Monday, February 16News That Matters

Author: Admin Admin

સુરીનામના મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું સોમનાથ મંદિરે વેદમંત્રોથી અભિવાદન..

સુરીનામના મહામહિમ રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીનું સોમનાથ મંદિરે વેદમંત્રોથી અભિવાદન..

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ          આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે સુરીનામ દેશ જે દક્ષીણ અમેરીકામાં આવેલ છે, ત્યાના રાષ્ટ્રપતિશ્રી ચંદ્રિકાપ્રસાદ સંતોખી પરીવાર તેમજ ડેલીગેશન સાથે સોમનાથ આવી પહોચ્યા હતા. સોમનાથ વિ.આઇ.પી ગેસ્ટ હાઉસ ખાતે ટ્રસ્ટી જે ડી પરમાર સાહેબે પૂષ્પગુચ્છથી તેઓનું સ્વાગત કરેલ હતુ. શ્રી સોમનાથ મંદિરે તિર્થ પુરોહિતો અને સંસ્કૃત પાઠશાળાના ઋષીકુમારોએ વેદમંત્રોથી તેઓનું અભિવાદન કરેલ, મંદિરની પરંપરા મુજબ સચિવ યોગેન્દ્રભાઇ દેસાઇએ પૂષ્પહારથી તેઓનું સ્વાગત કરેલ હતું.         સોમનાથ મહાદેવના દર્શન ગંગાજળ અભિષેક વેદમંત્રો સાથે મહામહિમ રાષ્ટ્રપતીજીએ કરેલ. તેઓએ સોમેશ્વર મહાપૂજન ધ્વજાપૂજન કરેલ, મહાપૂજન મુખ્યપૂજારીશ્રી વિજયભાઇ ભટ્ટ તથા સાથી પૂજારીવૃંદ દ્વારા સંપન્ન કરાવવામાં આવેલ હતું.         પૂજન બાદ સોમનાથ મહાદેવના આશિર્વાદ સ્વરૂપે પુજારીએ રૂદ્રાક્ષની કંઠા માળાથી રાષ્ટ્...
રિપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ બટ પર ફાયરીંગ પ્રેકટીસ યોજાશે

રિપર નજીક આવેલ મિલ્ટરી ફિલ્ડ બટ પર ફાયરીંગ પ્રેકટીસ યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભુજ  ભુજ તાલુકાના હરિપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ બટ ઉપર તા. ૦૯/૦૧/૨૦૨૩ના રોજ Major GSO-2 (int), HQ, 75(I) inf Bde Gp, Pin-908075, C/o 56 APO દ્વારા Range no.−1 (20 MAHAR) ઉપ૨ 17 MARATHA LI, Pin-908075, C/o 56 APOના તાબા હેઠળ ફરજ બજાવતા અધિ./કર્મ.ઓની ફાયરીંગ પ્રેક્ટીસ યોજનાર છે. જેથી આ  ફાયરીંગ રેન્જમાં કોઈ પણ વ્યક્તિઓએ પ્રવેશવુ નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇ પણ વ્યક્તિ આ ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસ૨ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યક્તિને કે ઢોરોને કોઇ નુક્શાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે જેની તમામે નોંધ લેવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ ભુજ મિતેશ પંડ્યા દ્વારા જણાવાયું છે.  ...

ગીરસોમનાથમાં ઉમેદપરા(ગીરગઢડા) ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા રોજગાર કચેરી ગીરસોમનાથ અને સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા(ગીરગઢડા) દ્વારા તા.૦૯/૦૧/૨૦૨૩ના રોજ  સવારે ૧૧.૦૦ કલાકે સરકારી આઈ.ટી.આઈ. ઉમેદપરા(ગીરગઢડા), હરમડિયા રોડ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતી મેળામાં ઓમ એન્ટરપ્રાઇઝ-રાજકોટ, એસ.બી.આઈ. લાઈફ ઇન્સ્યોરન્સ- ઉના, સ્નેહા સર્વિસ શોલ્યુશન મારુતિ સુઝુકી)- મહેસાણા, ડીસેન્ટ મેનપાવર- અમદાવાદ અને વેલસ્પૂન ઈન્ડિયા- અંજાર વગેરે કંપનીઓ હાજર રહી ધો.૧૦, ૧૨ પાસ, ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ. (તમામ ટ્રેડ), ડિપ્લોમા (ટેકનિકલ ટ્રેડ તમામ)  ૧૮ વર્ષથી ૪૦ વર્ષની ઉમર ધરાવતા, તેમજ મૂક-બધીર દિવ્યાંગ રોજગાર વાંચ્છુ  ભાઈઓ- બહેનો હાજર રહી શકશે. આ ભરતી મેળામાં બીપીએલ અને જોબ કાર્ડ (મનેરેગા) ધરાવતા ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે તેમજ  આ ભરતી મેળામાં ભાઈઓ - બહેનોએ સ્વખર્ચે ભરતી મેળાના  સમયે  સરકાર...
સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી

સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવતા સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ ભક્તિ, ભવ્યતા અને દિવ્યતાના પ્રતિક સમા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં સુરીનામના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખીએ દેવાધિદેવ મહાદેવ સમક્ષ શીશ ઝૂકાવ્યું હતું. આ ઉપરાંત તેમણે મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન-અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આ પહેલાં લઘુ-સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ તેમજ સહકાર મંત્રી જગદિશભાઈ વિશ્વકર્મા સહિત મહાનુભાવોએ ગીતામંદિર હેલિપેડ પર રાષ્ટ્રપતિનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. મંદિરમાં સૌ પ્રથમ સોમનાથ ટ્રસ્ટ સેક્રેટરી યોગેન્દ્રભાઈ દેસાઈએ પુષ્પહારથી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યુ હતું. જે પછી શરણાઈની સૂરાવલી સાથે સોમનાથના પંડિતો અને સંસ્કૃત યુનિવર્સિટીના ઋષિકુમારો દ્વારા શ્લોકના સુમધુર ઉચ્ચારણોથી સુરીનામના રાષ્ટ્રપતિનું અભિવાદન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિરના પૂજારી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી રાષ્ટ્રપતિના હસ્તે સોમેશ્વર ...
સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

સિહોર ટાણા રોડ પર આવેલ ફાયરીંગ બટ વિસ્તારમાં જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગર જિલ્લાનાં શિહોર ગામની સર્વે નં.૨૮૨ની સિહોર - ટાણા રોડની દક્ષિણ બાજુએ આવેલ જમીન કે જેનો ઉપયોગ હાલ ફાયરિંગ બટ માટે થાય છે. આ ફાયરિંગ બટ ખાતે આગામી તા.૧૦-૦૧-૨૦૨૩ થી તા.૧૨-૦૧-૨૦૨૩ નાં સમયગાળા દરમ્યાન ભાવગર સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલાઓ માટે ફાયરીંગ પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવેલ છે. જેથી જાનમાલની સલામતી ખાતર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ઉપરોક્ત દિવસે ઉપરોક્ત વિસ્તારની આજુબાજુનાં ૧૦૦ મીટર સુધીનાં વિસ્તારમાં કોઈપણ શખ્સે પ્રવેશ કરવા તથા ઢોર ચરાવવા બાબતે પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડેલ છે. આ જાહેરનામાનો ભંગ કરનારને અધિનિયમની કલમ- ૧૩૧ મુજબ સજા થશે તેમ જાહેરનામામાં ફરમાવેલ છે....
ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

ભૃણ હત્યા અટકાવવા ડાયગ્નોસ્ટીક ક્લિનિકોમાં સી.સી.ટી.વી. કેમેરા તેમજ તેનો ડેટા સાચવવા અંગે જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સમાજમાં દીકરીઓની ઘટતી જતી સંખ્યાની બાબતને ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં પી.સી. એન્ડ પી.એન.ડી.ટી એક્ટ અંતર્ગત રજીસ્ટર્ડ ક્લિનિક ખાતે સી.સી.ટી.વી. કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમિટીની મિટિંગમાં થયેલ સૂચના અન્વયે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્સન એન્ડ પ્રી-નેટલ ડાઈનોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર થયેલા તમામ ક્લિનિક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ ૧૪૪ હેઠળ ક્લિનિક ઉપર સી.સી.ટી.વી કેમેરા લગાવવા અને તેના ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામું બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરિટી (પી.સી. એન્ડ પી.એન.ડી.ટી.) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા દરખાસ્ત થતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ) ના કાયદાની કલમ ૧૪૪ હેઠળ ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્...
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આયોજિત પરિક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ગુજરાત વહિવટી સેવા વર્ગ-૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની ભરતી માટેની પ્રિલિમીનરી પરીક્ષા સવારનાં ૧૦:૦૦ થી ૧:૦૦ અને બપોરનાં ૩:૦૦ થી ૬:૦૦ કલાક દરમ્યાન પરીક્ષાઓ ભાવનગર શહેરમાં આગામી તા.૦૮/૦૧/૨૦૨૩ નાં રોજ યોજાનાર છે. ઉપરોક્ત પરીક્ષા દરમિયાન પરિક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક પરીક્ષા આપી શકે તેમજ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના વિસ્તારોમાં અસામાજિક તત્વો એકઠા થઇ પરિક્ષાર્થીઓને ખલેલ ન પહોંચાડે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર દ્વારા પરીક્ષાનાં દિવસો દરમિયાન જે-તે પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા સમય દરમિયાન જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પડવામાં આવેલ છે. જેમાં જણાવ્યા અનુસાર પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાના સમય દરમિયાન પરીક્ષા...
ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર (મહિલા) ખાતે ભાવનગર જિલ્લના પ્રતિષ્ઠિત એકમો માટે ભાવનગર જીલ્લા નોડલ સંસ્થાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

