Sunday, February 15News That Matters

Author: Admin Admin

બોટાદ જિલ્લામાં બોર્ડની ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની પરીક્ષાને અનુલક્ષીને જરૂરી પ્રતિબંધો ફરમાવતા નિવાસી અધિક કલેક્ટરશ્રી

Education
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ             બોટાદ જિલ્લામાં આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ દરમ્યાન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા બોટાદ જિલ્લામાં ધોરણ-૧૦ તથા ધોરણ-૧૨ની પરીક્ષા લેવાનાર છે. આ પરીક્ષા દરમિયાન પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી, શાંતિપૂર્વક તેમજ એખલાસભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પી.એલ.ઝણકાતે ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા,૨૦૨૩ની કલમ-૧૬૩ (ભારતના ફોજદારી કાર્યરીતી અધિનિયમ- ૧૯૭૩(૧૯૭૪નો ૨ જો)ની કલમ- ૧૪૪)થી તેમને મળેલ અધિકારની રૂએ ફરમાવ્યુ છે કે, આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી તા.૧૭/૦૩/૨૦૨૫ સુધી ધોરણ-૧૦ની પરીક્ષાનો સમય સવારના ૧૦:૦૦ થી ૧૩:૧૫ કલાક અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષા સવારના સેશન સમય ૧૦:૩૦ થી ૧૩:૪૫ કલાક સુધી તેમજ બપોરના સેશનનો સમય ૧૫:૦૦ થી ૧૮:૧૫ કલાક સુધી તથા ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ પર...

આગામી તા.૨૪ થી ૨૬ દરમિયાન યોજાનાર ‘સોમનાથ મહોત્સવ’ની તૈયારીઓની મુલાકાત લઈ સમીક્ષા કરતા કલેક્ટર

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, સોમનાથ            આગામી તા.૨૪ થી ૨૬ દરમિયાન પ્રથમ જ્યોતિર્લિંગ એવા શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાનાર ‘સોમનાથ મહોત્સવ’ ની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે સવારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ મુલાકાત લઈ સ્થળ-સ્થિતિનું નિરિક્ષણ કરી તૈયારીઓને ઓપ આપ્યો હતો. કલેક્ટરએ જૂના તથા નવા સોમનાથ મંદિર અને આસપાસના સ્થળોની મુલાકાત લઈ મહોત્સવ દરમિયાન તમામ પ્રકારની વ્યવસ્થાઓ સુચારૂ રૂપે ચાલે તે માટે જરૂરી સૂચનો ઉપસ્થિત અધિકારીઓને કર્યા હતાં. કલેક્ટરએ તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે, ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી યોજાનાર સોમનાથ મહોત્સવ દરમિયાન દેશના ખ્યાતનામ અને પદ્મશ્રી સન્માનથી વિભૂષિત સંગીતજ્ઞો અને નૃત્યાચાર્યો દ્વારા શિવ મહિમા કરતી અનોખી લાઈવ પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવનાર છે. આ સમયગાળા દરમિયાન મહાશિવરાત્રિનો તહેવાર પણ રંગેચંગે ઉજવવામાં આવતો હોય છે. ત્યારે અહીં ...

કેન્દ્રીય જળસ્ત્રાવ વિભાગ દ્વારા પુરસ્કૃત વોટરશેડ યાત્રાનો જિલ્લામાં પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ કેન્દ્રીય જળસ્ત્રાવ વિભાગ અને જિલ્લા જળસ્ત્રાવ વિકાસ એકમ, ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે જિલ્લામાં બે દિવસ યોજાનાર વોટરશેડ યાત્રાનો પ્રારંભ થયો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અન્વયે યોજાયેલ વોટરશેડ યાત્રાનો પ્રારંભ તાલાલા તાલુકાના પીપળવા ગામેથી થયો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંજૂલાબહેન મૂછારે પાણીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, જળ એ જીવનનો આધાર છે. જળ છે તો આપણે છીએ. જો જળ નહીં હોય તો આપણું જીવન પણ મુશ્કેલીમાં મૂકાશે. આ જળ ફક્ત જીવન નથી લાવતું પરંતુ જીવન સાથે ધન-ધાન્ય પણ લાવે છે. આપણે ખેતી સાથે સંકળાયેલા લોકો છીએ ત્યારે જળ-જમીન, જંગલ, જનાવર અને જન આધારિત કામો જિલ્લામાં થઈ રહ્યાં છે. જેમાં પાણી સંગ્રહ, જમીન સુધારણા, વૃક્ષારોપણ અને ખેતસુ...

