Monday, February 16News That Matters

Author: Admin Admin

બોટાદને ચિત્રનગરી બનાવવાની કામગીરી પૂરજોશમાં

બોટાદને ચિત્રનગરી બનાવવાની કામગીરી પૂરજોશમાં

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ આગામી 26મી જાન્યુઆરી,પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણીને અનુલક્ષીને બોટાદ જિલ્લા કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન મુજબ તડામાર તૈયારીઓનો આરંભ થઈ ચુક્યો છે. ત્યારે બોટાદને ચિત્રનગરી બનાવવાની કામગીરી જોરશોરથી ચાલી રહી છે. બોટાદની સરકારી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા એસ.ટી.બસ સ્ટેશનની દીવાલ પર ચિત્રો દોરવામાં આવ્યાં હતાં. સરકારી હાઈસ્કૂલના આચાર્ય ઈશ્વરભાઈ ઝાપડીયાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ દ્વારા ‘આઝાદી અમર રહો’નો સંદેશ આપતા સુંદર ચિત્રો વડે બસ સ્ટેન્ડની દીવાલો સુશોભિત કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે બોટાદના મહત્વના રસ્તાઓની દીવાલો પર ચિત્રો દોરી વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પોતાનું અનેરૂં યોગદાન આપી રહ્યા છે. આગવી ઓળખ ધરાવતા બોટાદ શહેરને દેશભક્તિની ભાવના પ્રબળ બનાવતા ચિત્રો વડે રંગબેરંગી બનાવવાની કામગીરી થઈ રહી છે....
આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદના મુખ્યમાર્ગ સહિત અન્ય વિસ્તારોમાં સફાઇની કામગીરી પુરજોશમાં

આગામી પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે બોટાદના મુખ્યમાર્ગ સહિત અન્ય વિસ્તારોમાં સફાઇની કામગીરી પુરજોશમાં

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ આગામી પ્રજાhસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઇ રહી છે જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.૧ થી ૧૧ માં વોર્ડ વાઇઝ તેમજ બોટાદ શહેરમાં પસાર થતી ઉતાવળી નદી તથા મધુમતીની સફાઈની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,બોટાદ શહેરની સફાઇની કામગીરી માટે ગઢડા, બરવાળા અને ધંધુકા નગરપાલિકાની ટીમો આવી છે જે અન્વયે ગઢડા નગરપાલિકાની સફાઇની ટીમ દ્વારા ગઢડા રોડ, બરવાળા નગરપાલિકાની ટીમ દ્વારા સાળંગપુર રોડ, ધંધુકા નગરપાલિકાની ટીમ દ્વારા પાળીયાદ રોડ સફાઇની કામગીરી કરી રહ્યાં છે. ત્યારે બોટાદ નગરપાલિકાની કામગીરીમાં વહીવટદાર તથા ચીફ ઓફીસરના માર્ગદર્શન નીચે સેનેટરી ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ મારફત સતત મોનીટરીંગ કરી પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. હાલમાં બોટાદ નગરપાલિકાના સેનેટર ઇન્સ્પેક્ટરઓ દ્વારા...
બોટાદ આરટીઓ અને જિલ્લા પોલીસ દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