ઔદ્યોગિક તાલીમ સંસ્થા ભાવનગર (મહિલા) ખાતે ભાવનગર જિલ્લના પ્રતિષ્ઠિત એકમો માટે ભાવનગર જીલ્લા નોડલ સંસ્થાનો એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ગુજરાત સરકારની મહત્વની યોજના મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત ભાવનગર જીલ્લામાં સમાવિષ્ટ વિવિધ ખાનગી અને સેવાકીય એકમોમાં એપ્રેન્ટીશીપ તાલીમ યોજના અંતર્ગત ખાલી જગ્યાઓ પર ધોરણ ૮ પાસથી ગ્રેજ્યુએટ, આઈ.ટી.આઈ કે ફ્રેશર ઉમેદવાર તરીકે જે કોઈ ઉમેદવારો જોડાવા માંગતા હોય તેવા ઉમેદવારો માટે ભાવનગર જીલ્લાની આઈ.ટી.આઈ (મહિલા) ભાવનગર ખાતે તા.૦૯/૦૧/૨૦૨૩ ના રોજ સવારે ૧૦:૩૦ કલાક થી એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. જે ઉમેદવારો આ યોજના મારફત એપ્રેન્ટીસ તરીકે જોડાવા માંગતા હોય તેઓએ પોતાનું રજીસ્ટ્રેશન એપ્રેન્ટીસ પોર્ટલ લીંક https://www.apprenticeshipindia.gov.in/candidate- registration પર કરવાનું રેહશે અને ભરતી મેળાના દિવસે, શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝનો ફોટો અને આધારકાર્ડની નકલ સાથે હાજર રેહવા જણાવવામાં આવે છે. આ એપ્રેન્ટીસ ભરતીમેળામાં ઉમેદવારોન...
ભાવનગરમાં રોજગાર ભરતીમેળાનું તા.૧૨ જાન્યુઆરીના રોજ યોજાશે

ભાવનગરમાં રોજગાર ભરતીમેળાનું તા.૧૨ જાન્યુઆરીના રોજ યોજાશે

Gujarat
હિન્દ ટીવી -ગુજરાતી, ભાવનગર મદદનીશ નિયામક(રોજગાર)ની કચેરી, ભાવનગર દ્વારા આયોજિત ભરતીમેળામાં ખાનગીક્ષેત્રનાં અંદાજિત ૦૪ એકમ (કંપની) માં હેલ્પર, મશીન ઓપરેટર, ડાઈરેક્ટ સેલ્સ એક્સિક્યુટિવ, માર્કેટીંગ મેનેજર, બ્રાંચ મેનેજર, આસિસ્ટંટ બ્રાંચ મેનેજર, સોફ્ટવેર સેલ્સ એન્ડ સ્પોર્ટ વગેરે જેવી વિવિધ જગ્યાઓ ભરવાની છે. જેમાં ૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ., ડિપ્લોમા તથા ગ્રેજ્યુએટની શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓને ભરતીમેળામાં તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૩ (ગુરૂવાર), સવારે ૧૧:૦૦ કલાકે, ડૉ. આંબેડકર ભવન, એસ.ટી.બસ સ્ટેન્ડ પાસે, પાનવાડી ચોક, ભાવનગર ખાતે રૂબરૂ મુલાકાત તેમજ ઇન્ટરવ્યુ માટે રિઝ્યુમની ૩ (ત્રણ) નકલ સાથે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા મદદનીશ નિયામક (રોજગાર) ભાવનગર ની યાદીમાં જણાવવામાં આવેલ છે. ગુજરાત બ્યુરો ચીફ : ડો. હકીમ ઝવેરી (ભાવનગર)...
ભાવનગરના મહુવા ખાતે તાલુકા કક્ષાના “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

ભાવનગરના મહુવા ખાતે તાલુકા કક્ષાના “કિશોરી કુશળ બનો -સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં તાલુકા કક્ષાના કિશોરી કુશળ બનો “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળાની ઉજવણી આજ રોજ તા. ૦૬/૦૧/૨૦૨૩ ના રોજ મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ, જિલ્લા પંચાયત કારોબારી સભ્ય તેમજ મહિલા અને બાળ સમિતાના ચેરમેન તાલુકા વિકાસ અધિકારી વગેરે પદાધિકારીઓની અધ્યક્ષતામાં અધ્યક્ષતામાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રોગ્રામ ઓફિસર, ટી.એચ.ઓ., શ્રમ અને રોજગાર વિભાગ, કૃષિ અને સહકાર વિભાગ, આઇ.ટી.આઇ, લીડ બેન્ક મેનેજર, પોસ્ટ ઓફીસ, સમાજ સુરક્ષા અધિકારી, એડવોકેટ કાનૂની સેવા સત્તા મંડળ, ૧૮૧, દહેજ પ્રતિબંધક અધિકારી વગેરે વિવિધ વિભાગોના અધિકારી તેમજ કર્મચારી દ્વારા સ્ટોલ તેમજ ઉદબોધન કરી વિવિધ યોજનાકીય માહિતી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કિશોરીઓ તેમજ વાલીઓને માર્ગદર્શન આપવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પોષણ અને આરોગ્યનુ મહત્વ, શિક્ષણનું મહત્વ , બેટી બ...