અમરેલી જિલ્લા પંચાયતની ટીમ ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ           રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાનના ભાગરૂપે, પંચાયતો વચ્ચે શ્રેષ્ઠ પ્રથાઓના આદાન-પ્રદાનને પ્રોત્સાહન આપવા માટે અમરેલી જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓએ આદર્શ ગામ બાદલપરા તેમજ વડનગર ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી. અમરેલી જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો ગીર સોમનાથ જિલ્લાના આદર્શ ગામ બાદલપરા તેમજ વડનગર ગામની આજે બપોર બાદ મુલાકાત લીધી હતી. આ ગામમાં રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને લઈને અમલીકૃત બનેલા કાર્યો વિશેની જાણકારી મેળવી હતી. આ ટીમે ગીર સોમનાથ જિલ્લાના ગામોમાં સફળ કામગીરી અમલમાં મૂકેલી પંચાયતોના અનુભવો પોતાના જિલ્લામાં લોકકલ્યાણ માટે અમલમાં મૂકી શકાય એ માટે રૂબરૂ નિદર્શન અને ચર્ચા-વિનિમય દ્વારા પંચાયત, હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર, લાઈબ્રેરી, આંગણવાડી વગેરે સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. અમરેલી પંચાયતના સભ્ય પ્રભાત કોઠીવાલે આ પ્રેરણાત્મક મુલાકા...
જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષ સ્થાને ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા કલેકટર આર.કે.મહેતાના અધ્યક્ષ સ્થાને ધોરણ 10-12 બોર્ડ પરીક્ષાના આયોજન અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

Education
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર               આગામી તા.ર૭મી ફેબ્રુઆરીથી શરૂ થનારી ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડની પરીક્ષાઓને અનુલક્ષીને જિલ્લા કલેકટરશ્રી આર.કે.મહેતાના અધ્યક્ષસ્થાને ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષા કેન્દ્રો પર પીવાના પાણી, પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ,જિલ્લા,તાલુકા-ગ્રામ્યકક્ષાએથી આવતા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઇપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વધારાની બસો ફાળવવા અને વિદ્યાર્થીઓને લેવા જતી બસ કોઇપણ કારણોસર બંધ પડે તો તાત્કાલિક અન્ય બસોની વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર રાખવા, વીજ પુરવઠો સતત જળવાઇ રહે તે જોવાની સાથે પરીક્ષાની પૂર્વ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી હિતેન્દ્રસિંહ પઢેરીયાએ ધો.10 અને 12(સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ)ની બોર્ડ પરીક્ષાના સફળ સંચાલન માટે...

મરણ જનાર અજાણ્યા પુરૂષના વાલી વારસની જાણ સીટી-એ ડીવી. પોલીસ સ્ટેશન ખાતે કરવા અંગે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર               આશરે ૪૦ વર્ષની ઉંમરના રખડતુ ભટકતુ જીવન જીવતા અને ભિક્ષા વૃત્તી કરી પોતાનુ ગુજરાન ચલાવતા એક અજાણ્યા પુરૂષ જામનગર એસ.ટી.બસ સ્ટેશન સામે બેભાન હાલતમાં મળી આવતા જેઓને સારવાર માટે જી.જી.હોસ્પીટલ ખાતે લઇ જવામા આવેલ. સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે આ શખ્સને મૃત જાહેર કરેલ હોય જે વ્યક્તિની ઓળખ થાય તે માટે જામનગર સીટી એ.ડીવી.પોલીસ સ્ટેશન દ્વારા યાદિ બહાર પડાઈ છે.શારીરિક ઓળખ તરીકે આ શખ્સના જમણા હાથમા 'MERI JAAN SABINA' લખાવેલ છે.જેથી આ અજાણ્યા ઇસમના વાલી વારસની ઓળખ અંગે જો કોઈને જાણ થાય તો પો.સબ ઈન્સ.ડી.જી.રામાનુજ મો-૯૦૧૬૭૦૬૬૯૦, સીટી-એ ડીવી. પોલીસ સ્ટેશન ફોન નં-(૦૨૮૮)૨૫૫૦૨૪૩ પર સંપર્ક કરવા જણાવાયું છે....