બોટાદ આરટીઓ અને જિલ્લા પોલીસ દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, બોટાદ આજરોજ કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા આયોજિત માર્ગ સલામતી સપ્તાહ કાર્યક્રમનો બોટાદ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને તેમજ બોટાદ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી અને જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના સહયોગથી યોજવામાં આવેલા આ કાર્યક્રમ અંતર્ગત આગામી તા.૧૭ જાન્યુઆરી સુધી નાગરિકોને ટ્રાફિકના નિયમોથી ઉજાગર કરવા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરએ જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમોનું પાલન કરવું તે પ્રત્યેક નાગરિકની ફરજ છે. આ બાબતે જાગૃતિ કેળવાય એ અત્યંત આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે, માર્ગ સલામતિ સમાજના દરેક વર્ગને સ્પર્શતો વિષય છે. લોકોમાં માર્ગ સલામતી બાબતે જનજાગૃતિ આવે તે આવશ્યક છે. વાહન ચલાવતા નાગરિકો ટ્રાફિકનાં નિયમોનું પાલન કરતા થાય અને નિયમો અંગે ભાવિ પેઢીના નાગરિકોનાં માહિતગાર અને જાગૃત્ત થાય હેતુ...
ગીર સોમનાથમાં ઉજવાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, ૧૬ દેશ અને ૭ રાજ્યોના ૫૯ પતંગબાજો બતાવશે કૌવત

ગીર સોમનાથમાં ઉજવાશે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, ૧૬ દેશ અને ૭ રાજ્યોના ૫૯ પતંગબાજો બતાવશે કૌવત

Gujarat
હિદ ટીવી - ગુજરાતી, ગીર સોમનાથ સદભાવના ગ્રાઉન્ડ ખાતે ગીર સોમનાથમાં આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૩ યોજાશે. G20 થીમ પર આધારીત આ પતંગોત્સવમાં મોરક્કો, સાઉથ આફ્રિકા, મેક્સિકો, મોરેશિયસ, લિથુઆનિયા, લેબેનોન, પોલેન્ડ સહિત ૧૬ દેશ અને ૭ રાજ્યોના ૫૯ પતંગબાજો પતંગના કરતબો દર્શાવશે. આ ભવ્ય પતંગોત્સવને માણવા માટે વહીવટી તંત્રએ તમામ શહેરીજનોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું છે. ગુજરાત પ્રવાસન નિગમ અને ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે સદભાવના ગ્રાઉન્ડ, સોમનાથ ખાતે ૧૧ જાન્યુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ ઉજવાશે. જેની તૈયારીના ભાગરૂપે કલેક્ટરશ્રી રાજદેવસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં અધિક કલેક્ટર શ્રી બી.વી.લિંબાસિયાએ વિવિધ મુદ્દે શીર્ષ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. સદભાવના ગ્રાઉન્ડમાં યોજાનાર આ પતંગોત્સવનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમ...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ-મોડ્યુલ્સ કાર્યરત થયાં

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મુખ્યમંત્રી કાર્યાલયમાં ટેક્નોલોજી આધારિત જનસુવિધા ઇ-મોડ્યુલ્સ કાર્યરત થયાં

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સુશાસન પરિપાટીએ મુખ્યમંત્રી દ્વારા ઇ-ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ અને સ્માર્ટ ગવર્નન્સ સાકાર કરવાની વધુ એક નવતર પહેલ સ્માર્ટ ગવર્નન્સ સાકાર કરતાં ઇ-મોડ્યુલ્સ :- ● CMO વોટ્સએપ બોટ● વડાપ્રધાનની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમનું માર્ગદર્શન આપશે મુખ્યમંત્રીની મુલાકાત માટેના સંપર્ક સૂત્રની માહિતી આપશે મુખ્યમંત્રી રાહત નિધિનો લાભ મેળવવાની માહિતી આપશે નાગરિકો પોતાના સૂચનો સીધા જ મુખ્યમંત્રીને આ વોટ્સએપ બોટ દ્વારા નંબર 7030930344 પર મોકલી શકશે ● વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (VMS)● મુખ્યમંત્રી કાર્યાલયમાં આવતા મુલાકાતીઓની રજુઆત-ફરિયાદના સમાધાન માટે ડીજીટલ પ્રણાલી ‘વિઝિટર્સ મેનેજમેન્ટ સિસ્ટમ (VMS) જુદી-જુદી ફરિયાદ/રજુઆતને વિવિધ સ્તરે અલગ તારવી તેના નિરાકરણ માટેનું સંપૂર્ણ ફોલોઅપ આ મોડ્યુલ દ્વારા લેવાશે ●...
અનુસૂચિત જનજાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે તાલીમ શિબિરનું આયોજન

