ ફેબ્રુઆરીના રોજ દ્વિ દિવસીય વોટરશેડ યાત્રા યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ               ગ્રામીણ વિકાસ મંત્રાલય જમીન સંસાધન વિભાગ વોટરશેડ મેનેજમેન્ટ વિભાગ હેઠળ તાલાલા તાલુકાના પીપળવા અને ધ્રામણવા તેમજ વેરાવળ તાલુકાના ગુણવંતપુર અને ઈન્દ્રોઈ ખાતે તા.૧૯ અને ૨૦ ફેબ્રુઆરીના રોજ વોટરશેડ યાત્રા યોજાશે. જેના માધ્યમથી પાણી વિષયક પ્રવૃત્તિઓ અંગે ગ્રામજનોને સમજ આપવામાં આવશે. તા.૧૯ ફેબ્રુઆરી અને ૨૦ ફેબ્રુઆરી એમ બે દિવસ આ યાત્રાના માધ્યમ થકી વોટરશેડ વિસ્તારમાં ખેતપાળા, બંધપાળા અને કન્ટૂરપાળા, પગથિયા પદ્ધતિ, કન્ટિન્યૂઅસ કન્ટૂર ટ્રેન્ચ, ખરાબાની જમીનમાં સુધારા કરવા, બાગાયત તથા વનીકરણ, જમીન સમથળ, ખેત તલાવડી, નાના તળાવ અને કાઢીયા, ખેડૂતના જમીનમાં પાણીના કાઢિયા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. ખેડૂતલક્ષી પ્રવૃત્તિઓમાં ડીપ અને સ્પ્રિંકલર ઈરીગેશન, દવા છંટકાવના ઉપયોગ માટે સોલાર સ્પ્રે પંપ, વાવેતર માટે ઓરણી, પશુઓના ચેપી રોગો અને સારવાર માટે પશુ નિ...

આંબાવાડીમાં જીવજંતુનો ઉપદ્રવ અટકાવવા બાગાયત વિભાગ દ્વારા સૂચનો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ             આંબાવાડીમાં મધિયો/હોપર અને થ્રીપ્સનો ઉપદ્રવ જોવા મળે તો બાગાયત વિભાગના સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર મેંગો તાલાલા દ્વારા આંબાપાકની ખેતી કરતા ખેડૂત મિત્રોને ઉપદ્રવ નિયંત્રણ માટે કેટલીક ભલામણો કરવામાં આવી છે. આ ભલામણો અનુસાર બુફ્રોફેંજીન ૨૫% SC ૧૦૦૦ મી.લી અથવા ડેલ્ટામેથ્રિન ૨.૮% EC ૫૦૦ મી.લી અથવા ઇમીડાક્લોપ્રિડ ૧૭.૮% SL ૪૦૦ મી.લી અથવા લેમડાસાયહેલોથ્રીન ૫% EC ૧૦૦૦ મી.લી અથવા ટોલ્ફેનપાયરાડ ૧૫% EC ૨૦૦૦ મી.લી.પ્રતિ ૧૦૦૦ લીટર મુજબ છંટકાવ કરવાનો રહેશે. આ ઉપરાંત ભુકીછારાના નિયંત્રણ માટે હેક્ઝાકોનાઝોલ ૫% SC @૧૦૦૦ મી.લી. અથવા પ્રોપીકોનાઝોલ ૨૫% EC૧૦૦૦ મી.લી. પ્રતિ ૧૦૦૦ લીટર પાણી મુજબ ૨૦ દિવસના અંતરે છંટકાવ કરવાની ભલામણ કરવામાં આવે છે. ઉપરોક્ત ભલામણો ફ્રૂટ સેટ થયા બાદની હોવાથી જો ફ્લાવરીંગ સ્ટેજ હોય તો નીમ ઓઇલ અથવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરવો તેમજ વધ...

આણંદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ સંસ્થાની સામાન્યપેટા ચૂંટણીની મત ગણતરી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ         આણંદ જિલ્લાની ૩ નગરપાલિકાઓ આંકલાવ, બોરીયાવી અને ઓડ તથા ઉમરેઠ તાલુકાની વોર્ડ નંબર ૪ અને ખંભાત તાલુકાની ૧ બેઠક ૨૪- ઉંદેલ - ૨, પેટા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયેલ છે. સ્થાનિક સ્વરાજ્યના એકમોની સામાન્ય પેટા ચૂંટણીનું મતદાન બાદ તેની મત ગણતરી આજે તા. ૧૮ મી ફેબ્રુઆરીને મંગળવારના રોજ સવારના ૯ – ૦૦ કલાકથી હાથ ધરાનાર છે. જે અન્વયે ઓડ નગરપાલિકાની મત ગણતરી ડી. એમ.પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ- ઓડ ખાતે, બોરીયાવી નગરપાલિકાની મત ગણતરી અખિલેશ એન્ડ તારકેશ આર્ટસ-કોમર્સ કોલેજ, બોરીઆવી ખાતે, ઉમરેઠ નગરપાલિકા પેટા ચૂંટણીની મતગણતરી નગરપાલિકા પ્રાથમિક શાળા -ઉમરેઠ ખાતે, આંકલાવ નગરપાલિકાની મતગણતરી આર્ટસ-કોમર્સ કોલેજ, આંકલાવ ખાતે અને ખંભાત તાલુકા પંચાયત ૨૪- ઉંદેલ - ૨, પેટા ચૂંટણીની મતગણતરી મામલતદાર કચેરી, ખંભાત ખાતે યોજાશે....

આણંદ જિલ્લામાં મોટર સાયકલના પસંદગીનો નંબર મેળવવા ઓનલાઇન તા.૨૪ થી ૨૬ ફેબ્રુઆરીના રોજ ઓકસન માં ભાગ લઇ શકાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ           એ.આર.ટી.ઓ.કચેરી, આણંદ દ્વારા મોટરીંગ પબ્લીકની સગવડતા માટે પસંદગી નંબરનું ઓનલાઇન NEW AUCTION શરૂ કરવામાં આવેલ છે. જેમાં નોન ટ્રાન્સપોર્ટ MCYCLE ની નવી સિરિઝ GJ 23-EE-0001 થી 9999 છે. પસંદગી નંબર મેળવવાની ઇચ્છા ધરાવનાર વાહન માલિકોએ તેઓના વાહનની રજીસ્ટ્રેશન ફી ભરપાઈ કર્યા પછી ઓનલાઇન httpparivahan.gov.infancy વેબ લીંક પરથી AUCTION માં ભાગ લઇ શકશે. તા.૨૪-૦૨-૨૦૨૫ ના ૧૬-૦૦ કલાકથી તા.૨૬૦૨૨૦૨૫ ના ૧૬-૦૦ કલાક સુધી AUCTION માટે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે અને એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૬-૦૨-૨૦૨૫ ના ૧૬-૦૦ કલાક થી તા.૨૮૦૨૨૦૨૫ ના ૧૬-૦૦ કલાક સુધી સમય AUCTION નું Bidding કરવાનું રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકશે. જે અરજદારે ખરીદી સમયથી સાત (૭) દિવસની અંદર CNA ફોર્મ ભરેલ હશે, તેવા જ અરજદારો AUCTION...

આણંદ જિલ્લામાં ધો. ૧૦ અને ધો. ૧૨ ની બોર્ડ પરીક્ષા

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, આણંદ            ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૨૭ મી ફેબ્રુઆરી થી ધો.૧૦ અને ધો.૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ લેવામાં આવનાર છે. આણંદ જિલ્લામાં યોજાનાર બોર્ડની આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પરીક્ષાલક્ષી યોગ્ય માર્ગદર્શન એક જ જગ્યાએથી મળી રહે તે માટે આણંદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિના અધ્યક્ષ શ્રી અને જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ પરીક્ષા શરૂ થતા પહેલા અને બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી જિલ્લા કક્ષાનો કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવનાર છે. આ બોર્ડની પરીક્ષામાં આણંદ જિલ્લામાં ધો. ૧૦ અને ધો.૧૨ ના કુલ-૪૮૦૫૮ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે. આ પરીક્ષાનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, તે મુજબ બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને અને વાલીઓને પરીક્ષાલક્ષી માર્ગ...