જામનગર જિલ્લાના ફોર વ્હીલર ધરાવતા વાહન માલિકો જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના ફોર વ્હીલર (LMV) ધરાવતા વાહન માલિકો જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૨૪-૨-૨૦૨૫ થી ૨૬-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધી, ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૨૬-૦૨-૨૦૨૫ થી ૨૮-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૨૮-૦૨-૨૦૨૫ રોજ બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ત્યારબાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાના રહેશે. યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવ્યા બાદ ઉક્ત વેબસાઇટ પર લોગ-ઈન કરીને વાહન ખરીદીના દિવસ-૦૭ ની અંદર ઓનલાઇન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે. વાહન માલિકે ગોલ્ડન, સ...

ધો.૧૦ – ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ ન કાઢવા તથા પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ,ઇલેક્ટ્રિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ

Education
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર આગામી તા.૨૭ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓ યોજવામાં આવશે. પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં અડચણ ન રહે અને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન ખેર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જિલ્લામાં પરીક્ષા માટે નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન ધારકોએ પરીક્ષા કેન્દ્રોની આસપાસ પરીક્ષાઓ હોય તે દિવસોએ પરીક્ષાઓના સમય દરમિયાન ( સવારે ૧૦:૦૦ કલાકથી ૧૮:૩૦ કલાક દરમિયાન) તેઓના કોપીયર મશીનો દ્વારા પરીક્ષ...

શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષાઓના પૂર્વ આયોજન અંગે વિડીઓ કોન્ફરન્સ યોજાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, જામનગર             શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં બોર્ડની પરીક્ષાઓના પૂર્વ આયોજન અંગે યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં જામનગર કલેકટર કચેરી ખાતેથી કલેકટર કેતન ઠક્કર તથા સંબંધિત અધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા. આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થનાર છે. પરીક્ષાને લઈને દરેક જિલ્લાઓની તૈયારીઓ અંગે શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં અને રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં સમગ્ર રાજ્યમાં મુક્ત, ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાય તે માટે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરે માર્ગદર્શન આપ્યુ હતુ. આ બેઠકમાં શિક્ષણમંત્રી દ્વારા જીલ્લા કક્ષાએ કંટ્રોલરૂમ, સતત વીજપુરવઠો શર...
કાલાવડ ખાતે “હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ” ની જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

કાલાવડ ખાતે “હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ” ની જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, કાલાવડ              જામનગર જિલ્લા ના કાલાવડ ખાતે 'હિન્દ રક્ષક સંઘ' નાં સંસ્થાપક ડૉ. સીમાબેન પટેલ દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરનાં પટાંગણમાં "હિન્દુ હૃદય સમ્રાટ અને મહાન યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ" જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ.                પુષ્પાંજલિ કાર્યક્રમ માં મંદિરના પૂજારી જીકા બાપુ ના વરદ હસ્તે પૂજા અર્ચના કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી તેમજ કાલાવડ ભાજપ શહેર પ્રમુખ નિરવભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, વિરેન્દ્રસિંહ જાડેજા, જગમલભાઈ ગઢવી, તરુણભાઈ ચૌહાણ, કિરીટભાઈ, એડવોકેટ પી.ડી.જાડેજા, જયશ્રીબેન મહેતા તેમજ મોટી સંખ્યામાં સનાતનીઓ હાજર રહી "જય ભવાની, જય શિવાજી" નાં નાદ સાથે છત્રપતિ શિવાજી મહારાજને પુષ્પ અર્પણ કરી ધન્યતા અનુભવી.  ...