અનુસૂચિત જનજાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે તાલીમ શિબિરનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સરકારનાં ગૃહ વિભાગનાં આદેશ મુજબ અનુસૂચિત જનજાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકાર દ્વારા આયોજીત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર, બી.એસ.એફ., આર.એ.એફ, સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી તથા સરકારના અન્ય વિભાગની ભરતી થવાની/જોડાવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પુર્વક પસાર કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે ભાવનગર જીલ્લા ખાતેના જ આવા બાળકોને તાલીમ આપવા માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ તાલીમ માટે ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ઘોરણ-૧૨ પાસ, શારીરીક ક્ષમતા બી.એસ.એફ., આર.એ.એફ., સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી. તથા સરકારનાં અન્ય વિભાગનાં માપદંડ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારને તાલીમ માટે લાયક ગણવામાં આવશે. આ તાલીમનો સમયગાળો દિન -૩૦ નો રહેશે. આ તાલીમ તા.૧૦/૦૨/૨૦૨ર થી પોલીસ હેડ ક્વાર્...
આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

આર.ટી.ઓ. કચેરી દ્વારા બાકી બચેલ ગોલ્ડન/સિલ્વર નંબરોનાં ઓનલાઇન રી-ઓક્શન માટેની અરજીઓ મંગાવાઈ

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર આર.ટી.ઓ કચેરી ભાવનગર દ્વારા ટ્રાન્સપોર્ટ વાહનો માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-AX 0001 થી 9999, હળવા મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EE 0001 થી 9999 અને દ્રીચક્રી મોટર વાહન માટેની નોન ટ્રાન્સપોર્ટ સીરીઝ GJ-04-EF 0001 થી 9999 નાં બાકી બચેલી ગોલ્ડન/સિલ્વર નંબરની ઈ-ઓક્શન પ્રક્રીયા હાથ ધરવામાં આવશે. જેમાં તા.૧૬-૦૧-૨૦૨૩ થી તા.૧૮-૦૧-૨૦૨૩ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. આ પ્રક્રીયામાં તા.૧૮-૦૧-૨૦૨૩ થી તા.૨૦-૦૧-૨૦૨૩ સુધી બિડીંગ કરવાનો સમયગાળો રહેશે. વધુ વિગતો તેમજ માહિતી માટે આર.ટી.ઓ.કચેરી ભાવનગરનો સંપર્ક કરવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભાવનગરની યાદીમાં જણાવાયું છે....
કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોક દરબારનુ આયોજન

કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોક દરબારનુ આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક સૌરભ સિંધ નાઓના માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસ દ્રારા વ્યાજખોરીની બદી નાબુદ કરવા લોક દરબારનુ આયોજન કરવામાં આવશે. જેમાં આ લોક દરબાર નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગનાઓની અધ્યક્ષ સ્થાને ભુજ શહેર એ ડિવીઝન, ભુજ શહેર બી ડિવીઝન, માનકુવા, માધાપર, પધ્ધર, ખાવડા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જઓની હાજરીમાં આગામી તા.૧૧/૦૧/૨૦૨૩ના રોજ રાખવામાં આવનાર છે. આ લોકદબારમાં વ્યાજખોરીને લગતી સમસ્યાઓનુ નિરાકરણ તેમજ આ બદીથી મુકત કરવા અને વ્યાજખોર સંપુર્ણ નાબુદ કરવાના હેતુસર આયોજન કરવામાં આવેલ છે. આ લોકદરબારમાં ભુજ શહેર એ ડિવીઝન, ભુજ શહેર બી ડિવીઝન, માનકુવા, માધાપર, પધ્ધર ખાવડા વિસ્તારમાં રહેતા નાગરીકો આર્થિક તંગીના કારણે ગેરકાયદેસર વ્યાજ વટાવનો વ્યવસાય કરતા ઇસમો પાસેથી વ્યાજે રૂપીયા લેતા હોય છે. જે આવી ગેરકાયદેસર...
અનુસૂચિત જાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે તાલીમ શિબિરનું આયોજન

અનુસૂચિત જાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે તાલીમ શિબિરનું આયોજન

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર સરકારનાં ગૃહ વિભાગનાં આદેશ મુજબ અનુસૂચિત જાતીના શિક્ષિત યુવાનો/યુવતિઓ સરકાર દ્વારા આયોજીત હેતુલક્ષી તાલીમનો લાભ મેળવી પગભર થઇને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ શકે તેમજ પોલીસ, લશ્કર, બી.એસ.એફ., આર.એ.એફ, સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી તથા સરકારના અન્ય વિભાગની ભરતી થવાની/જોડાવવા માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓ સફળતા પુર્વક પસાર કરી શકે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળ થાય તે માટે ભાવનગર જીલ્લા ખાતેના જ આવા બાળકોને તાલીમ આપવા માટે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ તાલીમ માટે ઉમેદવારની શૈક્ષણીક લાયકાત ઘોરણ-૧૨ પાસ, શારીરીક ક્ષમતા બી.એસ.એફ., આર.એ.એફ., સી.આર.પી.એફ., સી.આઇ.એસ.એફ., એસ.એસ.બી. તથા સરકારનાં અન્ય વિભાગનાં માપદંડ મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારને તાલીમ માટે લાયક ગણવામાં આવશે. આ તાલીમનો સમયગાળો દિન -૩૦ નો રહેશે. આ તાલીમ તા.૧૦/૦૨/૨૦૨ર થી પોલીસ હેડ ક્વાર્ટર ભા...
પાલિતાણાનાં શિક્ષકની જિલ્લાકક્ષાનાં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠમી વખત પસંદગી

પાલિતાણાનાં શિક્ષકની જિલ્લાકક્ષાનાં એજ્યુકેશન ઈનોવેશન ફેસ્ટીવલમાં સતત આઠમી વખત પસંદગી

Gujarat
હિન્દ ટીવી - ગુજરાતી, ભાવનગર  જીસીઈઆરટી ગાંધીનગર દ્વારા વર્ગખંડ ગુણવત્તામાં અભિવૃદ્ધિ થાય અને શિક્ષકોને પ્રોત્સાહન મળે એ હેતુથી દર વર્ષે જિલ્લા કક્ષાએથી શરૂ કરી રાજ્યકક્ષા સુધી અને પ્રાથમિક થી પ્રશિક્ષણ સંસ્થાઓ સુધીના શિક્ષકો માટે એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટીવલનુ આયોજન થતું હોય છે. જેમાં ભાવનગર જિલ્લાની પાલિતાણાની ઝવેરચંદ મેઘાણી પ્રાથમિક શાળાના શિક્ષક નાથાભાઈ ચાવડા દ્વારા સાયકલ ડ્રાઇવિંગ સ્કૂલ નામનો નવતર પ્રયોગ પસંદગી પામતાં સતત આઠમી વખત પોતાનું ઇનોવેશન રજૂ કરશે. નવી શિક્ષણ નીતિ અને ભાર વગરનુ ભણતર અને મૂલ્ય શિક્ષણ ઉપર વધુ ઘ્યાન આપી બાળકોનાં સર્વાંગી વિકાસ માટે કરેલા નૈતિક પ્રયત્નો દ્વારા ખુબ સારું પરિણામ પ્રાપ્ત થયેલ છે. સતત આઠમાં વર્ષે આ શિક્ષકે પોતાનાં નવતર પ્રયોગની ઇનિંગ શરૂ રાખી છે. સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને અભ્યાસ માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ થાય તે હેતુ માટે રજાનાં દિવસો...